Lost - 32 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 32

પ્રકરણ ૩૨


રાહુલ દોડતો આધ્વીકાની ગાડી પાસે આવ્યો, એક વિશાળ શિલાને ટકરાઈને ગાડીના ભુક્કા નીકળી ગયા હતા અને આધ્વીકા લોહીના ખાબોચિયામાં પોઢી ગઈ હતી.
"એય, સોનું.... સોનું.... ઉઠ એય..." રાહુલએ આધ્વીકાની નાડ તપાસી, આધ્વીકાનું હૃદય બંધ પડી ગયું હતું.
રાહુલએ રાધિને સાફ જગ્યામાં બેસાડી અને આધ્વીકાને ઉપાડીને તેને છાતીસરસી ચાંપી.

"આપણી દીકરીઓને હું એકલો કેવી રીતે સાચવીશ? મને એકલો મૂકીને જતી રઈને તું? મેં કીધું હતું ને કે મને છોડીને ક્યારેય ન જતી, છતાંય......" રાહુલની વાત પુરી થાય એ પહેલાજ તેના માથા પર પ્રહાર થયો અને એ બેભાન થઇ ગયો.


રાહુલની આંખો ભરાઈ આવી હતી, બધાંની આંખોમાં પણ આંસુ હતાં. રાહુલએ તેની આંખો લૂંછી અને ફરીથી બોલ્યો, "જયારે મારી આંખો ખુલી ત્યારે હું એક અંધારી કોઠરીમાં બંધ હતો, ખબર નઈ કેટલા વર્ષ મેં એ કોઠરીમાં વિતાવ્યા હશે."
"૨૧ વર્ષ રાહુલ.... ૨૧ વર્ષ સુધી અમે એમ માનીને જીવ્યાં કે તું, રાધિકા અને આધી આ દુનિયામાં નથી." રયાન બોલ્યો.

"રાધિ અમને થોડા સમય પેલા મળી, કાલે તું મળ્યો પણ આધ્વીકા...." જિજ્ઞાસાની આંખમાંથી એક આંસુ સરી પડ્યું.
રાધિએ રાવિ સામે જોયું અને મનમાં પૂછ્યું, "મમ્મા વિશે જણાવી દઉં બધાંને?"
રાવિએ નકારમાં માથું હલાવ્યું અને રાહુલ સામે ફરી, "મારાં લગ્ન હતાં ત્યારે માયા આવી હતી ત્યાં, તેણીએ મને કહ્યું કે તમે જીવો છો. તો હું એની સાથે નીકળી ગઈ તમને મળવા."

"હા, કેટલાયે વર્ષો પછી કાલે એ ઓરડી ખુલી એટલે હું થોડો પરેશાન થઇ ગયો હતો. એ વખતે મારું મગજ પણ કામ નહોતું કરતું." રાહુલએ કહ્યું.
"માયાએ મને કહ્યું કે તમે મારા પપ્પા છો, પણ પપ્પા મેં જયારે તમને બધાંના નામ આપીને પૂછ્યું હતું કે તમે કોઈને ઓળખો છો ત્યારે તો તમને મમ્માના નામ સિવાય વધારે કઈ યાદ નહોતું. જયારે મેં કીધું કે હું રાવિ છું ત્યારે પણ તમે એમ કહ્યું હતું કે તું મારી આધ્વીકા જેવી દેખાય છે તો તું જરૂર રાવિ જ હશે. તો અચાનક તમને બધું યાદ?" રાવિએ પૂછ્યું.

"માયાએ મને બરફમાં દાટી દીધો અને તને જબરદસ્તી લઇ ગઈ એના પછી રાધિકા આવી હતી ત્યાં. રાધિનો હાથ અડ્યો અને હું અચાનક ઠીક થઇ ગયો." રાહુલએ મુંજવણથી રાધિ સામે જોયું.
"હા, માયાએ મને ધમકી આપી હતી કે જો હું મારી શક્તિઓ તેને નઈ આપું તો એ તમને અને આપણા આખા પરિવારને મારી નાખશે. એટલે હું.... પણ હવે બધું ઠીક છે." રાવિએ હાશ કરી.

"હવે બધું ઠીક થઇ ગયું છે, આપણો પરિવાર પૂરો થઇ ગયો છે અને કદાચ હવે કોઈ મુસીબત નઈ આવે." રયાનએ કહ્યું.
"મારી આધ્વીકા વગર આ પરિવાર હમેશા અધૂરો જ રહેશે, આધ્વીકાની ખોટ ક્યારેય કોઈ પુરી નહીં કરી શકે." રાહુલએ આધ્વીકાની હાર લગાવેલી તસ્વીર સામે જોયું.


"આપણે મમ્માની આત્માને મુક્તિ અપાવવી પડશે." રાવિએ રાધિને એકલામાં લઇ જઈને કહ્યું.
"પણ એના પેલા એકવાર પપ્પાને મમ્માને મળાવવા જોઈએ, પપ્પા કેટલા દુઃખી છે મમ્મા વગર." રાધિએ કહ્યું.
"હા, પપ્પા બઉજ પ્રેમ કરે છે મમ્માને અને મમ્માને છેલ્લી વિદાય ન આપી શક્યાનું દુઃખ તેમની આંખોમાં સાફ દેખાય છે." રાવિ ઉદાસ થઇ ગઈ હતી.

રાધિએ રાવિનો હાથ પકડ્યો અને બોલી, "ચાલ મારી સાથે..."
બન્ને છોકરીઓ જુના રાઠોડ હાઉસ પહોંચી, બન્ને હજુ ઘરમાં પગ મૂકે એ પહેલાંજ આધ્વીકા તેમની સામે આવી ગઈ, "ક્યાં જાઓ છો?"
રાધિએ આધ્વીકાને હડસેલી અને રાવિનો હાથ ખેંચીને અંદર લઇ ગઈ.

"મમ્મા..." રાવિ અને રાધિએ બુમ પાડી અને આધ્વીકા એમની સામે હાજર થઇ.
આધ્વીકાને જોતાંજ બન્ને છોકરીઓ દોડતી જઈને તેને વળગી પડી, આધ્વીકાએ બન્નેના માથા પર હાથ મુક્યા અને બોલી, "તમને બન્નેને બઉ સરસ છોકરા મળ્યા છે."
"હા, પણ તમારી ખોટ કોઈ ન ભરી શક્યું મમ્મા." રાધિએ કહ્યું.

"મમ્મા, તું પપ્પાને મિસ નથી કરતી?" રાવિએ કહ્યું.
"રાહુલને હું ક્યારેય ભૂલી જ નથી, એ મારી આત્મામાં વસેલો છે." આધ્વીકાએ રાહુલને યાદ કર્યો.
"મમ્મા, એકવાર પપ્પાને મળી લે ને. પપ્પા બહુ દુઃખી છે, છેલ્લીવાર પપ્પાને મળી લે." રાવિએ કહ્યું.
"એ શક્ય નથી, માયા મને આ ઘરમાંથી ક્યારેય બહાર નઈ નીકળવા દે અને રાહુલને હું આ ઘરમાં પગ નઈ મુકવા દઉં." આધ્વીકાએ કહ્યું.

"મમ્મા, તમારો એક્સિડેન્ટ કેવી રીતે થયો હતો?" રાવિએ પૂછ્યું.
"મારો એક્સિડેન્ટ નહોતો થયો, માયાએ કર્યો હતો એ એક્સિડેન્ટ. માયાએ રાહુલને બેભાન કરીને એક કોઠરીમાં બંધ કરી નાખ્યો, રાધિને બસ સ્ટેન્ડ નજીક જંગલમાં મૂકી દીધી અને મારું શરીર છુપાવીને મને હમેશા માટે અહીં કેદ કરી દીધી." આધ્વીકાએ એક નિશાશો નાખ્યો.

"કરી નાખી મારી ફરિયાદ? કરી નાખી તોય આ ઉંદરડી જેવડી છોકરીઓ મારું શું બગાડવાની?" માયાએ અટ્ટહાસ્ય કર્યું.
"માયા...." રાધિએ હાથના ઈશારાથી માયાને ઉછાળીને જમીન પર પટકી, તેને બે ત્રણ વાર દીવાલમાં પછાડી અને તેનું ગળું પકડીને હવામાં લટકાવીને બોલી,"તેં મારી માં છીનવી, મારા પપ્પાને બધાયથી દૂર રાખ્યા, મારી બેન જે મારી સાથે આ દુનિયામાં આવી હતી એને ૨૧ વર્ષ મારાથી દૂર રાખી અને તું મારી રાવિને મારવા માંગતી હતી."

"રાધિ છોડ એને, છોડ." રાવિ અને આધ્વીકાએ પુરી તાકાત લગાવી પણ રાધિની પકડ વધતી જતી હતી.
"રાધિ, છોડી દે એને. માયા વગર આપણને મમ્માનું શરીર નઈ મળે, રાધિ છોડ..." રાવિએ તેની શક્તિઓનો ઉપયોગ કરીને માયાને રાધિની પકડમાંથી છોડાવી.

"હું આ માયાને છોડીશ નઈ..." રાધિ ગુસ્સામાં ધ્રુજી રહી હતી.
"માયાને એના કર્મોની સજા મળશેજ પણ હાલ નઈ, મમ્મા પપ્પાને છેલ્લીવાર મળાવવા અને આપણી મમ્માનું પાર્થિવ શરીર શોધીને એમને મુક્તિ અપાવવી એજ આપણું મેઈન ફોકસ હોવું જોઈએ હાલ." રાવિએ આધ્વીકા સામે જોયું અને બોલી, "મમ્મા, અમે જઇયે છીએ પણ અમે જલ્દી આવીશું અને પપ્પા સાથે આવીશું."

રાધિ અને રાવિ ઘરે આવી ત્યારે કેરિન અને મેહુલ બન્નેને તેડવા આવ્યા હતા, બધાયની વિદાય લઈને બન્ને છોકરીઓ પોતપોતાના ઘરે ગઈ. રાવિ તેના ઓરડામાં આવી ત્યારે કેરિન ઊંઘી ગયો હતો, રાવિએ છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ યાદ કરી અને એક વાત તેના ધ્યાનમાં આવી.

"માયા.... મારી સામે આવ. મારે તારું કામ છે." રાવિએ ધાબા પર આવીને માયાને યાદ કરી અને મનોમન પ્રાર્થના કરી કે માયા તેની વાત સાંભળી લે.
"શું કામ છે?" માયા થોડીવારમાં તેની સામે હાજર થઇ.
"તારે મારી શક્તિઓ જોઈએ છે ને? હું તને આપી દઈશ પણ એના બદલામાં તારે મારી મદદ કરવી પડશે." રાવિએ કહ્યું.

"એ શક્તિઓ મારી છે અને મારી શક્તિઓ મેળવવા મારે કોઈ સોદો કરવાની જરૂર નથી." માયા હજુયે રાધિને કારણે ગુસ્સામાં હતી.
"ગુસ્સાથી નઈ શાંતિથી કામ લે માયા, તારી શક્તિઓ તને ત્યાં સુધી નઈ મળે જ્યાં સુધી હું મારી મરજીથી નઈ સોંપું અને હું તને એમજ આ શક્તિઓ નઈ સોંપું." રાવિએ માયાને તેની શબ્દજાળમાં લપેટવાનું ચાલુ કર્યું.

માયાએ થોડીવાર વિચાર કર્યો અને બોલી," શું મદદ જોઈએ છે?"
"મારી મમ્માને એ ઘરમાંથી આઝાદ કરી દે અને એમનું પાર્થિવ શરીર અમને સોંપી દે. મારી મમ્માના અંતિમ સંસ્કાર પછી હું તને તારી શક્તિઓ પાછી સોંપી દઈશ." રાવિએ કહ્યું.

"પછી તું તારા શબ્દો ભૂલી ગઈ અને ફરી ગઈ તો?" માયાએ શંકા વ્યક્ત કરી.
"તું માયાવી માયા છે, કોઈ મામૂલી આત્મા નથી. તું જાણે છે કે કોણ વિશ્વાસને લાયક છે અને કોણ નથી." રાવિએ ફરી માયાને તેના શબ્દજાળમાં લપેટી.
"તારા આ સોદાનું પરિણામ તું જાણે છે, છેલ્લી ઘડીયે તું ફરી ગઈ તો હું તારા આખા પરિવારને ખતમ કરી દઈશ." માયા ત્યાંથી ગાયબ થઇ ગઈ.

રાવિએ ફરીથી તેની યોજના યાદ કરી, માયાની બેવકૂફી પર હસી અને મનોમન બોલી, "માયા, તને તારી શક્તિઓ નઈ પણ તારા પાપોની સજા મળશે. બઉ ખોટી જગ્યાએ બાથ ભીડી લીધી છે તેં, તારી જે હાલત થવાની છે ને એ જોઈને સદીઓ સુધી પાપીઓ પાપ કરતાં થર થર કાંપશે."

ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED