Dubati sandhyano suraj - 5 books and stories free download online pdf in Gujarati

ડૂબતી સંધ્યાનો સુરજ - ૫

એક દિવસની વાત છે . સુરજ કંપનીની કેન્ટીનમાં જમી રહ્યો હતો . ત્યાં સામે સમાચાર આવી રહ્યા હતા જેમાં એન્કર કોઈનો ઇન્ટરવ્યૂ લઈ રહી હતી .

" આપણી સાથે આજે એ વ્યક્તિ જોડાયા છે જે થોડા સમયથી મિસ.સુપેરમેન તરીકે ખુબ જાણીતી બની છે. તો ચાલો જાણીએ મિસ.સુપેરમેનના કામ વિશે . "

એટલું કહીને કેમેરા એક ખુબસુરત દેખાતી છોકરી પર પડ્યો . જેના મોઢા ઉપર સૌમ્યતા , શીતળતા અને સરળતાના મિશ્ર ભાવો હતા. હાલ આ ભાવો ગર્વ નીચે ઢકાયેલા હતા . એ સુંદર છોકરીએ પહેરેલા સાધારણ વસ્ત્રોમાં પણ એની ખૂબસૂરતી દેખાઈ રહી હતી. હવે એ છોકરીએ બોલવાનું શરૂ કર્યું

" મિસ.સુપરમેન....! ખબર નહીં લોકોએ અને ખાસ તો સમાચારપત્રો અને મીડિયા વાળાએ આ નામ મને કેમ આપ્યું ? પરંતુ હા , કદાચ અમારા કામના લીધે એમને મને આ નામ આપ્યું હોય શકે "

" તો દર્શકોને તમારા કામ વિશે બે શબ્દો કહી શકો ? કે જેથી તેઓ એક સાધારણ વ્યક્તિ માંથી મિસ.સુપરમેન સુધીની જર્ની વિશે જાણી શકે "

" મારા જીવનમાં એક ઘટના બની હતી . જેના લીધે હું એટલી ડિપ્રેશનમાં આવી ગયેલી કે મને આત્મહત્યા સિવાય કોઈ રસ્તો દેખાઈ રહ્યો નહતો . સાચું કહુતો રસ્તા તો ઘણા હતા પરંતુ મને રસ્તો બતાવવા વાળું કોઈ નહતું . એ દિવસે કોઈ આવ્યું કદાચ ભગવાન જ ...! એને મને જીવનનું મૂલ્ય સમજાવ્યું અને દુનિયા જોવાનો એક અલગ નજરીયો દેખાડ્યો , મને મારી સામે રહેલા હજારો રસ્તા દેખાવ લાગ્યા "

" ઇન્ટરેસ્ટિંગ .... પછી...? પછી શું થયું "

" રસ્તા ધૂમ્મસ લીધે અદ્રશ્ય જરૂર થઈ જાય છે પરંતુ દિવસ આગળ વધવાની સાથે તડકો આવતા ધૂમ્મસ દૂર થતો જાય છે અને રસ્તાઓ ફરી દ્રશ્યમાન થતા જાય છે . બસ જીવનમાં આમ જ આ ધૂમ્મસને દૂર કરવા કોઈ સુરજની જરૂર પડે છે "

સુરજ , નામ સાંભળતા જ સુરજની આંખો સામે જાણે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો અને સુરજ પોતાના મિત્રનું બાઇક લઈને જઇ રહ્યો હતો એ દ્રશ્ય આંખ સામે ખડું થઈ ગયું . આથમતો સૂર્ય , એસ.જી. હાઇવે , નર્મદા કેનાલ અને કેનલમાં કૂદવા તૈયાર અજાણી છોકરી ! બધું યાદ આવવા લાગ્યું . બાજુમાં કોઈએ એને ટકર્યો , ત્યાં ફરી એનું ધ્યાન ટીવી તરફ ગયું , કેટલા સમયથી તે આવી બેસુધ અવસ્થામાં રહ્યો હતો ? એતો ખબર નહીં પણ પેલી મિસ.સુપરમેનનું અડધું ઇન્ટરવ્યૂ પતી ગયું હતું. મિસ.સુપરમેન આગળ બોલી રહી હતી .

" બસ જિંદગીનો ઉદેશ્ય મને મળી રહ્યો નહોતો , ભગવાને મને ધરતી પર કેમ મોકલી છે ? આ ઘટનાએ મને આ વાતનો જવાબ આપી દીધો . નવું જીવન આપવાનું કામ ભગવાન અને ડોક્ટર બસ બેજ વ્યક્તિ કરી શકે છે એવું બધાનું માનવું હશે. પરંતુ હું લોકોનું જીવન બચાવવાનું કામ કરનાર ત્રીજી વ્યક્તિ બનવા માંગુ છું "

"ઉચ્ચ વિચાર . બાય ધ વે ... એતો તમે બની જ ગયા છો ! આટલા ટૂંકા સમયમાં તમારું નવજીવન ફાઉન્ડેશને લગભગ તેર માણસોને આત્મહત્યા કરતા બચાવ્યા છે ! ધેટ્સ ગ્રેટ ...ધેટ ઇઝ ગુડ બિગનિંગ . હવે આગળ તમારુ પ્લાનિંગ શુ છે ? "

" ખેર એવું તો કંઈ ખાસ પ્લાનિંગ નથી , પરંતુ હું કૈક એવું કરવા માગું છુને કે જેથી કોઈ પણ માણસ આત્મહત્યા કરતા પહેલા એકવાર .... બસ એકવારતો અમારા ફાઉન્ડેશનના માણસો સાથે વાત કરે જ કરે "

" ગુડ ... ઇવન મોર ધેન ગુડ .... આટલી નાની ઉંમરમાં આટલા ઉચ્ચ વિચાર . ઇમ્પ્રેસિવ . તમે ગુજરાતના યુવાઓ માટે મિશાલ છો . એક બાજુ લોકો પૈસા માટે ગાંડા થયા છે અને બીજી તરફ તમે આવા ફાઉન્ડેશન ચલાવી લોકોને બચાવો છો . ખૂબ જ સરસ વાત છે "

" સાચું કહું તો આ પૈસાની ભાગદોડ જ આડકચરી બધી સમસ્યાનું કારણ છે . સમાજમાં ઉંચુ સ્ટેટ્સ બનાવવું હોય તો પૈસા જોશે , તમારે ઈજ્જત જોઈતી હોય તો ખિસ્સું ગરમ જોશે , કોઈ જગ્યાએ લાઈનોમાં ન ઉભા રહેવું પડે એવા વી.આઈ .પી બનવું હોય તો પૈસા જોશે . ખરેખર આ બધી સુખસુવિધા મેળવવા પૈસા જોશે . પૈસા ના મળે તો કમાવાનું ટેંશન , ઉધાર લીધેલા પૈસા , લોન ચૂકવવાનું ટેંશન અને આ જ ટેંશન થી ફ્રસ્ટેશન અને પછી આત્મહત્યા ...! "

" તો તમારું કહેવું છે કે લોકોને પૈસા પાછળ દોડવાનુ બંધ કરી દેવું જોઈયે જોઈએ ? "

" ના , મારો એવો મતલબ જરા પણ નથી . જે માણસ જરૂર મુજબ પૈસા કમાઈને વાપરે છે એ સૌથી સુખી છે . બસ મારે આટલું જ કહેવું ચ છે"

" સાચી વાત છે ... સો ટકા સાચી વાત કહી " અચાનક સુરજ બોલી ઉઠ્યો . આજુબાજુમાં જોયુંતો બધા જમીને જતા રહ્યા હતા. આ વાતનો અંદાજ થતા આ પણ ઝડપથી ઉભો થયો . ઇન્ટરવ્યૂ હજી ચાલુ જ હતું . છેલ્લે જતાંજતાં સુરજે જોયું કે ટીવીની સ્ક્રીન પર વારંવાર એક નંબર પ્રદર્શિત થઇ રહ્યો હતો . જેમાં લખ્યું હતું " તમારી બધી મુસીબતોનું સમાધાન બસ એકવાર ફોન કરો 960XI XXIOI "

સુરજને શું સૂઝ્યું ખબર નહિ એને એ નંબર લખી લીધો અને કૅન્ટીનની બહાર નીકળવા આગળ વધ્યો . આગળ વધતા પોતે હસવા લાગ્યો કે પોતાને આ નંબરની શી જરૂર ? પણ ચાલો કોઈવાર કામ આવશે એવું વિચારતો આગળ ચાલવા લાગ્યો .

એના મનમાં હજી પેલી મિસ.સુપરમેનના શબ્દો જ દોહરાઈ રહ્યા હતા " સૌથી વધારે ખુશ એ માણસ છે જે પોતાની જરૂર મુજબનું જ કમાય છે , ના વધારે કે ના ઓછું " મનમાને મનમાં શાયદ સુરજને એ ગમવા લાગી હતી , કદાચ એના કામના લીધે ! હવે એ વિચારી રહ્યો હતો કે પોતે જ કર્યું એ સારું જ હતું . ભલે પોતે આ વખતે મોટો અફસર ના બની શક્યો તો શું ? આગળની વખત આનાથી પણ વધારે મહેનત કરશે , પણ જીવનમાં જયારે પણ વિચારશે કે પોતે એક વ્યક્તિને જીવનદાન આપ્યું છે પોતાના બધા દુઃખદર્દ ગાયબ થઇ જશે.

" એ રહ્યો પકડો સાલાને .. પકડો ભાગે નહિ ..... જેને આશ્રય આપ્યો એની સાથે જ બેઈમાની કરી " દુરથી એક ટોળું સુરજ તરફ આવી રહ્યું હતું . જેની આગળ રહેલો માણસ કે જે કદાચ આ ટોળાનો લીડર હતો એ બોલી રહ્યો હતો . આ એજ માણસો હતા જે સૂરજની ટૂંક સમયમાં થયેલી પ્રગતિની ઈર્ષા કરતા હતા .

સુરજ બે ક્ષણ માટે સમજ્યો નહિ કે આ ટોળું કોની તરફ આવી રહ્યું છે અને એનો લીડર કોને ગાળો આપી રહ્યો છે . સુરજે આજુબાજુ જોયું એના સીવાય કોઈ આજુબાજુમાં નહતું તેથી એને સમજતા વાર ના લાગી કે આ ટોળું પોતાની તરફ જ આવી રહ્યું છે અને પેલી ગાળો પણ પોતાને ઉદેશીને જ અપાઈ રહી છે . સુરજ કૈ જ સમજે એના પહેલા જ એ ટોળું એને ફરી વળ્યું .

" મારો .. મારો સાલાને " પેલા લીડરે કહ્યું

" હા ..હા... મારો હરામજાદાને ... "

" સીધો શેઠના પૈસા પર જ નજર નાખી .."

" હરામખોર... ચોર સાલા . ભગવાન જેવા ભોળા સાહેબના જ કેબિનમાં ચોરી કરી , મારો સાલાને ..."

જેમ ભૂખ્યા ગીધડા શિકાર પર તૂટી પડે એમ જ ટોળું સુરજ પર તૂટી પડ્યું . બધાને સુરજની પ્રગતિ જોઈને ઈર્ષા થતી હતી , તેથી બધાએ થોડાઘણા હાથ સાફ કરી લીધા . અરે અમુકને તો ઘટના શુ બની છે ? એ પણ ખબર નહોતી તેઓ પણ સુરજને મારવા લાગ્યા .

શું કરી રહ્યા છો ? આ કોલાહલ શેનો છે ? દુર હટો..દૂર હટો બધા " ફેક્ટરીના મેનેજર આવી ગયા હતા કે જેમના કેબીન માંથી ચોરી થયેલ સામાન સુરજના થેલામાં મળી આવ્યો હતો . આમતો મેનેજરને ટૂંકા સમયમાં સૂરજ પર આંધળો વિશ્વાસ બેસી ગયો હતો પણ આટલા બધા કાન ભમ્ભેરણી કરવા વાળા માણસોની હાજરીમાં આ વિશ્વાસ પણ ઊડન છું થઇ ગયો હતો .

સુરજ લોહીથી લથબથ હાલતમાં ફર્શ પર પડ્યો હતો . અંદરો અંદર સુરજની હાલત જોઈ ઘણા ખુશ હતા અને ઘણાને આ વાતનું દુઃખ પણ હતું કે સુરજને બધાએ માર્યો , પણ ખુલીને વિરોધ કરી શકાય એમ ન હતું .

મેનેજરે આદેશના સ્વરમાં કહ્યું " એને હોસ્પિટલ લઇ જાવ અને કાલથી કામ પર આવવાની જરૂર નથી હિસાબ આવતા મહિનાના અંતે આવિને કરી જાય "


( ક્રમશ )


આગળ શું થશે ? વાંચતા રહો ભાગ ૬


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED