તલાશ - 16 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ - 16

આગ્રાથી મથુરા નો અડધો રસ્તો ક્રોસ થયો હશે કે સરલાબેન ને અચાનક મૂંઝારો થવા લાગ્યો એણે ગિરધારીને કાર થોભાવવાનું કહ્યું એમને લાગ્યું કે વોમિટ થઇ જશે. કારને સાઈડમાં ઉભાડી ગિરધારીએ સરલાબેન બાજુનો દરવાજો ઉઘાડયો.સરલાબેન નીચે ઉતર્યા અને હાઈવેની ઝાડીઓ પાસે ઉભા રહ્યા ત્યાં ગિરધારી પાણીની બોટલ અને નમકની પડીકી લઈને આવ્યો. પણ સરલાબેન ને વોમિટ ન થઇ. બે એક મિનિટ પછી ગિરધારીના હાથમાંથી પાણીની બોટલ લઈને કોગળા કર્યા

"ક્યાં હો રહા હે બહનજી."

"પતા નહીં જી મચલ રહા થા.એસા લગ રહા થા કી વોમિટ હો જાએગી પર."

"કોઈ બાત નહીં હમ થોડા આરામ સે જાયેંગે એક કામ કરો યહ મુહ મે રખલો" કહીને એને ડેશબોર્ડની બાજુનું ડ્રોઅર ખોલીને તેમાં રાખેલ લવિંગની એક નાનકડી પ્લાસ્ટિકની થેલી સરલાબેન તરફ લંબાવી.સરલાબેને 2 લવિંગ મોં માં મૂકીને થેલી પાછી ડેશબોર્ડની બાજુના ડ્રોઅરમાં મૂકી અને પીઠ ટેકવીને આરામથી બેસી ગયા અને ગિરધારીએ કાર સ્ટાર્ટ કરી. લગભગ 200 કદમ દૂર ઊભેલી કાળા કલરની મારુતિ ક્રોસ કરીને એનો સુમો આગળ વધ્યો ત્યારે એ કાળી મારુતિમાં બેઠેલા 3ણે લોકો મોં પર સ્મિત આવી ગયું. એ લોકોને જયપુરથી ઉતરી અને ઈરાનીએ આગ્રાથી મોકલેલા ભાડાના ટટ્ટુ હતા. ચોરી મારામારી અને લૂંટફાટ એ લોકોને પ્રિય હતા થોડીવાર પહેલા જ એમણે સુમોને ઉભી રહેતા જોઈ હતી અને એથી જ સુમોથી થોડી આગળ એ લોકો કાર ઉભી રાખીને કન્ફર્મ કરવા ઉભા હતા, કારમાંથી સરલાબેન ઉતર્યા ત્યારે એ લોકોને ખાતરી થઇ ગઈ કે આ જ આપણો શિકાર છે. એણે ઈરાનીને ફોન કરીને પૂછ્યું કે અહીં જ પતાવી દઈએ.જવાબમાં ઈરાનીએ ગાળો દીધી અને સરલાબેન ને પકડીને ક્યાંક ને સલામત જગ્યાએ રાખવા કહ્યું અને પોતે જલ્દીથી આગ્રા પહોંચશે એમ જણાવ્યું.અને ખાસ તાકીદ કરી કે સરલાબેન એકલા હોય ત્યારે જ એમને કિડનેપ કરવા પોલીસથી સાવચેત રહેવાની ખાસ સૂચન કર્યું. એટલે જ્યારે સુમો એની કાર ક્રોસ કરીને આગળ વધ્યો પછી એમણે કાર પાછળ પાછળ થોડા અંતરે ચલાવી.રોડ અત્યંત ખરાબ હોવાથી વારંવાર ઉછાળા આવતા હતા. સરલાબેનની અકળામણ વધતી હતી એમણે બારીની બહારના દ્રશ્યો જોવા માંડ્યું અચાનક એમણે બેક વ્યુ મિરરમાં નજર કરી એક કાળી મારુતિ એમનાથી લગભગ 300 કદમ પાછળ હતી, પણ એ લોકો કોઈ ઉતાવળમાં ન હોય એવું સરલાબેનને લાગ્યું. કેમ કે એની પણ પાછળથી આવતા વાહનો સાઈડ દેવા માટે કોઈ હોર્ન વગાડીને માથું પકવતા હતા અને ઝપાટાભેર આગળ નીકળી જતા હતા જયારે આ બ્લેક મારુતિને કોઈ ઉતાવળ ન હતી.

xxx

જે વખતે ગિરધારી એ લવિંગ આપી અને સુમો સ્ટાર્ટ કર્યો લગભગ એ જ વખતે જીતુભા ઘરની બહાર નીકળ્યો અને નરીમાન પોઇન્ટ તરફ પોતાની કાર દોડાવી હતી. એ જ વખતે પાર્લા ઇસ્ટના એક આલીશાન ફ્લેટમાંથી હની પોતાના સામાનના નામે માત્ર 2 સૂટકેસ લઈને બહાર નીકળ્યો અને એરપોર્ટ પર આવેલી હોટલ એરક્રાફ્ટ માટે ટેક્સી બુક કરી. એણે ગેટઅપ ચેન્જ કર્યો હતો અને હવે એ એક મુસ્લિમ વેપારી જેવા કપડામાં સજ્જ હતો. તો એ જ વખતે ઈરાનીએ જયપુરથી મથુરાની ટેક્સી કરી હતી લગભગ 4 કલાકનો રસ્તો હતો. એણે હનીને ફોન કરવાની 2-3 વાર કોશિશ કરી પણ હનીએ ફોન ઉચક્યો નહીં આથી ઈરાની ઉચાટમાં હતો. હની ઠીક તો હશે ને? એ ચિંતા એને હતી. તો એ જ વખતે શેખર બેફામ ઝડપે મથુરા તરફ પોતાની કાર ભગાવી રહ્યો હતો. લગભગ 15 મિનિટ પહેલા મોહનલાલ અને પૃથ્વીએ આપેલ ધમકી એના કાનમાં ગુંજતી હતી. જો 2 કલાકમાં સરલાબેન ખબર ન મળે તો પોતાના પર મોટી આફત ઉતરવાની હતી. આગ્રાથી મથુરા સુધીમાં અથવા તો મથુરા પહોંચી તરત એણે સરલાબેન ને ગોતીને પૃથ્વી સાથે વાત કરાવવાની હતી.હાઇવે પર પોતે જે વાહનોને ક્રોસ કરે તોહતો એમાં એ સરલાબેનવાળા સુમોને શોધતો હતો લગભગ અડધાથી વધુ રસ્તો પસાર થઇ ગયો હતો પણ આગ્રામાં પેલા ડ્રાઈવરે વર્ણન કરેલ સુમો કે જેમાં સરલાબેન બેઠા હતા એ એને રસ્તામાં ક્યાંય દેખાયો ન હતો. નિરાશા અને હતાશામાં એણે કારની સ્પીડ વધારી.

xxx

એર ઇન્ડિયા બિલ્ડીંગ અને મિનિસ્ટરના બંગલોસ ક્રોસ કરી જીતુભા નરીમાન પોઇન્ટ પહોંચ્યો "દલમાલ ટાવર" ક્યાં હતો એ એને ખબર હતી કાર પાર્ક કરીને એ મુખ્ય દરવાજેથી બિલ્ડીંગ ફોયરમાં આવ્યો ત્યાં બંને બાજુ 3-3 લિફ્ટ હતી અને એક નેમ પ્લેટ પર ફ્લોરવાઇસ કંપનીના નામ લખેલા હતા. મોટા ભાગે એક ફ્લોર પર એક જ કંપની તો એકાદ ફ્લોર પર 2 કંપની હતી, તો નવમાં માળથી લઈને છેક 13 માળ સુધી એક જ કંપનીનું નામ હતું "શેઠ અનોપચંદ એન્ડ કું" અને કેમ ન હોય શેઠ અનોપચંદ ભારતના ટોપ 10 માંથી એક ઉદ્યોગપતિ હતા. દેશ-દેશાવરમાં એનો બિઝનેસ ફેલાયેલો હતો અરે ભારતના જ 200 થી વધુ શહેરમાં એમની પોતાની ઓફિસ હતી અને કારખાના હતા. કપડાં સીવવાની સોઈથી લઈને ટ્રક બનાવવાના કારખાના એના હતા. અને રોજબરોજ ની ઉપયોગી વસ્તુઓથી લઈને લક્ઝુરિયસ રેસિડેન્સિઅલ કોમ્પ્લેક્સ બનાવવામાં એનું નામ હતું લગભગ 28000 કર્મચારી અને એ સિવાય હજારો "કોન્ટ્રાક્ટ વર્કર"એના માટે કામ કરતા હતા. એમને મળવું એક સ્ટેટ્સ સિમ્બોલ ગણાતું કેમ કે ભાગ્યે જ જાહેર કાર્યક્રમમાં તેઓ હાજરી પુરાવતા એ ભલા અને એનું કામ ભલું. પણ દેશના રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી અને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એમના સેક્રેટરી કે મેનેજરના એક ફોન પર મળવા તૈયાર થઈ જતા. "આવા અનુપચંદ શેઠને મારુ શુ કામ પડ્યું હશે?" જીતુભાએ મનોમન વિચાર્યું અને 8થ ફ્લોર એન્ડ અપ. વળી લિફ્ટ પકડી. લિફ્ટમેન એ પૂછ્યું કે "કયો ફ્લોર"

"13 મેં મળે શેઠ અનોપચંદ એન્ડ કું" જીતુભા એ જવાબ આપ્યો. લિફ્ટમેન એ બટન દબાવ્યું અને જીતુભાને તાકી રહ્યો. જીતુભા પોતાના મોબાઈલમાં મશગૂલ થઈ ગયો હતો. લિફ્ટ ઉભી રહી. જીતુભા બહાર નીકળ્યો કોર્પોરેટ બિલ્ડીંગ હોવાથી લિફ્ટની સામે જ લગભગ 15-17 ડગલાં પછી રિસેપ્શનિસ્ટ ટેબલ હતું. અને લગભગ 10 ડગલાં દૂર એક ટેબલ નાખીને એક મજબૂત બાંધાનો યુવક બેઠો હતો એણે ટિપિકલ પ્યુનનો ડ્રેસ પહેર્યો હતો. લિફ્ટમેને પ્યુન સામે કંઈક ઈશારો કર્યો એનું ધ્યાન લિફ્ટ પર જ હતું જીતુભાનું એણે અવલોકન કર્યું. લિફ્ટ નીચે જતી રહી. જીતુભા આગળ વધ્યો પ્રાઇવેટ ડિટેક્ટિવ તરીકે એ ઘણા લોકોને મળ્યો હતો. એના લગભગ બધા ક્લાઈન્ટ પૈસાપાત્ર હતા. પણ શેઠ અનોપચંદ જેવો મોટો માણસ એને મળવા માંગતો હોય એવું. એ સપનામાં પણ વિચારી શકે એમ ન હતો. બીજો એક પ્રશ્ન એના મનમાં હતો કે "ધારો કે કોઈ ઓળખાણથી અનોપચંદ એને મળવા માંગતો હોય તો આટલું ઘુમાવીને લગભગ બ્લેકમેલ કરીને (બહેનનું અલમોસ્ટ કિડનેપિંગ, માં ને મારવાની અને મામાને ફસાવી દેવાની ધમકી અને મદદ કરનાર દરેકને જોઈ લેવાની ધમકી) શું કામ મળવા માંગે છે શું એ પોતાની તાકાત બતાવવા માંગે છે." ખેર જે હોય તે હમણાં સમજાઈ જશે.પેલો પ્યુન આગળ વધ્યો અને જીતુભાને પૂછ્યું "બોલો સાહેબ કોનું કામ છે.?'

"અનોપચંદજી, શેઠ અનોપચંદજીનું." જીતુભાથી અનાયાસે "અનોપચંદ પાછળ જી લગાડાઇ ગયું.

"તમે એપોઇન્ટમેન્ટ લીધી છે.? રિસેપશન સુધી પહોચતાં પ્યુને ફરી પૂછ્યું.

"મેં કોઈ એપોઇન્ટમેન્ટ નથી લીધી પણ એમણે આગ્રહ કરીને મને મળવા બોલાવ્યો છે." જીતુભાએ કૈક અવળચંડાઇ થી કહ્યું. પ્યુનનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું અને રિસેપ્શન પર બેઠેલી છોકરી ઉભી થઇ ગઈ. અને પૂછ્યું. "સાહેબ શું નામ છે તમારું?

"જીતુભા, એટલે કે જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા."

"એક મિનિટ કહીને એ છોકરીએ પોતાના ટેબલ પર પડેલી સાવ નાનકડી બુક બહાર કાઢી અને ચેક કર્યું એ શેઠ અનોપચંદની એપોઈન્ટમેન્ટ ની ડાયરી હતી અને એમાં જીતુભાની મુલાકાતનો સમય લખેલો હતો સાંજે 5-30 વાગ્યાનો. છોકરીએ ઘડિયાળમાં જોયું 5-25 થઇ હતી. એણે એક પ્રોફેશનલ સ્મિત જીતુભા તરફ ફેંક્યું અને ત્યાંજ રાખેલા સોફા તરફ હાથ દેખાડી બેસવાનો ઈશારો કર્યો. અને ત્યાં પડેલા 4-5 ફોનમાંથી 1 ઉંચકીને હળવેથી કહ્યું. "હેલો સર, જીતુભા આવી ગયા છે."

"ઓ.કે. એમને બરાબર 2 મિનિટમાં અંદર મોકલો. ત્યાં હું એક ફોન પર વાત પૂરી કરી લઉં. "

"ઠીક છે સર." કહીને છોકરીએ ફોન મુક્યો અને પ્યુનને જીતુભાને અંદર લઇ જવાની સૂચના આપી. પ્યુને રિસેપ્શનની પાછળ રહેલો દરવાજો રિમોટથી ખોલ્યો અને જીતુભા ને પાછળ આવવા ઈશારો કર્યો. જીતુભાએ અંદર પ્રવેશીને જોયું તો લગભગ 6000 ફૂટમાં ફેલાયેલી ઓફિસ હતી. મુખ્ય દરવાજો કે જ્યાંથી જીતુભા પ્રવેશ્યો હતો એની બરાબર સામેની દીવાલ માં હારબંધ કેબિનો બનેલી હતી એની કેબિનમાં વચ્ચોવચ એક કેબીન કે જે બીજી કેબીનો થી લગભગ 4 ગણી મોટી હતી જ્યારે કેબિનો ને છોડીને આખા હોલમાં લગભગ એક સરખા ક્યુબિક બનાવેલા હતા. અને દરેક ક્યુબીક માં એક પીસી એક ડેસ્ક પર અને એની સામે એક ખુરસી. લગભગ 250 ક્યુબિક હતા. જો કે આજે રવિવાર હતો છતાં કેટલાક ક્યુબીકમાં કેટલોક સ્ટાફ પોતાના કમ્પ્યુટર પર કંઈક કામ કરતો હતો 2-3 પ્યુન પણ હતા સ્ટાફમાં સ્ત્રી અને પુરુષ બંને હતા. આરામથી આખી ઓફિસનું અવલોકન કરતા કરતા જીતુભા પ્યુનની પાછળ ચાલતો હતો. મુખ્ય કેબિનની બહાર પહોંચી પ્યુન અટક્યો અને જીતુભાને બહાર ઊભવાનું કહીને ડોર નોક કરીને અંદર ગયો અને અદબથી બોલ્યો "શેઠજી જીતુભાને અંદર લઇ આવું?" જવાબમાં અનોપચંદે ફોનમાં વાત કરતા કરતા ડોકું ધુણાવી હા પાડી. પ્યુને બહાર જઈને જીતુભાને અંદર જવાની સૂચના આપી. જીતુભા અંદર ઘુસ્યો. એ કેબીન ખરેખર આલીશાન હતી. લગભગ 1000 ફૂટમાં ફેલાયેલ એ કેબિનની લાકડાની દીવાલો પર મૂલ્યવાન પેન્ટીંગ્સ લટકાવેલા હતા 2-3 નાની ટિપોઈ પર મોટા પિત્તળના કુંડામાં તાજા ફૂલો ગોઠવેલા હતા એક ખૂણામાં મીટિંગ માંટે નાનુ 8-10 લોકો બેસી શકે એવું ગોળ ટેબલ અને ખુરસીઓ હતા એક ખૂણામાં કાચની કેબીન બનેલી હતી એના કાચ પર પરદા પણ હતા જો કે અત્યારે પરદા હટાવી દેવાયા હતા. અંદર કોઈ બેસીને કોક સાથે ફોનમાં વાત કરી રહ્યું. હતું. તો એક ખૂણામાં એક નાનકડી કેબીન જેવું હતું જે કદાચ ટોયલેટ હતું. તો એક બાજુ એક બારણું દેખાતું હતું. જીતુભાએ મનોમન વિચાર્યું એ કદાચ પ્રાઇવેટ લિફ્ટનો દરવાજો હતો જેનો ઉપયોગ કદાચ અનોપચંદ કરતો હતો. જીતુભાએ કાચની એ નાનકડી કેબિનમાં પ્રવેશ કર્યો એમાં 2 જણા બેઠા હતા.એક લગભગ 60 વર્ષનો ઉજળેવાને સહેજ ભરાવદાર શરીરનો માલિક અને એના ચહેરા પરનું તેજ જોઈને જીતુભા સમજી ગયો કે આજ અનોપચંદ છે એણે સફારી સૂટ પહેર્યું હતું. જયારે સામે લગભગ 55 વર્ષની ઉંમરનો એક જાડો માણસ બેઠો હતો એને સાદા પણ સ્વચ્છ શર્ટ પેન્ટ પહેર્યા હતા. એ મોહનલાલ હતો અનોપચંદનો મેનેજર. અનોપચંદ મોબાઇલમાં કોઈ સાથે વાત કરતો હતો અચાનક કૈક વાતમાં એને અટ્ટહાસ્ય કર્યું. "હો.હો.હો.... એના હાસ્યનો અવાજ સાંભળી અને જીતુભા ચોંકી ઉઠ્યો. આ જ હાસ્ય એને નજીકના ભૂતકાળમાં ક્યાંક સાંભળ્યું હતું કોણ? કોણ? એણે મગજ દોડાવ્યું. મોહનલાલ એના ચહેરા સામે જ જોતો હતો કે આ કૈક વિચારે છે. અચાનક જીતુભાને યાદ આવ્યું આજે જ સવારે જ લગભગ 8 વાગ્યે એ સાકરચંદને મળ્યો હતો. એનું અટ્ટહાસ્ય એવું જ હતું અરે નહીં આજ હતું. એટલે કે આ અનોપચંદ નહીં સાકરચંદ છે જેના ફોન માંથી સોનલે ફોન કર્યો. હતો. બાપરે. આટલું મોટું ષડયંત્ર.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર