નસીબ નો વળાંક - 17 Kiran દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ નો વળાંક - 17

આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે યશ્વીર અને અનુરાધા એકબીજા ની વાતો માં સહમત થઈ અનુરાધા ના નેસ(રહેઠાણ)તરફ ઘેટાં બકરાં ને લઈને રવાના થયા.નેહડે પહોંચતા થોડુ મોડું થઈ ગયેલું એટલે અનુરાધા એ ફટાફટ બધા ઘેટાં બકરાં ને વાડા માં પૂરી દીધા અને યશવિર અને ગોપાલ ને લઈને નેહડાં ની અંદર ગઈ.ત્યારબાદ બન્ને ને ખાટલે બેસાડી પાણી આપ્યું અને રાજલ (અનુરાધા ની માં) અને સુનંદા (અનુરાધા ની મોટી બહેન) સાથે એમનો પરિચય કરાવ્યો.


હવે આગળ,


"પુનઃ મેળાપ"


જેવો અનુરાધા એ યશ્વિર નો પરિચય રાજલ ને કરાવ્યો યસ્વિર વિનમ્ર ભાવે રાજલ ના પગે લાગ્યો અને ગોપાલ ને પણ હળવેકથી કોણી મારી રાજલ ના પગે લાગવા ઈશારો કર્યો.ત્યારબાદ રાજલ એ બન્ને મિત્રોને એમના પરિવાર એમના ગામ વિશે થોડુંક પૂછ્યું.


ત્યારબાદ અનુરાધા વેણું ની હાલત વિશે રાજલ અને સુનંદા ને કહેવા માટે ચતુરાઈ થી યસ્વીર સામું જોઈ કહેવા લાગી કે,"માં..જો આ બન્ને ના લીધે જ આપડું વેણું આજે સાજુ સરખું આપણી સાથે છે બાકી તો ખબર નઈ શું ...!!"એટલું કહી અનુરાધા અટકી ગઈ અને નીચું જોઈ ને ઉભી રહી ગઈ.સુનંદા એ અધીરાઈ થી પૂછયું,"બાકી શું અનું(અનુરાધા)??કેમ અટકી ગઇ??અને વળી વેણુને શું થયું હતું??કંઇક બોલ આગળ??


સુનંદા ના આવા એકીસાથે પૂછેલા પ્રશ્નોના ઘટસ્ફોટ થી અનુરાધા થોડી મુંજવણ માં દેખાવા લાગી.આથી યસ્વિરે તરત જ વાત ને પોતાના હાથમાં લઈ ચતુરાઈ થી કહેવા લાગ્યો," જુઓ ,હું તમને આખી હકિકત જાણવું!!એમાં આમનો(અનુરાધા)કંઈ જ વાંક નથી..આ તો હું મારા શોખ માટે શિકરબાજી શીખવા જંગલમાં મારા મિત્ર આ ગોપાલ જોડે આવેલો પણ,ભૂલથી એ નિશાની વેણું ને લાગી ગઇ અને એને પગ માં વાગ્યું હતું.એટલે અમે તેને તાત્કાલીક સારવાર માટે અમારા ગામમાં લઇ ગયાં અને વૈધજી એ કહ્યું કે એને બે- ત્રણ દિવસ થાસે સાજુ થતાં.એટલે અમે એમને બે ત્રણ દિવસ માટે સાંજે અમારી જોડે લેતા જઇશું.અને અમે ખાતરી આપીએ છીએ કે તમારા વેણુ ને તમને એકદમ સાજુ કરીને સોંપીસુ."


યસ્વિર ની આટલી લાંબી પ્રસ્તુતિ સાંભળી રાજલ અને સુનંદા તો અચંબા માં પડી જ ગયેલા..સાથોસાથ અનુરાધા પણ આશ્ચર્ય સાથે યસ્વિર સામે જોઈ રહી હતી કારણ કે યસ્વિરે શિકારબાજી વાળી વાત અનુરાધાને કીધી જ ન હતી અને એને એ પણ ખબર ન હતી કે વેણુ ની હાલત યસ્વિર ની શિકારબાજિ ના લીધે જ થઇ હતી.



એવામાં ગોપાલ યસ્વિરની વાતોમાં થોડું ઉમેરી એનો બચાવ કરતાં કહેવા લાગ્યો કે,"યષ્વિર તો વેણુ ની આવી હાલત પોતાના લીધે થઈ એ જાણી ખુબ ગભરાઈ ગયેલો..અને એ તો બધી હકિકત ત્યારે જ કહી દેવાનો હતો પરંતુ મે જ એને એવુ કરતાં રોક્યો કારણ કે જો અમે તમને હકીકત ત્યારે જ જણાવી દેત તો તમે વેણુ ને સાજો કરવા અમારી જોડે ના સોંપત..!!"


ગોપાલ ના બચાવપક્ષ થી અનુરાધા ના હૈયામાં થોડીક રાહત થઈ અને એ રાજલ ને કહેવા લાગી,"માં અત્યારે વેણુ ની હાલત માં ઘણો સુધારો છે એટલે કંઇ ચિંતા જેવુ નઇ. બધું બરોબર જ છે.હવે આ લોકોને મોડું થાશે એમના ગામે પહોંચતાં અને વળી વેણુ ને પણ હજુ પાટો બદલાવવા લઇ જવાનું ને!!!"આમ, યષ્વિરનો પોતે બચાવ કરતી હોય એમ યસ્વિર સામું જોઈ કહેવા લાગી,"ખરું ને!!તમને મોડું થાશે ને!!"અનુરાધા ને પોતાનો બચાવ કરતી જાણી યષ્વિર મનમાં ને મનમાં ખૂબ જ રાહત અનુભવી રહ્યો હતો.થોડીવાર તો રાજલે આવડી મોટી વાત પોતાનાથી છુપાવવા બદલ અનુરાધાને મીઠો ઠપકો આપ્યો.


ત્યારબાદ રાજલ પોતાનો માલધારી ધર્મ નિભાવી રહી હોય એમ કહેવા લાગી,"ના ભલે મોડું થાય પણ,તમે આજે અમારા મહેમાન કહેવાય અને મહેમાન ને જમ્યા વગર ના મોકલાય.આથી તમારે જમીને જ જવુ પડશે હવે તો..!!થોડીવાર આનાકાની કરી બન્ને મિત્રો જમવા માટે તૈયાર થયાં અને જમી પરવારી ને વેણુ ને લઇ ગામ તરફ જવા રવાના થયા.


આમ બે ત્રણ દિવસ રોજ આવું ચાલ્યું.ત્યારબાદ વેણું હવે એકદમ સાજુ થઇ ગયેલું એટલે એ પણ હવે અનુરાધા ને સોંપી દીધુ.


વેણુ તો સાજુ થઈ ગયેલું પણ યસ્વિર અને અનુરાધા ના પ્રેમની ઉભરેલી ઊર્મિઓ હજુ એમના હૈયામાં ચળવળ કરી રહી હતી...હવે તો મળવાનુ પણ કંઈ બહાનુ ન હતું..એટલે યસ્વિર એ હિંમત એકઠી કરી અનુરાધા ને પોતાના પ્રેમનો એકરાર કરી જ દીધો...અનુરાધા તો જાણે એ જ ઘડી ની રાહ જોઈ રહી હતી એમ એનો પ્રેમ સ્વીકારી લીધો.


થોડાક દિવસ તો બન્ને નું પ્રેમ પ્રકરણ ખૂબ જ રોમાંચક રીતે ચાલ્યુ.ત્યારબાદ યસ્વિરે અનુરાધા ને લગ્ન વિશે પૂછ્યું...અનુરાધા તો તૈયાર જ હતી...એટલે યસ્વિરે પણ એમના ઘરે એના માતા પિતા ને મનાવી અનુરાધા ના ઘરે સગપણ નક્કી કરવા મોકલી દીધાં.રાજલે તો યસ્વિર ની સચોટતા અને સચ્ચાઇ પેલી મુલાકાત માં બધી હકિકત જણાવેલી ત્યારની જ પારખી લીધી હતી.એટલે રાજલ ને પણ યસ્વિર એ અનુરાધા માટે એક ઉત્તમ જીવનસાથી બનશે એવી ખાતરી હતી.એટલે એણે પણ મોઢું મીઠું કરાવી સગાઈ નક્કી કરી.થોડાક દિવસ માં બન્ને ના લગ્ન થયાં અને અનુરાધા સાસરે જતી રહી.બન્ને ખૂબ આનંદપૂર્વક રહેવા લાગ્યાં.


છ મહિના પછી,


એકવાર સુનંદા નેહડા ની બહાર ડેલી માં સાફ સફાઈ કરી રહી હતી એવામાં એને દૂરથી કોઈ બે જણ આવતાં દેખાયાં. એણે તરત જ રાજલ ને બૂમ પાડીને કહ્યું,"માં..જરાક અહી આવો તો...આ જો કોઈ આપના નેહડે આવતું જણાય છે."સુનંદાની બૂમ સાંભળી રાજલ દોડતી બહાર આવીને ડેલીની બહાર જોવા લાગી.

જેવી રાજલ ડેલી ખોલીને બહાર જોવા નીકળી કે પેલા બન્ને જણ સાવ એની નજીક પહોંચી ગયા હતાં. એમાં બન્ને બાપ દીકરો હોઈ એવી ઉંમર એ બન્ને જણ ની જણાતી હતી. જેવા બન્ને જણ રાજલ ની નજીક પહોંચ્યા રાજલ એમાંના એક યુવાન ને વળગીને ચોંટી ગઈ અને આંખ માંથી જાણે વ્હાલનાં અશ્રું વરસાવવા લાગી.પોતાની માં ને આમ અજાણ્યાં વ્યક્તિ સાથે વળગીને રડતા જોઈ થોડીવાર તો સુનંદા અચંબા માં પડી ગઈ. ત્યારબાદ રાજલે બન્ને બાપ દીકરા ને ઘરમાં લાવ્યાં અને ખાટલો ઢાળીને એના ઉપર બેસાડી સુનંદા ને એમના માટે પાણી લાવવા કહ્યું.સુનંદા એ બન્ને જણ ને પાણી આપ્યું.

ત્યારબાદ રાજલે કહ્યું "ભાઈ, ઘણો લાંબો સમય થઈ ગયો તમને અને વીર (એ છોકરાં નું નામ)ને જોયા એને..!!આટલા સમય સુધી તમે કયાં રહ્યાં??શું કર્યું??

વીર ના પિતાજી થોડીવાર ઝાંખા પડી ગયા અને ત્યારબાદ વિસ્તાપૂર્વક કહેવા લાગ્યા કે,"જુઓ બહેન..અમારે તો ઘણાં સમયથી અહી આવવું હતું પણ વેરું જ ના આવ્યું ને કંઈ!!જે વર્ષે દીકરી પ્રેમા (રાજલ અને દેવાયત ની એક ની એક સગી દિકરી)જોડે અણધારી ઘટના બની એ જ વર્ષે દુકાળ પણ પડેલો જો તમને યાદ હોઈ તો...એટલે અમારે ઢોર ઢાંકર ને લઈને ના છૂટકે બીજે દેશ જવું પડ્યું.બાકી તો આ પારુડા બિચારા ભૂખે તરસે મરી જાત..!!મને માફ કરજો બહેન અમુક મજબૂરી ના લીધે હું તમારા ખરાબ સમય માં તમારો સાથ ના આપી શક્યો..અને મારા ભાઈ દેવાયતની પણ અંતિમ વિધી માં ના પહોંચી શક્યો..".આટલું કહી એ માણસ જાણે એની આંખોના ખૂણે આવી ગયેલા શબનમ ના બુંદ ને છુપાવી રહ્યો હોઈ એમ નીચે જોઈને બેસી ગયો .

રાજલે એમની વાત ને ટેકો આપતાં કહ્યું,"અરે ના..ના ..ભાઈ આવું ના બોલો...તમારો શું વાંક??એતો અમારા નસીબ માં લખેલું હતું એ અમારે ભોગવવાનું જ હતું ને !!જે થવા કાળ હોઈ એ તો થઈ ને જ રહે..!!વિધાતાના લેખ માં આપણે કોણ મેખ મારવાં વાળા..!!"

આટલું કહી રાજલ વાત ને વાળતા કહેવા લાગી,"બીજું બધું હવે જવા દો..તમે બન્ને આવી જ ગયા છો.. તો હવે થોડાક દિવસ રોકાઇને પછી જ જવાનું છે...બાકી હવે હું માફ નહિ કરું..અને આટલા દૂર થી આવ્યા છો તે થાકી ગયા હશો..થોડીવાર બન્ને બાપ દીકરા આરામ કરો ત્યાં અમે બન્ને માં દીકરી જમવાનું તૈયાર કરી લઈએ.

રાજલ ના મોઢે માં દીકરી સાંભળતા બન્ને બાપ દીકરો સુનંદા સામું અચરજ થી જોવા લાગ્યાં... કારણ કે રાજલ ની તો એક જ સગી દિકરી હતી પ્રેમા ..પણ એ તો બીચારી ક્યારનીય.. ઇશ્વર ને પ્યારી થઈ ગયેલી.

બન્ને બાપ દીકરા ને આમ અચરજથી જોતા જોઈ રાજલે એમની અને દેવાયત જોડે બનેલી આ બન્ને બહેનો ની બધી જ સઘળી વાત કહી.

સુનંદા ની પહેલાની બધી જ વાત સાંભળતા વીર એકદમ બરિકાઈ સાથે સુનંદા સામું જોવા લાગ્યો અને મનમાં ને મનમાં કઈક યાદ કરી રહ્યો હોઈ એમ કઈક અસમંજસ માં દેખાઈ રહ્યો હતો.ત્યારબાદ અચાનક જ એને કંઇક યાદ આવી ગયું હોય એમ તરત જ ખાટલે થી ઉભો થઈ ગયો અને અચાનક બોલી ઉઠ્યો,"સુનંદા..???તમે પોતે જ સુનંદા??

હવે આ વીર કેવી રીતે સુનંદા ને ઓળખતો હતો??શું વીર લાવશે સુનંદા ના જીવનમાં એક નવો વળાંક??

જાણો આવતા...ભાગ ૧૮..." અણધાર્યા સંગમ "...માં


નોંધ :

(પ્રેમા વીશે વધુ માહિતી માટે વાંચો આ જ નવલકથા નો ભાગ ૫ અને ભાગ ૬ https://www.matrubharti.com/book/19900659/the-turn-of-destiny-6)