અવંતિકા - 6 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અવંતિકા - 6

( અગાઉ જોયું કે અવન્તિ ના સાસરે વિચિત્ર ઘટનાઓ બની રહી છે,આશિષ પણ એક કાને બહેરો થઈ ગયો,વંશ તેની બહેન ની સાસરી માં આપવમાં આવતા દુઃખ વિશે જાણી ને દુઃખી થાય છે,અને રોહન અને ઉષ્મા ના ઘર માં પણ એક વિચિત્ર ઘટના બને છે,હવે આગળ...)

આશિષ નું એક કાને બેહરા થઈ જવું,હવે અમિત અને તેના ઘર ના ને વધુ પરેશાન કરે છે,અને તેના ઘર ના પણ બહુ બી જાય છે,બીજી તરફ અવન્તિ ને ગાયબ થયા દસ દિવસ થવા આવ્યા ,પણ તેની ભાળ મળી નથી...

રોહન અને ઉષ્મા જ્યારે ભાન માં આવ્યા ત્યારે સવાર થઈ ચૂકી હતી, અને તેના મમ્મી એ બંને ને જગડતા હતા,બંને એ બાબત થી ડરેલા હતા,કે આખરે રાતે હતું શું?અને શું અવંતિકા મરી ગઈ છે?એક જ ઘર માં હોવા છતાં એમના ઘરના એ કેમ કોઈ અવાજ નહિ સાંભળ્યો હોઈ?કે પછી કાલે જમવા સમયે તેની વાત થઈ હતી તો એ મન નો વહેમ હતો?કેટલાય સવાલ એ બંને ના મન માં ઘૂમતા હતા
રોહન અને ઉષ્મા એ વંશ ને ફોન કરી ને મળવા બોલાવ્યો.

રોહન ઉષ્મા અને વંશ એક કાફે માં ભેગા થયા,જ્યાં રોહને કાલ રાતે બનેલી ઘટના ની વાત કરી,વંશ પણ આ સાંભળી ને ચિંતા માં પડી ગયો,તેને તે બંને ને સાંત્વના આપી ને આની પાછળ નું કારણ શું છે,એ જાણી ને રહીશ એમ કહી ને એ ત્યાં થી નીકળો..

વંશ સીધો અવન્તિ ના સાસરે ગયો,ત્યાં અમિત એની નોકરી પર જ જતો હતો,અને આ રીતે વંશ ને આવેલો જોઈ તે ચિંતા માં પડી ગયો,

"મારી બેન ક્યાં છે?કેટલા દિવસ થઈ ગયા હજી પાછી નથી આવી?ક્યાંક એવું તો નથી ને કે તમે એને મારી નાખી હોઈ?"વંશે સીધો અમિત માથે પ્રશ્નો નો મારો ચલાવ્યો

અમિત વંશ ના આવા પ્રશ્નો ના પ્રહાર થી મૂંઝાઈ ગયો, અને પછી શાંતિ થી બધી વાત કહેવા કહ્યું,ત્યારે વંશે રોહન અને ઉષ્મા સાથે બનેલી ઘટના કહી,આ સાંભળી અમિતે પણ તેના ઘર માં બનતી અજીબોગરીબ ઘટના વિશે કહ્યું,
બંને મૂંઝવણ માં પડી ગયા,અને હવે કોઈક પંડિત ને પૂછવાનું વિચારી જુદા પડ્યા,અને ત્યાં સુધી આ વાત વંશે ઘરે ના જણાવવાનું નક્કી કર્યું...

વંશ તેના ઘરે નીકળી ગયો,અને અમિત પણ રોહન સાથે બનેલી ઘટના વિશે વિચારતો તેની ઓફિસે ગયો,હવે આ વાત તેના પપ્પા એ સાંભળી લીધી,એટલે તેમના તો બીક ના માર્યા બુરા હાલ હતા,એટલે તે પણ હમણાં આવું છું કહી ઘર ની બહાર નીકળી ગયા,અને અમિત ના મમ્મી રસોડા માં કામ કરતા હતા,અચાનક એકદમ જ આશિષ ના રૂમ માં થી રાડો સંભળાવા લાગી,અને તેના રૂમ નું બારણું પણ બંધ હતું,તેની મમ્મી એ બહુ ખખડાવ્યું,અંતે એક પાડોશી ની મદદ થી બારણું તોડી નાખ્યું,પણ અંદર નું દ્રશ્ય જોઈ તેમને ચક્કર આવી ગયા...

વંશ અમિત ના ઘરે થી નીકળી રોહન ને ફોન પર બધી વાત કરે છે કે તેની બહેન ના સાસરે પણ કેવી કેવી ઘટના બની રહી છે,આ વાત થી બંને જણા એવું વિચારે છે કે અમિતે અવન્તિ ને મારી નાખી હોઈ અને હવે અવન્તિ આપડા બધા સાથે બદલો તો નથી લેતી ને?કેમ કે અવન્તિ ની એ દશા રોહન ઉષ્મા અને વંશ ને લીધે થઈ હતી, પોતાના પપ્પા ની નજર માં ઉંચા આવવા વંશે કરાવેલ નાટક નો ભોગ અવન્તિ બની હતી,જો તે દિવસે ઉષ્મા એની કોફી માં ઊંઘ ની ગોળી ના નાંખત તો એ કોલેજ માં સુઈ ના જાત,અને રોહન તો ફક્ત એની પાસે પાંચ જ મિનિટ બેઠો હતો,પણ હવે શું?હવે તો કોઈ રસ્તો દેખાતો નહતો..

આશીષ ના રૂમ નો દરવાજો તોડ્યા પછી,એ પાડોશી એ તેના મમ્મી ને માંડ સાંભળ્યા,અને અમિત ને ફોન કરી ને બોલાવ્યો,તેના પપ્પા પણ ત્યારે જ બહાર થી આવ્યા,અને અમિતે જોયું કે આશિષ નો એક પગ પંખા સાથે બાંધી દીધો છે,અને તેને ચેહરા પર ઘણું લોહી નીકળું છે,અમિત અને એના પાડોશી એ મળી ને આશિષ ને ઉતાર્યો,તે ખૂબ જ ડરી ગયો હતો,અને ડર ના માર્યા તેના મોઢા માંથી એક શબ્દ નીકળતો નહતો,તે ફક્ત છત સામે જ જોયા કરતો હતો,અંતે અમિતે તેને સાંત્વના આપી ને પૂછ્યું કે આ થયું કેમ?

"મને કાઈ જ ખબર નથી ,હું તો મારા રૂમ માં સૂતો હતો, અચાનક ક્યાંક થી આખા રૂમ માં કાળો કાળો ધુમાડો થવા લાગ્યો,અને હું હજી ઉભો થવા જાવ એ પેલા જ કોઈ એ મારો પગ ખેંચી ને મને પંખે ટીંગાળી દીધો,મને કાઈ જ દેખાતું નહતું,પણ મને પંખે લટકાવ્યો,ત્યારે એક કાળો પડછાયો મારી આસપાસ ફરતો હોઈ તેવું મને લાગ્યું ભાઈ મને બચાવો "આટલું બોલી આશિષ રોવા લાગ્યો...

અમીત પણ વિચાર માં પડી ગયો કે આવું કોણ કરી શકે,ત્યાં જ એના પપ્પા એ રોહન અને ઉષ્મા ની વાત બધા સામે કહી,હવે તો બધા ના જીવ અધ્ધર થઈ ગયા,આશિષ તો એ હદે બી ગયો હતો કે તેને તો આ ઘર છોડી ને જવાનું કહ્યું..

અમિત તેના રૂમ માં ગયો,પણ તેને પણ મન માં બીક તો હતી જ,આજ પહેલીવાર તેની દીકરી એ રૂમ માં સૂતી હતી તો એ પોતાને સુરક્ષિત માનતો હતો,થોડીવાર માં અમિત ફ્રેશ થઈ ને તૈયાર થતો હતો ,તે અરીસા માં જોઈ ને પોતાના વાળ સરખા કરતો હતો,પ...ણ આ... શું આ અરીસા માં બીજું કોણ હતું???

કોણ છે,જે આશિષ ને આવી રીતે હેરાન કરે છે? અમિતે ને અરીસા માં કોણ દેખાતું હતું?? આ બધા નો જવાબ આવતા અંક માં જોઈશું....

✍️ આરતી ગેરીયા....રેટ કરો અને રિવ્યુ આપો

Nishita

Nishita 2 માસ પહેલા

Vijay

Vijay 9 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 9 માસ પહેલા

Chetna Bhatt

Chetna Bhatt 9 માસ પહેલા

Krupa Dave

Krupa Dave 9 માસ પહેલા