Badlo - 18 books and stories free download online pdf in Gujarati

બદલો - (ભાગ 18)

છરો પકડીને ઉભી રહેલી સંગીતા ને આ બધું સમજવામાં થોડી મિનિટો લાગી ....
આ બધુ એટલું ઝડપી બની ગયું હતું એટલે એને હકીકત ઉપર વિશ્વાસ કરવામાં થોડી ક્ષણ લાગી...

શૈલેષ નું ખૂન થઈ ગયું હતું એ જોઇને સુનિતા ની આંખોમાંથી પણ પાણી પડવા લાગ્યું....સ્નેહા ને બચાવવા માટે હવે એ કંઈ પણ કરી શકે એવી હિંમત એનામાં આવી ગઈ હતી ...સંગીતા પાસે આવીને એને સાથે જવા કહ્યું...પરંતુ સંગીતા જડ થઈને ઉભી હતી....

"તું જા ...મારી સ્નેહા ને બચાવવાની જવાબદારી તને સોંપી રહી છું.... આપણી વાત ઉપર કોઈ ભરોસો નહીં કરે કે શૈલેષ નું ખૂન મે નથી કર્યું .... જે સ્નેહા ને લઈને ગયું છે એને તે જોયો છે તું જા સુનિતા ...જલ્દી જા અહીંથી..." પૂતળાં ની જેમ ઉભી રહેલી સંગીતા સ્થિર નજરે બોલી રહી હતી...

સુનિતા ઉપર ની દાદી ની રૂમનો દરવાજો ખૂલવાનો અવાજ સાંભળીને ત્યાંથી દોડીને દરવાજા તરફ આવી...
દાદી એ શૈલેષ નામની બૂમ પાડી એ પણ સુનિતા એ સાંભળી પણ એ ત્યાંથી દોડીને નીકળી ગઈ....

દાદી એ સંગીતા ને બે ત્રણ ગાલ ઉપર જોરથી મારી અને શૈલેષ પાસે બેસીને જોર જોરથી રડવા લાગ્યા...

દાદી એ ફોન કરીને પોલીસ ને બોલાવી લીધા ....

પોલીસ આવ્યા અને પૂતળાં ની જેમ ઊભેલી સંગીતા ના હાથમાંથી છરો લઈને હાથકડી પહેરાવી દીધી...ત્યારે સંગીતા ભાનમાં આવી હોય એમ બોલવા લાગી...

એકવાર મારા પતિ ને જાણ કરવા દો...આ માણસે મારી દીકરી ને વહેચી નાખી...
એ બોલી રહી હતી પરંતુ પોલીસ ને એની વાત ઉપર વિશ્વાસ આવતો ન હતો.... એણે સ્પીકર ઉપર રાખીને ફોન ઉપર વાત કરવા કહ્યું....

ત્યારે સ્નેહા ના પપ્પા દારૂ ના નશામાં બેઠા હતા અને એ કહી રહ્યા હતા... સ્નેહા સ્કૂલે ગઈ છે હમણાં આવતી જ હશે....

સંગીતા ને માનવામાં આવતું ન હતું એણે એકવાર જોવાની ઈચ્છા બતાવી...પરંતુ પોલીસ એની વાત માની રહી ન હતી ...

"પ્લીઝ એકવાર મને મળવા દો...એમ પણ હવે આખી જિંદગી તમે મને જેલમાં રાખશો એક વાર મળવા દો ...એક જ વાર...." એની આજીજી સાંભળીને પોલીસે રજા આપી અને ત્યાંથી નીકળીને સંગીતા ને ઘરે પહોંચ્યા ....

સંગીતા એ શૈલેષ એ આપેલી બધી ગિફ્ટ ની બેગ ભરી અને એની ફેંકી દેવા માટે સાથે લઈ લીધી...પહેલા પોલીસે આનાકાની કરી પરંતુ સંગીતા ને જોઇને લાગતું જ નહતું કે એ કોઈ બીજો ગુનો કરી શકે અને આ ગુનો પણ કોઈ કારણોસર કર્યો હશે એવું વિચારી રહ્યા હતા...

પતિ પત્ની ને એકલા વાત કરવાનો સમય માંગીને નશામાં ધૂત સ્નેહા ના પપ્પા એની મમ્મી સાથે ઝઘડો કરી રહ્યા હતા...

સ્નેહા આવી અને બહાર ઊભેલી પોલીસ ની ગાડી ને નજરઅંદાજ કરીને એ ઘરમાં આવી ....

સ્નેહા સાથે વાત કરીને સંગીતા બહાર આવીને જીપ માં બેસી ગઈ અને રડવા લાગી....

*

બોલતી બોલતી સંગીતા અત્યારે પણ રડી રહી હતી...

સ્નેહા ની આંખો માં પાણી હતુ...એને પોતાની ભૂલ સમજાય રહી હતી...
એને હજી થોડું સમજાતું ન હતું પરંતુ એટલું સમજાય ગયું હતું કે આ વાતમાં એના મમ્મી ની કોઈ ભૂલ નહતી...પોતાની દીકરી ને બચાવવા માટે એણે સુનિતા ને ભાગી જવા કહ્યું અને પોતે જેલમાં આવી....

"તો સુનિતા આંટી..."

"એ જીવે છે...

"ક્યાં છે એ..."

"એ મને ચોરી ચૂપકે મળવા આવી હતી પરંતુ એને પણ કોઈક મારી નાખવા માંગે છે એટલે છુપાઈ ને રહે છે....જે તને વહેંચવા માંગતો હતો એ પણ એને એક બે વાર નજર માં આવ્યો હતો પરંતુ એને ઝડપી ન શકી..."

સ્નેહા ને શું બોલવું કંઈ સમજાતું ન હતું....

"મને પણ કોઈક મારવા માંગે છે પરંતુ પોલીસ ની કેદ માં હું સુરક્ષિત છું...જીપ માં આવતી જતી વખતે ઘણીવાર મારી ઉપર ફાયરિંગ થયું છે પરંતુ ભગવાન એની પાસે બોલાવા માંગતો નહિ હોય જેના કારણે એનું નિશાન ચૂકી જાય છે..."
ભીની આંખે સંગીતા સહેજ હોઠ વાંકા કરીને હસી રહી હતી...

પછી કંઈ રીતે એના ઉપર કેસ ચાલ્યો ત્યારે છરા ઉપર સંગીતા અને શૈલેષ બંનેના ફિંગરપ્રિન્ટ હતા જેથી બીજું કોઈ ખૂન કરે એની ગુંજાઇશ ન હતી રહી...
એક બે વાર એને બહાર લઈ ગયા ત્યારે પણ એના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું એટલે પોલીસ ને જાણ થઈ ગઈ હતી કે કોઈક સંગીતા ને પણ મારવા માંગે છે એટલે એને જેલમાં જ સુરક્ષિત રાખી હતી...
એ બધું જણાવી રહી ત્યાં પોલીસ લેસિઝ કોન્સ્ટેબલ ત્યાં આવી પહોંચી ..

"ચાલો તમારો સમય પુરો થઈ ગયો છે..."

એનું બોલવાનું પૂરું કરે એ પહેલા જેલ ની અંદર પણ ફાયરિંગ થવાનું ચાલુ થયું...બધી દોડધામમાં સ્નેહા એના મમ્મી નો હાથ પકડીને બહાર ની તરફ લઈને આવી...
એવામાં પોલીસ સ્ટેશન ના દરવાજા તરફ થી આવતી ગોળી સડસડાટ સંગીતા ની છાતી ની આરપાર ધસી ગઈ...
બધા ઊભા થઈને સંગીતા પાસે આવ્યા...

"ભગવાને સાંભળી લીધું... બિચારી કેટલીક વાર બચી બચી ને રહેતી...." એક કોસ્ટબેલ બોલ્યો...

સ્નેહા એની મમ્મી ને જોતી રહી...

"સ્નેહા તને જોવાની મારી આખરી ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે જ અત્યારે...."

"મમ્મી..." આંખમાંથી ધારદાર નીકળતા આંસુ સાથે રડતી સ્નેહા બોલી...

"સુનિતા જીવે છે અને એ મુંબઈમાં જ આવેલ પ્રાણીસંગ્રાલય ની બાજુમાં ...."
સંગીતા ને બોલવામાં તકલીફ થઈ રહી હતી...

સ્નેહા ને કંઈ સૂઝ્યું નહિ શું બોલવું...એના મમ્મી નો હાથ પંપાળતી સ્નેહા રડી રહી હતી...

"મારા પછી એનો વારો છે એને બચાવજે .. એણે ઘણી મદદ કરી ....છે..."
"તું હવે કંઈ ખરું ખોટું મનમાં નહીં રાખતી ... તારી સાથે જે કંઈ થયું એના માટે હું જ જવાબદાર હતી...

"ના મમ્મી..."

સ્માઇલ કરતી સંગીતા એના છેલ્લા શ્વાસ લઈ રહી હતી...
બધા પોલીસ કોન્સ્ટેબલ આવીને સ્નેહા ને ત્યાંથી દૂર ખસેડી...હાથ માંથી એના મમ્મી નો હાથ છૂટતા એના મમ્મી ના પ્રાણ નીકળી ગયા...

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED