ડૂબતી સંધ્યાનો સુરજ - ૨ Parthiv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડૂબતી સંધ્યાનો સુરજ - ૨

વરસાદ હજી ધોધમાર વરસી રહ્યો હતો - બ્રેક વગરની ગાડી જેમ બસ વરસી જ રહ્યો હતો અને સુરજ હજી પણ થોડી થોડી વારે બાઇકની ટાંકી પર પ્લાસ્ટિક બેગ લપેટાયેલું બેગ અવારનવાર સરખુ કરતો હતો . હવે તે અડાલજ ચોકડી પહોંચવાની તૈયારી હતી .

જો તમે એસ.જી. હાઇવે પર ચાલ્યા હોય તો તમને ખબર હશે કેમ અડાલજ ચોકડી ની જસ્ટ પહેલા એક નર્મદા કેનાલ આવે છે હવે સુરજ આ નર્મદાની કેનાલ નજીક દેખાઈ રહી હતી.

સુરજ જ્યારે એકદમ એ કેનાલની નજીક પહોંચ્યો તો એને જોયું કે કેનાલ ને અડી ને કોઈ ઉભુ હોય એવું દેખાતું હતું એને બાઇકને સાઇડ પર પાર્ક કરી અને એ તરફ ચાલવાનું શરૂ કર્યું તો એને દેખાયું કે એક છોકરી કેનાલની દીવાલ પર ઉભી હતી જેની પીઠ સુરજ તરફ હતી . વરસાદમાં પલળેલા વસ્ત્રો અને ઠંડા પવનના લીધે ધ્રૂજતી હોય એમ લાગતું હતું . સુરજ નજીક જઈને કૈક બોલે એ પેલા તો એને કેનાલમાં છલાંગ લગાવવા કૂદકો માર્યો , પરંતુ સૂરજે સજાગ થઈને એનો હાથ પકડી લીધો . તેથી તેના ઢીચણ , હાથ છોલાઈ ગયા પરંતુ એ છોકરી કેનાલમાં પડતા બચી ગઇ .

" આ શું કરી રહ્યા છો તમે ....? હમણાં અંદર પડી જાત "

" છોડ ....છોડ મને .... કો...કોઈ નથી.... આ દુનિયામાં .... આ દુનિયામાં કોઈ સાચું નથી ..... જુઠા છે.. ઠગ છે ....ફરજી છે બધા ......" હીબકાં ભરતી ભરતી તૂટક તૂટક શબ્દોમાં એ છોકરી બોલી રહી હતી .

" હા , સાચી વાત છે તમારી . આ દુનિયા એકદમ ખોટી છે . બધા જ ખોટા છે . તમે શાંત થઈ જાવ પેલા ..."

" જીવન જ .... જીવન જ આખું નર્ક સમાન હોય તો.... તો કોઈ શાંત કેવી રીતે રહી શકે ...? "

" હા , સાચી વાત છે . કોઈ રહી જ ન શકે ... પરંતુ તમારા જેવા બહાદુરની વાત અલગ છે " સુરજનુ આ છેલ્લું વાક્ય સાંભળી એ છોકરાએ પોતાની આંગળી વડે વરસાદના પાણી સાથે ભળી રહેલા પોતાના આંશુ લૂછયા , જાણે એક શાંતિનુ તરંગ એના દિલો-દિમાગમાં પ્રસરી ગયુ . જાણે સુરજનું છેલ્લું વાક્ય એને આરપાર થઈ ગયું . હવે સુરજ આગળ બોલવાનું શરૂ કરે છે .

" શાંત થઈ જાવ , બધું શારૂ થઈ જશે . શુ હું એક વાત પૂછી શકું ? "

" અમમ .... પૂછ..... "

" ભગવાને આપેલું આ અમૂલ્ય જીવન આમ વરસાદના વહી રહેલા પાણીની જેમ વેડફવા જઇ રહ્યા હતા .... કશું કારણ ....? " સુરજનુ વાક્ય પૂરું થયું અને ફરી વરસાદના પાણી સાથે પેલી છોકરીના આશું વહેવા લાગ્યા . આ જોઈને સુરજને પોતે પૂછેલા પ્રશ્ન પર પછતાવો થયો . તેથી તે બોલ્યો

" માફ કરજો ... મારે એવું કંઈ પૂછવું નતું જોઈતું "

" ના.... તારો કોઈ વાંક નથી . અને તને હક છે પૂછવાનો ...કારણ કે..... કારણ કે .... તે જ તો મને બચાવી છે ...નવી જિંદગી આપી છે " આટલું બોલી એ છોકરી બે ક્ષણ માટે રોકાઈ , અને કંઈક વિચારતીને બોલી " આ ક્ષણે મારી સાથે જેને હોવું જોઈએ એ તો છોડીની ચાલ્યો ગયો , પાછળ મુકતો ગયો અસંખ્ય યાદો ... જે ના પછતાવારૂપે આજે હું .... આજે ...." એટલું બોલતા બોલતા ફરી એની આંખો માંથી આશું વહેવા લાગ્યા . જે હવે સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા કારણ કે વરસાદે હવે વિરામ લીધો હતો .

પેલી છોકરીના વાળ આખા મોઢા પર વિખરાયેલા હતા . જેના લીધે એનું મોઢું માત્ર આંશિક જ દેખાતું હતું , છતાં સુંદરતા એના ભીના વાળ માંથી ટપકી રહેલા પાણી સાથે નિતરી રહી હતી . એના વસ્ત્રો પાણીમાં ભીના થવાના લીધે શરીર સાથે ચીપકી ગયા હતા અને અંદરથી યૌવન મધમીઠા મધપૂડાની જેમ ટપકી રહ્યું હતું જેને પામવાની ઈચ્છા હરએક ભમરાને થયા વગર રહે જ નથી ! તો સુરજ એમાંથી કેમ બચી શકવાનો હતો ?

આમ પણ સુરજ એની જિંદગીમાં આટલી મોર્ડન અને ખુબસુરત છોકરી સાથે વાત કરી નહોતી . વાત તો દૂર પણ એની સામે આંખ ઉંચી કરીને જોતું પણ નહતું . અને કદાચ સુરાજને થોડો સંકોચ પણ થઈ રહ્યો હતો જેના લીધે એ પેલી છોકરીની સામે જોઈ શકતો નહોતો . પેલી છોકરી એ પોતાની અધૂરી વાત આગળ વધારતા કહ્યું

" એ યાદો અને એના પછતાવા રૂપે હું આજે મારુ જીવન ટુકવવા જઈ રહી હતી . બસ મેં નિર્ણય કરી જ લીધો હતો કે આજે મારો છેલ્લો દિવસ છે . ભગવાનને એક પ્રાર્થના કરી હતી ... કે હે ભગવાન જો તું સાચો હોય તો.....સાચો હોય તો..." ફરી વાત અંદર જ રહી ગઈ .

" સાચો હોય તો શું ...? " સૂરજે પૂછ્યું

" મેં ભગવાનને પ્રાર્થના કરેલી .... જો તું સાચો હોય તો મને આજે બચાવી લેજે .... બાકી આખી દુનિયા પરથી તો ભરોસો ઉઠી ગયો છે ..તારા પરથી પણ ...."

" અને ભગવાને તમને બચાવી લીધા ...બરાબરને ? " આ પ્રશ્નનો જવાબ એ છોકરી પાસે પણ નહોતો .

હવે એ છોકરી ઠીક જણાતી હતી તેથી સૂરજે ઘડિયાળમાં સમય જોયો ' બે અને પાંત્રીસ ' ... ઓહ નો ....હે ભગવાન .... મારૂ ઇન્ટરવ્યૂ ....!? એક વાગ્યાનો સમય હતો હવે શુ થશે ....!?" એટલું વિચારી પેલી છોકરીને નવા જીવન માટે શુભકામના આપી પોતાના મિત્રનું ઉધાર લીધેલું બાઇક લઈને ગાંધીનગર તરફ ઉપાડ્યો .

બીજી તરફ પેલી છોકરી પણ નર્મદા કેનાલની એક બાજુ ખૂણામાં કોઈને દેખાય નહીં એવી જગ્યાએ પાર્ક કરેલી Audi A6 લઈને નીકળી પડી .


(ક્રમશઃ)