Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 12 - અવાચક દૃશ્યો

શાદીની પ્રથમ રાત્રિએ ઝાકીર નિદા ને એકલી મૂકી સ્વરા ને વાત જણાવવા આતુર અને અધુરો થઈ ગયો. પોતે ગમે તે ભોગે હવે મારા સાથે વાત કરવા ઈચ્છતો હતો અને તે પણ સમયનો કોઈપણ બગાડ કર્યા વગર... સ્વરા પરિવાર સાથે નીચે હોલ માં બેઠી હતી ઝાકી રે તેને એકાંતમાં બોલાવી

"શું થયું ઝાકીર ??કઈ બીજું પણ જોઈએ છે તને ??'"

"ના ,સ્વરા મારે તારી સાથે જરૂરી વાત કરવી છે ."

"હા પણ અત્યારે કોઈ પણ વાત કરવાનો યોગ્ય સમય નથી તું અત્યારે તારા રૂમમાં જતો રહે જા નિદા તારી રાહ જોતી હશે તું આ રીતે તેને એકલી મૂકીને આવી જા તે સારું નથી"...

"તું એની ચિંતા ન કર હું તને કંઈક જરૂરી વાત જણાવવા માંગુ છું'

"પણ જાકીર..........."

ઝાકીર જબરદસ્તી સ્વરા ને પોતાની પાસે રહેલા કેટલાક ફોટો દેખાડે છે જેમાં યશ સાથે એક બાળક પણ હોય છે જેને યશ પ્રેમથી જમાડી રહ્યો હોય છે. તો કેટલાક ફોટામાં તે બાળક સાથે મોલમાં જોવા મળે છે વળી ક્યારેક કોઈ આલીશાન રિસોર્ટ ના ગાર્ડનમાં બંને બેઠેલા દેખાય છે આ ફોટા જોઈને સ્વરા અવાચક થઈ જાય છે..

"આ બધું શું છે જાકિર..??"

" યશ્વ .... યશવ malik આ બાળકનું નામ ...યશ વ્યસ્ત malik no દીકરો છે. "

તો .....તો શું ?"

"સ્વરા તને એટલું પણ નથી સમજાતું કે આ બાળક યશ મલિક નો દીકરો છે. તેનો સગો દીકરો...

" હા તો તું શું કામ મને બતાવી રહ્યો છે ??"

" સ્વરા તુ શું મૂર્ખ છે !!!તને આ ફોટા જોઈને પણ કોઈ પ્રશ્ન નથી થતો ?શું તારે ખરેખર સમજવું નથી કે તું સમજી ને પણ અવગણી રહી છે કે આ યશ તને તને છેતરી રહ્યો છે તે તારી સાથે પ્રેમ નો ઢોંગ કરીને કંઈક બીજા જ ખેલ ખેલી રહ્યો છે તેને કોઈ તારી સાથે પ્રેમ નથી... નહીં તો કે તેણે પોતાના જ દિકરા ને તારા થી શું કામ છુપાવીને રાખેલો છે?? ઝાકીર એક શ્વાસે આં બધું સ્વરા ને જણા વી રહ્યો હતી હજી જે....

" તે અને તેનો દીકરો કેનેડામાં એકલા રહે છે યશ પોતાના પરિવાર સાથે પણ તેના દીકરાને વધુ સમય ગાળવા દેતો નથી શું કામ તે આ રીતે તને અને પોતાના જ દિકરા ને પણ જેને તે સૌથી વધુ નિકટ થી પ્રેમ કરવાનો દાવો કરે છે.. તેને આ રીતે ગુપ્ત રાખે છે ?તો હજી પણ સમજી જા યશ તને ધોકો દઈ રહ્યો છે"

" તું આ શું બોલી રહ્યો છે . તને ખબર પણ છે કે પાછું...".સ્વરા પણ અટકે છે અને વળી" તું ગુસ્સા માં પોતાનો સંપૂર્ણ ભાન ગુમાવી બેઠેલો છે ....ઝાકીર "

" હું ચોક્કસ રીતે મારા ભાન માં જ છું કે હું શું બોલી રહ્યો છું અને જે કઉ છું તેની પણ મને સંપૂર્ણ જાન છે પરંતુ તારી આંખોમાં જે પ્યાર ની પટ્ટી બાંધેલી છે તે ના કારણે તું આં બધું જોઈ શકતી નથી" .....

"ઝાકીર બસ ચુપ થઇ જા હવે"

"સ્વરા તું સમજતી જ નથી યશ ને તે તને પોતાના પ્રેમના જાળમાં ફસાવીને માત્ર તારી સુંદરતા નો લાભ ઉઠાવી રહ્યો છે તેને તારી સાથે કે તારા પ્રેમ સાથે કોઈ લેવાદેવા જ નથી આથી જ તો આટલું બધું થયા પછી પણ કેમ સામે આવીને તારો સાથ તેણે દીધો નથી તારો...??"

"અરે એ તો મેં જ....."

"હા હા મને ખબર છે તું હવે એમ જ કહીશ ને કે તે જ તેને જાહેરમાં કઈ પણ આવી ને બોલવાની ના પાડેલી છે પરંતુ એક પતિ તરીકે તેને એટલી તો સમજ પડવી જોઈએ કે આ રીતે પોતાની પત્નીને તે એકલી ન મૂકી શકે અને એમાં પણ જો તે સાચી હોય ત્યારે તો ક્યારેય નહીં..."

"ઝાકીર શાંત થઈ જા હવે તું અતી બોલી રહ્યો છે"

"કડવું લાગે છે મારું બોલું છતાં સાંભળ તું ... કાન ખોલીને કે આ યશ મલેક માત્ર રમતો રમવામાં અને પૈસાનો જ ખેલ કરવામાં ઉસ્તાદ છે તારો ઇસ્તમાલ કરીને જ તે પોતાના મતલબની વાત કઢાવી રહ્યો છે તેને તારી સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ જ્યારથી રે એ ખબર પડી ગઈ છે કે તું નવાબ સિદ્દિકીની દીકરી છે અને કરોડોની મિલકતની વારસદાર પણ છે એટલે જ તે તારી સાથે....

"ઝા....કીર" સ્વરા બરાડી ઉઠી...

આ બધું સાંભળતા જ સ્વરા ગુસ્સે થઈ જાય છે તેણે વિચાર્યું પણ ન હતું કે ઝાકીર ને તેની વાતો પર વિશ્વાસ નહીં હોય અને તે આ રીતે યશ ઉપર જાસૂસ ગોઠવશે.....ગુસ્સા માં લાલ પીળી થતી તે ઝાકીર ને બોલતો અટકાવવા પ્રયત્ન કરે છે કારણ કે ઝાકીર ને યશ વિશે જાણકારી મેળવ્યા પછી પણ તેને ઓળખવામાં આટલી બધી ભૂલ થઈ છે.છતાં ઝાકીર અટકતો નથી અને અંતે સ્વરા એ કરી બેસે છે જે તે કરવા નથી માંગતી....

સ તાંક
.
.
.
.
.
.
એક જોરદાર તમાચો ઝાકીર ના ગાલ પર આવી પડે છે. થોડી વાર માટે તો સ્વરા પોતે પણ ભાન ગુમાવી બેસે છે. કેટલોય મોટો ગુનો થયો હોય તેમ તે ઝાકીર સામે જોઈ રહે છે અને ઝાકીર પણ ન ધારેલી આં ધટના વિશે અચમભિત થઈ જાય છે...