સ્ત્રી સંઘર્ષ....ભાગ 28 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ....ભાગ 28

બારીના સળિયા માં આંગળી ભરાવી રુચા બહાર વહેતા પવનને જોઈ રહી , તેની આંખમાં આવેલા આંસુઓ કેમેય કરીને સુકાતા ન હતા પોતાની જાતને દોષારોપણ કરે કે પોતે કશું ખોટું કર્યું નથી તે માટે લડે તેનો તે નિર્ણય કરી શકતી ન હતી. વીતેલા એક અઠવાડિયા દરમિયાન તેની જીંદગી બદલાઈ ગઈ હતી. ન બનવાજોગ ઘણું બધું અવિચારીત અત્યારે બની ગયું હતું. પોતે આં બંધ બારણાં ના ઓરડામાં ચાર દિવાલો વચ્ચે તે અંધકારમય પોતાની દુનિયા જોઈ રહી હતી અચાનક બની ગયેલી આ બધી ઘટનાઓ માં સૌ કોઈ તેને જ દોષી ઠરાવીને અપમાનિત કરી રહ્યા હતા.

હોસ્પિટલના બેડ ઉપર સૂતેલો રાજીવ હવે કોઇપણ સદમો સહન કરી શકે તેમ ન હતો અને તેના ડોક્ટરે પણ તેને આં સ્પષ્ટ જણાવી દીધું હતું. બેન બનેવી અને માતા પણ રાજીની હાલત માટે રુચા ને જ જવાબદાર ઠેરવી રહ્યા હતા. કોઈપણ વાંક વગર જ હોસ્ટેલ અને કોલેજમાંથી અપમાનિત થયા બાદ પરિવારમાંથી પણ તે અત્યારે તરછોડાયેલ રહી હતી સૌ કોઈ તેનો જ વાંક કાઢી ને તેના ચારિત્ર્ય ઉપર પોતાના પ્રમાણપત્રો આપી રહ્યા હતા. પરંતુ આ કોઈ પણ ની ચિંતા કર્યા વગર તેને માત્ર પોતાના પિતાની ચિંતા હતી જેને હજી પણ તેના ઉપર ગાઢ વિશ્વાસ હતો અને તેની વાત સાંભળવા પણ તૈયાર હતા.પરંતુ તેની ચિંતા અત્યારે ચીતા સમાન બની ગઈ હતી.

હોસ્પિટલના રૂમ ની બહાર બેઠેલા મીરા અને રેખા પણ ખૂબ ચિંતામાં હતા મીરા એ તો કેટલાયે દોષારોપણ રુચા ઉપર ફાળવી દીધા અને રેખા પણ આજ વાતને સત્ય માનીને બધું સાંભળી રહી હતી તેને પોતાની જાત અને પોતાની દીકરી ઉપર શરમ આવતી હતી . તેને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો પોતે વેઠેલી યાતનાઓ આજે તેને ફરી પંપાળી રહી હતી. વિસરાયેલો ભૂતકાળ ફરી તાજો થઇ રહ્યો હતો તે પોતે જ આજે પોતાની દીકરી ઉપર અને તેના ચારિત્ર્ય ઉપર શંકા કરવા ઉપર મજબૂર થઈ ગઈ હતી હજી તો આ વિચારો મગજમાં ચાલી રહ્યા હતા ત્યાં જ ડોક્ટર રાજીવ ની વિઝીટ માટે આવ્યા. બંને ના બધા વિચારોમાં ભંગ પડ્યો મીરા અને રેખા પણ રાજીવની સ્થિતિ જાણવા ઉભા થયા એક સાથે કેટલા એ પ્રશ્નો તેમને થતા હતા,અને ડોક્ટર પણ તેમની ચિંતા સમજી શકતા હતા છેલ્લા ચાર દિવસથી બંને મા-દીકરી જે ભાગદોડ કરી રહ્યા હતા તે પરિસ્થિતિ ડોક્ટર થી પણ છૂપી ન હતી આંથી ડોક્ટરે થોડી સાવચેતી અને સાર સંભાળ સાથે રાજીવ ને રજા આપી પરંતુ સંપૂર્ણ આરામ અને ચિંતા ન કરવાની સલાહ આપી બંને મા-દીકરી ઓ ભગવાનનો આભાર માનતા ડોક્ટર સામે લાચારીથી ઉભા હતા છેલ્લા ચાર દિવસ તેમની માટે ખુબ જ ભયંકર સાબિત થયા હતા મોતના મુખ સુધી પહોંચેલો રાજીવ તેમની પ્રાર્થના ના પ્રતાપે ફરી તેમને મળ્યો છે તેઓ તેવું અનુભવી રહ્યા બંને જણા આભાર માનતા રાજીવના રૂમ તરફ દોડ્યા.

હજી તો બધા વાતો કરી રહ્યા હતા કે ત્યાં જ એક શાંત અને ગંભીર અવાજ બધાના કાનોમાં પડ્યો. મીરા , રેખા અને રાજીવ સૌ કોઈ એ અવાજની દિશામાં જોવા લાગ્યા. સૌ કોઈ આવેલા આ વ્યક્તિથી પરિચિત ન હતું . તે યુવાન સહજતાથી રાજીવ ના બેડ પાસે આવીને ખબર અંતર પૂછવા લાગ્યો અને ઔપચારિક વાતો થી પોતાની વાત કહેવાની શરૂઆત કરી. મીરા ,રેખા અને રાજીવ ને પણ આવેલો આ યુવાન પ્રથમ ઝલકે ગમ્યો. થોડીવાર ની વાતો પછી આવેલા યુવાને પોતાનો પરિચય આપ્યો . યુવાનના મુખેથી રુચા ના પ્રેમી એવું નામ સાંભળતા જ સૌ કોઈ ગુસ્સા થી તેની સામે જોઈ રહ્યા રાજીવ અને રેખાને ફરી પોતાની દીકરી ઉપર તુચ્છતા ની ભાવના થઈ આવી, અને મીરા તો હર્ષની કોઈ પણ વાતો સાંભળવા તૈયાર જ ન હતી. તેણે તો હર્ષ ને બીજી જ ઘડીએ તેને અહીથી બહાર નીકળી જવા કહ્યું. આટલા અપમાનિત થયા પછી પણ હર્ષ પોતાની નમ્રતા ભૂલતો ન હતો. પોતાના પ્રેમના અહેસાસ થયા પછી હર્ષ રુચાને એકલા તો બધાનો સામનો કરવા મુકવા માંગતો ન હતો વગર કોઈપણ વાકે તે એકલા જ સમાજના પ્રશ્નો નો સામનો કરી રહી છે અપમાનિત થઈ રહી છે તે હર્ષ થી સહન થાઇ તેમ ન હતું. અત્યારે પણ તે જ વાત યાદ કરીને રેખા, રાજીવ અને મીરા ના અપ શબ્દો સાંભળી રહ્યો. નમ્રતા સાથે હર્ષ ફરી પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કરતો રહ્યો તે રાત્રે બની રહેલી ઘટના ને તે બધાને કહેવા લાગ્યો અને આ બધામાં રુચાનો કોઇ વાંક નથી તે સમજાવવા લાગ્યો. પરંતુ બધાના ગુસ્સા સામે તે નિષ્ફળ ગયો.