Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 9

દ્રશ્ય નવ -
" મારું નામ નીલ છે હું આ અલોકિક ગુફા ની સંભાળ રાખુ છું. આ ગુફા મારું ઘર છે મારું જીવન અને મારી જવાબદારી કહી શકાય. શરૂ માં અમે અહી માત્ર દેખરેખ રાખતા અમારી શક્તિ નો ઉપયોગ કરવાની જરૂર ના પડતી આ હસી ખુશી થી ચાલતી અમારી જિંદગી માં તમારા જેમ એક દિવસ એક નાવિકો ની ટુકડી આવી લગભગ સો એક વર્ષ પેહલા ની વાત છે. તે આ ગુફામાના પત્થરો નું મૂલ્ય સમજ્યા વિના લુંટવા લાગ્યા અને ગુફા માના જીવિત જીવો ને કેદ કરવા લાગ્યા ત્યારે અહી થી અંદર અને બહાર આવા જવાનો એક ચોકસ માર્ગ હતો મારી બેન શ્રુતિ જે આગ ના જેવી ગરમ તેનાથી આ સહન ના થયું. એ દિવસે ગુફા માં ઘણું નુકશાન થયું. મારી બહેન ને ગુફાના બંને દરવાજા બંદ કર્યા અને આ ગુફાને હિંદ મહાસાગર ની ગેહરાઈ માં છુપાવી પછી અજાણતા થી આવતા દરેક મનુષ્યને તે પોતાનો ગુલામ બનાવી ને કાયમ માટે કેદ કરી લેતી જે મને અયોગ્ય લાગ્યું માટે મે એના દરેક કેદી ને અહીથી ભગાવી મૂક્યા અને એનાથી ક્રોધમાં આવેલી મારી બહેન ને મને કેદ કરી હતી તે ગુસ્સા વળી છે પણ મન ની સાફ છે તેને સમજાવી મુશ્કેલ છે પણ અશકય નથી."
માહી ને પૂછ્યું " એ નાવિકો નું શું થયું."
નીલ ને જવાબ આપ્યો " મારી બહેન ને એમને પાગલ કરી ને ગુફાની બહાર નીકળ્યા અને પછી એમનું શું થયું એ મને ખબર નથી."
દેવ ને કહ્યું " અમે તમારી બહેન ના ગુલામ કેમ નથી બન્યા અમારા માં તમારા જેવી કોઈ ખાસિયત નથી કે કોઈ અનોખી તાકાત નથી અમે એક સામાન્ય માણસ હોવા છતાં અમારા મન પર કોઈ નો કાબૂ નથી."
નીલ ને જવાબ આપ્યો " હા તમે સામાન્ય માણસ છો પણ તમારા મનમાં કોઈ લાલચ નથી અને આવું પેહલીવર થયું છે કદાચ એક માણસ ના મનમાં લાલચ ના હોય પણ અહી તો ચાર માણસો ના મનમાં લાલચ નથી."
માહી ને પૂછ્યું " તો તમે અમને પાછા અમારા ઘરે મોકલો હવે અમે અહી રેહવા નથી માગતા."
નીલ ને જવાબ આપ્યો " હું તમને પાછા તમારા ઘરે નઈ મોકલી શકું મારી બહેન ને દરવાજાઓ બંદ કર્યા છે અને હું હાલ કેદ માંથી નીકળી છું મારા માં પૂરતી શક્તિ નથી."
કેવિન બોલ્યો " તો શું અમે અહી કાયમ માટે રેહવનાં અમારે ઘરે જવું છે અને પરિવાર ને મળવું છે."
અંજલિ ને કહ્યું " અમારા સાથીદારો તો પોતાનું ભાન ભૂલી ગયા છે અને અહી ની અમર જિંદગી ની મજા માણવા લાગ્યા છે મારા પતિ પણ એમાં ના એક છે શું તમે એમને ઠીક નઈ કરી શકો."
નીલ ને કહ્યું " હું હાલ તો કઈ નઈ કરી શકું પણ થોડો સમય મારી ગુફા માં વિતાવી શક્તિ પાછી મેળવી ને તમારા સાથીઓ ને ઠીક કરીશ મને થોડો સમય આપો મારી વર્ષો થી પડેલી શક્તિઓ ને જાગૃત કરવા."
નીલ ત્યાંથી સપનાની ગુફા માં જાય છે અને આંખો બંદ કરી ને ધ્યાન ધરે છે ધીમે થી તે જમીન થી થોડી ઉપર ઉડવા લાગે છે દીવાલો માંથી વાદળી રંગની ઊર્જા બહાર આવવાનું શરૂ થાય છે પછી તે નીલ માં સમાવવા લાગે છે નીલ ની શક્તિઓ માં વધારો થવા લાગે છે તેના શરીર પર ચમક વધવા લાગી અને એના વાળ જેમાં સમુદ્રી વનસ્પતિ ના ફૂલો હતા તે પણ હવે વાદળી રંગ ના થાય જે હવામાં ઉડતા હતા. એના વસ્ત્રો બદલાઈ ને લાંબા કપડા એની આજુ બાજુ સુંદર રીતે લેહરવા લાગ્યા. ધીમે ધીમે એની શક્તિ માં વધારો થવા લાગે છે અને તેની આંખો ની કીકી નો રંગ બદલાઈ ને લાઈટ બ્લૂ થાય છે જાણે આકાશ ને એની આંખો માં કેદ કર્યું હોય એની તેજસવિતા માં વધારો થવા લાગે છે તે હવે સંપૂર્ણ રીતે શક્તિઓ પ્રાપ્ત કરવા નું શરુ કરે છે પણ સમય વીતવા છતાં તે ભાન માં આવતી નથી.
નીલ અચાનક નીચે પડે છે અને એનો અવાજ ઊંચો હોવાથી બહાર બેઠેલા લોકો ને શંભળાય છે તે ભાગી ને એની પાસે આવે છે પણ હવે તેનું શરીર અને તે પોતે પણ કઈ કહી કે કરી શકે તેમ નથી તે ભાન ભૂલી હતી ને શક્તિ પણ જાણે ગાયબ થયી થવા લાગી. ધીમે ધીમે એના શરીર ની ચમક ઓછી થવા લાગી.
દેવ બોલ્યો " શું થયું કેવી રીતે નીચે પડી ગઈ માહી તું તો અહી જ હતી ને."
માહી બોલી " હા પણ તમારી પાસે આવા માટે નીકળી ને પાછળ થી કઈક પાડવાનો અવાજ આવ્યો મે જોયુ તો તે નીલ હતી."
કેવિન બોલ્યો " શું કરીશું આપડે. ખબર નથી આગળ શું જોવું પડશે કેટલા પ્રયત્ન કર્યા બહાર જવાના પણ કોઈ ફાયદો ના થયો."
અંજલિ બોલી " હિંમત હારવાનો સમય નથી નીલ ને આપડી મદદ ની જરૂર છે આપડે એની મદદ કરવાની જરૂર છે."