ગામ તળાવ (નિબંધ) वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગામ તળાવ (નિબંધ)

તળાવ નું વર્ણન આવે એટલે કલમ થોભે નહીં. કેટલી ભવ્યાતિભવ્ય પરંપરા ! સરોવર,તળાવ, જળાસય જેવા અલગ અલગ નામ સાથે ગામની દીકરીઓ,વહુ સૌ આખો દિવસ પાણી ભરવા જાય, કપડાં ધુએ,ન્હાય અને ઢોર ને પાણી પાવાનું સ્થળ તેમજ તળાવને કાંઠે ઉભેલા વટવૃક્ષને છાંયે બે ઘડી મંદ મંદ પવનની લ્હેરખી પામવાનું સ્થળ એટલે ગામનું તળાવ. ગામમાં કોઈ નવવધૂ કે કોઈ કન્યા આવી હોય તો ત્યાં ચર્ચા થાય, ગામના તમામ હવામાન સમાચાર બધાંને ટેલિવિઝન,છાપા વગર મળી જાય.કોઈ નું મૃત્યુ થયું હોય ડાઘૂ સ્નાન માટે આવે તો આખા ગામમાં ખબર પડી જાય.કેટલાય ભજન લોકગીતોમાં ગામ તળાવનું વર્ણન થયેલું છે."પાટણ ની પનિહારી તું છે મારી બેન, કયો મારગ અંજાર નો" જેવાં ગીતો આજે પણ ગાઈએ છીએ."દાદા હૉ દીકરી" લોકગીત અંદર ગાવાયું છે કે કોઈ ગામની પુત્રવધૂ તળાવના કિનારે બાંધેલા કુવામાં સિંચણીયે ઘડે પાણી સિંચતી પોતાનાં દુખડા ગાતી દર્દનાક વર્ણન આપણા તળાવ કાંઠે સાંભળવા મળે છે.કોઈ ઉત્સવ હોય ત્યારે વાજતે ઢોલ ગામની કુંવારી કન્યાઓ માથે બેડું લઇ પાણી ભરી સામૈયા કરતી, જુવાનિયાઓ રાસડા લેતા અને અબાલવૃદ્ધ સૌ જોવા ઉમટી પડે. ગામ તળાવ ના હોય તો તે ગામ ની શોભા ના દેખાય. દરેક ગામની ઉગમણી દિસા તરફ તળાવ હોય.ગામનું મુખ્ય દ્વાર પણ ઉગમણી દિશા તરફ હોય, ગામનો ચોક કે ગામની શાળા, મંદિર પણ તે તરફ જ હોય. ગામમાં આગંતુંક ને માટે રહેવા ધર્મશાળા હોય. તળાવને કાંઠે વિશાળ ચોક અને વિવિધ દેવ મંદિર હોય. પંખી માટે પરબ હોય. સ્નાન કરવા ધોબી ઘાટ હોય. પંખી માટે ચબુતરા હોય.તળાવ ને ફરતે પાકી સડક હોય તેની ફરતે વિવિધ ફૂલછોડ હોય અને સવાર સાંજ ટહેલવા માટે લોન બિછાવેલી હોય. બાંકડા હોય. વિવિધ પ્રકારના આર્ટિકલ સ્ટેચ્યુ હોય.વિવિધ છાયા શોભાનાં વૃક્ષ હોય.પંખી કલ્લોલ કરતાં હોય. સવારે ઉઠો એટલે મોરલાનો ટાહૂકો, કોયલનો મીઠો સૂર અને મંદિર માં આરતી ઝાલર નો પ્રભાતી રાગ સંભળાય ત્યારે આપણા મગજ ની નસ બધું ભૂલી પ્રકૃતિએ ખીલવેલી સુંદરતામાં આપણું દુઃખ ભુલાઈ જાય અને નવા ઉત્સાહ સાથે સવારથી જે કામ કરવાનું હોય તેમાં તલ્લીન થવાય. ગામ તળાવમાં બગલાં હંસ નાની નાની ટહેલતી માછલી, કરચલા,કાચબા,બતક નાં દર્શન થાય. નાનું બાળક ને આપોઆપ શિક્ષણ પ્રાપ્ત થાય. ઋષિમુનીઓની આ કલ્પના ખરેખર ખૂબજ દિવ્ય છે. તળાવ એ બારેમાસ પાણી સંગ્રહ કરવાનું અને આપણી ખેતી માટે જમીનમાં પાણી લેવલ રાખવાનું, મીઠું પાણી સાચવવાનું અને ખેતી માટે વાપરવા આવા જળાશય ખૂબજ ઉપયોગી છે.કોઈ ને ચીકણી માટી ની જરુર પડે, ઘર લીંપણ કરવું હોય, ચૂલો બનાવવો હોય તો તળાવ ની માટી ઉત્તમ છે. પહેલાંના સમયમાં અનાજ સંગ્રહ માટે કોઠી, મજૂહળા બનાવતાં કે જેમાં અનાજ માં જીવાત ના પડતી.કોઈ પવિત્ર કામ માટે આપણે તળાવ માં જઈ વિધિ વિધાન થતું. થાક્યા પાક્યા બે ઘડી ત્યાં જઈએ તો દિવસભર નો થાક અને વિચાર ગાયબ થઇ જાય. ચોમાસુ આવે એટલે ઉત્સવો ની હરમાળા સર્જાય.તરણ સ્પર્ધા થાય.તરવાનું શીખવા મળે. તળાવમાં કે જળાશય માં ન્હાવાનો એક અદકેરો આનંદ છે. પ્રકૃતિ નું સુદારત્તમ સ્થળ કોઈ હોય તો તે ગામ નું તળાવ છે. (માણસ નાક વગર કેવો લાગે? ) ગામ તળાવ એ ગામનું નાક છે.તેની પાળ પર બેસી પશુપાલક બેઠો બેઠો દુહા લલકરતો હોય ત્યારે તે દૃશ્ય હ્રદયંગમ્ય લાગે છે.દરેક ઋતુ માં આવતાં પક્ષી નું આશ્રય છે. જુના કાળ માં તળાવ માં વાવ ખોદાવતા દાનેશ્વરીઓ ની કથાઓમાં સાંભળીયે છીએ. પ્રેમી પંખીડા નું મિલન સ્થળ એટલે તળાવ છે. પાણી ની પનિહારિયો ની બે મોઢાની વાત વહેતી કરવાનું સ્થળ એટલે તળાવ છે.ગામને કૂવે નીર ખૂટે તો તળાવ માં વિરડા ગાળી ને આપણે તૃષા છીપાવી છે. દુષ્કાળ ના સમયમાં રાહત ના કામ માં તળાવ ઊંડું કરવામાં બે ફાયદા છે એક રોજગારી મળે બીજું તળાવમાં જળ સંગ્રહ પુરવઠો વધે. તળાવમાં કમળ ખિલે તો પૂજા માટે કામ લાગે. તળાવની બાજુની નકામી જગ્યાએ ફૂલ ફળ શાકભાજી ની ખેતી થાય અને દરેક ને તાજાં ફળ ફૂલ શાકભાજી રોજી મળે.માટે તળાવ ને સજીવન રાખો. આપણું બાળક તરવાનું શીખી નથી શકતો, આપણું બાળક કૂવે પાણી કેમ ભરવું તે જાણી નથી શકતો. આપણું બાળક ચોપડીમાં ઘોડ઼ો,ગધેડો જોઈ હકીકત માં રૂબરૂ નક્કી નથી કરી શકતો કે ઘોડ઼ો અને ગધેડું કોને કહેવાય.આપણું બાળક પક્ષી ને બૂક માં જુએ છે પ્રેક્ટિકલ જોઈ નથી શકતો. આપણું બાળક તંદુરસ્ત નથી કેમકે નદી તળાવે આપણે નહાવાની ટેવ પાડી નથી. આપણું બાળક ઝાડે ચડી શકતું નથી કેમકે તેને ઝાડવે ચડવાની આંબલી પીંપળી રમવાની ટેવ પાડી નથી. આપણા બાળક ને મોબાઈલ આપ્યો છે પરંતુ ગામ તળાવ નથી આપ્યું. આપણું બાળક ચીડિયું છે કેમકે તેને પ્રકૃતિ થી વેગળું કર્યું છે. આપણું બાળક ધારિયું,ધોકો,ભાલો, તલવાર, છરી, ગુપતી કુહાડી, કુહાડો જેવાં સાધનો વાપરી નથી શકતો કેમકે વાગી જવાની બીકે શીખવ્યું નથી. માટે તળાવ ને સાચવો.... માવજત કરો.... ગામને સુખી જોવું હોય તો ગામ તળાવ સ્વચ્છ રાખો.
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )