શ્યામની જશોદા (જસવંતી ).... वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્યામની જશોદા (જસવંતી )....

દુનિયામાં એવાં પાત્રો હોય છે l,જે પોતાની જનેતા કરતાં પણ વધુ પ્રેમની વર્ષા વરસાવતાં હોય છે. પૂર્વનો ઇતિહાસ જોઈશું તો કૃષ્ણ ભગવાનની જન્મદાત્રી દેવકી હતી.પરંતુ ઉછેર યશોદા પાસે થયો.
"માઁ તે માઁ બીજા બધા વગડાના વા" ઉક્તિ ક્યાંય ઉણી ઉતરતી હોય તેવું 'શ્યામ' ના જીવનની ઘટમાળમાં લાગ્યા વગર ના રહે.શ્યામ તો એક દૂરના પ્રદેશનું ફરજંદ હતું.પરંતુ જીવનમાં કઈંક કરવાની ખેવના સાથે દૂર ના એક શહેરમાં તેણે તેના નસીબને અજમાવ્યું.
. વરસો સુધી સખત પરિશ્રમ કરી લોથપોથ થઇ તેના ભાડાના ઘરમાં તે આરામ કરવા પૂરતો આવતો તો રાત ક્યાં વીતે તે ખબર ના પડે. જીવન યંત્રવત્ત ચાલતું હતું.દરરોજ જવું આવવું પરંતુ કામ સઘળું જાતે કરવાનું.તેના પાડોશી તેના ઘરનું બધું કામ કરી ચા પાણી નાસ્તાનું પૂછવા આવે તો શ્યામ કહેતો ના "માસી હું મારું બધું જ કામ જાતે કરું છું, આવડે છે, કોઈ નું ઓશિયાળું બનવું મને નથી ગમતું." ત્યારે માસી કહેતાં ના આજે તો અમારા ઘરનું જમવું જ પડશે.
. અતિ આગ્રહવશ શ્યામ હા તો ભણી પરંતુ મનમાં થતું કે હું કોઈ ને બોજારૂપ બની રહ્યો છું. પરંતુ માસી ના પ્રેમ ભર્યા બોલથી તે કશુંય ઉત્તર વાળી ના શક્યો. સારું..માસી! કહી પોતાના કપડાં ધોઈ, સુકવી, પોતે ન્હાઈ ને તે કામ પર જતો તેની રોજિંદી પ્રક્રિયાથી એ ફળિયાના બધાં ને એ વ્હાલો થતાં વાર ના લાગી. ફળિયાના બધાનાં ઘેર જાય... જીવનની ઘણી અનુભવની વાતો કરતો જાય. ક્યારેક. નાનાં બાળકો જોડે બાળક બની રમી લે, ક્યારેક યુવાનો જોડે વોલીબોલ, ક્રિકેટ ખેલી લે. તો ક્યારેક લગ્ન, નવરાત્રી જેવા ઉત્સવો માં તે બધાંની સાથે રમી લે. હવે તે કોઈનો અજાણ્યો ના હતો. તે દરેક નો ગમતીલો હતો. ઘણી યુવતીઓ ચીડવે કે "રાધા વગરનો શ્યામ" શોભતું નથી. માટે "રાધેશ્યામ" બની જાઓ. ભાભી ને ક્યારે લાવશો? પરંતુ શ્યામ એકજ જવાબ આપતો.... જયારે કોઈ એક છોકરી માં રાધા દેખાશે તે દી હું પરણી જઈશ. પાડોશી માસીએ આજે તો ખૂબ હેત થી શ્યામ માટે જમવાનું બનાવ્યું હતું. એટલા માટે કે શ્યામ બધાનો લાડકો હતો. તેને તેનો શ્યામ નજર આવતો... નાની હતી ત્યારે ભગવાન પાસે માંગતી... લલા તું મારે કૂખ જન્મજે.... હું તારી ખૂબ સેવા કરીશ.ભક્તિની નિયમિત માળા ફેરવતી જસવંતી માસી ને ત્યાં એક પુત્ર -પુત્રી હતાં.. સમય ની અવધિએ બન્ને પોતપોતાના જીવનમાં સુખી હતાં. કોઈને કોઈ તકલીફ ના હતી. જમવાનું બની ગયું હતું. જસવંતી માસી જાતે જ પીરસે છે અને શ્યામ જમે છે.
. આંખો માં આંખો પરોવી બોલી "શ્યામ" હું તારી મમ્મી હોત તો કેટલું સારું? ત્યારે શ્યામે કીધું.... " માસી મને મન નથી થતું તમને માસી કહેવાનું ".. કેમ શ્યામ એવું? તો હું તને શું લાગુ છું? ત્યારે થોડી ચુપકિદી સેવી શ્યામ બોલ્યો... સાચું કહું "તમેં મારી મમ્મી હોય તેવું ફીલ થાય છે." હું અહીં રહેવા આવ્યો ત્યારથી અત્યાર સુધી મને કોઈ જ તકલીફ પડવા નહીં દીધી. માસી બોલ્યાં... તો આજ થી 'માસી' શબ્દ ના બદલે "મમ્મી" કહેજે. મને ગમશે. પછી તે દિવસ થી તેમને મમ્મી કહેવાનું શરૂ કર્યું. ક્યારેક તેમને માથું દુખતું હોય, બીમાર હોય તો તેને ખબર પડતાં તે હાજર થઇ જાય.માથું દાબી આપે, પગમાં બરફનાં પોતાં મૂકી આપે, કાળજીથી દવા આપે..તાવ વધુ હોય તો આખી રાત જાગે. શ્યામ ને એ વારંવાર કહેતી ભલે તું મારે પેટે નહીં જન્મ્યો પણ મારો પોતીકો લાગે છે. આવતા જનમે તું મારે કુખે જન્મ લેજે.... તું પણ ભગવાન પાસે માગજે કે આવતા જન્મે હું તારી મમ્મી બની આવું...
. ક્યાંય દૂર પ્રવાસે જાય તો શ્યામ મૂકી આવે લઇ આવે....પારકાને પોતાનું બનાવી દેનારો શ્યામ.... ને કહે છે.... હવે તો મારા શ્યામ માટે સુંદર કન્યા પરણાવું... ઘણાં સ્વપ્નાં જોતી ક્યારે ઊંઘી તે ખુદ ને ખબર નહીં આવા મનસૂબા સાથે..... લાજવંતીની આંખ સવારે ખુલી ત્યારે 'શ્યામ' સામે ઉભો હતો પોતાની માનેલી મમતા ની પૂજા માટે...... અસ્તુ....
(સાર :રહેતાં આવડે તો પારકાને પોતાનાં બનાવી શકાય. માત્ર વાણી નહીં વર્તન, સંસ્કાર પણ જોઈએ )
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )