Understanding books and stories free download online pdf in Gujarati

સમજણ

નીરવ અને ધરતીના લગ્નના 3 વર્ષ થઈ ગયા હતા. પરંતુ બંનેના સબંધમાં ક્યાંક કમી રહેતી હતી.નીરવ રોજે રાત્રે નોકરીએથી ઘરે આવતાની સાથે જ નાની મોટી વાતમાં ઝગડો કરતો. એક બીજા સાથે રહેવું બંનેને અઘરું લાગવા લાગ્યું હતું. નીરવ અને ધરતી બંને એક દિવસ જમતા જમતા બંને છૂટાછેડાની વાતો સુધી પોહચી ગયા.અને નીરવ બોલ્યો, કે હા મારે પણ તારાથી હવે છુટકારો જોઈએ છે.ધરતી ધીમા અવાજે બોલી "આપણે એક બીજાને નથી સમજી શકવાના" આપણે આ સોમવારના દિવસે જ કોર્ટમાં જઈશું.નીરવે ધરતી સામુ જોઈ હુંકારો ભર્યો સારું . આટલું કહી ધરતી રસોડામાં ચાલી ગઈ, અને નીરવ પોતાના રૂમમાં જઈને સુઈ ગયો.

નીરવ આજે આપણે કોર્ટમાં જવાનું છે. તમે તૈયાર થઈ જજો ડિવોર્સ પેપર પર સાઈન કરવા માટે. ધરતી બોલી
નિરવે કહ્યું હા હું તૈયાર છું.

એવાકમાં નિરવના ફોનની ઘંટી વાગી. અને ફોન ઉપાડ્યા બાદ નીરવ તરત ટીવી ચાલુ કરે છે. ત્યારે ટીવીમાં પેલ્લુ જ બ્રેકીંગ 21 દિવસનું લોકડાઉનનું હતું. આવું સાંભળી બંને જણ ટીવી સામે પડેલા સોફા પર બેસી જાય છે. ત્યારે ધરતી બોલી કે હવે આપણે શું કરીશું...?
ત્યારે નીરવ બોલ્યો "કઈ નહીં આતો 21 દિવસમાં લોકડાઉન ખુલ્લી જશે" આવું કહી નીરવ પોતાના રૂમ માં ચાલ્યો ગયો ધરતી પણ નિરાશ થઈને રસોડામાં ચાલી ગઈ.

સાંજનો સમય હતો અને નીરવ ટીવી ચાલુ કરી બેઠો હતો. ત્યારે ધરતીએ નિરવને કહ્યું "લ્યો આ લિસ્ટ અને પૈસા નીચેથી ઘરનો સામાન લાવી દ્યો" કેમ કે 21 દિવસ સુધી બધું બંધ છે. અને જરા જોતા જજો બાલ્કનીમાં જઈને કરિયાણાની દુકાન આગળ કેટલી લાઈન છે.

( નીરવ સામાન લઈને પોતાના ઘરે આવે છે)

ધરતી રસોડામાં જમવાનું બનાવવતી હતી. ત્યારે નીરવ પાણી પીવા માટે રસોડામાં આવ્યો નિરવ પાણી પિતા પિતા ધરતી સામું જોતો હતો. ત્યારે નિરવને અહેસાસ થયો કે જમવાનું બનાવવું કેટલુ કઠિન છે.

(આ બધું જોઈ નીરવ એકદમ થંભી જાય છે)

નીરવ અને ધરતી જમવા માટે બેઠા હતા. અને લગ્ન બાદ આજે એવો પહેલો દિવસ હતો. કે બંને વચ્ચે ઝગડો નહતો થયો ધરતી ના મનમાં એવું હતું કે નીરવ હમણાં કંઈક બોલશે પણ નીરવ આજે કંઈજ નહોતો બોલ્યો.

આજે લોકડાઉનનો પહેલો દિવસ, નિરવ તો બસ સવારે ઉઠવાની સાથે જ ટીવી ચાલુ કરીને બેસી ગયો હતો. અને ધરતી રોજના જેમ ઘરના કામમાં વ્યસ્ત હતી. નીરવને ઘરે કંટાળો આવતો હતો. તો થોડીક વાર ફોન તો થોડીક વાર ટીવી આમ કરતા કરતા જમવાનો ટાઈમ થઈ ગયો નીરવને જોરની ભૂખ લાગી હતી. નિરવે બૂમ પાડી ધરતી જલ્દી જમવાનું બનાવ મને ભૂખ લાગી છે.

(ધરતીનો કોઈ જવાબ ના આવતા નીરવ રસોડામાં ગયો)

રસોડામાં જતા જ નીરવની આંખો સ્થિર રહી ગઈ.નીરવ સુમસામ ટીવી આગળ આવી બેસી ગયો.અને થોડો સમય વીત્યા બાદ બંને જમવા બેશે છે.

ધરતીને કામ કરતા જોઈ નીરવની આંખો ભીંજાય ગઈ, એ વિચારોના વંટોળમાં વીંટાઈ જાય છે. એને સમજાતું નહતું કે આ શું કરી બેઠયો હું...!!

આમ કરતા કરતા 5 દિવસ નીકળી ગયા હતા. નીરવને ક્યાંક પોતે જ ગુનેગાર હોય એવું લાગતું હતું. પણ એ ધરતીને કહી નહતો શકતો.નીરવને હવે સમજાઈ ગયું હતું કે સમજણ વગર આ સંબંધ અધુરો છે.

એક દિવસ એવો આવ્યો કે નીરવ સવારમાં ઉઠવાની સાથે જ ધરતીને ભેટી પડ્યો અને ધુસકે ધુસકે રડવા લાગ્યો. ધરતી પણ માયુષ થઈ ગઈ નિરવને ભેટી પડી અને નીરવ કહેવા લાગ્યો કે ધરતી મને માફ કરજે હું તને સમજી ના શક્યો.મારે નથી આપવા છૂટાછેડા આપણે બંને સાથે રહી એક બીજાને સમજીને આગળ જઈશું. એકબીજાને સમજ્યા બાદ હવે નીરવ અને ધરતી લડવાની જગ્યાએ એક બીજાને વ્હાલ કરવા લાગ્યા......



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED