પ્રતિશોધ એક આત્મા નો - 1 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ એક આત્મા નો - 1


પ્રતિશોધ ભાગ 1

રાતના લગભગ અગિયાર વાગ્યા હતા . રોમીલ ખૂબ સાવચેતીથી માઉન્ટ આબુ ના ઘાટ પર ગાડી ચલાવી રહ્યો હતો . ડિસેમ્બરનો મહિનો ખૂબ ઠંડી વાળો ઘાટ ઉપર ખુબ ધુમ્મસ હતું. ગાડી ની લાઈટ પહોંચે ત્યાં સુધી નોજ રસ્તો સાફ દેખાતો હતો .લગભગ ચાલીસની સ્પીડે એ ગાડી ચલાવી રહ્યો હતો એની સાથે એની કોલેજના ચાર મિત્રો હતા વિકાસ, અનિલ ,ચાર્મી અને નિષ્કા .


પાંચ મિત્રો ન્યુ યર ઉજવવા અમદાવાદ થી માઉન્ટ આબુ જઈ રહ્યા હતા . ગાડીમાં ફુલ અવાજ સાથે મ્યુઝિક ચાલુ હતું . બધા મસ્તીના મુડમાં હતા .

રોમીલ ડ્રાઈવ કરી રહ્યો એની બાજુમાં વિકાસ બેઠો હતો. અચાનક એમણે જોયું એક બાઈ એના કેડ ઉપર એક નવ દસ મહિનાનું બાળક તેડી ને ગાડીની આગળ દોડી રહી હતી . ગાડી લગભગ ચાલીસની સ્પીડે દોડી રહી હતી એ બાઈ પણ ગાડીની આગળ એટલી જ ઝડપે દોડી રહી હતી . રોમીલ ગભરાયો ને એણે સ્પીડ ઓછી કરી ઊભી રાખવા જતો હતો ત્યાં વિકાસે મ્યુઝિક બંદ કર્યુ અને એને ટોક્યો " રોમિલ ગાડી ઉભી રાખતો નહીં કઈ ગડબડ છે કોઈ બાઈ છોકરુ તેડી આટલી ઝડપે દોડી ના શકે તુ સ્પીડ વધાર "

રોમિલ ને નીચે તડેટીની હોટલમાં જ્યાં જમવા બેઠા હતા એ શેઠની વાત યાદ આવી " સાહેબ રાતનો સમય છે ઘાટ ઉપર ક્યાંય ગાડી ઊભી રાખતા નહીં અહીં ઘણા કિસ્સા બને છે છેક ઉપર હનુંમાન દાદાનું મંદિર છે ત્યાં સામે એક હોટલ છે ત્યાં ચા પાણી કરજો "ત્યારે તો રોમીલને લાગ્યું ઉપરની હોટલ પણ આની જ હશે એટલે ડરાવે છે. રોમીલે ગાડીની સ્પીડ વધારી એ બાઈ ની દોડવાની સ્પીડ પણ વધી ગઈ કપડાથી રબારણ જેવી લાગતી એ બાઈ ને બધાં જોઈ રહ્યા હતા .

કોઈના મોઢામાંથી કોઈ શબ્દ નહતો નીકળી રહ્યો બધા ગભરાયેલા હતા. ગાડી ૬૦ ની સ્પીડે દોડી રહી હતી એ બાઈ પણ એટલી ઝડપે દોડી રહી હતી અચાનક એ બાઈ જમણી તરફ ખીણમાં છોકરા સાથે કુદી ગઈ. આ જોઈ ચાર્મી ના મોઢા માંથી ચીસ નીકડી ગઈ .

વિકાસે એને શાંત રેહવા કહ્યું રોમીલ નું ધ્યાન રોડ પરથી હટી ખીણ તરફ હતુ ને સામેથી એક ટ્રક ખુબ ઝડપથી આવી રહ્યો હતો વિકાસની નજર ટ્રક પર પડી ને એણે સ્ટેરીંગ પોતાની તરફ લીધું ને માંડ એકસીડન્ટ થતા બચી ગયા આ વખતે બધાના મોઢેથી ચીસ નીકળી ગઈ " રોમીલ રસ્તા પર ધ્યાન આપ " વિકાસે જોરથી રાડ પાડી ને રોમીલ આધાત માંથી બહાર આવી ગયો.

તરત હનુમાન દાદાનું મંદિર દેખાયુ ને રોમીલે સામે દેખાતી નાની હોટલ આગળ ગાડી ઊભી કરી . બધાએ શાંતીનો શ્વાસ લીધો થોડી વારમાં શું બની ગયું હતું કોઈને કાંઈ સમજાતુ નહોતુ ચાર્મી તો રડી રહી હતી . ૨ મીનીટ સુધી કોઈ કંઈ બોલ્યુ નહીં . " શાંત થા આપણે બધા સલામત છીએ ભગવાને બચાવી લીધા" નિષ્કા એ સાંત્વના આપતા ચાર્મી ને કહ્યું .

" વિકાસ યાર જબરી હિંમત છે તારામાં . તે બચાવી લીધા નહીં તો શું થયું હોત શું ખબર " રોમીલ ઉંડા શ્વાસ લેતા બોલ્યો .

" થેન્ક્સ યાર વિકાસ સારું થયું તું આગળ બેઠો .મારી તો બોલતી જ બંદ થવી ગઈ હતી .ચાલો હવે હોટલમાં જઈ ચા પીએ એટલે ખબર પડે આપણે જીવતા છીએ " અનિલ ના હૃદયના ધબકારા હજી શાંત નહોતા થયા .

"હા યાર ચાની તો સખત જરૂરત છે . આ હોટલ વાળો કદાચ આપણને કહી શકે કે આપણે જે કંઈ જોયું એ શું હતું " વિકાસ દરવાજો ખોલતા બોલ્યો .

ક્રમશ:

વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .

આમ તો મારી વાર્તાઓ સાદી અને સામાજિક હોય છે . ભૂતના વિષય ઉપર આ મારી પેહલી વાર્તા છે .તમારો પ્રતીસાદ મને જણાવશે આગળ લખવું કે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .