Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં -5

દ્રશ્ય પાંચ -
દેવ એના મિત્રો ની વાત ને સંભળી ને ત્યાંથી બીજી ગુફા તરફ આવી ને મોટા પથ્થર પર બેસ્યો એની પાછળ માહી આવી અને તેની બાજુ માં બેસી અને તેને પૂછ્યું " શું વિચારે છે?" દેવ ચમકતી દીવાલો ને જોઈ ને બોલ્યો "શું લાગે છે આ સત્ય છે કે ભ્રમ." માહી ને જવાબ આપ્યો " હું નથી જાણતી પણ હું મારું આખું જીવન અહી વિતાવવા માગતી નથી."
દેવ ને કહ્યું " હું પણ જલદી આ જગ્યાથી બહાર નીકળવા માગું છું."
અંજલિ માહી અને દેવ ની પાસે જઈ ને બેસે છે. માહી તેને સવાલ કરે છે " આ ગુફા નું કોઈ નામ છે." અંજલિ જવાબ માં કહે છે " નામ હું જાણતી નથી પણ મે એમને પોતાના અલગ નામ આપ્યા છે. પેહલી ગુફા જેમાં અનોખી ચમક છે તને હું રોશની ની ગુફા કહી ને બોલાવું છું. બીજી બુફા જેમાં માછલીઓ હવામાં ઉડે છે તેને હું ઉડાન ની ગુફા કહી ને બોલવું છું. જે ગુફામાં પાણી ની દીવાલ છે તેને હું અનંત ગુફા કહી ને બોલાવું છું. અને જે ગુફામાં સફેદ ધુમાડો છે તેને હું સપનાની ગુફા કહી ને બોલાવું છું."
માહી ને કહ્યું " નામ તો સરા છે પણ અનંત ગુફા આવું કેમ નામ આપ્યું. એ નથી સમજાતું."
અંજલિ ને કહ્યું " એ ગુફા નો અંત ક્યાં આવે છે એ નથી જાણતી બાકી ગુફાઓ નો અંત દેખાય છે."
માહી ને પૂછ્યું " અહી થી બહાર જવા માટે સાચે કોઈ રસ્તો નથી."
અંજલિ ને જવાબ આપ્યો " મે બધા પ્રયત્નો કરી જોયા એક એક ખૂણાઓ ફેદી લીધા પણ અહી થી બહાર જવા માટે કોઈ રસ્તો નથી આપડે અહી પુરાઈ ગયા." અને છેલ્લે બધાના ચેહરા પર નિરાશા હતી.
કયાંક કાયમ માટે પુરાઈ જવાનો ડર આપણને હરાવે છે અને હિંમત પણ આપે છે. અમર જીવન મળશે એની ખુશી ગોપી, સૂરજ ,શૃભ, રિયાંશા માં હતી ને એજ વાત નો ડર માહી, અંજલિ, દેવ માં હતો પણ એનાથી પણ અલગ પરી સ્થિતિ હતી જે સંજય અને કેવિન ની હતી. ખુંશી અને દુઃખ બંને સ્વાભાવિક છે પણ લાલચ ક્યારે કોઈ ની સગી નથી અને તે નુકશાન કરે છે. સંજય ના મનમાં એવું હતું કે તેણે કોઈ કુદરત નો ચમત્કાર મળી ગયો છે અને તેનાથી એ બધાને ત્યાં રેહવની લાલચ આપવા લાગ્યો અને એની વાત માં ધીમે ધીમે બધા આવવા લાગ્યા.
કેવિન સંજય ને પૂછે છે " તો બીજું શું ખાસ છે આ ગુફામાં."
સંજય બોલે છે " જે ગુફા માં ચમકદાર પથ્થર છે તે પથ્થર ખૂબ કીમતી છે એવી ચમક જે ને પોતાની હાજરી આપવા માટે કોઈ પ્રકાશ ની જરૂર નથી પાડતી એ અમૂલ્ય છે."
કેવિન ને પૂછ્યું " તો એને ગુફા માંથી બહાર લઈ જઈ શકાય ?"
સંજય ને જવાબ આપ્યો " અહી થી બહાર કોઈ અમર નથી અને થોડી ચમક પાછળ આવું જીવન છોડી ને જવા વાળુ માણસ મૂર્ખ જ હોય."
તે કેવિન નો હાથ પકડે છે અને ખેચી ને તે રોશની ની ગુફા તરફ લઈ ને આવ્યો એને સાદા પત્થર થી દિવાલ ની બહાર આવતા એક પથ્થર ને તોડ્યો અને તેને બતાવ્યો " જો આ પથ્થર ની કિંમત પણ ત્યાં સુધી છે જ્યાં સુધી તે આ ગુફાની દિવાલ ને સહારે છે પછી તેની હાલત પણ સાદા પત્થર જેવી થઈ જાય છે."
તે પથ્થર દિવાલ થી તૂટ્યા પછી સાદા પથ્થર જેવો થઇ જાય છે તની અંદર થી આવતી ચમક અને રોશની પણ બંદ થઇ ગઈ. કેવિન ના મન માં બધી લાલચ એક ક્ષણ માં પૂરી થઈ ગઈ અને તે ત્યાંથી ચૂપચાપ સપનાની ગુફામાં જઈ ને ઉભો રહ્યો અને તેની પત્ની અને બાળકોને યાદ કરવા લાગ્યો અને એમને યાદ કરી ને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. ત્યાં એની સામે એની પત્ની અને બાળક આવ્યા તેની પત્ની તેને યાદ કરી ને રડતી દેખાતી હતી થોડી વાર પછી ઘર ની બેલ વાગી અને તે પોતાના આસુ લૂછી ને ઘર નો દરવાજો ખોલવા ગઈ ત્યાં સામે કોઈ બે પુરુષ ઊભા હતા. એ બંને કેવિન ના મિત્રો હતા જે એની પાસે ઉધરી ના પૈસા માગવા માટે આવ્યા હતા. કેવિન જુગાર નો શોખીન હતો અને આ શોખ હવે ઉધાર નું કારણ હતું. એ ઉધાર ચૂકવવા માટે એ ગણી મેહનત કરતો પણ એની ઉધારી કોઈ ચમત્કાર ચૂકવી શકે એવું હતું. કેવિન ત્યાં ઊભા રહી માત્ર આ સ્થિતિ જોઈ રહ્યો એ એવી હાલત માં હતો જ નહિ કે એની પત્ની ની મદદ કરે એ બે વ્યક્તિ ને ચેહરા થી એમના ક્રોધ દેખાતો હતો અને તે પોતાના હાથ ના ઈશારા થી જોર થી બોલતાં હતા. એમના ચેહરા જોઈ ને કેવિન ને હવે પચતવો થવા લાગ્યો અને તે ત્યાં લાચાર ઊભી એની પત્ની ની મદદ કરવા માટે જવા માગતો હતો પણ છેલ્લે એક જ પ્રશ્ન હતો કે તે ગુફા માંથી બહાર કેવી રીતે નીકળશે.