પ્રતિશોધ એક આત્મા નો - 3 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ એક આત્મા નો - 3


પ્રતિશોધ ભાગ ૩

વિકાસ ગાડી ડ્રાઈવ કરી રહ્યો હતો ને રોમિલ બાજુમાં બેઠો મોબાઈલ ઉપર હોટલ તરફનો મેપ જોઈ રહ્યો હતો. "15 મિનિટમાં આપણે હોટલે પહોંચી જશું આજે જે જોયું એ જિંદગીભર ભુલાશે નહીં પરંતુ મને હજી વિશ્વાસ નથી થતો કે આપણે એક ભૂત જોયું "
રોમીલ શાંતી ભંગ કરતા બોલ્યો.

" હા યાર હું તો ભુતપ્રેત માનતો જ નથી. કોઇ આવી વાત મને કહે તો હું વિશ્વાસ ન કરત . કોઈ એકને દેખાયું હોત તો એમ કહી શકાય કે ભ્રમ થયો હશે પણ આપણે બધાએ જોયું અને હોટલ વાળા ને કેવી રીતે ખબર કે આપણે કોઈ રબારણ બાઈ જ જોઈ હશે ? " વિકાસે વાત આગળ ચલાવી .

" કોઈ પાંચ મિનિટની હોરર મુવી જોઈ હોય એવું લાગે છે .ગાડી ઉભી રાખી હોત તો પુરી પિચ્ચર જોવા મળત " અનિલ બોલ્યો.

" chill મારો યાર રાત ગઈ બાત ગઈ .હશે કોઈ ભટકતી આત્મા .આપણે શું એની સાથે ?આપણે એન્જોય કરવા આવ્યા છીએ મને તો જતા ની સાથે બે બિયર જોઈશે રૂમ પર મંગાવી લેજો " નિષ્કા ટોપીક બદલાતા બોલી .

" વાત તો તારી સાચી છે ભૂત જોયું એ પેહલા કેટલી મસ્તી ચાલુ હતી. ચાર્મી પણ સોન્ગ ગાઈ રહી હતી ને હવે સાવ ચુપ થઇ ગઈ છે . કાંઈ બોલ યાર ચાર્મી " રોમીલ નિષ્કાની વાત થી સહમત થતા બોલ્યો .

ચાર્મી એ કોઈ જવાબ આપ્યો નહીં અને માથું નિષ્કાના ખભા ઉપર મૂકી દીધું ને નિષ્કાનો હાથ પકડી લીધો . ચાર્મીનો સ્પર્શ થતા નિષ્કા સમજી ગઈ કે એનું શરીર તપી રહ્યું છે . " ઓ માય ગોડ આને તો હાઇ ફિવર છે " નિષ્કા ગભરાતાં બોલી.

" લાગે છે ખુબ ડરી ગઈ છે .મારી બેગમાં એક પાઉચ છે એમાંથી એને એક તાવની ગોળી આપી દે " વિકાસે ચિંતા કરતા કહ્યું . વિકાસ અને ચાર્મીં એક બીજા ને પસંદ કરતા હતા પણ બન્ને શરમાળ હતા એટલે કોઈ દિવસ આ વાત કોઈએ કબુલ નહોતી કરી પણ બાકીના મિત્રો આ વાત જાણતા હતા .

અનિલે તરત વિકાસની બેગ ખોલીને ચાર્મી ને ગોળી આપી . ચાર્મી ગોળી ગળી ને પાછી નિષ્કાના ખભા ઉપર આંખ બંદ કરી સુઈ ગઈ . બધા ને એની ચિંતા થતી હતી પેહલી વાર આવી રીતે મિત્રો સાથે ફરવા આવી અને આવી ઘટના બની .

" એને જો થોડીવારમાં સારુ ના લાગે તો આપણે એને ડોક્ટર પાસે લઈ જશું " નિષ્કા ને ચિંતા થઈ રહી હતી .

" આટલી રાતે ક્યાં ડોક્ટર મળશે ?" અનિલ શંકા કરતા બોલ્યો. " don't worry Guys એને સારુ થઇ જશે અને જરૂર પડશે તો હોટલ ઉપર જ ડોક્ટર બોલાવી લેશું મોટી હોટલોમાં ડોક્ટર ઓન કોલની ફેસેલીટી હોય છે" રોમીલ સાન્તવના આપતા બોલ્યો.

લગભગ ૧૨ઃ ૩૦ વાગે હોટલ પોહંચી ગયા . બે રુમ બુક હતા એક મા Boys ને બીજા મા girls . હોટલનાં માણસો સામાન રુમ પર લઇ ગયા . કાઉન્ટ૨ પર ફોરમેલીટી પુરી કરી બધા રુમમા ગયા . ચાર્મી ને ખુબ વિકનેસ લાગતી હતી તો એ ફ્રેશ થયા વગરજ સુઈ ગઈ.

થોડીવારમાં ચારે મિત્રો ફ્રેશ થઈ હોટલની રેસ્ટોરંટમા ભેગા થયા ." ચાર્મી નો તાવ ઓછો થયો ?" વિકાસે નિષ્કાને પૂંછ્યું . " હા એને પરસેવો થયો છે તાવ પણ ઓછો છે મને લાગે છે આરામ કરશે એટલે સવાર સુધી સારુ થઇ જશે " નિષ્કા એ રાહત અનુભવતા જવાબ આપ્યો.

" મને લાગે છે થાકનો તાવ હશે . સાવ નાજુક નમણી છે અને પેહલા ક્યારેય આવું ટ્રાવેલ કર્યુ નથી ને ડરી ગઈ બધુ ભેગુ થઈ ગયું એટલે તાવ આવી ગયો હશે " રોમીલ પણ શાંતી અનુભવી રહ્યો હતો.

" સવાર સુધી બધુ સારુ થઇ જશે. બિયર મંગાવું ?" અનિલે નિષ્કાને પૂંછ્યું " ના યાર હવે મુડ નથી હું પણ થાકી ગઈ છું હવે સુઈ જઈએ " નિષ્કા આળસ ખાતા બોલી .

" yes Guys આપણે બધા એ હવે આરામ કરવો જોઈએ નહીં તો બધા બીમાર પડશે ઠંડી ખુબ વધારે છે કાલે આરામથી ઉઠશુ " વિકાસના ચેહરા પર પણ થાક દેખાતો હતો .

" તમે બધા આરામથી ઊઠજો હુ થોડો જલ્દી ઉઠીશ પપ્પાએ એક પાર્શલ આપ્યું છે એ મારે અહીં એક આશ્રમમાં પહોંચાડવાનું છે " રોમીલ ઊભા થતા બોલ્યો .

" કેટલાં વાગે પહોંચવાનું છે તારે ? " વિકાસે પુંછ્યું . " કાંઈ ફિક્સ નથી પણ ૧૦ ૧૧ સુધી પહોંચી જાઉં તો સારુ " રોમીલ જવાબ આપતા બોલ્યો . " અમે બધા આવશું આપણે અહીં ફરવા તો આવ્યા છીએ આશ્રમ પણ જોશું ને આસપાસ ફરતા આવશું સવારે ૯ વાગે બ્રેકફાસ્ટ પર ભેગા થશું " વિકાસ પ્રોગ્રામ ફાઇનલ કરતા બોલ્યો.

બધા સહમત થયા ને આવતી કાલે જીવનમાં આવવા વાળા તુફાનથી બેખબર નીરાંતે સુઈ ગયા .

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .