અવંતિકા - 5 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અવંતિકા - 5

(આગળ ના ભાગ માં જોયું કે બે દિવસ થવા છતાં અવન્તિ ઘરે નથી આવી,એના પપ્પા એ પોલીસ કમ્પ્લેન કરી,અને એ દરમિયાન એને અવન્તિ ના સાસરા ની સચ્ચાઈ જાણવા મળી,અવન્તિ ના ઘર માં તેના સાસુ ને અજીબોગરીબ અનુભવ થાય છે,હવે આગળ.)

અવન્તિ ના સાસુ જોવે છે,કે વારે વારે ઘર સાફ કરવા છતાં ઘર ફરી ગંદુ થઈ જાય છે,જ્યારે ઘર માં કોઈ છે નહિ એટલે હવે તેમને ઘર નું બારણું બંધ કરી ને સફાઈ કરી ને રસોડા માં કામ કરવા જાય છે, થોડી વાર માં આખા ઘર માં કાળા કાળા પગલાં દેખાઈ છે,અને આખા ઘર માં ખૂબ જ ખરાબ વાસ આવે છે.અવન્તિ ના સસરા આ દુર્ગંધ ક્યાં થી આવે છે તે જોવા આવે છે અને એમની ચીસ નીકળી જાય છે,આખું ઘર કાળા પગલાં થી ભરેલું હોઈ છે,બંને સાથે મળી તેને સાફ કરવા લાગે છે,પણ તેમનું ધ્યાન જેવું પોતા ના પાણી માં પડે છે,તો તે પાણી કાળું થવા ને બદલે લાલ લાલ દેખાય છે,જાણે કે લોહી....

જ્યારે અમિત અને આશિષ ઘરે આવ્યા ત્યારે તેના માં-બાપે તેમને આજ ના દિવસે ઘટિત બધી ઘટના કીધી પણ બંને ભાઈ ઓ એ તેને મજાક માં ઉડાવી દીધી,અને તમારો વહેમ છે,એમ કહી દીધું...

એ રાતે ફરી અમિત ના પપ્પા પાણી પીવા જાગ્યા,તેઓ રસોડા માં પાણી પીતા હતા,ત્યાં જ એકાએક રસોડા ના બધા વાસણ નીચે પડવા લાગ્યા,અને એકદમ અવાજ થવાથી ઘર ના બધા જાગી જાય છે,અને રસોડા માં આવે છે,ત્યાં નું દ્રશ્ય જોઈ ને બધા ખૂબ જ ડરી જાય છે,કેમ કે અમિત ના પપ્પા રસોડા માં પડી ગયા છે,અને તેના પર એક પછી એક વાસણ એમ પડતા હોય છે,જાણે કોઈ એમના પર એ વાસણો નો ઘા કરતું હોય,અમિત અને આશિષ હિંમત કરી ને રસોડા માં ગયા અને તેના પપ્પા ને ઉભા કર્યા,અને એકદમ સાવ શાંતિ થઈ ગઈ..

રાત ની એ ઘટના થી બધા બહુ ડરી ગયા હતા,એટલે એક જ રૂમ માં સાથે સુઈ ગયા,પણ ધારા ..એને તો કોઈ એ યાદ ન કરી,હજી રાત ની એ વાત ની કળ નહતી,વળી ત્યાં જ સવારે અમિત ના મમ્મી એ ચીસાચીસ કરી મૂકી, બધા દોડી ને રસોડા માં ગયા તો જોયું કે રાતે વાસણ નીચે પડેલા હતા,અને અત્યારે ત્યાં કાઈ જ નહતું,બધું જેમ નું તેમ જ હતું..

હવે આવી ઘટના લગભગ રોજ બનતી,કોઈ ને સમજાતું નહિ આમ શુકામ થાય છે, આ બધા ની બીકે અમિત તો આખો દિવસ ઓફિસે જતો રહે રાતે મોડે થી જ આવે, અને આશિષ પણ આખો દિવસ ક્યાંક રખડતો રહેતો,
અવારનવાર આવું બનવાથી એક વાર અમિતે આશિષ ને પૂછ્યું..

"અવન્તિ ના ગુમ થવા પાછળ તારો હાથ તો નથી ને"

"અરે ભાઈ તમને મારા પર વિશ્વાસ નથી,હું એમને શુ કામ ગુમ કરું?"

અમિત ને કાઈ સમજાતું નહતું,આજ આઠ આઠ દિવસ વીતવા છતાં અવંતિકા ના કોઈ ખબર નહતા,ઉપર થી ધારા ની જવાબદારી,પોલીસ નું ટોર્ચર અને ઓછું હતું એમ આ બધી ઘટનાઓ નું બનવું...

એવા માં એક દિવસ આશિષ એના રૂમ માં સૂતો હતો,અચાનક રાતે કોઈ એ તેને બોલાવ્યો,બહુ ધીમે ધીમે અવાજ આવતો હતો,આશિષ ને જાણે કાન માં કોઈ ગલગલીયા કરતું હોય એવું લાગ્યું અને અચાનક જ આશી....ષ એવી કોઈ એ જોશ થી ચીસ પાડી અને આશિષ જાગી ગયો,એ ચીસ ની તીવ્રતા એટલી હતી,કે આશિષ નો એ કાન નકામો થઈ ગયો,એટલે તે એક કાને બહેરો થઈ ગયો,સવારે એના મમ્મી પપ્પા જ્યારે આશિષ ને બોલાવવા આવ્યા તો તે બેભાન હાલત માં પડ્યો હતો..

આ તરફ અવન્તિ ના પપ્પા ચારેકોર અવન્તિ ની શોધ માં લાગેલા હતા,વંશ ખાલી અવન્તિ ને એના પપ્પા ની નજર માં નીચી દેખાડવા માંગતો હતો,પણ એને અવન્તિ પ્રત્યે થોડો ભાવ ખરો,એટલે એ પણ ચિંતા માં હતો,રોહન અને ઉષ્મા એ લગ્ન કરી લીધા હતા,અને તે પોતાના હનીમૂન પર થી પાછા આવ્યા હતા,વંશ રોહન ને મળ્યો અને તેને અવન્તિ અને એના પર થયેલા અત્યાચાર ની વાત કહી,પણ રોહન ને તો અવન્તિ ના મળી એટલે તે મનોમન ખુશ થયો કે એ હતી જ એ લાગ ની..

રોહન અને ઉષ્મા પોતાના આલિશન ઘર માં પોતાના નવા લગ્ન જીવન ની શરૂઆત કરવા જઈ રહ્યા હતા,તે રાતે ઉષ્મા એ ખીર અને પુરી બનાવ્યા હતા,જે રોહન ને ખૂબ જ પસંદ હતા,જમતા જમતા રોહને વંશ સાથે થયેલી વાત ઉષ્મા ને કહી,ઉષ્મા ને થોડું દુઃખ થયું કે પોતે શા માટે આવું કર્યું,પણ રોહન સામે કેવાની હિંમત ન થઈ,જમી ને રોહન તેના રૂમ તરફ ગયો,પણ ઉષ્મા એ થોડીવાર પછી આવવાનું કહ્યું...

લગભગ પંદર મિનિટ પછી રોહન તેના રૂમ માં ગયો,તે
રૂમ માં ઘણી બધી મીણબત્તી રાખવામાં આવી હતી,અને દરેક મીણબત્તી ની આસપાસ ગુલાબ ની પાંદડીઓ રૂમ આખો ગુલાબ ની સુગંધ ની મહેકતો હતો, અને ઉષ્મા તેના બેડ પર બેઠી હતી,ઉષ્મા રોહન તરફ પોતાની પીઠ કરી ને બેઠી હતી,અને જેવી રોહને તેને બોલાવી તે ઉભી થઇ અને પોતાનું શરીર ચક્રાસન ની જેમ બેવડું વાળ્યું ,પ...ણ આ...શુ...ઉષ્મા ની જગ્યા એ આ કોણ હતું,અને એ તો એવી જ સ્થિતિ માં બેડ માં ચાર પગે ચાલતી હતી,એની લાલ આંખો માં થી લોહી વહેતુ હતું,તેનો ચહેરો સાવ ધોળો અને ફિક્કો લાગતો હતો,અને હોઠ એકદમ કાળા પડી ગયા હતા,અને તે ચારપગે જ રોહન તરફ હસતી હસતી આવતી હતી,વાળ વિખાયેલા અને અવાજ ભારે ભરખમ,અ...રે અ...રે આ તો અવંતિકા,અને રોહન ના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ ,તેની ચીસ સાંભળી બાથરૂમ માં રહેલી ઉષ્મા બહાર આવી તેને જોયું રોહન ફર્શ પર બેભાન પડ્યો હતો, અને સામે અવંતિકા કે એનું ભૂત? તે પણ અવંતિકા નું આવું રૂપ જોઈ તે પણ ડરી ગઈ,
અને તે પણ બેભાન થઈ ગઈ...


અવન્તિ નું ગાયબ થવું,એના સાસરે આ બધી ઘટના બનવી,અને રોહન અને ઉષ્મા ના ઘરે પણ આ કોણ આવ્યું !આ બાબતો કઈ તરફ ઈશારો કરે છે,વાંચો આગળ ના ભાગ માં....

✍️ આરતી ગેરીયા.....રેટ કરો અને રિવ્યુ આપો

Bhavesh Sindhav

Bhavesh Sindhav 9 માસ પહેલા

Vijay

Vijay 9 માસ પહેલા

Vishwa

Vishwa 9 માસ પહેલા

Krupa Dave

Krupa Dave 9 માસ પહેલા

Hardas

Hardas 9 માસ પહેલા