નસીબ નો વળાંક - 18 Kiran દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ નો વળાંક - 18

આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે સુનંદા ની પહેલાની બધી જ વાત સાંભળતા વીર એકદમ બારિકાઈ સાથે સુનંદા સામું જોવા લાગ્યો અને મનમાં ને મનમાં કઈક યાદ કરી રહ્યો હોઈ એમ કઈક અસમંજસ માં દેખાઈ રહ્યો હતો.ત્યારબાદ અચાનક જ એને કંઇક યાદ આવી ગયું હોય એમ તરત જ ખાટલે થી ઉભો થઈ ગયો અને અચાનક બોલી ઉઠ્યો,"સુનંદા..???તમે પોતે જ સુનંદા??


હવે આગળ,

" અણધાર્યાં સંગમ "

વીર ના મોઢે નિખાલસ ભાવે સુનંદાનું નામ સાંભળતા રાજલ આશ્ચર્ય સાથે પૂછવા લાગી,"હા વીર..!!આ જ સુનંદા છે..પણ તું આને કેવી રીતે ઓળખે છે??તમે બન્ને પહેલા ક્યાંય મળેલા ખરા??


વીર ની આમ પોતાનું નામ સાંભળતા વેંત અધીરાઈ જોતા સુનંદા પણ મનમાં ને મનમાં કંઇક યાદ કરવા લાગી..પણ સુનંદા ને કશું યાદ આવ્યું નહિ.


ત્યારબાદ વીર એકદમ કહેવા લાગ્યો,"કેમ ભૂલી ગયા??તમને સેતુ નામનું કોઈ યાદ છે??જંગલ માં જ્યારે તમે તમારા માં(સુનંદા ની સગી માં શ્યામા)જોડે લાકડા કાપવા આવતા આનંદવન માં ત્યારે ...કંઈ યાદ આવ્યું???"આમ વીર સુનંદા ને આગળનું બધું યાદ કરાવવા મથી રહ્યો હોઈ એમ લાગી રહ્યું હતું .


ત્યાં અચાનક જ સુનંદા ના મોંઢેથી સ્મિત છલકાયું અને બોલાય ગયું..,"વીરુ..!!સેતુ નામનું તમારું ઘેટું અને આપણા બન્ને નું મિત્ર .. એ જ કે??તમે તો વીર ....વીરુ..??"આમ કહેતા એ અટકી ગઈ.સુનંદા ને આમ અધીરાઈ સાથે વીરુ અને સેતુ વિશે વાત કરતાં જાણી રાજલ થી ના રેવાયું અને એણે તરત કહ્યુ,"હા બેટા ..!! એ જ આ વીરુ.એનું નામ વિર છે પણ અમે બધા એને વીરુ કહીને જ બોલાવતાં અને તું જે સેતુની વાત કરે છે ને એ બીજું કોઈ નહીં પણ આપણા વેણું ની જ માં(ઘેટી) હતી જે આ લોકો ના માલ સાથે છે.પ્રેમા ને એ સેતુ સાથે ખૂબ લગાવ હતો એટલે એણે તો પહેલા જ વિર ને કહી દીધેલું કે આ સેતુ ને જે બચ્ચાં થશે એમાંથી પેલું બચ્ચું મારું..!!અને આ વેણુ જ એનું પહેલું બચ્ચું છે.




થોડીવાર તો સુનંદા પોતે જાણે સ્વપન ની દુનિયામાં છે એવું અનુભવી રહી હતી..પણ અચાનક તેને કંઇક યાદ આવી ગયું હોય એમ એ રાજલ સામું જોઈ સહજતા થી પૂછવા લાગી..,'' માં,..આ વીરુ તમને શું સગામાં થાય??અને પ્રેમા વીરુ ને શું થાય??"




રાજલ સુનંદા ના સવાલ નો જવાબ આપવા જ જઈ રહી હતી ત્યાં વીરુ અચાનક બોલી ઉઠ્યો," એ મારા મામી થાય...અને તું જે પ્રેમા ની વાત કરે છે ને.. એ બીજુ કોઈ નહી પણ આપણા બન્ને ની મિત્ર પ્રિયંવદા ..!!યાદ છે કે તને આપણે ત્રણેય ભેગા રમતાં નદી કિનારે.પ્રિયંવદા ને ઘરે બધા પ્રેમથી પ્રેમા કહીને બોલાવતા.




વીરુ ની આવી પ્રિયંવદા વિશેની વાત સાંભળી સુનંદા થોડીવાર તો સાવ સ્તબ્ધ થઈ ગઈ.એને તો જાણે પોતે સાવ અલગ જ દુનિયામાં આવી ગઈ હોઈ એવું વર્તાય રહ્યુ હતુ.થોડીવાર તો સુનંદા સાવ સૂનમૂન થઈને ઉભી રહી.એવામાં રાજલ વાત આગળ વધારતા તાલાવેલી સાથે વીરુ ને પૂછવા લાગી,"બેટા વીરુ..તમે બન્ને કેવી રીતે એક્બીજા ને ઓળખો છો..અને પ્રિયંવદા(પ્રેમા) અને સુનંદા ની એકસાથે મુલાકાત વળી ક્યારે થયેલી??




ત્યારે સુનંદા એ વીરુ સામું થોડુ સ્મિત કરી રાજલ ને જવાબ આપતા કહ્યુ,"માં હું જ્યારે મારી મા(શ્યામા કે જે સુનંદા અને અનુરાધા ની સગી માં હતી)ભેગી જંગલ માં લાકડાં કાપવા જતી ત્યારે મારી મુલાકાત વીરુ અને એના બાપુ સાથે થયેલી.. અમે રોજ ત્યાં જોડે રમતાં ..એવામાં એકવાર પ્રિયંવદા (પ્રેમા) પણ વીરુ જોડે આવેલી થોડાક દિવસ ત્યારે એ પણ મારી ખાસ બહેનપણી બની ગયેલી.




આમ આજે તો વીરુ અને સુનંદા માટે એક અણધાર્યો સંગમ હતો..બન્ને માંથી કોઈએ એવું વિચાર્યુ સુધ્ધાં ન હતું કે બન્ને આવી રીતે ફરીથી એકબીજાને મળશે અને એ પણ સાવ અલગ જ સંબંધો ના ગુંચળાઓ માં..!!પણ ગમે તેમ પણ વીરુ અને સુનંદા એના આ અણધાર્યા સંગમ થી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.


એ દિવસે તો બન્ને ના નસીબ ના વળાંકો અંતે તો ત્યાં આનંદવન માં જ આવીને અટક્યાં હતા.સુનંદા એ સેતુ વિશે વધુ માહિતી જાણવા વીરુ ને પૂછ્યું,"સેતુ..તો હવે બહુ મોટું થઈ ગયું હશે નહિ??..અત્યારે તો એ તમારાં ગામડે જ હશે ને??"


વીરુ એ સુનંદા ના સવાલ નો જવાબ આપતા કહ્યુ,"હા, એ અત્યારે ગામડે જ છે.. હું અહી ખાસ તો વેણુ માટે જ આવેલો...મને ખૂબ તાલાવેલી હતી એને જોવાની...એટલે બાપુ સાથે હુ પણ અહી આવી ગયો."


સુનંદા તો મનમાં જ બોલી ઉઠી,"હા,તમે તો રહ્યા પશુપ્રેમી ..!!એટલે વેણુ માટે જ આવ્યા હશો..!"


ત્યારબાદ રાજલ અચાનક કહેવા લાગી,"એ સારું હવે બેટા..!!તમે બન્ને સાંજે જમી પરવારી ને નિરાંતે જેટલી વાતો કરવી હોય એ કરી લેજો..અત્યારે ચાલ સુનંદા આપણે વાળું (રાત નુ ભોજન) બનાવી લઇએ.આ બન્ને બાપ દીકરો થાકી ગયા હશે.એમને ભૂખ લાગી હશે."


આમ સુનંદા અને રાજલે વાળું બનાવી વીરુ અને એના બાપુ ને પ્રેમથી જમાડ્યા અને પોતે પણ ખાઈને ઘરકામ પતાવી નેહડા ની બહાર ખાટલો ઢાળીને બેઠ્યા.


હવે થોડીવાર વાતો કરી રાજલ તો સુવા અંદર નેહડામાં

જતી રહી. વુરુના બાપુ પણ ત્યાં ખાટલે સૂઈ ગયેલા..પણ વીરુ અને સુનંદા હજુ એક્બીજા ની પહેલાની વાતો વાગોળવામાં વ્યસ્ત હતા કે એમને જરાય પણ ખબર ન પડી કે મોડી રાત થવા આવી.


સુનંદા અને વીરુ ની મિત્રતા તો પહેલા જ પ્રેમ માં ફેરવાઈ ગયેલી ..પરંતુ ત્યારબાદ તો બન્ને ને જુદા થવાનુ વેરુ આવી ગયેલું...પણ ઈશ્વરે સદનસીબે બન્ને ને ફરી મળાવ્યા અને એમના નિશ્વાર્થ પ્રેમ ને ફરીથી જીવંત કર્યો.


વાતો કરતાં કરતાં ખૂબ મોડું થઈ ગયેલું..એટલે રાજલ અચાનક નેહડા ની બહાર આવી અને જોયું તો સુનંદા અને વીરુ હજુ પણ વાતો માં પરોવાયેલા અને મગ્ન હતા.થોડીવાર તો રાજલ એકીનજરે બન્ને ને જોવા લાગી ..પછી આછું સ્મિત આપી મનમાં ને મનમાં વિચારવા લાગી,"આ સુનંદા ને મે પહેલા ક્યારેય આટલી ખુશ અને વાતો મા આટલી તલ્લીન જોઈ ન હતી.આ વીરુ સાથે એને કઈક અલગ જ લાગણીઓ હોય એવું લાગે છે..વીરુ પણ આજે ખૂબ ખુશ દેખાઈ છે..આમ થોડીવાર તો રાજલ પણ બન્ને ને જોતી જ રહી .પણ ત્યાં જ અચાનક એને કંઇક યાદ આવી ગયું એમ કહેવા લાગી,"બેટા વીરુ...થાકી ગયો હશે હવે સૂઈ જાવ..કાલે સવારે ઊઠીને વાતો કરજો.."


ત્યારબાદ સુનંદા રાજલ સાથે અંદર સુવા જતી રહી...અને વીરુ ત્યાં ખાટલે એની પથારી એ સૂઈ ગયો.


આમ બે ત્રણ દિવસ સુધી વીરુ અને એનાં બાપુ ત્યાં જ રોકાયાં.. વીરુ અને સુનંદા એ પણ ઘણો સમય એક્બીજા સાથે વીતાવ્યો..પણ હવે વીરુ ના બાપુ ને માલ ઢોર ની ચિંતા સતાવવા લાગી એટલે એણે રજા લેવાનું વિચારી..રાજલ પાસે રજા માગી ..વીરુ ને તો જવાનું જરાય મન ન હતું..પણ બાપુ ને એકલા પણ ના મોકલી શકાય ને!!આવું વિચારી એ પણ એના બાપુ જોડે જતો રહ્યો.


હવે સુનંદા સાવ સૂનમૂન રહેવા લાગી..આ બાજુ વીરુ પણ સુનંદા ના વિચારો માં જ રહેવા લાગ્યો.


એકવાર વીરુ ને વિચાર આવ્યો.. કે ભગવાને એને અને સુનંદા ને ફરીથી માળાવ્યા છે એટલે હવે મારે સુનંદા ને મારાથી અલગ નઈ થવા દેવી...ઈશ્વરે આમ વારંવાર મોકો ના આપે...આવું વિચારી એણે એના બાપુ ને પોતાનું સગપણ સુનંદા જોડે કરાવવા અપીલ કરી.થોડીવાર તો વીરુ ના બાપુ ને આંચકો લાગ્યો..પણ પછી એક વિચાર પણ આવ્યો કે આમેય સુનંદા તો રાજલ ની દીકરી જેવી જ છે એટલે વીરુ ના મામા ની છોકરી જેવી j થઈ ને ..!!એટલે આમ તો આપણી જાણીતી જ દીકરી વહુ બને તો ઘર પણ સારી રીતે સંભાળે..અને આ માં વગર ના વીરુ ને પણ સાચવે..એટલે વીરુ ના બાપુ તો માની ગયા..અને બીજા જ દિવસે રાજલ ને ત્યાં વીરુ નું સગપણ નક્કી કરવા પહોંચી ગયા.


રાજલ તો એની જ રાહ માં હોઈ એમ તરત જ મોઢું મીઠું કરાવી હા પાડી દીધી.


થોડાક દિવસો માં જ વીરુ અને સુનંદા નાં લગ્ન થયાં.રાજલ પણ સુનંદા અને વીરુ સાથે જ રહેવા એના ગામડે આવી ગઈ.. કારણ કે સુનંદા એ લગ્ન પહેલા જ રાજલ સાથે બોલી કરેલી કે "માં હું લગ્ન ત્યારે જ કરીશ જ્યારે તમે પણ મારી સાથે મારા સાસરિયે રહેવા આવશો.. કારણ કે હુ તમને આમ એકલા આ જંગલ માં મૂકીને ક્યાંય નહીં જાવ.."સુનંદા ની આવી જીદ આગળ રાજલ નું પણ કંઈ ના ચાલ્યું એટલે એ પણ એની સાથે રહેવા જતી રહી.


આમ સુનંદા અને વીરુ એકસાથે પોતાનું જીવન ઉલ્લાસપૂર્વક વિતાવવા લાગ્યાં.

થોડાક મહિનાઓ માં સુનંદા ને સારા દિવસો રહ્યા...અને નવ મહિના માં એણે એક રૂપવાન અને કોમળ પુત્ર ને જન્મ આપ્યો.

એક દિવસ ની વાત છે..વીરુ અને સુનંદા ઘેટાં બકરાં ને અને ઢોર માલ ને લઈને બીજા ગામડે ખેતરો માં બેસવા લઈ ગયેલા.

હવે શું આવશે આ સુખી કુટુંબ માં બીજા નવા વળાંકો??જાણો આવતા...ભાગ 19...."પ્રારબ્ધ ના પારખાં"..માં


નોંઘ :

પ્રિયંવદા,સેતુ સુનંદા અને વીરુ ની મિત્રતા ને જાણવા અને જોવા વાંચો પ્રારબ્ધ ના ખેલ ના ભાગ નવ અને દસ.

Krisha લિખિત વાર્તા "પ્રારબ્ધ નો ખેલ - ભાગ 10" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19897748/the-game-of-destiny-10