હમદર્દ..... તારા પ્રેમ થકી... - 13 - મીઠી યાદો Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 13 - મીઠી યાદો

થોડીવાર પહેલા પડેલા તમાચાના પડઘા હજી ઝાકીર ના કાનમાં વાગી રહ્યા હતા કાર ચલાવી રહી સ્વરા ને તે જોવાની પણ હિંમત કરી શકતો ન હતો અને સ્વરા પણ એકદમ ગુસ્સામાં અતિ સ્પીડે કાર ચલાવી રહી હતી .બંને ક્યાં જઈ રહ્યા હતા તેની ઝાકીર ને સુદ્ધા પણ ખબર ન હતી પરંતુ પૂછવાની પણ હિંમત કરી શકતો ન હતો .શાદી ની પ્રથમ રાત્રિએ જ ઝકીર ક્યાં અટવાયેલો છે તેની ચિંતામાં નિદા પણ અકળાતી હતી. તે એટલું તો જાણતી હતી કે ઝાકીર માટે તેનું કામ વધુ પ્રિય છે તે પોતાના કામમાં ક્યારેય કોમ્પ્રોમાઇસ કરી શકે એમ નથી આથી નક્કી કંઈક જરૂરી કામ હશે તેવુ નિદા સમજી રહી હતી પરંતુ તેના કારણે તે કોઈ તકલીફમાં ન આવી જાય તેવા વિચારો તેને વધુ અકળાવી આવી રહ્યા હતા. ઘરના લોકો માં પણ અણવેશા મલિક સિવાય બીજું કોઈ એ જાણતું ન હતું કે ઝાકીર અત્યારે નીદા સાથે નહીં પરંતુ સ્વરા સાથે છે.

બંને જણા મિસ્ટી રેજન્સી ના ગેટ પાસે આવીને ઊભા રહ્યા. દિલ્હી શહેર નો આં એવો નામાંકિત વિસ્તાર હતો કે જ્યા રેહવા માટેના સપના તો બધા મોટા માણસો જોતા હતા પરંતુ આ એરિયામાં માત્ર 50 જેટલા જ બંગલા હતા. અહીંની સિક્યુરિટી પણ એટલી જ કડક હતી કે બહારના લોકોને અહી અંદર આવવાની પરવાનગી નહતી. ઝાકીર પણ સ્વરા કેમ તેને અહી લઈને આવી છે તે વિચારો માં આશ્ચર્યચકિત થઇને તે ની સામે જોવા લાગ્યો. ગાડી જે ગેટ પાસે આવીને ઊભી હતી તેને ખુલતા જરા પણ વાર ન લાગી. સ્વરાએ ગાડી આગળ વધારી , જેમ જેમ ગાડી મીસ્ટી રેજેંસિસ ના એરિયામાં આગળ વધી રહી હતી તેમ તેમ ઝાકીર ના મગજમાં ગાંઠ વધુ ગૂંથાઈ રહી હતી બંને જણા એક બંગલા પાસે આવીને ઊભા રહ્યા જ્યાં ગેટ પાસે એક મોટી નેમ પ્લેટ લાગેલી હતી જેમાં "યસ્વ મેન્શન "લખાયેલું હતું .

મિસ્ટિ દિલ્લી શહેર નું એક ઘણું નાંમાંકીત નામ હતું .દિલ્હી શહેરના મોટા મોટા vip પ્રોજેક્ટ મિસ્તી ના નામે જ થતાં હતા પરંતુ આની માલિકી વિષે વધુ કોઈ જાણતું ન હતું ઝાકીર ને પણ સ્વરા અહીં તેને કેમ લાવી છે અને આં બંગલા માં તેને પોતાના સવાલોના જવાબ કઈ રીતે મળશે એ તે સમજી શકતો ન હતો પરંતુ ત્યાં જ અચાનક તેને ઘરની નેમ પ્લેટ પરથી યશના દીકરાનું નામ યાદ આવ્યું યસ્વ મલિક....

ઓહ..... શિટ્ટ આવા વાત તે પેલા કેમ સમજી ન ગયો ,' મતલબ કે દિલ્હી શહેર નું આં નામાંકિત નામ યસ્વ બીજું કોઈ નહીં પરંતુ યશ નો દીકરો જ છે એટલે કે યશ એ જ પોતાના દીકરા ના નામ ઉપર આ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવેલું છે એટલે કે તેનો માલિક બીજું કોઈ નહીં પરંતુ યશ છે.

સ્વરા હજી પણ મોન જ રહીને ઝાકીર ની વાતો સાંભળતિ હતી તેને ગાડી બંગલાના મેનડોર પાસેના પ્રાંગણમાં ઉભી રાખી ઝાકીર અને સ્વરા ગાડીની બહાર નીકળ્યા. બંગલો ખૂબ જ આલીશાન અને ભવ્ય હતો .બહાર એ જ ગાર્ડન હતું જ્યાં ના ફોટા ઝાકીર પાસે આવ્યા હતા જેમાં યશ અને તેનો દીકરો સાથે બેઠેલા દેખાયા હતા. ઝાકિરને સુદ્ધા પણ જાણ ન હતી કે જે ફોટાઓમાં તે આલીશાન બંગલા ને રેસોર્ટ સમજી રહ્યો હતો તે તો એક દિલ્હીનો જ ઍરિઓ છે. સ્વરા બંગલાની અંદર જતી રહી અને તેની પાછળ ઝાકીર પણ દોરવાઇ ગયો. બંગલા એટલો જ આલીશાન વસ્તુ થી સુશોભિત હતો જેટલો તે બહારથી દેખાઈ રહ્યો હતો દરેક જગ્યાએ વસ્તુઓની ગોઠવણી એ રીતે કરેલી હતી કે ઘર કેટલાય લોકો થી ભરેલું હોય તેવું દેખાઈ રહ્યું હતું મેન ગેટની બરોબર સામેની જ દીવાલે એક મોટો અને ભવ્ય ફેમિલી ફોટો હતો જેમાં યશ સ્વરા ની સાથે તેમનો દીકરો યસ્વ પણ હતો આ ફોટો જોતા જ ઝાકીર અવાક થઈ ગયો .અત્યાર સુધી જેટલું તે બોલેલો હતો એટલું જ હવે તેને સાંભળવાનો વારો આવ્યો હતો બંને જણા આગળ વધ્યા ચારે તરફ યશ અને સ્વરા ના રોમેન્ટિક પોઝ ના ફોટોસ લાગેલા હતા દરેક photos પેલા ફોટા કરતા તદ્દન જુદા જ હતા દરેક ફોટોમાં યશ અને સ્વરા ના કપડાઓ ,બાહ્ય વાતાવરણ બધી રીતે અલગ જ પોઝ પણ દેખાઈ રહ્યા હતા ચારે તરફ ઘરમાં લાગેલી વસ્તુઓ પણ કદી જોઈ ના હોય તેવી હતી ઝાકીર ચારેતરફ આખો ફેરવીને ઘર ને જોઈ રહ્યો હતો કોઈ કહી જ ન શકે કે આ ઘરમાં માત્ર ત્રણ જ જણા રહે છે અને જેમાં સ્વરા તો ક્યારેક જ હાજર હોય છે પરંતુ યશ અને સ્વરા નો પ્રેમ જ આ ઘર ને સુંદર બનાવી રહ્યો હતો ઘરના દરેક ખૂણેથી પ્રેમની સુગંધ મહેકી રહી હતી. ઝાકીર એ હજી એક વાત નોટીસ કરી કે ઘરમાં લાગેલી દરેક વસ્તુઓ સ્વરા ની પસંદગીની છે સ્વરા ને ગમતા જ સોફાસેટ નો કલર ,ડ્રોઈંગ રૂમ અને કિચન નો ડિઝાઇનિંગ એરીયા, એટલું જ પૂરતું ન હોય તેમ સુગંધી મહેકતા ફુલો પણ સ્વરાની પસંદ ના જ હતા . ઝાકીર અને સ્વરા ઘરમાં આગળ વધ્યા સ્વરા એક પછી એક કિચન , ડ્રોઈંગ રૂમ, સ્ટડી રૂમ, યસ્વ નો બેડ રૂમ, અને અંતે પોતાનો અને યશનો બેડરૂમ પણ ઝાકીર ને બતાવ્યા. ઝાકીર તો ચારે તરફ લાગેલા ફોટાઓ જોઈને જ અચંભિત હતો કારણકે કદાચ હવે તેને પોતાના જ બોલાયેલા શબ્દો પર પસ્તાવો થઈ રહ્યો હતો પરંતુ હજી તેના મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં હતા

સ્વરા એ પોતાના જ બેડરૂમના વોર્ડ્રોબ માંથી એક ડોક્યુમેન્ટ કાઢ્યું, અને તેને ઝાકીર ના હાથમાં આપ્યો. આ ડોક્યુમેન્ટ બીજી કઈ નહીં પરંતુ યસ્વ નો જન્મ દાખલો હતો જેમાં યશ નો જન્મ દિવસ, તારીખ, માતા અને પિતાનું નામ લખ્યું હતું જેમાં માતાના નામ તરીકે સ્વરા માલિકનું નામ વાંચતા જ ઝાકીર ડઘાઈ ગયો.