રામાયણ એક અભ્યાસ...... वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રામાયણ એક અભ્યાસ......

શ્રી રામ અને રામાયણ વિશે હિંદુ તરીકે આટલું અવશ્ય જાણવું જોઈએ. આ તમામ માહિતી વાલ્મીકિ આધારિત રામાયણ માં થી લીધી છે. અને તે ખૂબજ આધારભૂત ગ્રંથ પણ છે.
🌺🌺🌺🙏🏿🌺🌺🌺
આપણી ભારતીય સંસ્કૃતિ ની સાહિત્યિક ધરોહર એટલે ખાસ બે મહાકાવ્યો.. "મહાભારત" અને "રામાયણ"... આજે આપણે રામાયણ વિશે થોડું જાણીએ... આપણા દેશમાં અનેક લેખકોનાં રચેલ રામાયણ છે.ક્યાંક અપવાદ બાદ કરતાં પોતપોતાની રીતે આ કાવ્યને લોકભોગ્ય બનાવવાની દરેકે કોશિશ કરી છે.અહીં શ્રીરામનું ઉદાત જીવન ચરિત્ર રજૂ થયું છે. વાલ્મીકિ ઋષિ જેવા મહાન તત્ત્વદર્શી આ તપસ્વી ને "રામાયણ"લખવાનો હેતુ માણસ માણસ રહીને ભગવાન બની શકે છે.તે બતાવવું છે. કોઈક જગ્યાએ રામને કોઈ પૂછે છે કે તમેં કોણ? તો શ્રીરામ જવાબ આપે છે.'अहं दशरथात्मज" હું દશરથ પુત્ર રામ છું.ખરેખર તો પરિચય એવો આપે કે હું અયોધ્યા ના રાજા નો પુત્ર છું. પણ એવું ના કીધું. માત્ર એટલું જ બોલ્યાં કે હું દશરથ પુત્ર રામ છું.
વાલ્મીકિ ઋષિએ વિચાર્યું કે જગત ને મારે કઈંક આપવું છે કે જગત આ સાંભળી સુખી થાય.તત્કાલીન તેમને શ્રીરામનું જીવન ચરિત્ર લખવાનુ વિચાર્યું.તેમણે રાત દિવસ ઉજાગરા કરી 24000 શ્લોકનું અનુષટુપ છંદમાં લયબદ્ધ અને પદ સ્વરૂપે ગાઈ શકાય તે રીતે રચના કરી.
આ રામાયણના 7 કાંડ છે અને 500 સર્ગ છે. આ મહાકાવ્ય રામપુત્ર લવ -કુશને કંઠસ્થ કરાવી વાલ્મિકીજીએ અયોધ્યા નગરમાં ભિક્ષા માટે આ બન્ને પુત્રો ને બાળ ઋષિ સ્વરૂપે મુક્યા હતા.
તે સમયની અયોધ્યા 12 જોજન લાંબી(296 લાંબી ),9 જોજન (70 માઇલ )પહોળી,ચારે બાજુ બગીચા,સાખુંના વન હતાં. નગર ફરતે મોટી ખાઈ હતી જેમાં બારેમાસ પાણી અને મગરમચ્છથી રક્ષિત હતી. (1:6:13)
રાજા દશરથના મુખ્ય 8 મંત્રીઓ હતા. ધ્રુષ્ટિ,જયંત,વિજય,સુરાષ્ટ્ર્ર,રાષ્ટ્ર્રવર્ધન,અકોપ,ધર્મપાલ, સુમંત્ર.આ સિવાયના લગભગ 350 સચિવો હતા.
વિશ્વામિત્ર ઋષિ બન્ને પુત્રોને જયારે લેવા આવ્યા ત્યારે પુરા 16 વરસના ના હતા.દરેક પુત્રનું નામ કરણ જન્મના અગિયારમાં દિવસે કરવામાં આવ્યું હતું. મારિચ અને સુબાહુ રાક્ષસોને મારવા અને જનકપુરીમાં સીતા ને પરણાવવા માટે ઋષિ આવ્યા હતા.જનક ની બે પુત્રી અનુક્રમે સીતા ને રામ સાથે, ઉર્મિલા ને લક્ષમણ સાથે.તેમજ જનકરાજાના નાના ભાઈ કુશધ્વજની બે પુત્રીઓ માં શ્રુતકીર્તિ શત્રુઘ્ન ને અને માંડવી ભરત ને પરણાવી.
