Dubati sandhyano suraj book and story is written by Parthiv Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dubati sandhyano suraj is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડૂબતી સંધ્યાનો સુરજ - નવલકથા
Parthiv Patel
દ્વારા
ગુજરાતી વાર્તા
મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો અને સાથે વાદળોના ગડગડાટ અને વીજળીની તો શું વાત જ કરવી ...!? બારે મેઘ ખાંગા થઈને વરસી રહ્યા હતા જાણે જાણે કુદરત પોતાનો કહેર વરસાવી રહી હોય , પાસ પાસે ઉભેલા બે માણસના મોઢા પણ સ્પષ્ટ રીતે ન જોઈ શકાય એવી હાલત હતી અને સુરજ ગરજતા વાદળો અને ઝબુકતી વીજળીની વચ્ચે પોતાના મિત્ર પાસેથી ઉધાર લીધેલા બાઇકને લઈને રસ્તો કાપતો આગળ વધી રહ્યો હતો . વરસાદના મોટા મોટા ફોરા કોઈ ભારે કાંકરીની જેમ શરીર સાથે અથડાતા અને ચામડી પર ઝણઝણાટી ફેલાવતા હતા . આટલા ભારે વરસાદમાં અમદાવાદના એસ.જી. હાઇવે જેવા હંમેશા ભરચક રહેતા રસ્તા પણ જાણે થંભી ગયા હતા . રસ્તા પર એકલ-દોકલ વાહનો ક્યાંય ક્યાંક નજરે ચડતા હતા . આવા મુશળધાર વરસાદમાં સુરજ ધીમે-ધીમે આગળ વધી રહ્યો હતો . થોડી થોડી વારે બાઇકમાં પોતાની આગળ ટાંકી ઉપર પ્લાસ્ટિકની બેગથી લપેટાયેલું એક નાનું બેગ ઠીક કરી રહ્યો હતો , ફરી વરસાદ અને પવનના લીધે એ લપસી જતું અને ફરીવાર એ બેગને સરખું કરતો .
અર્પણ ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને , મારી મિત્ર-જીવનસાથી ઉર્વીશાને , મારા તમામ વાંચક મિત્રોને . ખૂબ ખૂબ આભાર (૧) શ્રી રામ મોરી :- મહોતુ , કોફી સ્ટોરીસ જેવી વાર્તાના લેખક અને મોન્ટુ કી બીટુ જેવી ફિલ્મના લેખક કે જેઓ ...વધુ વાંચોએવોર્ડ વિનર લેખક છે . ખૂબ ખૂબ આભાર શ્રી રામ મોરી સર . (૨) શ્રી મિત્તલ પટેલ :- શ્રી મિત્તલ પટેલ એક સામાજિક કાર્યકર છે . જેમને વિચારતા સમુદાય સમર્થન મંચ નામે NGO ચલાવે છે . શ્રી મિત્તલ પટેલને ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે . 8 માર્ચ 2018ના રોજ રાષ્ટ્રપતિ રાજનાથ કોવિંદના હાથે સર્વોત્તમ એવો ' નારીશક્તિ એવોર્ડ ' મળેલો
વરસાદ હજી ધોધમાર વરસી રહ્યો હતો - બ્રેક વગરની ગાડી જેમ બસ વરસી જ રહ્યો હતો અને સુરજ હજી પણ થોડી થોડી વારે બાઇકની ટાંકી પર પ્લાસ્ટિક બેગ લપેટાયેલું બેગ અવારનવાર સરખુ કરતો હતો . હવે તે અડાલજ ચોકડી ...વધુ વાંચોતૈયારી હતી . જો તમે એસ.જી. હાઇવે પર ચાલ્યા હોય તો તમને ખબર હશે કેમ અડાલજ ચોકડી ની જસ્ટ પહેલા એક નર્મદા કેનાલ આવે છે હવે સુરજ આ નર્મદાની કેનાલ નજીક દેખાઈ રહી હતી. સુરજ જ્યારે એકદમ એ કેનાલની નજીક પહોંચ્યો તો એને જોયું કે કેનાલ ને અડી ને કોઈ ઉભુ હોય એવું દેખાતું હતું
એક તરફ દીકરો ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યો હતો અને બીજી તરફ ઘુમા ગામમાં એના માતાપિતા ગ્રામજનોને મીઠાઈ ખવડાવી રહ્યા હતા . " લો મીઠાઈ ખાવ ... આજે મારા દીકરાને નોકરી લાગવાની છે ...વધુ વાંચોએ કેતો હતો કે મોટો અફસર બનશે ... આપડા ગામનું નામ રોશન કરશે " આમ કહી કહીને સૌને આગ્રહ કરી કરીને મીઠાઈ ખવડાવી રહ્યા હતા . લોકો પણ મોઢે ખૂબ સારું સારું દેખાડતા પરંતુ અંદર જ અંદર ઝલતા હતા કે એમના છોકરા હજી ગામમાં રખડી ખાતા હતા , કંઈ કામ ધંધો કરતા નહીં અને બીજી તરફ આ છોકરો સરકારી અફસર બનવા જઇ
ક્ષિતિજ પરનો સૂર્ય પેલે પાર જવાની તૈયારી હતી , આકાશમાં હજી અમુક અમુક જગ્યાએ કાળા ડિબાંગ વાદળો જોઈ શકાતા હતા . કોઈ કોઈ જગ્યાએ આકાશ આથમના સૂર્યના લીધે રતુંબડું દેખાતું હતું . વૃક્ષો પર પક્ષીઓ કોલાહલ કરી રહ્યા ...વધુ વાંચોઅને સૂરજ ધીમે ધીમે GPSC ભવનમાંથી બહાર આવી રહ્યો હતો . બંને બાજુના બગીચામાં જે પાણી ભરાયું હતું એ ધીમે ધીમે જમીનમાં સોસાઈ રહ્યું હતું. એક સૂરજ હસતા મોઢે ક્ષિતિજની પેલે પાર જઈ રહ્યો હતો જ્યારે બીજો સૂરજ ભારે હૃદયે ઘર તરફ જઈ રહ્યા હતો ! બહાર નીકળી પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢી . મહામહેનતે
એક દિવસની વાત છે . સુરજ કંપનીની કેન્ટીનમાં જમી રહ્યો હતો . ત્યાં સામે સમાચાર આવી રહ્યા હતા જેમાં એન્કર કોઈનો ઇન્ટરવ્યૂ લઈ રહી હતી . " આપણી સાથે આજે એ ...વધુ વાંચોજોડાયા છે જે થોડા સમયથી મિસ.સુપેરમેન તરીકે ખુબ જાણીતી બની છે. તો ચાલો જાણીએ મિસ.સુપેરમેનના કામ વિશે . " એટલું કહીને કેમેરા એક ખુબસુરત દેખાતી છોકરી પર પડ્યો . જેના મોઢા ઉપર સૌમ્યતા , શીતળતા અને સરળતાના મિશ્ર ભાવો હતા. હાલ આ ભાવો ગર્વ નીચે ઢકાયેલા હતા . એ સુંદર છોકરીએ પહેરેલા સાધારણ વસ્ત્રોમાં પણ એની ખૂબસૂરતી દેખાઈ રહી હતી. હવે એ છોકરીએ બોલવાનું