Badlo - 22 books and stories free download online pdf in Gujarati

બદલો - (ભાગ 22)

મુંબઈ માટે નીકળેલી સ્નેહા ત્રણ ચાર કલાક માં જ મુંબઈ પહોચી ગઈ હતી...મુંબઈ આવીને એના મમ્મી ને મળવા ગઈ હતી પરંતુ એક કલાક ની અંદર ઘટના બની જતા સાંજ સુધીમાં સ્નેહા એના મમ્મી ને ખોઈ બેઠી હતી પરંતુ બીજે દિવસે સવારમાં જ સુનિતા ને શોધવા નીકળી હતી...

મુંબઈ આવીને સ્નેહા થોડી બદલાઈ ગઇ હતી...એની આંખો ભાવ વગર ની બની ગઈ હતી...ધમકી વાળા ફોન થી પણ એને વધારે ડર લાગતો ન હતો એ ખાલી સુનિતા ને બચાવીને મુંબઈ થી બહાર લઈ જવા માંગતી હતી...

પ્રાણીસંગ્રહાલય પહોંચીને સ્નેહા ને કંઈ દિશામાં જવું એ ન સમજાયું...તડકા ના કારણે એ એક ચા ની દુકાન પાસે આવી અને એક ચા નો ઓર્ડર આપ્યો...

સુનિતા નો ચહેરો પણ એને ખબર ન હતી....

એક નાનો છોકરો એને ચા આપીને ગયો ....આજુબાજુ નજર કરીને એણે મોઢા ઉપર થી સ્કાર્ફ કાઢ્યું અને ચા પીવા લાગી...

એની ચા પૂરી કરીને સ્કાર્ફ પહેરી લીધું અને ફરી એના ચહેરા ઉપર આંખો સિવાય કંઈ દેખાતું ન હતું ...એ ઉભી થઈને ચાલવા લાગી ...કંઈ દિશામાં પગ ઉપાડવા એ એને સમજાતું ન હતું....

એવામાં એની પાસે એક સરદાર આવ્યા એણે મોઢા ઉપર માસ્ક પહેર્યું હતું...એના ચહેરા ઉપર પણ આંખો સિવાય કંઈ દેખાતું ન હતું...એની પાઘડી કપાળ ઉપર લગભગ આંખ થી સહેજ ઉપર સુધી ગોઠવાયેલી હતી...એને પજામાં કુર્તા પહેર્યું હતી...પરંતુ જોવામાં એ સાવ દુબળો હતો...

સરદાર સ્નેહા નો હાથ પકડીને ચાલવા લાગ્યા...સ્નેહા વારંવાર પૂછતી રહી પરંતુ એ સરદાર કંઈ બોલ્યા નહિ...
સ્નેહા એ જટકો મારીને હાથ છોડાવી લીધો...
આ સ્નેહા મુંબઈ આવ્યા પહેલા ની હોત તો ક્યારની ભાગી ગઈ હોત પણ મુંબઈ આવ્યા પછી ની અને એના મમ્મી ના મૃત્યુ પછી ની સ્નેહા બદલાઈ ગઈ હતી એ ત્યાં જ ઉભી રહી ને સરદાર ની આંખમાં જોતી રહી...

સરદાર ની આંખ માં સ્નેહા કંઇક ઊંડાણ સુધી કંઇક અલગ જોઈ રહી હતી...એની આંખો કોઈ કોમલ સ્ત્રી ની આંખ જેવી હતી ....

સરદારે બે હાથ જોડીને આજીજી કરતો હોય એ રીતે સ્નેહા ને એની સાથે જવા કહ્યું...સ્નેહા પણ એની સાથે જવા તૈયાર થઈ ગઈ....

બંને ચાલીને એક જૂની તૂટી ગયેલી જેવી ઓરડી તરફ આવ્યા....સ્નેહા ને અંદર મોકલીને સરદાર અંદર આવ્યો અને અંદરથી ઓરડી નું એક ધક્કા માં તૂટી જાય એવું બારણું બંધ કર્યું ....

સ્નેહા ને અંદર ટેબલ ઉપર બેસવા કહ્યું....

સ્નેહા બેસી ગઈ અને પૂછવા લાગી...
"કોણ છો તમે ....મને કેમ અહી લાવ્યા....તમે મને ઓળખો છો?...જવાબ આપો...."

પરંતુ સરદારે કંઈ કહ્યું નહિ અને એની સામે પોતાનો કુર્તો કાઢવા લાગ્યા.....

સ્નેહા થોડી ડરી ગઈ ...પણ એમ જ બેઠી રહી....

કુર્તા ની અંદર કોઈ મેલી થઈ ગયેલી સાડી પહેરેલી હતી ...ત્યારબાદ એણે પજામો કાઢ્યો એટલે સરદાર હવે સાડી માં આવી ગયા હતા ....

સ્નેહા એકધારી નજર રાખીને એને જોઈ રહી હતી ....

પાઘડી કાઢીને મોઢા ઉપર માસ્ક પણ એણે ઉતારી નાખ્યું...

ત્યારે સ્નેહા ને જાણ થઈ કે એ કોઈ સરદાર નહિ પરંતુ એક સ્ત્રી હતી ....

"હું સુનિતા...." માસ્ક કાઢીને એ સ્ત્રી પોતાનો પરિચય આપ્યો...એના અવાજ ના ઘણો એવો ખાલીપો હતો...

સ્નેહા એને જોઇને એની પાસે દોડી આવી અને ગળે વળગી પડી...ગળે વળગીને પોતાનું સ્કાર્ફ કાઢી નાખ્યું અને રડવા લાગી...

અત્યાર સુધી રોકી રાખેલું રુદન એણે સુનિતા ને ગળે વળગીને બહાર ઠાલવ્યું હતું ....

સુનિતા ની આંખો માં પણ આંસુ આવી ગયા હતા ...

સ્નેહા ને પોતાનાથી અળગી કરીને બેસાડી અને વાત કરવાની ચાલુ કરી ....

"બેટા, આપણી પાસે હવે વધારે સમય નથી...સંગીતા વિશે મને જાણ થઈ છે...તું અહી આવી છે એની જાણ એ લોકોને થઈ ચૂકી હશે જેણે સંગીતા ને મારી છે....એ તારો પીછો કરીને ગમે ત્યારે અહીં પહોંચશે ...હું અહી સુરક્ષિત છું તું અહીંથી નીકળી જા....મુંબઈ ની બહાર એ તારું કઈ બગાડી નહિ શકે ...."

સુનિતા બોલી રહી હતી સ્નેહા એને ધ્યાન થી સાંભળતી હતી....સુનિતા ની અંદર એને પોતાની મા દેખાઈ રહી હતી...એ ફરીવાર એને ગળે વળગી પડી....

સ્નેહા ને ચા પીતા જોઇને સુનિતા ને અંદાજ આવી ગયો હતો કે સંગીતા જેવી દેખાતી આ છોકરી સ્નેહા જ હશે...એટલે એ એને ઘરે લઈને આવી...બીજા થી છુપાતી સુનિતા એક સરદાર નો વેશ ધારણ કરીને રહેતી હતી ...સંગીતા ને મળવા પણ સરદાર બનીને જ જતી હતી ...

જે માણસે આ બધું કર્યું હતું એનો ફોટો પણ ન હતો એની પાસે પરંતુ ચેહરો પૂરેપૂરો યાદ હતો...

હવે એને એ પણ જાણ હતી કે સંગીતા અને પોતાને મારવા માટે પોતાના સાસુ એટલે કે અભી ના દાદી પણ આમાં બરાબર નો હિસ્સો ધરાવતા હતા....

સરદાર ના વેશમાં રહીને સુનિતા એ ઘણી એવી માહિતી એકઠી કરી હતી ....

રાત ના અંધારા માં છુપાઈને બંને એ મુંબઈ છોડીને બહાર નીકળવાનું નક્કી કર્યું હતું કારણ કે સ્નેહા સુનિતા ને એકલી મૂકીને જવા તૈયાર ન હતી ....

સ્નેહા નો સામાન એકબાજુ મૂકીને સુનિતા અને સ્નેહા બંને આરામ કરી રહ્યા હતા....બપોર માટે બનાવેલા ભાત અને શાક જમીને સ્નેહા સુનિતા ના ખોળામાં માથું રાખીને સૂતી હતી....સુનિતા એક માની મમતા એના ઉપર ઠાલવી રહી હતી....

સ્નેહા ની આંખો માંથી હજુ પણ આંસુ સરી રહ્યા હતા ...

શામ ઢળી ગઈ હતી...સૂરજ પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો ...સ્નેહા ને એકલી મૂકીને સુનિતા પોતાના સરદાર ના વેશ માં સાંજ ના ભોજન માટે સામાન લેવા માટે નીકળી પડી હતી ...

સ્નેહા ની આંખ ખુલતા એ ઓરડી ની બહાર આવી....
આસપાસ કોઈ હતું નહિ...ઓરડી ની આસપાસ ઘણી બીજી ઓરડી હતી પરંતુ ત્યાં કોઈ રહેતું ન હોય એમ એ સૂમસામ પડી હતી ....

ઓરડી ની અંદર પાછી ફરતી વખતે સ્નેહા ની નજર થોડી દૂર પડી એને કોઈ માણસ ત્યાં દેખાયો...એ એની નજીક આવી રહ્યો હતો એમ સ્નેહા એનો ચહેરો જોઈ શકતી હતી...
ચહેરો સ્પષ્ટ ઓળખાતા સ્નેહા દોડીને એની પાસે દોડીને આવી અને ગળે વળગી પડી ....

"પપ્પા....." સ્નેહા એટલું જોરથી બરાડી કે ખાલી જગ્યાએ એનો અવાજ ગુંજવા લાગ્યો ...

એ એના પપ્પા હતા ...એના પપ્પા એ બંને હાથ ભીડીને એને બાથમાં લીધી હતી...

કોઈ પણ જાતના સવાલ જવાબ વગર સ્નેહા પોતાના પપ્પા ને ઓરડીની અંદર લઈને હતી રહી .....

કંઈ રીતે એની મમ્મી સાથે શું થયું અને સુનિતા સાથે શું થયું એ બધું એણે એના પપ્પા ને જણાવ્યું ...એના પપ્પા એક કાર એક્સિડન્ટ માં મરી ગયા હતા એ વાત જ્યારે સ્નેહા એ પૂછી ત્યારે એના પપ્પા એ વાત ને ફેરવી નાખી...એટલી વાર માં ત્યાં સુનિતા આવી પહોંચી ...સરદાર ના વેશ માં જોઇને સ્નેહા ના પપ્પા ઊભા થઈ ગયા અને સાવધ બની ગયા ...

સુનિતા ની આંખો પહોળી થઇ ગઈ ...એ જોરથી બોલી...

"સ્નેહા ભાગ...."
એનું બોલવાનું પૂરું થાય એ પહેલા પાછળથી આવતી સડસડાટ ગોળી એની છાતી માંથી નીકળીને બહાર આવી ગઈ....અને સુનિતા જમીન ઉપર ફસડાઈ પડી ....

સ્નેહા દોડીને એની પાસે આવી ....ત્યારે પરાણે શ્વાસ લેતા લેતા સુનિતા એ કહ્યું કે...

"આ માણસ જ તારી પાછળ પડ્યો હતો ....તારી મા ને પણ આણે જ મારી છે...." સુનિતા એનું બોલવાનું ચાલુ રાખે એ પહેલા એના પ્રાણ નીકળી ગયા ...એની આંખો ખુલી હતી...સ્નેહા એની પાસે બેસીને રડે એવી સ્થિતિ માં ન હતી ....એ ઉભી થઇ અને પાછળ ફરી ત્યાં એના પપ્પા ન હતા....એને ઓરડી ની બહાર થી અવાજ આવી રહ્યો હતો ...
ગોળી મારનાર અને એના પપ્પા અહીંથી ભાગી ગયા હશે તો આ ખૂન નો વાંક સ્નેહા ઉપર આવશે ....બહાર ઊભેલા માણસો અંદર આવશે એટલે એ સ્નેહા ને જ ગુનેગાર સમજશે....ઇતિહાસ ફરી એકવાર ચાલુ થશે જેનો અંત પણ કેવો હશે એ સ્નેહા જાણતી ન હતી....

સ્નેહા વિચારતી હતી એવામાં એનો સેલફોન રણક્યો....

એ દોડીને પોતાના ફોન પાસે આવી અને ફોનની સ્ક્રીન ઉપર નામ વાચ્યું ....

"નીયા...."

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED