દીકરી વિદાય RJ_Ravi_official દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી વિદાય

મારે આજે દીકરી વિષે બે શબ્દ કેવા હોય તો .....

સાહેબ..! જ્યારે દીકરી વિદાય થાય અને જ્યારે એ દીકરીની હાથમાં મહેંદી લાગે ને , ત્યારે દીકરીની આંખો શા માટે ભીંજાય જાય છે ,ખબર છે ....? સાહેબ..! એ એના અમૂલ્ય બાપનું ઘર છોડતી હોય છે. દીકરી ની વાતો જેમ તેમ નથી થતી , સાહેબ. આજ કલ ના છોકરાઓ બોલે છે કે , મારી પત્ની તો આમ છે - તેમ છે... સાહેબ , એ એક તમારા વિશ્વાસે એને એનું અમૂલ્ય દિલ છોડીને આવી છે , એની તો કઈક કદર કરો. અરે બાપ દીકરી ની આમ મજાક ના કરશો ....અને સાહેબ જ્યારે દીકરી બાપના ઘર ના બારણાં પર થાપા મારે તો , સાહેબ એ દીકરીના દસ આંગળી વડે એટલુ જણાવે છે કે , બાપુ આજ થી આ દસ આંગળી વડે એટલુ જાણવું છું કે , આજથી આ ઘર પર મારો કોઈ હક નથી રહ્યો... . સાહેબ દીકરી કેટલી અમૂલ્ય અવતાર છે નહીં...! જ્યારે ભાઈ ને રડાવે ત્યારે એને સાંજ સુધી માનવી લે .... જ્યારે દીકરી મોટી થાય ત્યારે એના બાપ નું પોતાના દિલ ની જેમ સાચવે. સાહેબ...! આ દુનિયામાં માણસ તો જુઓ... સાહેબ. આ સમાજ માં વધૂ બધાને જોવે છે, પુત્રવધૂ પણ બધાને જોવે છે અને દીકરી ને સમાજ માં આવા નથી દેતા...... .
હાલના આધુનિક સમયમાં પણ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ છે. હજી પણ સમાજમાં કાનૂન અને કાયદાથી છુપાઈને લોકો આ પ્રથાને જાળવે છે.
કહેવાય છે કે સવાર પડતાં જ જેના ઘરમાં દીકરીના દર્શન થાય તે લોકોને મંદિરમાં જવાની જરૂર નથી હોતી. છતાં આજે પણ લોકો મંદિરમાં દીકરાની માંગ કરવા જાય છે. કારણ એમને દિકરીથી સંતુષ્ટિ નથી મળતી.
તમારે ઘરે લક્ષ્મી પધારે અને જો તમે એનાથી મોઢું ફેરવો તો જીંદગીની માલિકી પર ક્યારેય સુખી ના થઇ શકો. તમારી દીકરી જ તમારી લક્ષ્મી છે, જે તમારા નસીબ લઈને આવે છે.
બેટી બચાવો અભિયાન તો સરળતાથી ચાલુ થઈ ગયું પણ શું અત્યારના સમયમાં બેટી સુરક્ષિત છે ખરી?...દીકરીની રક્ષા કરવી એ આપણી જવાબદારી છે. પછી ભલે એ દીકરી આપણી હોય કે બીજાની.
ઘણા સૂત્રો દીકરી વિશે લખાયા છે, જેવાકે...'દીકરી તુલસીનો ક્યારો...' પણ ઘણી જગ્યાએ તો હાલમાં પણ દીકરીને સાપનો ભારો માનવામાં આવે છે. દીકરીને પારકી થાપણ કહેવાય છે. ક્યારેય દીકરીને દીકરા સમાન ગણવામાં આવતી નથી.
હા, વાત અલગ છે કે આજે દીકરી બધી આગળ છે. પિતાનું નામ રોશન કરવા એ ઘણી મહેનત કરવા છે. ઘણી તકલીફો વેઠે છે અને ભણીગણીને સારી પદવી મેળવે છે.
આજે દીકરી સારી પદવી સાથે ઘરને પણ સાચવે અને સંભાળે છે. સાથે સાથે જયારે લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે સાસરીવાળાની પણ નામ રોશન કરે છે....કહેવાય છે 'દીકરી બે કુળ તારનારી કહેવાય છે.'...એક પિતાનું કુળ અને પતિનું કૂળ... શુ દીકરી નહિ હોય તો કોઈના ઘરમાં પુત્રવધૂ આવશે...?....શું દીકરી જ નહીં હોય તો કોઈના કુળનો વંશવેલો આગળ વધશે ખરો....???દીકરી હંમેશા પોતાના પાપા ની ઇજજત માટે જૂકે છે સાહેબ...દીકરા ક્યારે નહીં જૂકે .......

ક્યારે ય તમે તમારી જાતને દુનિયાભરના તમામ દુઃખોથી ઘેરાયેલી મહેસુસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો.તેની સાથે દિલ દિલ ખોલીને વાત કરી લેજો .ત્યાં તમારા મનને હિમાલયથી પણ વધુ ઠંડક અને અને અનંત શક્તિ અનુભવવા મળશે .દીકરી તો મા-બાપનો શ્વાસ છે , જે લીધા વગર ચાલતું નથી અને સમય આવ્યે છોડ્યા વગર ચાલતું નથી.ઈશ્વરે દીકરી ઘડીને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો છે.દીકરીનો મા-બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને અંત સુધી એક સરખો જ વહે છે .દીકરી જગતના કોઈ પણ ખૂણે જશે ,માતા-પિતાના હૃદયથી ક્યારે ય દુર જતી નથી .દીકરી સાથેની મા-બાપની વહાલની કડીઓ ક્યારે ય ઢીલી પડતી નથી .દીકરી જ સચ્ચાઈ છે. દીકરો ક્યારેક ભ્રમ સાબિત થઇ શકે છે .કદાચ એટલા માટે જ આપણા તત્વચિંતકોએ દીકરીને બાપનું હૈયું કહી છે.ક્લેજાનો ટુકડો કહ્યો છે અને એટલા માટે જ દીકરી સાસરે જાય છે ત્યારે મા-બાપની આંખોમાં આંસું વહે છે .નક્કી માનજો કે દીકરી તો ગયા ભવમાં જેણે પુણ્ય કર્યાં હોય તેને જ મળે છે .