. વિશ્વામિત્ર એ બ્રહ્માજી કુશ નો પુત્ર અને તેનો કુશનાભ ને 100 પુત્રીઓ હતી. કપિલા નામની પુત્રી બ્રાહ્મદત્ત ને પરણાવી. જે કપિલા નગરીનો રાજા હતો. તેમને ત્યાં ગાધિ નામે પુત્ર હતો. અને તેનો પુત્ર કૌશિક કે જેને આપણે વિશ્વામિત્ર તરીકે જાણીએ છીએ.
શ્રીરામ જયારે વનવાસ પ્રયાણ કર્યું ત્યારે કૌશલ્યા માતાની ઉંમર 70 વરસની હતી. અને રાજા દશરથની એ વખતે ઉંમર 10000(દસ હજાર ) વરસ સુધી અયોધ્યાના રાજા રહી ચુક્યા હતા.
ધનવાનોની 3 મંજિલી હવેલીઓ હતી. રાજભવનની ઊંચાઈ 7 મજલી હતી. વધુમાં વધુ ત્રણ મજલીવાળા મકાન ઉપર ચડી ને રામ વનવાસ જાય છે તે દૃશ્ય અયોધ્યા વાસી જોતાં હતાં.રામ જયારે વનવાસ ભોગવી પાછા ફર્યા ત્યારે 41 વરસ થયાં હતાં. એમનો રાજ્યભિષેક પુરા 41 વરસે કરવામાં આવ્યો હતો. હિમાલય નું ગિરિવ્રજપુરી કૈકેયી રાણીનું પિયર હતું.
વનવાસ પ્રયાણ વખતે રામને પાછા લેવા જાય છે ત્યારે ભરત પાસે 9000 હાથી સવાર,60000 રથ સવાર,100000 ઘોડેસવાર, કૈકેયી, સુમિત્રા, કૌશલ્યા પણ સાથે હતાં. હજારો બ્રાહ્મણો, નગરજનો પગપાળા રામને રિઝવવા અને અયોધ્યા પાછા લાવવા જાય છે પણ રામ વચન પલક હતા તે પાછા ના આવ્યા.
બીજી બાજુ લંકા ના રાજા રાવણ પાસે સાત મજલી હવેલીઓ હતી.તેનું રહેઠાણ પુષ્પક વિમાન છે,અને તેની અંદર સુવર્ણ મઢ્યું સિંહાસન છે તેની ઉપર આરૂઢ રાજા રાવણ પાસે 10 મસ્તક,20 હાથ અને તે ઈચ્છારૂપધારી હતો.તે પરમ શિવભક્ત હતો. તેમણે 10000 વરસ સુધી શિવની એક પગ પર ઉભા રહી "ઘોર" તપસ્યા કરી હતી. તે પરિણામ તેને અશ્વો,ગંધાર્વો,ભૂત,ઋષિ,દેવ દાનવથી અજિત હતો.તેનું કુળ પુલત્સ્ય ઋષિ હતા. તેમને ઋગ્વેદ મંત્રો કંઠસ્થ હતા. કુબેર રાવણનો સૌતેલો ભાઈ હતો.રાવણે લંકા કબ્જે કરી ત્યારનો કુબેર કૈલાસ પર વસે છે.
સીતા રામ સાથે વિવાહ કર્યાં પછી 12 વરસ સાથે રહ્યાં હતાં. વનવાસ વખતે સીતાની ઉંમર 32 વરસની હતી.
રામ રાવણ વચ્ચે યુદ્ધ થયું ત્યારે રામનું સૈન્ય 10 અરબ રીંછ,1 અરબ લંગુર વાનર, અને કરોડો વાનર હતા.આમંત્રિત વાનર સંખ્યા કજ્જલગીરીથી 3 કરોડ,સૂર્યાસ્તગિરીથી 10 કરોડ, કૈલાસ શિખરથી 10 અબજ, હિમાલય થી 1 નીલ, વિંધ્યાચલ થી 10 અબજ અને તાળવનમાંથી અસંખ્ય વાનર હાજર હતા.
જયારે રાવણ પાસે 32 કરોડ રાક્ષસ,હજારો સુંદર સ્ત્રીઓને રાવણે અપહરણ કરી બંદિખાનામાં પોતાની રાણી બનાવી રાખી હતી.લંકાનો વિસ્તાર 100 જોજનનો ઘેરાવો હતો.
સૌને જયશ્રી રામ........ અસ્તુ.
🙏🏿🌺🙏🏿- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )

(આ લેખ વાંચી મને ખાસ અભિપ્રાય આપવા વિનંતી છે. શબ્દ type મિસ્ટેક હોય તો સુધારી વાચન કરવા વિનંતી )