દૈત્યાધિપતિ - 25 અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૈત્યાધિપતિ - 25

સવારના ત્રણ વાગ્યા હતા. રાત સવારને પ્રેમ પત્ર લખી રહી હતી. આજે બરફ પડ્યો. સુધાએ કોઈ દિવસ બરફ પડતાં ન હતો જોયો. આધિપત્યમાં બરફ બારી નો હતી થતી. પણ અહીં તો તે કલાકથી પડી રહ્યો હતો. વાતાવરણ અસહ્ય ઠંડુ હતું. તેણે એક લાલ શાલ ઓઢી હતી. અને રાતની શ્વેતતા માં તે ખૂબ જ સુંદર લાગી  રહી હતી. અમેય તેની સામે બેસ્યો હતો. એ સુધા ને જોઈ રહ્યો હતો. અમેય ની પાછળ ઘણા ટ્રકના ડ્રાઇવરોએ પણ અહીં વિરામ લીધો હતો. તેમની પાછળ બે લોકો મદિરા પાન પશ્ચાત બબડતા હતા. સુધા, અને કોઈ પણ સભ્ય ઘરનો માણસ આવી જગ્યાએ આવતા પહેલા સો વાર વિચાર કરશે. પણ અમેય અહીં હતો. તો સુધા પણ અહી હતી. 

‘હવે આપણે શું કરીશું?’ સુધાએ પૂછ્યું. 

પ્લાસ્ટિકના ટેબલ પર સુધાનું જમવાનું હતું. ચાર બિસ્કિટ. એક ચા. અને પુલાવો. ઠરેલો વાસી પુલાવો જેમાંથી પેટ્રોલની દુર્ગંધ આવતી હતી. ના- અહીં સર્વે પેટ્રોલની બદબૂ આવતી. 

 ‘હવે. સ્મિતા થોડાક સમય માટે તારી જગ્યા લેશે.’

‘અને હું?’

‘ચાર દિવસ. સુધા, તારે.. દિલ્હી જવું પડશે.’

‘કેમ?’

‘મનસ્કારા અહીં છે -’

‘તો?’

શું? સુધા ઇચ્છતી હતી તેણે અપહરણ કરનાર લોકો તેણે છોડે નહીં? 

‘અમારે તેની સાથે કઈક કરવું પડશે. ત્રિયતનુ હમણાં જાહેર કરશે કે મનસ્કારા મૃત્યુ પામી છે. મનસ્કારાનું દેહ, તે ત્રિયતનુ ને આપવાનું છે. અને એ પણ જલ્દી. ચાર દિવસ માંજ. સ્મિતા અત્યારે ખૂબ જ ટેન્શનમાં છે. તેની આંખો તને ત્યાંજ શે, તું ભાગી શકીશ!’

‘તો હું નાસી જવ?’

‘બિલકુલ.’

‘પાક્કું?’

‘પાક્કું? શું બોલે છે તું?’

‘અને સ્મિતાને ખબર પડિ તો?’

‘તે તો પડશેજ. પણ તને નાસી જવા દેવી તે મારા હાથોમાં ન હતું. તું તારી જાતે નાસી છું.’ 

‘અને જો એને ખબર પડી ગઈ તો?’

‘નઈ પડે. સુધા, જસ્ટ ગો!’

સુધાએ પુલાવ લીધો. આમ તો સારો હતો, પણ આ જમવાનું ક્યારે પણ વિષ નું કામ કરવા સક્ષમ હતું.

‘પછી?’

‘પછી શું?’

‘પછી તું મને નહીં મળે ને?’

‘જો સ્મિતા તને અમારા રીસેપ્શનમાં બોલાવશે તો જરૂર મળીશ.’ તે હસવા લાગ્યો. 

‘પણ હું જઈશ કઇ રીતે?’

‘ગાડીમાં.’ 

‘કોની સાથે?’

‘એકલા.’

‘મને ગાડી નથી આવડતી.’

‘બિલકુલ આવડે છે.’

‘મતલબ?’

‘ચલ.’ 

તેઓ પહાડી રસ્તા બાજુ ઊભી એક સફેદ ગાડી પાસે ગયા. સુધા ડ્રાઇવર સીટ પર બેસી. અને અમેય તેની પાછળ. 

‘દરવાજો બંધ કરો. પછી કાચ જોવો. વિલ પર હાથ મૂક. - આ ગાડીમાં ગેર ન હતા - અને બટન પ્રેસ કર.’

સુધા એ આ બધ્ધુંજ કર્યુ. 

‘સુધા તને ખબર છે, આ મનાલી શિમલા હાઇવે પર ભારતના સૌથી વધુ એક્સિડેન્ટસ થાય છે.’

ત્યાં તો ગાડી પોતેજ ચાલુ થઈ ગઈ. ‘હવે બાજુમાં આપેલા સ્ક્રીન પર દિલ્હી લખ. ડિસ્ટન્સ અને ડેસ્ટિનેશનમાં આવશે- હા તેજ. હવે ગો આપી જો.’ 

સુધાની ગાડી ખુદ જ ચાલવા લાગી. ત્યાં તો તેણે ટર્ન લીધો. અને અમેય બોલ્યો, ‘બાજુમાં જો.’ 

‘ડ્રાઇવિંગ લાઇસન્સ છે.’ 

‘બિલકુલ. તે સ્મિતાનું છે. હવે તે તારું છે. તું કોણ છે?’

‘સ્મિતા રાઠવા.’

‘બિલકુલ.’ 

ચાલતી ગાડીમાંથી અમેય બહાર નીકળી ગયો, અને બહારથી હવા સુધાના ચેહરા પર આવી. દરવાજો બંધ થયો. ત્યાં તો અમેય કાચમાં દેખાયો. તે ઊભો હતો, તેના બંનેવ હાથ હવામાં હતા. તે સુધાને હાથ હલાવી આવજો કહી રહ્યો હતો. 

ક્ષણ.. બે ક્ષણ અને તેની છબી લુપ્ત થઈ ગયો. તે બસ.. જતો રહ્યો. જતો રહ્યો?

ગાડી હજુ ચાલતી હતી. અને સુધા તેના રસ્તા પર હતી. દિલ્હી જવા. સ્વાતંત્ર તરફ. 

આધિપત્ય તરફ. સ્મિતા.. અમેય.. ખુશવંત, સાથે સાધન અને પ્રતિક અને ગીતાંજલિ પણ. સર્વ તેના અંતે?

બસ. શું આમ પતી ગયું. શું હતું આ? અપહરણ?

આવું અપહરણ ન હોય શકે. 

તે ઉપર જઈ રહી હતી. ગાડીની બહારનો રસ્તો ડરાવનો હતો.  પેટ્રોલ પતી ગયું તો?

સુધાને તો વાત કરતાં પણ નહીં ફાવે. તે ગાડીને જોવા લાગી. બધા ખાન ખાલી હતા. બાજુમાં પણ ડ્રાઇવર લાઇસન્સ સિવાય કશુંજ ન હતું. ત્યાં તો તેની સીટ નીચે થી તેણે એક ફોન સંભળાયો. 

ફોન સ્મિતાનો હતો. કોલ અમેય નો હતો. 

‘હલ્લો?’ અમેય બોલ્યો. 

‘અમેય?’ 

‘સુધા, આ ગાડીમાં પેટ્રોલ પુરાવવાનું નહીં થાય. ચિંતા ન કર.’

‘..’

‘સુધા?’

‘હા?’

‘હું ફોન મૂકું છું.’

‘તો મૂક ને.’

‘બાઈ.’ 

‘આવજે.’ 

ફોન કપાઈ ગયો. હવે શું તે આમને આમ બેસી રહે? ના. તેણે કઈક તો કરવું પડશે ને. 

તે બે ક્ષણ માટે તો શાંતિ થી બેસી રહી. સુધાંને ઊંઘ આવતી હતી. આમ ચાલતી ગાડીમાં ઊંઘી જવાય? કોઈ જોશે તો? પોલીસંએ ફોન કર્યો તો?

સ્મિતા એ એક છોકરીને મારી નાખી હતી. ના, તે તો સુધા હતી. પણ ડ્રાઈવર લાઇસન્સ તો સ્મિતાનું છે. 

અમેયને ફોન કરું? સુધાએ વિચાર્યુ. 

ના. આવજો કઇ દીધુ. તો શું? કોઈ ફરી થી સામે આવી ગયું તો તો કરવોજ પડશે ને. નિર્ભય થા. તેમાં શું રાખ્યું છે? રમકડાંની ગાડી જેવી ગાડી છે. અને આ રસ્તા? લાઇટ પણ નથી. 

પણ ગાડીને  ક્યાં લાઇટની જરૂર હોય?

હોય? સુધા એવા ગામડા માંંથી આવી છે જ્યાં ગાડી ને જોવા સ્કૂલોમાંથી કુદકા મારી આવતા. અને આ તો? ફોન વાગ્યો. 

કોઈ ફોટો હતો. મનસ્કારાનો. ત્રિયાતનુએ મોકલ્યો હતો. હા, એજ હોય શકે. નીચે લખ્યું હતું, ‘રિમેમ્બર માય કન્ડિશન, ડાર્લિંગ.’ 

હાય, હાય. આ કઇ કરશે તો? અમેય અને સ્મિતાને ભરાઈ દેશે તો?

આ વિચારતા સુધાને પણ અમેયની જેમ ગાડીમાંથી કુંદવાની ઈચ્છા થઈ હતી. ઈચ્છા હતી તે કુદી નાસી જાય. પછી દોડે. ફોન લઈ જાય, તે કોઈને ફોન કરશે: અમેય ને. તે બચી શકશે. આ મુસીબતનો પણ અંત આવશે. 

પણ સુધાએ જે કર્યુ, તેણા કારણે ઘણું બધુ થયું. તેની ક્રિયાનો પડઘો દૂર સુધી સંભળાયો. 

અંતે, આપણે જે કરીએ, તે ભોગવીએ છીએ. કદાચ તેટલેજ તે અત્યારે મૃત્યુ પામી છે? હોય શકે. 

તે ગાડીમાં બેસી રહી. અને સૂર્યોદય જોતાં ઊંઘી ગઈ. 

ગાડી માંથી ન ઉતરી. 

દિલ્હી ગઈ. 

કોઈ જમાના જૂની સુધાએ આને કાયરતા કહી હતી. પણ આ સુધાએ નહીં.