સ્ત્રી સંઘર્ષ...ભાગ 27 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ...ભાગ 27

જ્યારે હર્ષે પોતાનું કામ પૂરું કર્યું અત્યારે રાત્રીનો એક વાગી ગયો હતો. થાકીને તેણે પોતાના હાથની મુઠ્ઠી કડક કરી આજે તેને દરરોજ કરતા વધું જ કામ કરી નાખ્યું હતું, તે પોતાના કેબિનની બહાર નીકળ્યો અચાનક તેની નજર રુચા જે બહાર ની કુર્સી પર બેસતી હતી તે ના પર પડી અને તેના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ .તે પણ રુંચા વિષે વિચારતો વિચારતો ક્યાંય સપનામાં ખોવાઈ ગયો . ઘણા દિવસથી તેણે અને રુંચાએ કોઈ વાતો કરી ન હતી, ચાના કપ અને ચિપ્સ ના પેકેટ પણ તેને રુંચા વગર બેસ્વાદ લાગતા હતા તે આળસ મરડતા મરડતા દવાખાનાની બહાર નીકળ્યો ત્યાં જ તેની નજર બાંકડે બેસેલી રુચા પર પડી થોડીવાર માટે તો તેને આ સપનું જ લાગ્યું પરંતુ નજીક જઈને જોતા તેને પોતાની આંખો ઉપર ભરોસો ન આવ્યો

"તું અહીંયા તું, ગઈ નથી??"

"નહીં"

"તને ખબર છે રાતના કેટલા વાગ્યા છે? આટલા બધા મોડે સુધી બહાર રહેવું તારી માટે યોગ્ય નથી અને તું અહિયા કરે છે શું..?"

"તારું કામ પતાવીને બહાર આવવાની રાહ જોતી હતી".

"હા પણ મેં કીધું ને કે મને મોડું થઈ જશે"

"હા પણ"

"એ ક મિનિટ !!તું અહીયા આટલી બધી વાર મારી રાહ જોઈને બેઠી હતી."

થોડીવાર માટે હર્ષ સ્તબ્ધ થઈ જાય છે તેને રુંચા નું કેટલા મોડે સુધી રોકાવું યોગ્ય ન લાગ્યું પરંતુ તે તેના માટે આટલો ઇંતેજાર કરી રહી હતી તે જાણીને તે ખુશ પણ થઈ રહ્યો હતો તેને રુંચા પર ગુસ્સો કરવો કે ખુશી જતાવવી તે સમજમાં આવતું ન હતું, હર્ષ યે પાર્કિંગમાંથી પોતાની ગાડી કાઢી અને બંને જણા રાત્રિના એક વાગ્યે નીકળી પડ્યા લોંગ ડ્રાઈવ ઉપર એક તો ચાંદની ભરેલી રાત.... ખાલી સડક અને એમાં પણ નવી કુપણ ફૂટેલો પ્રેમ કઈક અલગજ કહાની રચતા હોય છે. થોડી ઘણી તો હર્ષ ના હૃદયમાં પણ રુંચા માટે લાગણી ઓ હતી અને આથી જ બંને આં સફરમાં ખુબ જ ખુશ હતા તેઓ જે તપરી ઉપર ચા પીતા હતા એ તો અત્યારે ખુલી નહોતી પરંતુ ઋચાએ તો ચા પીવાની હર્ષ ઉપર પોતાના જેમ હકક જતાવતા હોઈ એમ જીદ કરી અને આ હર્ષે પણ તેની વાતને નકારી નહી આથી બંને જણા બીજી તપરિ ગોતવા માટે નીકળી પડ્યા, આં માટે તેઓ કેટલા એ કિલોમીટર આગળ આવી ગયા હતા તેની બંને ને ખબર ન હતી બંને જણા વચ્ચે આમ તો વધુ વાતો થતી ન હતી પરંતુ બન્નેને એકબીજા નો સંગાથ ગમવા લાગ્યો હતો ફાઇનલમાં એક ચાવાળો મળી તો ગયો પરંતુ તે પણ બંધ કરીને ઘરે જવાની તૈયારી કરતો હતો હર્ષ અને રૂચા ઝડપથી ગાડીમાંથી ઉતરી તેની પાસે ગયા અને તે ચા વાળા ભાઈ ને ચા બનાવી આપવા અરજી કરવા લાગ્યા કેટલીએ માથાકૂટ અને રિક્વેસ્ટ પછી ચા વાળો ચા બનાવી આપવા તૈયાર થયો તે પણ કદાચ આ બંને પ્રેમી પંખીડાને જોઈને મલકાતો હતો અને તેના પ્રેમમાં થોડો સહકાર આપવા તૈયાર થઈ ગયો.

ચા વાળો તો ચા બનાવીને ક્યારનો જતો રહ્યો પરંતુ આ બંને ને પોતાની વાતમાં થી ફુરસદ મળે તો ખબર પડે ને કે હવે રસ્તા ઉપર બંને સિવાય કોઈ નથી. ચા પીધા પછી બંને હોસ્ટેલ તરફ પાછા ફર્યા હર્ષ માટે તો પાછા જવું કોઈ મુશ્કેલ કામ ન હતું પરંતુ રુચા માટે ગર્લ્સ હોસ્ટેલમાં દિવાલ કૂદીને જવું શક્ય ન હતું કારણકે ગર્લ્સ હોસ્ટેલની સિક્યુરિટી ખૂબ જ વધુ હતી આથી બંને જણા શું કરું તે અસમંજસ માં પડી ગયા.

ઘણીવાર સુધી હોસ્ટેલની ચારેબાજુ બને એ આંટા માર્યા પરંતુ ક્યાંથી અંદર જવાય તેનો કોઈ રસ્તો મળતો ન હતો . હવે હર્ષ અને રુચા બંને મૂંઝાયા હતા સવાર સુધી બહાર રાહ જોવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો ન હતો દરરોજ રુચા ગમે તેમ કરીને અંદર પહોંચી જતી તેની વોર્ડન મેડમ પણ થોડું-ઘણું મોડું બધા માટે ચલાવી લેતી . પરંતુ આજે તો રાત્રી ના ત્રણ વાગ્યા હતા .હર્ષને તો રુચા કરતાં વધુ ચિંતા થવા લાગી કારણકે જો વોર્ડન ને કે કોઈ બીજા ને ખબર પડી જાય કે એક છોકરી આખી રાત રૂમ ઉપર પરત આવી નથી તો આની સજા તો રુચા માટે મોંઘી પણ હોઈ શકે પરંતુ આની માટે રુચા ને તો કોઈ ચિંતા ન હતી તે આરામથી હવે હર્ષ સાથે વધુ સમય પસાર કરી શકે તેમ હતી.આથી આની લાલચમાં તે વધુ ખુશ થતી હતી.

બંને જણા કોલેજ ની પાછળ ની ગલીએ આવીને બેઠા હજી સવાર પડવામાં બે કલાકની રાહ હતી પછી બંને જણા વધુ વાતોએ વળગ્યા આમ તો બંનેમાંથી કોઈ આજે જુદા પડવાના મૂડમાં ન હતું અને આ તો તેમને બહાનું મળી ગયું વાતો કરવાનું. વાતો કરતા કરતા બંને એકબીજાના ખંભે ક્યારે માથું ટેકવી જ્યારે સુઈ ગયા તેમની બંનેને જાણ રહી નહિ. આખ તો ત્યારે ખુલી જ્યારે સૂરજની રોશની તેના માથા પર આવવા લાગી અને થોડી ચહલ પહલ પણ ધીરે ધીરે વધવા લાગી હતી હર્ષના મિત્રનો ત્યાં જ ફોન રણક્યો હવે રુંચાપણ સવાર થઈ જતા સીધી કોલેજ પહોંચી ગઈ જ્યાં તેની મિત્ર પ્રિયા તેની મદદ કરી શકે તેમ હતી. તેને કોલેજના બુથ માંથી હોસ્ટેલના લલેન્ડલાઈમાં ફોન લગાડ્યો અને પ્રિયા સાથે વાત કરી તેના કપડાં લાવવા કહ્યું આ બાજુ પિયા એ પણ કશું બોલ્યા વગર હા કહી ફોન મૂકી દીધો રુચા ને થોડીવાર અજુગતું લાગ્યું પરંતુ કશુ વિચાર્યા વગર તે કોલેજના બાંકડે બેસી ગઈ.

આ વાતને એક કલાક વીતવા આવી કોલેજ નો પણ હવે સમય થઈ ગયો હતો પરંતુ હજી સુધી પ્રિયા આવી ન હતી હવે રુચા પણ પ્રિયા ની રાહ માં થોડી મૂંઝાઈ રહી હતી કારણ કે બેગ અને કપડા વગર તે અંદર જઈ શકે તેમ ન હતી પરંતુ પ્રિયાને આટલું કેમ મોડું થઈ રહ્યું છે તે તેને સમજાતું ન હતું.