ગાડી ચલાવતા ચલાવતા અભી નીયા વિશે જ વિચારી રહ્યો હતો...
ઓફિસ પહોંચીને ફાઈલ નિખિલ ને આપી અને એના કેબિન માં બેસીને પણ એ નીયા વિશે જ વિચારી રહ્યો હતો...
"પાર્ટી કાલે આવશે હવે એની ફ્લાઇટ લેટ થઈ ગઈ છે.."
નિખિલ અંદર આવ્યો અને બોલ્યો...પરંતુ અભીનું ધ્યાન નહોતું...
"અભી..." નિખિલ એ લગભગ બૂમ પડીને કહ્યું ત્યારે અભી નું ધ્યાન આવ્યું અને એ બોલ્યો...
"હા ભાઈ બોલોને..."
" ક્યાં ખોવાયેલો છે...અને ફાઈલ પણ ખોટી લઈને આવ્યો છે...ક્યાં ધ્યાન હતું..."
"નીયા માં ધ્યાન હતું...." અભી ભાન ભૂલીને બોલી રહ્યો હતો...
નિખિલ ના ચહેરા ઉપર ખુશી ધસી આવી....
"એને પ્રેમ કરે છે...?" નિખિલ ના સવાલ થી અભી ઝબકી ગયો...
નીયા ના નામથી અભી ના ચહેરા ઉપર ચમક આવી ગઈ...
નિખિલ અને અભી વચ્ચે કોઈ વાત છુપતી નહોતી..બાળપણથી જ બંને એકબીજાને સમજતા હતા...
" હા ભાઈ એવું જ કંઇક લાગે છે પરંતુ નીયા...."
" એ માની જાશે...મને તો પહેલા દિવસથી જ એ છોકરી ગમે છે ..તારી અને એની જોડી બેસ્ટ જોડી રહેશે..."
નિખિલ ના શબ્દો સાંભળીને અભી એને ગળે વળગી પડ્યો...
સ્નેહા એ નાની કાળી પર્સ જેવી બેગમાં એક જોડી કપડાં ભર્યા અને વપરાશ પૂરતો થોડો સામાન ભર્યો...
"તું કહીશ મને ક્યાં જાય છે અને શું થયું છે...દાદી એ કંઈ કહ્યું..." નીયા કંટાળીને નવમી વાર સ્નેહા ને પૂછી રહી હતી...
દાદીનું નામ સાંભળતા સ્નેહા નીયા તરફ આવી અને એના ગળે વળગીને રડવા લાગી...
સ્નેહા એમ તો ખૂબ જ સ્ટ્રોંગ છોકરી હતી પરંતુ એ બે વાતમાં જ રડતી હતી...
એક તો એના મમ્મી ની અને બીજી રુહી ની...
આ બે સિવાય એના જીવનમાં કોઈ મહત્વ નું ન હતું...એના મમ્મી પ્રત્યે એ ગમે તેવો ગુસ્સો બતાવે પરંતુ એના મમ્મી ને એ ખૂબ જ પ્રેમ કરતી હતી ...
સ્નેહા એ રડતાં રડતાં નીયા ને જણાવ્યું કે એને એના મમ્મી યાદ આવે છે જેથી એ એને મળવા મુંબઈ પોલીસ સ્ટેશન જાય છે અને બે દિવસ ત્યાં આજુબાજુની હોટેલ માં રહેશે...
"હું આવું તારી સાથે..."
"ના , એ કામ હું કરી લઈશ તું અહીંનું જોઈ લેજે..."
"પરંતુ તું અચાનક આ રીતે..."
ત્યારે સ્નેહા ને ધ્યાન આવ્યું કે નીયા એ નથી જાણતી કે દાદી એના મમ્મી ને ઓળખે છે અને એ અભી ના પપ્પા ને પ્રેમ કરતા હતા ...આ વાત સાચી છે કે ખોટી એ સ્નેહા જાણતી ન હતી એટલે એના મમ્મી ને મળીને વાત જાણવા માટે મુંબઈ જઈ રહી હતી....મુંબઈ થી આવીને જ નીયા ને બધું કહેશે એવું ધારીને સ્નેહા એ નીયા ને કંઈ કહ્યું નહીં...
" બસ મને યાદ આવી ગઈ એટલે આજે મળી જ આવું ..." સ્નેહા એ ખોટી સ્માઇલ બતાવીને કહ્યું અને બેગ ઉપાડીને નીકળી ગઈ...
"હેલ્લો સંજય , મને ટાર્ગેટ મળી ગયો છે ...તું હથિયાર તૈયાર રાખ...."
સામેના છેડેથી કંઇક સંભળાતા દાદી એ કડવું સ્મિત કર્યું અને બોલ્યા..
" હા, હવે તારી અને મારી ઈચ્છા પૂરી કરવાનો સમય આવી ગયો છે...."
થોડી વાતચીત કર્યા બાદ દાદી એ ફોન મૂકી દીધો અને સોફા ઉપર ટેકો આપીને બેસીને આંખો બંધ કરી અને એના શૈલેષ ને યાદ કરતા ભૂતકાળમાં સરી પડ્યા...
*
નિખિલ ત્રણ વર્ષ નો હતો અને એના દાદી સાથે રડીને પરાણે હોસ્પિટલ આવ્યો હતો ...રૂપમતી બેન સુનિતા ને લઈને હોસ્પિટલ પહોંચી ગયા હતા...રૂપમતી બેન એ એના છોકરા શૈલેષ ને ફોન જોડ્યો...
"ક્યારે આવે છે દીકરા...સુનિતા ને દીકરો આવ્યો છે ...." એની આંખો માં ખુશી સમાતી ન હતી...
" બસ પહોંચી જ ગયો..." શૈલેષ ગાડી માં બેઠો હોય એવો અવાજ સંભળાઈ રહ્યો હતો...
રૂપમતી બેન ( દાદી ) એ ફોન મૂક્યો અને ડોક્ટર ની પરવાનગી લઈને સુનિતા પાસે આવ્યા...
" તારા પપ્પા આવે જ છે એ રસ્તા માં છે તારે મળવું છે ...હેં...મળવું છે..." સુનિતા ના સાસુ દસ મિનિટ પહેલા આવેલા બાળક ને રમાડી રહ્યા હતા...
"મારી બેન ક્યાં છે...." નિખિલ દોડીને અંદર આવ્યો અને બોલ્યો...
" બેન નહિ ભાઈ છે જો..." બાળક ને ઊંચું કરીને બતાવતા એના દાદી બોલ્યા...
સુનિતા ની આંખો માં આંસુ હતા...
"ક્યારેય આપણને તો સમય નથી આપતા એના બાળક ને તો આપી શકે કે નહિ..." ધીમે ધીમે બોલી રહી હતી અને બાજુમાં ઉભેલા દાદી સાંભળી રહ્યા હતા...
" મારો દીકરો કેટલું કામ કરે... બિચારો કામ કરીને તમારૂ પેટ ભરે કે તમને સમય આપે...." સુનિતા સાથે કોઈ લગાવ જ ન હોય એ રીતે દાદી બબડી રહ્યા હતા...
"હોસ્પિટલ પહોંચવામાં સમય વેડફાઈ જશે તમે સુનિતા ને લઈને ઘરે આવો....હું બરોબરનો ટ્રાફિક માં ફસાયેલો છું..."
"કંઈ વાંધો નહિ બેટા તુ તારું ધ્યાન રાખજે અમે ઘરે જઈએ છીએ..." દાદી ફોન મુકીને સુનિતા તરફ જોયું અને ઘરે નીકળવા માટે જણાવ્યું...
હોસ્પિટલ નું કામ પતાવી ને દાદી બાળક ને લઈને અને સુનિતા સાથે નિખિલ ને લઈને ઘરે પહોચ્યા...
શૈલેષ ઘરના દરવાજા પાસે ઊભો હતો...
શૈલેષ એ બાળક ને હાથમાં લીધું અને ઘરની અંદર આવ્યો...
આમ તો શૈલેષ શની રવી ની રજા માં ઘરે આવતો અને બાકીના દિવસોમાં બહાર રહીને કામ કરતો હતો...
સુનિતા સાથે લગ્ન પણ દાદી ના સહારા માટે અને ઘરના કામ કરવા માટે કર્યા હતા..
સુનિતા ગામડાની છોકરી હતી ખૂબ જ શાંત સ્વભાવ ની હતી...ગામડાની હોવાથી દાદી ને પસંદ ન હતી પરંતુ ઘરના કામ કરવા માટે આનાથી સારી છોકરી મળે એમ નહતું જેથી દાદી એ સુનિતા ને અપનાવી હતી...
શૈલેષ ખૂબ દેખાવડો અને ખૂબ ઊંચો હતો...એના બંને ગાલ ઉપર ખાડા પડતા હતા...એને સુનિતા કરતા વધારે સારી છોકરી મળતી હતી પરંતુ બહાર નોકરી કરતી હોય એવી જે દાદી અને શૈલેષ ને પસંદ ન પડતું...
શૈલેષ લગ્ન પહેલા અને પછી પણ બહાર અફેર કરવાનું ચાલુ રાખતો...
બે બાળક નો બાપ હોવા છતાં એના ચહેરા ઉપર વધારે ઉંમર દેખાતી ન હતી...એવામાં એના પ્યારમાં કોઈ છોકરી નો પડે એવું બને જ નહીં ...
શૈલેષ ગાડી ચલાવી રહ્યો હતો એવામાં બેન્ચ (બાંકડા ) ઉપર એક સુંદર સ્ત્રી દેખાઈ...જેના હાથમાં નાનુ બાળક હતું...સ્ત્રી ના ચહેરા ઉપર અલગ જ ચમક હતી જે જોઇને શૈલેષ એના પ્રેમ માં પડી ગયો હોય એ રીતે એની પાસે જઈને ગાડી થોભી રાખી....
આ રીતે સામે ગાડી આવતા જોઇને એ સ્ત્રી એ એને કહ્યું...
" આગળ હોસ્પિટલ છે તમે મને ત્યાં લઈ જશો...મારા પતિ રિક્ષા શોધવા ગયા છે પરંતુ હજુ નથી આવ્યા...મારી દીકરી બીમાર છે..." ત્રણ ચાર મહિના ની બાળકી જોઇને શૈલેષ ને દયા આવી અને એણે હોસ્પિટલ લઈ જવાની હા પાડી દીધી...
( ક્રમશઃ )