અવંતિકા - 2 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અવંતિકા - 2

(દસ વર્ષ ની અવંતિકા તેની મા ના ગુજરી ગયા પછી, નવી માં અને ભાઈ સાથે રહે છે,પણ એની સુંદરતા અને હોશિયારી ના વખાણ એના ભાઈ થી સહન થતા નથી,અને તે એના એક ફ્રેન્ડ સાથે મળી ને એક પ્લાન બનાવે છે..)

અવંતિકા જરાપણ ડર્યા વગર અંદર જાય છે,અંદર એક નાની એવી લાઈટ નું આછું અજવાળું પડતું હોય છે,પણ ત્યાં કોઈ હોતું નથી,અવંતિકા સર સર ના નામ ની બૂમ પાડે
છે,પણ કોઈ જવાબ આવતો નથી,અવંતિકા ત્યાં થી ચાલી
જાય છે,પણ જેવો તે દરવાજો ખોલવાની કોશિશ કરે છે, તે ખૂલતો નથી જાણે કોઈ એ બહાર થી બંધ કરી દીધો હોઈ,અવંતિકા બારણું ખેંચવાની કોશિશ કરે છે,પણ નથી ખુલતું,અને પછી અચાનક જ ધડામ કરતો અવાજ આવે છે,અવંતિકા પાછળ જોવે છે,ત્યાં કોઈ નથી હોતું,તે ફરી બારણું ખોલવાની કોશિશ કરે છે,પણ આ ..શું?બારણું તો આરામ થી ખુલી જાય છે...

અવંતિકા ઝડપથી કેન્ટીન માં જાય છે,જ્યાં તેનો ભાઈ ને ફ્રેન્ડ બેઠા હોય પણ ત્યાં તો કોઈ હોતું નથી,કેન્ટીન પણ બંધ થઈ ગઈ હોય છે,રોજ અવંતિકા અને વંશ એક જ સ્કૂટર પર આવતા હોવાથી હવે ઘરે કેમ જવું,એ વિચાર આવે છે,એટલા માં જ ત્યાં વંશ નો એક ફ્રેન્ડ આવે છે..

"અરે અવન્તિ! તું અહીં,ઘરે નથી ગઈ?"

અવન્તિ ને વંશ નો આ ફ્રેન્ડ જરાપણ નથી ગમતો પણ અત્યારે મજબૂરી વશ તે એની સાથે વાત કરે છે..

"રોહન વંશ અને બીજા બધા ક્યાં ગયા?"

"એ બધા તો ઘરે ગયા તું ક્યાં હતી?"

"વંશ ને પણ એમ જ થયું કે તું ચાલી ગઈ છે,તો એ પણ જતો રહ્યો"

"અરે મને તો સર બોલાવતા હતા તો હું ત્યાં ગઈ તી" અવન્તિ ને મનોમન ખૂબ જ ગુસ્સો આવતો હતો..

" તું કે તો હું તને મૂકી જાવ"અવન્તિ ને કમને તેની સાથે ઘરે જવું પડ્યું,

રોહન પેલા તો આરામ થી તેનું બાઇક ચલાવતો હતો,પણ જેવું અવન્તિ નું ઘર નજીક આવ્યું તેને સ્પીડ વધારી અને બરાબર તેના ઘર પાસે એકદમ જોર થી બ્રેક મારી,જેથી અવન્તિ એ બેલેન્સ ગુમાવતા રોહન ને પકડવો પડ્યો, બરાબર આ જ સમયે તેના પપ્પા એ તેને જોઈ,તેમને જરા અજુગતું લાગ્યું,તેમને અવન્તિ ને પૂછ્યું,

"આ કોણ હતું?અને આજે કેમ ભાઈ સાથે ના આવી?"

અવન્તિ કાઈ જવાબ દે એ પેલા વંશ બોલ્યો

"અરે હા અવન્તિ તું ક્યાં ગઈ હતી,મેં તને કેટલી ગોતી?"

"ભાઈ હું સર ને મળવા ગઈ હતી"

" પણ કોલેજ પછી તો બધા સર ચાલ્યા ગયા હતા,તું કોને મળવા ગઈ હતી?"

"એ સર ત્યાં જ હતા થોડું કલાસ નું કામ હતું"એમ કહી અવન્તિ તેના રૂમ માં ચાલી ગઈ.તે પોતે પણ વિચાર કરતી હતી,કે કોઈ હતું નહીં ત્યાં તો પછી મને કોને બોલાવી હશે?અવન્તિ હજી પણ તેની નવી માં સાથે એટલું બોલતી નહિ,અને તેના પપ્પા ને તે હંમેશા ખુશ જોવા ઇચ્છતી હતી એટલે કયારે પણ વંશ ના તોફાનો વિશે ઘર માં જાજું બોલતી નહિ.

બે દિવસ પછી ફરી,એકવાર વંશ નીકળી ગયો,અને અવન્તિ ને રોહન સાથે આવવું પડયું,આ વખતે પણ રોહને એવું જ કર્યું કે અવન્તિ ના ઘર પાસે બધા ને એવું લાગે કે એ બંને વચ્ચે કાઈ ચાલી રહ્યું છે,એના પપ્પા એ પણ એ જોયું,પણ અવન્તિ એક જ વાત કહેતી કે ના એવું કંઈ નથી,હવે તો તેની મમ્મી ને પાડોશી આવી વાતો કહી ને મેહણા મારતા,એટલે એ પણ એના પપ્પા ને હવે અવન્તિ ના લગ્ન કરાવવાનું કહેતા.

અવન્તિ ને ભણી ને કોઈ બેંક કે કોઈ કંપની માં કામ કરવું હતું,તેની ઈચ્છા પોતાની એક અલગ ઓળખ બનાવવાની હતી,આ સાથે તેને સ્વિમિંગ નો પણ શોખ હતો,ઘણી નાની
સ્પર્ધા માં તેને ભાગ લીધો હતો,અને ઇનામ જીત્યા હતા, પણ પછી ભણવા ને કારણે તેમાં આગળ ના વધી શકી,એ ઉપરાંત તેને રસોઈ કરવી પણ ગમતી,તે જ્યારે પણ દુઃખી હોઈ કે તેની મમ્મી યાદ આવે ત્યારે તે કોઈ ને કોઈ નવી ડિશ બનાવી ને રિલેક્સ થતી..

એવા માં એકવાર વંશ કોલેજે નહતો આવ્યો,બ્રેક માં બધા કેન્ટીન માં બેઠા હતા,થોડીવાર પછી અવન્તિ અને તેની ફ્રેન્ડ ઉષ્મા ત્યાં થી કલાસ તરફ જવા નીકળ્યા,ઉષ્મા દેખાવ માં સામાન્ય અને એક મિડલ કલાસ ફેમિલી ની છોકરી હતી, પણ તેના સપના ઉંચા હતા,અને તેને પૈસાદાર છોકરાઓ ની સાથે દોસ્તી કરવી ગમતી,તે બંને કલાસ તરફ જતી હતી,વચ્ચે ઉષ્મા એ કામ છે,આવું એમ કહી ત્યાં થી ચાલી ગઈ,અવન્તિ સીધી તેના કલાસ માં ગઈ કલાસ માં કોઈ જ આવ્યું નહતું,અને ખબર નહિ પણ અવન્તિ ને થોડીવાર માં આખો ભારે થવા લાગી અને તે ત્યાં જ માથું ઢાળી સુઈ ગઈ,થોડીવાર પછી જ્યારે તેની આંખ ખુલી તો દરવાજો કોઈ જોર જોર થી ખખડાવી રહ્યું હતું,અને તેની બાજુ માં ફક્ત રોહન હતો,તે ચમકી રોહન મારા કલાસ માં કેમ?તે દોડી ને બારણાં પાસે ગઈ અને ત્યાં જોયું તો અર્ધી કોલેજ ત્યાં હતી,તે મૂંઝાઈ ગઈ અને સાથે જ રોહન પણ ત્યાં આવ્યો,બધા ની સામે તેને અવન્તિ સામે આંખ મિચકારી ને ત્યાં થી જતો રહ્યો, અવન્તિ હજી કાઈ સમજે એ પેલા જ તેના પ્રિનિસિપાલે તેને કોલેજ માં થી રદબાતલ કરી દીધી,અવન્તિ રડતી હતી
કે મારો કોઈ જ વાંક નથી,પણ કોઈ એ તેની વાત સાંભળી નહિ..
આ વાત તેના ઘર સુધી પહોંચી,તેના મમ્મી પપ્પા એ પણ તેને ઘણું સંભળાવ્યું,તેના પપ્પા એ તો તેની સાથે બોલવાનું બંધ કરી દીધું,અવન્તિ હવે સાચા અર્થ માં એકલી થઈ ગઈ,તો પણ તેને એ જાણવાની કોશિશ ચાલુ રાખી કે આ બધા ની પાછળ હતું કોણ,કેમ કે એ દિવસે કેન્ટીન થી પાછા આવ્યા બાદ જ તેને ઊંઘ આવવા લાગી હતી,આવું પહેલા કયારેય થયું નહતું.

એક દિવસ તેને કોલેજ માં તેના જ કલાસ માં ભણતો દીપ મળ્યો,દીપ અવન્તિ ને ખૂબ જ પસંદ કરતો,પણ તે અવન્તિ ને કહી શકતો નહિ,અને અવન્તિ પણ એ બાબત થી અજાણ ન હતી,દીપ એક સારા ઘર નો અને હોશિયાર છોકરો હતો,પણ અવન્તિ ના સપના અલગ હતા,એને દીપ સારો લાગતો પણ પોતાના સપના આગળ દરેક બાબત એના માટે ગૌણ હતી,ત્યારે દીપે એને તે દિવસ વિશે બધી વાત કરી....

કોણ હશે અવન્તિ ની આ દશા પાછળ?શું અવન્તિ પોતાને નિર્દોષ સાબિત કરી શકશે?જાણવા માટે આગળ નો ભાગ વાંચતા રહો...

✍️ આરતી ગેરીયા...

રેટ કરો અને રિવ્યુ આપો

Vijay

Vijay 9 માસ પહેલા

Vishwa

Vishwa 9 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 9 માસ પહેલા

Krupa Dave

Krupa Dave 10 માસ પહેલા