Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 11 - નવી દુનિયા

ઝાકીર ની અકળામણ હવે વધતી જતી હતી. તે સમજી શકતો ન હતો કે તે સ્વરા ને શું કહે ..તેના પર ગુસ્સો કરે કે તેની નાદાની ઉપર તેને સમજાવે.....

તેણે વેઇટરને કહીને સ્વરા અત્યારે ક્યાં છે તે જાણવાની કોશિશ કરી પરંતુ કોઈને કંઈ ખબર ન હતી . અંતે ઝાકીર એ સ્વરા ને એક મેસેજ નાખ્યો કે તરત જ ફ્રી થઈને તેને મળે. પરંતુ યશ અને સ્વરા પોતાના માં જ મુગ્ધ બની ને એકબીજા માં વ્યસ્ત હતા. સ્વરા અત્યારનો પૂરેપૂરો સમય યશ સાથે વિતાવવા માંગતી હતી જેથી કરીને તે તેના જન્મદિવસને યાદગાર બનાવી શકે ....વળી, બીજા દિવસે ઝાકીર ના નિકાહ પણ હતા. આથી એ દિવસે તો કશું શક્ય ન હતું પરંતુ ઝાકીર એ કરેલો મેસેજ યશ ને મળી ગયો અને તે તરત જ સમજી ગયો કે ઝાકીર હવે સ્વરા ને શું કહેવા માંગે છે.

બીજે દિવસે ઝાકીર ના લગ્ન હતા આથી સૌ કોઈ તેની તૈયારીઓમાં અને મોજ મસ્તી માં વ્યસ્ત હતા. પરંતુ ઝાકીર સ્વરા ને મળવાની ઉતાવળમાં હતો, તેને તેના પિ.એ એ આંપેલી યશ ની જાણકારી વિશે સ્વરા ને ઝડપથી જણાવવા માંગતો હતો. આથી તે બેબાકળો બનીને સ્વરા ની રાહ જોઈ રહ્યો હતો પરંતુ અત્યાર સુધી તે દેખાઇ ન હતી. સમય જેમ પસાર થઈ રહ્યો હતો તેમ શાદી ની તૈયારીઓ જોર પકડવા લાગી હતી. પીઠી ને જોડા ચડાવવાની રસમો હવે થવાની હતી .આં રસમો માં સ્વરા ની જરૂર હતી અને તે પણ એક સગીબેન તરીકે પોતાની જવાબદારીઓ વ્યવસ્થિત નિભાવી રહી હતી. એના માતાપિતા અને ઝાકીર માટે તે બધું જ કરવા માંગતી હતી. તે બધા જ કામ હોંશભેર કરી રહી હતી. વળી ભોજન ની પણ સંપૂર્ણ જવાબદારી સ્વરા માથે જ હતી .સ્વરા બધા જ કામ નિષ્ઠા સાથે પૂરા કરી રહી હતી. તેને કામમાં વ્યસ્ત જોઈને ઝાકીર વધુ અકળાતો હતો. પરંતુ આ બધા થી અજાણ સ્વરા ખૂબ જ ખુશ હતી. તે ગમે તેમ કરીને સ્વરા ને મળવા માગતો હતો .પરંતુ તે લોકોથી ઘેરાયેલો હોવાથી સ્વરા સાથે વાત કરવા માંગતો હતો.

દૂર ઊભેલો યશ ઝાકીર ના ચહેરા પર આવેલા ભાવો ને સ્પષ્ટ જોઈ શકતો હતો તે જાણતો હતો કે ઝાકીર સ્વરા ને શું કહેવા માંગે છે પરંતુ ઝાકીર એ જે રીતે યસ ઉપર પોતાનો પીએ અને જાસૂસ ગોઠવ્યો હતો તે યશ થી અજાણ ન હતું. અને હવે તે પણ ઇચ્છતો હતો કે તેની અને સ્વરાની ભૂતકાળની બધી જાણકારી ઝાકીર ને ખુદ સ્વરા પાસેથી મળી જાય. જેથી તેની શંકાનું સમાધાન થઇ જાય. કારણ કે ઝાકીર યશ ના દીકરા વિશે તો જાણી ગયો હતો પરંતુ તેવા સ્વરા અને યશનો જ દિકરો છે તે વિશે તે જાણતો નહોતો.

સ્વરા જ તેની સગી માં છે તે વિશે તેને ખબર ન હ તી. યશ ની પહેલી પત્ની સ્વરા હતી અને તે જ હંમેશા રહેશે તે હવે ઝાકીર ને પણ જણાવી દેવા માંગતો હતો આથી પોતે પણ થોડો બેચેન હતો. આથી સ્વરા હવે કઈ રીતે આં બધી જાણકારી આપશે તે યશ જોવા માંગતો હતો ધીરે ધીરે સાંજ આગળ વધી રહી હતી ઘર આખુ દુલ્હન ને લાવવાની તૈયારી કરી રહ્યું હતું. પરિવાર અને દરેક મહેમાનો માટે આં સાંજ ખૂબ જ યાદગાર બનવાની હતી. દુલ્હનના લિબાસમાં સજેલી નીદા ખૂબ જ સુંદર લાગી રહી હતી આખરે તે ઝાકીર ની પસંદ હતી અને બંન્ને બીજાને ઘણા સમયથી ઓળખતા હતા કેમ કે તેમની દોસ્તી પ્રેમમાં પરિણમી ત્યારે સૌથી પેહલા પ્રેમ નો ઇકરાર તો નિદા એ જ કરેલો . અને પરિવાર માં સૌ કોઈ પોતાના પુત્રની ખુશીમાં ખુશ હતા આખરે જાકીર તેમનો એક લોતો દીકરો હતો