લોસ્ટ - 6 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટ - 6

પ્રકરણ ૬

પાલનપુર પહોંચીને સૌથી પહેલાં રાવિકાએ ફોન રિસ્ટાર્ટ કર્યો, જિજ્ઞાસાના ૨૫ ફોન અને ૧૩ મેસેજ હતા. તેણીએ તરત જિજ્ઞાસાને પાછો ફોન કર્યો, પણ ફોન સ્વિચ ઑફ આવતો હતો.
રાવિકાએ મેસેજ વાંચ્યા, જિજ્ઞાસા અને રયાન પહેલી ફ્લાઇટથી અમદાવાદ આવી રહ્યાં હતાં.
"હું અમદાવાદ એરપોર્ટ પર તમારી રાહ જોઇશ." રાવિકાએ મેસેજ સેન્ડ કરીને ફોન રાધિકાને પાછો આપ્યો.

"મારા મનમાં એક પ્રશ્ન છે, પૂછું?" રાધિકાએ રાવિકા સામે જોયું.
રાવિકાએ હકારમાં માથું હલાવ્યું, એટલે રાધિકા આગળ બોલી, "તારું નામ રાવિકા, મારું નામ રાધિકા. ચેહરો, અવાજ અને શરીર બધું એક જેવું અને આપણે બંનેઉ ગુજરાતી છીએ, તો આપણો સબંધ શું છે?"
"એક પ્રશ્ન મારા મનમાં પણ છે...." અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ રાવિકા ચમકી, રાધિકાનો જવાબ સાંભળ્યા વગર જ તેણીએ પ્રશ્ન પૂછી લીધો, "પેલો વિચિત્ર માણસ તારા સપના વિશે વાત કરી રહ્યો હતો, તને સ્વપ્નમાં શું દેખાય છે?"

"આ યોગ્ય જગ્યા અને સમય નથી આ વાત કરવા માટે, આપણે અમદાવાદ પહોંચી જઇયે પછી એકાંતમાં આ વાત કરીશું." રાધિકાએ એક અછડતી નજર ડ્રાઈવર પર નાખી અને આંખો બંધ કરીને ઊંઘી ગઈ.
"સીમ્સ લાઈક શી હેવ ટ્રસ્ટ ઇસ્યુ." રાવિકા મનોમન બોલી અને આંખો બંધ કરીને ઊંઘી ગઈ.

"અમદાવાદ આવી ગયું." ડ્રાઈવરએ બન્નેને ઊંઘમાંથી જગાડી, બન્નેએ ભાડુ ચૂકવ્યું અને રાણીપ બસ સ્ટેન્ડ પહોંચી.
"તારે કોઈને ફોન કરવો છે? મારે એક જગ્યાએ જવુ છે."
"પણ હું તને મારા પરિવારને મળાવવા માંગતી હતી." રાવિકાએ જિજ્ઞાસાને ફોન લગાવતા કીધું.

"હું મારું કામ પતાવીને તને ફોન કરીશ, આપણે સાથે જ મુંબઈ જવાનું છે તો તારા પરિવારને પણ મળી લઈશ અને અધૂરી રહી ગયેલી વાત પણ પુરી કરીશું." રાધિકાએ કહ્યું.
"માસીનો ફોન બંધ છે, પ્લેનમાં હશે. હું એમને મેસેજ કરી દઉં છું, છતાંય તારા પર ફોન આવે તો એમને કહેજે કે હું રાણિપ બસ ટર્મિનલ છું." રાવિકાએ ફોન રાધિકાને આપ્યો.
અનાયાસે જ રાધિકાએ રાવિકાને ગળે લગાવી.

ભવિષ્ય અને ભૂતકાળ બન્નેથી અજાણ રાવિકા અને રાધિકા છૂટી પડી અને પોતપોતાના રસ્તે આગળ વધી, ફરીથી મળવાની ઠગારી આશા સાથે.

અમદાવાદમાં પગ મુક્તા જ જિજ્ઞાસાને ભૂતકાળ સાંભરી આવ્યો, આધ્વીકાની યાદ આવતા જિજ્ઞાસાની આંખો ભીંજાઈ ગઈ. પછી રાવિકાની યાદ આવતા ફ્લાઇટ મોડ ઑફ કર્યો કે તરત રાવિકાનો મેસેજ મળ્યો.
જીવનનો ડ્રાઈવર ગાડી લઈને એરપોર્ટ બહાર જ ઉભો હતો, ગાડીમાં બેસીને બધાં રાણિપ પહોંચ્યાં.

"હેલ્લો, રાવિ બેટા ક્યાં છે તું?" જિજ્ઞાસાએ રાણિપ પહોંચીને તરત રાવિકાને ફોન કર્યો.
"હું રાવિ નઈ, રાધિકા બોલું છું આંટી." રાધિકાએ ફોન ઉપાડ્યો હતો.
"રાધિ....."એ એક ક્ષણ પૂરતો એક વિચાર જિજ્ઞાસાના મનમાં આવીને નીકળી ગયો, સાવ નહિવત શક્યતા હતી એ.
"આવા સમયે પણ મજાક કરે છે બેટા, હું તારો અવાજ ઊંઘમાં પણ ઓળખી શકું છું. બોલને દીકરા, તું ક્યાં છે? મારો જીવ તાળવે ચોંટ્યો છે." જિજ્ઞાસા વાત કરતાં કરતાં રાવિકાને શોધવા આજુબાજુ જોઈ રહી હતી.

"હું રાણિપ બસ ટર્મિનલમાં છું, તમે ક્યાં છો......" રાધિકાએ પોતે રાધિકા છે એવુ સમજાવવાનું ટાળ્યું.
"હું પણ ત્યાંજ છું, તું નીચે પાર્કિંગ......"જિજ્ઞાસાના શબ્દો ગળામાં જ અટકાઈ ગયા, તેની નજર સામે રાવિકા તેની તરફ આવી રહી હતી પણ રાવિકાના હાથમાં કોઈજ ફોન ન્હોતો.
"હેલ્લો, હેલ્લો...... માસી......" રાધિકાને યાદ આવ્યું કે રાવિકા ફોન પર માસી કહીને વાત કરી રહી હતી.

"માસી, આઈ એમ સોરી. મેં તમને બહુ હેરાન કર્યા." રાવિકાએ આવતાંજ જિજ્ઞાસાને ગળે લગાવી.
"જીવનમામા." ન્યૂયોર્કના તેના ઘરમાં લટકાવેલા ફેમિલી ફોટોમાં જોયેલા જીવનને રાવિકા તરત ઓળખી ગઈ.
જીવનએ તને ગળે લગાવી અને રડી પડ્યો, "હવે આપણે સીધા ઘરે જઈશુ."
"તું અહીં છે તો આ ફોન પર કોણ છે?" જિજ્ઞાસાએ રાવિકાને ફોન બતાવ્યો.
"ઓહ, આ રાધિકા છે. હું તમને આખી વાત કરું પણ પહેલાં ઘરે ચાલો." રાવિકાએ ફોન લઈને વાત આગળ વધારી, "હેલ્લો, રાધિકા. તારું કામ પતે એટલે તરત મને ફોન કરજે, હા."

રાધિકા કઈ જવાબ આપે એના પહેલાં તેના કાન પાસેથી અચાનકજ કઈ પસાર થયું હોય એવુ તેને લાગ્યું,"આંધળો છે? " હમણાં પસાર થયેલા બાઈકને જોઈને રાધિકાએ બુમ પાડી અને તેને ભાન થયું કે તેનો ફોન તેના હાથમા નથી.
"હવે હું શું કરીશ? કઈ રીતે કોન્ટેક્ટ કરીશ રાવિકાને અને કઈ રીતે મુંબઈ પહોંચીશ?" રાધિકા માથે હાથ દઈને બાંકડા પર બેસી ગઈ.

જીવનનું ઘર જોતાંજ રાવિકાને આંચકો લાગ્યો, તેણીએ પોતાની આંખો ચોળીને ફરીથી આ ઘર જોયું.
"આ ઘર સોનું દીદીએ બનાવડાવ્યું હતું, અને આજ ઘરમાં તમા.... તારો જન્મ થયો હતો." જીવનએ રાવિકા સામે જોઈને કહ્યું.
"આ એજ ઘર છે માસી જે મારા સપનામાં આવે છે." રાવિકા એકીટશે ઘરને નિહાળી રહી હતી.
જિજ્ઞાસા ચોંકી ગઈ, એ કંઈક બોલવા જતી હતી પણ જીવનની પત્ની આસ્થા ત્યાં આવીને બોલી ઉઠી, "બઉજ સમય પછી આવ્યાં ને, આટલા વર્ષો પછી આવ્યાં અને ઘરની બહાર જ ઉભા રહેશો તો મને નઈ ગમે."

જિજ્ઞાસાએ આસ્થાને હળવું આલિંગન આપ્યું. આસ્થા બધાંને ઘરમાં લઇ ગઈ, ઘરમાં આવતાંજ જિજ્ઞાસા દીવાનખંડના જમણા ખૂણે ગઈ.
આરાધનાબેન અને જયશ્રીબેનની હાર ચડાવેલી તસવીરો જોઈને જિજ્ઞાસાની આંખો ભીંજાઈ ગઈ, આધ્વીકા અને રાહુલની હાર ચડાવેલ તસ્વીર જોઈને તેં રીતસર રડી પડી.
આસ્થાએ જિજ્ઞાસાના ખભા પર હાથ મૂકીને રાવિકા તરફ ઈશારો કર્યો.
આસ્થાનો ઈશારો સમજીને જિજ્ઞાસાએ તરત આંસુ લૂંછી લીધા, જિજ્ઞાસાએ રાવિકાને આખું ઘર બતાવ્યું અને તેના લગ્ન પહેલાંની ઘણી યાદો પણ કીધી.

આધ્વીકાનો ઓરડો જરાય ફેરફાર વગર હજુયે એમનો એમજ હતો, રાવિકા જાણતી હતી કે આ ઓરડાની દરેક દીવાલ, પલંગ, ડાબી બાજુ પડેલું પારણું અને તિજોરીમાં મુકેલા આધ્વીકા-રાહુલના વસ્ત્રો, અહીંની દરેક વસ્તુમાં તેનાં માંબાપનો અહેસાસ હતો.
આસ્થા અને જીવનના બન્ને દીકરાઓ નિવાસ અને નિગમ કોલેજ ગયા હતા, જિજ્ઞાસા, રયાન અને રાવિકાને થોડીવાર એકલા મૂકી દેવા જોઈએ એવુ ધીમેથી જીવનના કાનમાં કહીને આસ્થા રસોડામાં આવી ગઈ.
જીવન પણ દીવાનખંડમાં આવી ગયો, ચા-નાસ્તો તૈયાર થતાંજ આસ્થાએ ત્રણેયને નીચે બોલાવ્યાં. ચા પાણી કરીને બધાં ફ્રેશ થયાં અને ફરી દીવાનખંડમાં ભેગાં થયાં.
"માસી, ફોન આવ્યો?" રાવિકા આતુરતાપૂર્વક રાધિકાના ફોનની રાહ જોઈ રહી હતી.
"ના, પણ તું એ બધું છોડ અને મને એમ કે' તું રાતની ફ્લાઇટથી ન્યૂ યોર્ક પાછી આવાની હતી એના બદલે ગુજરાત કેમ કરીને પહોંચી ગઈ?" જિજ્ઞાસાએ છેલ્લા કેટલાયે કલાકથી મનમાં ફરી રહેલાં પ્રશ્નને પૂછીજ લીધો.

રાવિકાએ તેના માથા પર પાછળથી વાર થયો ત્યાંથી લઈને જિજ્ઞાસાને મળ્યાં ત્યાં સુધીની બધી વાત જિજ્ઞાસાને જણાવી, કોણ જાણે ક્યા કારણોસર પણ બાલારામ પેલેસમાં મળેલા મંગલકાકા વાળી ઘટના તેં છુપાવી ગઈ.
"રાધિકા ક્યારે આવાની છે?" રાવિકા જેવીજ દેખાતી એક છોકરી છે આટલુ સાંભળીનેજ જિજ્ઞાસા હવે રાધિકાને મળવા ઉતાવળી થઇ હતી, તેના મનમાં એક આશાની કિરણ જાગી હતી.

"દીદીઈઈઈઈઈ....." કોલેજથી આવેલા નિવાસ અને નિગમ રાવિકાને જોઈનેજ ખુશ થઇ ગયા હતા.
રાવિકા દોડતી જઈને બન્નેને ભેંટી પડી, નિવાસએ તો રાવિકાના બન્ને હાથ પકડીને ફૂદરડી ફરી લીધી.
"યુ હેવ નો આઈડિયા દીદી, હું તમને કેટલો મિસ કરતો હતો." નિવાસએ રાવિકાના ગાલ ખેંચ્યા.
"હા, દીદી. તમારી સાથે ઑન્લી ફોન પર વાત થઇ અને તમારા ફોટોઝ જોયા હતા બસ, પણ આજે પહેલીવાર તમને રૂબરૂમાં મળીએ છીએ." નિગમ ભાવુક થઇ ગયો.

"જોયું દીદી, જેવો પ્રેમ આપણને હતો એકબીજા માટે એવોજ પ્રેમ આપણા બાળકોને પણ છે એકબીજા માટે. હિસ્ટ્રી રિપીટ્સ....." આગળનું વાક્ય જીવન પૂરું ન કરી શક્યો, તેં સમજી ચુક્યો હતો કે તેં ન બોલવા જેવું બોલી ગયો છે."
"તમે બન્ને તમારી દીદીને તમારો રૂમ અને આપણો ગાર્ડન તો બતાવો, જાઓ બેટા." આસ્થા બધું જાણતી હતી અને એટલેજ બધાંનાં ઉતરી ગયેલા ચેહરા જોઈને બાળકો કઈ પૂછે એના પહેલાંજ તેમને બહાર મોકલી દીધાં.

"તમને ખોટું ન લાગે તો એક સવાલ પૂછું દીદી?" આસ્થા ઉઠીને જિજ્ઞાસા પાસે બેઠી.
જિજ્ઞાસાએ ગરદન હલાવીને હા પાડી, એટલે આસ્થાએ પૂછ્યું,"જ્યારે રાધિકાને મળશું, અને રાધિકા પૂછશે કે કેમ તેં આપણી રાવિ જેવી દેખાય છે અને કેમ તેને આપણી રાવિ જેવું સપનું આવે છે ત્યારે?"
જિજ્ઞાસાએ ચોંકીને આસ્થા સામે જોયું, રયાન જિજ્ઞાસાનો હાથ તેંના હાથમા લઈને બોલ્યો,"રાધિકાની હકીકત ખુલી તો આધ્વીકાની હકીકત પણ ખુલશે જ, આ ખુબ ગંભીર સમસ્યા છે. આપણે એકવાર તપાસ કરી લેવી જોઈએ કે શું તેં છોકરી આપણી રાધિકા જ છે કે આટલી સમાનતાઓ સંજોગ માત્ર છે."

જિજ્ઞાસાએ રયાનની વાત માની અને તપાસ કરવાનો નિર્ણય લીધો ત્યારે તેં ન્હોતી જાણતી કે રયાનનું છેલ્લું વાક્ય દરવાજાથી થોડે દૂર ઉભેલી રાવિકા સાંભળી ચુકી છે.

ક્રમશ: