Dubati sandhyano suraj - 8 books and stories free download online pdf in Gujarati

ડૂબતી સંધ્યાનો સુરજ - ૮

ચોર છે ચોર છે..... ચોર છે ભાઈ ચોર છે " બાકીના કાલ્પનિક પડછાયા એને ઝીલવા લાગે છે.

સૂરજ પોતાની બધી તાકાત વાપરીને છેલ્લી વાર પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માંગતો હોય અને ચિલ્લાઇને આખી દુનિયાને જણાવવા માંગતો હોય એમ પાગલ માણસ જેમ બૂમ પાડે છે કે

" હુંહુહુ..... ચોરરરર ....નથીથીથીથી. " અને પોતાની જાતને એ દીવાલ પરથી કૂદકો મારી જાણે પાણીમા અંદર પડવાની બસ તૈયારી જ હતી ત્યાં એક કોમળ , મુલાયમ મખમલ જેવા હુંફાળા હાથે સૂરજનો સ્પર્શ કર્યો .

સૂરજની છેલ્લીવાર ચિલ્લાઇને ' હું ચોર નથી ' બોલવાની ઘટના અને સૂરજનો હાથ પકડવાની ઘટના એકસાથે બની .આ સ્પર્શ અનુભવીને સૂરજ ડરી ગયો અને ફરીવાર બોલ્યો . " હું નથી.... ચોર નથી હું....મેં કોઈ ચોરી નથી કરી ..."

" બીજા કોઈની ખબર નહીં પરંતુ હું સારી રીતે જાણું છું કે તમે ચોર નથી " સૂરજે અનુભવ્યું કે પાછળથી કોઈ છોકરીનો મધુર અવાજ આવી રહ્યો હતો .

" હે સાચું...? સાચું તમે જાણો છો ? હું ચોર નથી એ તમને ખબર છેને? હેને ? ખરેખર ખબર છે ને તમને ? "

" હા ..હા મને બધી ખબર છે . કારણ કે ચોર કોઈ દિવસ આત્મહત્યા કરી મરતા નથી , એતો ડરપોક હોય છે . એમનામાં મરવાની હિંમત ક્યાં !? "

આ સાંભળી સૂરજ ગદગદ થઈ ગયો હતો . એની આંખોમાંથી પહેલાથી પણ બમણા વેગથી આંશુ વહી રહ્યા હતા. થોડીવાર મૌન પથરાયું. સુરજ હજી પણ એ પાળી ઉપર જ ઉભો હતો , એનો એક હાથ પેલી છોકરીએ જોરથી પકડી રાખ્યો હતો , જેનો હુંફાળો સ્પર્શ ઠંડી રાત્રીમાં જાણે સૂરજને ગરમાવો આપવાનું કામ કરી રહ્યા હતા .

આ બધાની વચ્ચે એનું ધ્યાન એ ખુબસુરત અપ્સરાના મોઢા તરફ ગયુ ન હતું , નહીતો એને જરૂર ખબર પડત કે લોકોને બચાવવા વાળી મિસ.સુપરમેન ખરેખર પ્રગટ થઈ ગઈ હતી !

" ત....ત...તમે ... તમે.... મારા ગામમાં ...." સૂરજને એક વાક્ય બોલવામાં પણ ભાર લાગી રહ્યો હતો જાણે એની જીભ સાથે કોઈ એ હજારો મણ વજન બાંધી દીધો હોય ! એની જીભ જ ઉપડી રહી ન હતી

" હા બોલો.... હું શું....હું કંઈ મદદ કરી શકું તમારી ? " મિસ.સુપરમેને કહ્યું

" મારા ગામ વાળાને .... ગામ વાળાને કહી શકો કે...કે ....ગામ વાળાને કહી શકો કે હું ચોર નથી . મેં કોઈ ચોરી નથી કરી . મને ફરી આત્મસન્માન અપાવી શકો ? "

" જરૂર ...કેમ નહીં ? અરે મારુ કામ જ તો છે એ ! કોઈ પણ માણસની સમસ્યાનું સમાધાન લાવવું . પરંતુ એના માટે મારી એક શરત છે , બોલો માનશો ? " વાતાવરણને હળવું બનાવવાના હેતુ થી મિસ.સુપરમેને કહ્યું .

" અમમ... હા , પણ મને મરતા રોકવા સિવાયનું ગમે તે માંગી શકો છો . બસ મને મારા પ્રશ્નનો ઉત્તર જોઈએ છે . પછી તમને તમારા રસ્તે હું મારા રસ્તે . બોલો છે મંજુર ? " સૂરજે દ્રઢ અવાજે કહ્યું .

" અમમમ... મંજુર ... " કૈક ગણતરી પૂર્વક એને સૂરજને કહ્યું

" અને હા મને.. તમે.. તમે કહ્યા કરતા સંધ્યા કહેશો તો વધુ ગમશે " અને આગળ કહ્યું " પહેલા તમે આ દીવાલ પરથી નીચે ઉતરી જાવ અને બાજુમાં જ એક વોટરસાઈડ કેફે છે ત્યાં ચાલો મારી સાથે " થોડી ક્ષણ વિચારીને સંધ્યાએ આગળ કહ્યું

" તમારે આત્મહત્યા જ કરવી છે તો હું તમને નહીં રોકુ પણ જમીને પછી જ કરોને ... રસ્તામાં ક્યાંક જમવા ન મળે તો !! " ગંભીર વાતાવરણમાં પણ એ છોકરીની વાત સાંભળી સૂરજને બે ક્ષણ માટે હસવું આવી ગયું અને વિચારવા લાગ્યો " કાશ....કાશ આવી સમજણી છોકરી એના જીવનમાં ....."

"અને સાથે સાથે તમારા પ્રશ્નનો જવાબ પણ આપવાની કોશિશ કરીશ " સંધ્યાના આગળના વાક્યને સાંભળી સૂરજ ફરી હકીકતમાં પાછો ફર્યો . અને બોલ્યો

" ઠીક છે , પણ શરત યાદ રાખજો ... કે મને આત્મહત્યા કરતા તમે નહિ રોકો . મારા પ્રશ્નનો જવાબ પતે પછી હું મારા રસ્તે તમે તમારા ...."

" ઓકે બોસ ...મોગેમ્બો આપકી બાત સે ખુશ હુઆ ..હૈ " અને ફરી બંને ખડખડાટ હસવા લાગ્યા. દૂર પાર્ક કરેલી બુલેટ પર સૂરજને પાછળ બેસાડી બંને ફ્લોટિંગ કેફે પહોંચ્યા .

●●●●●●●●●●●●●●●●●●●●●

નર્મદાની પહોળી નહેરની વચ્ચે તરતી મુકેલી નાનકડી રેસ્ટોરન્ટ કમ કેફે હતો જેનું નામ ' ફ્લોટિંગ કેફે ' હતું. જો તમે કાશ્મીર ફરવા ગયા હોય અને બોટહાઉસ જોઈ હોય તો બસ , એજ કોન્સેપ્ટ પર આ ફ્લોટિંગ કેફેનું નિર્માણ કરવામાં આવ્યું હશે.

વિશાળ તરતું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું જેના ઉપર હલકા વાંસ માંથી સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું હતું . જેની અંદર વિવિધ પ્રકારની ચા-કોફી ઉપરાંત અલગ અલગ પ્રકારના વેસ્ટર્ન અને કલ્ચરલ ફુડ્સ મળતા હતા .

નર્મદા કેનાલના એક ખૂણેથી આ ફ્લોટિંગ કેફે આવવા જવા માટે એક નાનકડી હોડી રાખવામાં આવી હતી જેના દ્વારા બોટમેન માણસોને અહીંયાંથી ત્યાં અને ત્યાંથી અહીંયા લઈ આવતો . એ ફ્લોટિંગ કેફની ફરતે જુના જમાનાના ફાનશો સળગાવવામાં આવ્યા હતા અને અંદર પણ તેવું જ આછું પીળું અજવાળું હતું .

સૂરજ માટે આ બધું જાણે સ્વર્ગ જેવું હતું , કારણ કે સૂરજે આ બધું પહેલા ક્યારેય જોયું ન હતું. આ સુંદરતા જોઈને બે ક્ષણ માટે સૂરજ પોતાના આત્મહત્યા કરવાના ફેસલા વિશે પણ ભૂલી ગયો . સૂરજ કિનારે ઉભો રહીને દૂરથી જ ફ્લોટિંગ કેફે જોઈ રહ્યો હતો ત્યાં બોટમેન સામે કાંઠે થી આવતો જોઈ સંધ્યાએ કહ્યું

" તો ચાલો ... જઈએ ? "

" હમ્.... હા ... ચાલો જઈએ ....પણ ..."

" મારી તરફથી ટ્રીટ ...." જાણે એ સૂરજના મનની વાત સમજી ગઈ હોય એમ કહ્યું .

સૂરજ હજી આ જગ્યાની સુંદરતા વિશે જ વિચારી રહ્યો હતો ત્યાં સુધીમાં બોટ એકદમ નજીક આવી ગઈ હતી . સૂરજ આગળ અને સંધ્યા પાછળ ચાલી રહી હતી . સુરજ એક કૂદકો મારી અંદર ચડી ગયો પરંતુ સંધ્યાને ચડવામાં તકલીફ પડી રહી હતી . સૂરજે હાથ લંબાવ્યો અને હાથ પકડી અંદર ખેંચી લીધી .

ફરીવાર એ હુંફાળા સ્પર્શે જાણે સ્પાર્ક કરીને સૂરજના હૃદયરૂપી ગાડીને કિક મારતા સૂરજ સપનાઓમાં વિહરવા લાગ્યો . પરંતુ ટુક સમયમાં એનું સપનું તૂટી ગયું , કારણકે બોટ ત્યાં વચ્ચે ફ્લોટિંગ કેફ પાસે પહોંચી ગઇ હતી . ત્યાં સૂરજે પોતાની જ જાતને કહ્યું .

" શુ મને પણ આ સંધ્યા જેવી .... .ના...ના...ક્યાં આ બાળપણના સપનાની પરી અને ક્યાં હું ...? હું અહીંયા આવ્યો કેમ હતો ...? " સૂરજ જાણે પોતાના અહીંયા આવવાનું કારણ જ ભૂલી ગયો !

વેઇટેર અંદર ખાલી પડેલા એક ટેબલ તરફ બંનેને દોરી ગયો . આટલી રાત્રે પણ આખો કેફે માણસોની ચહલપહલથી ભરેલો હતો .વેઇટેરે આવ્યો અને ઓર્ડર લઈ ગયો .

" તો કહો કઇ વાત છે કે જેનો તમારે ઉત્તર જોઈએ છે ? અને એ વાત ના લીધે તમે મરવા માટે તૈયાર થયા છો "

" નાં.. અમ....એમ એના માટે હું આત્મહત્યા કરવા નથી જઇ રહ્યો . બસ મારે એક વાત નો જવાબ જોઈએ છે "

"અને એ વાત કઇ છે ? "

" મેં તમારું ઇન્ટરવ્યૂ જોયું હતું અને મને ખબર પડી કે તમે આત્મહત્યા કરતા લોકોનું જીવન બચાવો છો . બરાબર ? "

" બરાબર "

" અને તમે કિધેલું કે જીવનદાન ભગવાન ...ભગવાન અથવા ડોક્ટર આપી શકે છે.... એમ તમે પણ....તમે પણ... લોકોને જીવનદાન આપવા માંગો છો . એનો મતલબ કે .... મતલબ કે ...કોઈને બચાવવા .... કોઈને જીવનદાન આપવું એ ખૂબ જ મહાન કામ છે ... બરાબર ? " સૂરજનો આત્મા કદાચ હજી જૂની વાતો યાદ કરીને રડી રહ્યો હતો જે એની તૂટક તૂટલ બોલવામાં આવી રહેલી વાત પરથી સ્પષ્ટ દેખાતું હતું .

" હા , કોઈને જીવનદાન આપવું ....કોઈને બચાવવું એ સૌથી મહાન કામ છે. ભગવાન એમને ખૂબ જ સારા આશીર્વાદ આપે છે "

" આશીર્વાદ ?? ... હાહાહાહા ..... ભગવાન આશીર્વાદ આપે છે એમ ? કોઈને જીવનદાન આપવાથી આશીર્વાદ આપે છે .... ? ભગવાન આશીર્વાદ આપે છે .... સારા આશીર્વાદ...!!" સૂરજ કોઈ ગાંડા માણસ જેમ હસ્યો .

આજુબાજુના સૌ સૂરજના ટેબલ તરફ જોવા લાગ્યા . સંધ્યા પણ સમજી શકતી ન હતી કે આ કોઈ સામાન્ય માણસ છે કે સાઇકો ? સૂરજે આગળ થોડા ઉંચા અવાજે બોલવાનું શરૂ કર્યું

" આશીર્વાદ તો ઠીક... જોઈતા પણ નથી મારે ....પરંતુ મને.... મને તો અભિશાપથી વધુ કંઈ મળ્યું જ નથી ...... મેં જેને બચાવી એતો ડાયન નીકળી ડાયન ..... " આટલું બોલી સુરજ થોડીવાર શાંત રહ્યો . સંધ્યાએ પણ એને સમય આપ્યો , થોડીવાર પછી સંધ્યાએ કહ્યું

" તમે વિસ્તારથી કહેશો કે ખરેખર બન્યું છે શું !? હું તમને પ્રોમિસ કરું છું કે એનું કૌક સમાધાન તો લાવી જ આપીશ "

( ક્રમશઃ )


આગળ શુ થશે ? વાંચતા રહો ભાગ ૯

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED