પ્રતિશોધ એક આત્મા નો - 5 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ એક આત્મા નો - 5

પ્રતિશોધ ભાગ પ

પંડિતજીની નજર બહાર ઉભેલી ચાર્મી પર પડી . એ બહાર આવ્યા ને ચાર્મી ની આંખોમાં જોઈ એને દર્શન કરવા મંદિરમા આવવવા કહ્યું ." સમજાતું નથી તમને એકવાર કહ્યું ને મારે દર્શન નથી કરવા " ચાર્મી આંખો બંદ કરીને ગુસ્સામાં બોલી .

" જેવી તારી મરજી હું તારા માટે ખુરશી મોકલાવું છું તુ અહીંજ બેસ" એટલું કહી પંડિતજી ઝડપથી મંદિરમા ગયા એમણે ચાર્મી ની આંખોમા એક પ્રેતનો પડછાયો જોયો હતો. મંદિરમાં હાજર એક સેવકને પંડિતજી એ બહાર થોડી ખુરશીઓ મુકવા જણાવ્યું ને મંદિરમા ગયા.

લગભગ ૬ ફુટ ઉંચી અંબે માંની મુરતી ભવ્ય અને સુંદર લાગતી હતી . ચારે મિત્રો એ દર્શન કર્યા ને મુરતી ને જોતા જ રહ્યા . પંડિતજી ઝડપથી અંદર આવ્યા . કેસરી પિતાંબર ,ક્પાળ પર મોટો ટીકો , જનોઈ અને ગળામાં રુદ્રાક્ષની માળા કોઈને પણ પ્રભાવીત કરી દે એવું વ્યક્તિત્વ . એમણે જે જોયું એ જણાવવા માગતા હતા પણ છોકરાઓના પ્રફુલ્લિત ચેહરા જોઈ એ બોલતા અટકી ગયા એ સમજી ગયા છોકરાઓ આ વિશે કંઈ જાણતા નથી ને હું એમને એકદમ કહીશ તો એ ડરી જશે અને કદાચ વિશ્વાસ પણ નહી કરે . એટલે એમણે બીજી વાત કરી " બાહર જે છોકરી ઊભી છે એ તમારી સાથે છે ?"

" હા ચાર્મી નામ છે એનું અંબે માંની મોટી ભૂકત છે પણ આજે કોઈ પ્રોબલ્મ હશે એટલે અંદર આવી નહીં " રોમીલે જવાબ આપ્યો .
" કંઈ વાંધો નહીં આવો આપણે બધા બહાર એની સાથે જ બેસીએ " પંડિતજી મંદિરથી બહાર આવતા બોલ્યા .

સેવકે બહાર ૬ ખુરશીઓ મૂકી હતી ગોળ સર્કલ બનાવી બધા બેઠા . એક પછી એક બધા મીત્રો એ પોતાનો પરિચય આપ્યો .

" સરસ તો તમે બધા અહીં નવું વર્ષ ઉજવવા આવ્યા છો . તમને મારો પરિચય આપું . મારુ નામ છે ડોક્ટર પરાગ જોશી મારા પેહરવેશથી તમને કદાચ હું કોઈ બાવા જેવો લાગતો હોઈશ but believe me i am a doctor રોમીલ ના પપ્પા અને હું સાથે ભણ્યા છીએ આ આશ્રમ મારા ગુરુ કૃષ્ણદેવનો છે એમણે પાંચ વર્ષ પહેલાં સમાધી લીધી ને આશ્રમની જવાબદારી મને સૌંપતા ગયા. આ આશ્રમમાં ગૌશાળા છે અને આસપાસ રેહતા ગરીબ લોકોની અમે સેવા કરીએ છીએ નાના છોકરાઓને ભણાવવું ને બીમારની સારવાર કરવી એક નાની હોસ્પીટલ છે જ્યાં પ્રાથમીક સારવાર પુરી પાડીએ છીએ " બધા જ એમની વાતો ધ્યાનથી સાંભળી રહ્યા હતા પણ પંડિતજીનું ધ્યાન થોડી થોડી વારે ચાર્મી તરફ જતુ હતુ જે એમનાથી આંખો છુપાવતી હતી .

બધા જ મિત્રોના મનમાં ગણા પ્રશ્નો હતા . " તમે શહેર છોડી અહીંયા કેમ આવ્યાં ? " પેહલો પ્રશ્ન વિકાસે કર્યો.

" જીવનમાં અમુક એવી ઘટનાઓ બની કે જેનો જવાબ વિજ્ઞાન પાસે નહોતો એના જવાબ ગોતતા અહીં પોંહચી ગયો અને પછી અહીંનો જ બની ગયો "

" ગોવિંદ મહારાજ કોણ છે ? મારા પપ્પા એ મને એમને મળવા કહ્યું હતું " રોમીલે પ્રશ્ન કર્યો .

"હુંજ ગોવિંદ મહારાજ છું આશ્રમ મા આવ્યા પછી મારા ગુરુએ આપેલું નામ છે ગોવિંદ " પંડિતજી એ હસ્તા હસ્તા જવાબ આપ્યો.

" ઘાટ ઉપર જે હનુમાન મંદિર છે એની સ્થાપના તમે કરી છે કે કોઈ બીજા પંડિતજી પણ છે ? " નિષ્કા એ જે પ્રશ્ન કર્યો એ બધાના મનમાં હતો. ને આ પ્રશ્ન સાંભળીને પંડિતજી પણ ચોકી ગયા " હા એ મંદિરની સ્થાપના આશ્રમ દ્રવારાજ કરવામાં આવી છે પણ તમને હનુમાન મંદિર વિસે કેવી રીતે ખબર ?" પ્રશ્ન નો ઉત્તર આપતા પંડિતજીએ પ્રશ્ન કર્યો .

રોમીલે ગઈ કાલ રાત્રે ઘાટ ઉપર જે ઘટના બની એમણે શું જોયું ને હોટલવાળા એ શુ જણાવ્યું એનું પુરુ વર્ણન પંડિતજીને જણાવ્યું . આ વાત ચાલતી હતી ત્યારે પંડિતજીનું ધ્યાન ચાર્મી તરફ હતું અને એમને અંદાજો આવી ગયો હતો કે શું બન્યું છે.
ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .