Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદ મહાસગર ની ગેહરાયી ઓમાં - 2

દ્રશ્ય બે -
દેવ અને એના મિત્રો અને બોટ ના કેપ્ટન ઊભા થયી ને ગુફા માં અંદર જોવા ગયા. ધીમે ધીમે ગુફા માં આગળ વધતા જતા હતા અને ગુફા માં પત્થરો વચે ના ચમકતા નાના પથ્થર માંથી થોડો પ્રકાશ આવતો હતો. એ પ્રકાશ ના સહારે તેમને રસ્તો આગળ લઈ ને જતો હતો. સૂરજ સૂર્ભ ની નજીક આવ્યો અને અની કાન માં બોલ્યો" આપડે હવે શું કર્યું શું? સુ અહિયાં ફસાઈ ગયા છીએ?" આ સાંભળી ને ગોપી બોલી "આવી રીતે ડરીશ નઈ આપડે બધા જોડે જ છીએ" દેવ બધાંની આગળ બોટ ના કેપ્ટન તેની સાથે હતા બીજા બધા એમની પાછળ હતા. દેવ ના મનમાં ડર હતો પણ એ તે ડર ને બહાર નહતો બતાવતો. બીજી બાજુ એના મિત્રો ના ચેહરા પર સાફ ડર વરસતો હતો.
પેહલા મનમાં બધાના આવું થયું કે અહીંયા કોઈ જીવ નઈ હોય ભૂખે ને તરસે મૃત્યુ પામીશ. અને આ અંધારી ગુફા પણ પૂરી થવાની નામ નથી.પણ આગળ એક ગુફા માં રૂમ જેવી મોટી જગ્યા આવી જેમાં ચમકતા પત્તર આખ્ખી ગુફા માં હતા અને એનાથી એ ગુફા માં વધારે અજવાળું હતું. એ પથ્થર સાદા સમુદ્રી પથ્થર ની વચે ફસાયેલા હતા.
માહીને પોતાનો હાથ એ ચમકદાર પથ્થર પર મૂક્યો અને તે પથ્થર ને નીકાળવા નો પ્રયત્ન કર્યો પણ એ પથ્થર એનાથી નીકળ્યો નહિ. દેવ ને તેને ના પાડી "કોઈ પણ વસ્તુ ને એડીસ નઈ આ અજાણી જગ્યા છે." રીયાંશા બોલી " આપડે આ ગુફા માં છેલ્લા કેટાંક કલાક થી ફરિયે છીએ પણ અપણ ને ભૂખ કે તરસ લાગી નથી"
એની આ વાત સાંભળી બધા ગડી વાર વિચાર માં પડી ગયા. એટલામાં જ સૂરજ બૂમો પાડવા લાગ્યો " આપડે સ્વર્ગ માં છીએ આપડે બોટ સાથે સમુદ્ર માં જ મૃત્યુ પામી ગયા "
દેવ ને અને એક જોરથી થપ્પડ લગાવ્યો અને કહ્યું કે ભાન માં આવ હજુ બધા જીવીએ છીએ કદાચ ચિંતા ના કારણે આપણને ભૂખ નઈ લાગી હોય. આમ બોલી ને દેવ ને તેને શાંત કર્યો પણ હજુ બધા ત્યાં ડરેલા હતા. પણ અચાનક કોઈ નો પડછાયો આવતો દેખાયો બધા એ ગુફાની અંદર થી આવતા એ પડછાયા ને જોઈ રહ્યા હતા. એમના મનમાં એક આશા ની ઝલક આવી હોય એમ તે પડછાયો એમની સામે આવતો હતો. હવે સામે એક મહિલા જેને જૂના જમાના ના સ્કર્ટ અને શર્ટ પેહરી ને ઉભી થઈ. એના કપડા થોડા ગંદા અને થોડા જૂના હતા. તે જોરથી હસવા લાગી અને બૂમો પડીને કોઈને બોલવા લાગી બધા અને જોઈ ને ગડી બિયી ગયા પણ થોડી વાર પછી એક યુવક આવ્યો જેના કપડા પણ એના જેવા જૂના અને ગંદા હતા. તે પણ દેવ અને તેના મિત્રો ને જોઈ ને ખુશ થઈ ગયો. હજુ પણ એમના સમાજ માં કઈ પણ આવ્યું નહિ કે તે બને એમને જોઈ ને કેમ ખુશ થયા.
એ યુવક નું નામ હતું સંજય અને તે યુવતી નું નામ હતું અંજલિ તેમને બધાને પોતાની સાથે લઈ ગયા આગળ જતા એક બીજી મોટી ગુફા આવી એ બને એમને ત્યાં બેસાડ્યા અને સંજય બોલ્યો " છેલ્લા પચાસ વરસ થી અમે અહીંયા છીએ અને આજે પેહ લી વાર કોઈ ને જોયા છે"
દેવ ચોંકી ને બોલ્યો " શું તમે અહીંયા પચાસ વર્ષ થી છો"
અની વાતો સાંભળી માહી ને કીધું" તો તમારી ઉમર તો પચાસ વર્ષ થી પણ ઓછી છે" એ ના પ્રશ્ન નો સંજય અને અંજલિ ને કઈ પણ જવાબ ના આપ્યો.
માહી ના પ્રશ્ન થી બધાને લાગ્યું કે તે લોકો જુઠ્ઠું બોલે છે અને માહી સાચું સમજે છે.અને તે બે ત્રીસ થી પાંત્રીસ વર્ષ ની ઉમર ના જ હતા જેથી એમની વાત પર વિશ્વાસ કરવું મુશ્કેલ હતું. સૂરજ અને સર્ભ ના મનમાં તો મોત નો ભય હતો અને એમના હાથ અને પગ હવે ધ્રુજવા લાગ્યા હતા. સંજય ને એમને સાથે આવા કહ્યું ત્યાંથી આગળ બધા એ બે ની પાછળ ડરતા અને મનની ગૂંચવણો લઈ ને ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. હવે તે એમની નજરો થી જે જોવે છે એના પર વિશ્વાસ નથી આવતો. આ એક અલગ જ દુનિયા જેવું કંઇક હતી ત્યાં સમુદ્ર ની માછલી ઓ હવામાં ફરતી હતી અને ત્યાંની છત પર સમુદ્રી વનસ પતિ હતી જે પાણી વિના હવામાં હતી. એ દ્રશ્ય ને આંખો જોઈ ને પણ સમજી ના સખે અને મન કઈ પણ સમજી ના સખે. બધા ના મનમાં અલગ અલગ વિચારો આવતા હતા શું આ હકીકત છે કે કોઈ ભ્રમ કે પછી કોઈ જાદુ. ના એમ પણ સમજી શકાય કે કોઈ જાદુઈ દુનિયા જેમાં સમુદ્રી ભીની વનસ્પતિ પાણી વગર એ દુનિયામાં અને હવામાં ઉડતી એ માછલીઓ જેના રંગ અને અની સુંદરતા.