હમદર્દ..... તારા પ્રેમ થકી... - 9 - શુભ સવાર Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 9 - શુભ સવાર

ઝાકીર સ્વરા ને જોઈને અચંભિત જ હતો અને ઘરના સભ્યો પણ... આજ રીતે અચંભિત હતા કારણ કે કોઈએ સ્વરા નું આગમન ધાર્યું જ ન હતું .ઇન્દોર થી આવેલા અંજલી કા ,રોહન મલ્હાર ,રિયા, સાહિલ અને અદિતિ બધા જ સ્વરા ને જોઈને ઊછળી પડ્યા . આખરે ઝાકીર ની શાદી માટે બધાએ ખૂબજ પ્લાનિંગ કર્યા હતા પરંતુ સ્વરા એકમાં પણ હાજર ન હતી અત્યાર સુધી તો તે યુ એસ માં હતી અને વળી ત્યાં તે શું કરી રહી હતી તેની તેના મિત્રોને જાણ ન હતી પરંતુ જાકીર બધું જાણતો હતો એક ભાઈ તરીકે તેને પોતાની બહેનની ચિંતા થતી હતી અને મહદંશે યશ ઉપર તેને ભરોસો ઓછો હતો. પરંતુ પોતાની બહેનની ખુશી સામે તેની આશંકા તેણે મનમાં જ રાખી હતી .

યશ ,સ્વરા અને ઝાકીર ના પરિવાર સિવાય સ્વરા નવાબ સિદ્દિકીની સગી દીકરી અને ઝાકીર સિદ્દિકીની જુડવા બહેન છે તે કોઈ જાણતું ન હતું. વર્ષો પહેલા જ ઝાકીર ની માતા એ કેટલીક ઘટનાઓને ચાલતા પોતાના બંને બાળકોમાંથી એક બાળકને દવાખાનામાં જ મૂકવું પડયું હતું .પરંતુ સમય વળ્યા પછી પણ તેમની દીકરી ક્યાં હતી તે તેઓ શોધી શક્યા ન હતા . પણ

કેહવાય છે ને કુદરત બધું સારું જ કરે છે તેમ જ્યારે નવાબ સિદ્દીકી સાહેબની તબિયત લથડી અને તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા ત્યારે જાણે કુદરતે જ સ્વરા ને તેમની પાસે મોકલી હોય તેમ વિકટ પરિસ્થિતિ માં નવાબ સાહેબ ને ખૂન ની જરૂર પડતા સ્વરા નો બ્લડ ગ્રુપ તેમની સાથે સરખો હોવાથી અને બધા કણો પણ જ્યારે સિદ્દીકી સાહેબ સાથે મેચ થયા ત્યારે સ્વરા નો રિપોર્ટ કરવામાં આવ્યો અને બન્ને બાપ-દીકરી માં એક જ કણો દેખાતા ડોક્ટરે શંકા વ્યક્ત કરી આ સમયે સ્વરા ને તો કશી જાણ ન થઈ પરંતુ ઝાકીર પોતાની ખોવાયેલી બહેન વિશે બધું જાણતો હતો અને ડોક્ટરની વાત સાંભળી તેમણે સ્વરા અને પોતાના પિતાનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવતા જાણે ચમત્કાર થયો હોય અને તેની માતાની વર્ષોની પ્રાર્થના ભગવાને સ્વીકારી લીધી હોય તેમાં સત્ય બધાની સામે આવ્યો પરંતુ તે સમયે ઝાકીર એ માત્ર પોતાના પરિવાર અને સ્વરા.... જે પોતાના જન્મના રહસ્ય થી તદ્દન અજાણી હતી તેને જાણ કરી આથી પોતાના પરિવાર સિવાય બહારની કોઈપણ વ્યક્તિ સ્વરાનિ આ સચ્ચાઈ જાણતું ન હતું પરંતુ સ્વરા યશને ન કહે તેવું તો ન જ બને .

નવાબ સાહેબ તો સ્વરા ને પોતાની સાથે જ રાખવા માંગતા હતા પરંતુ સ્વરા ની વિનંતી આગળ તેમને ઝૂકવું પડ્યું. તેઓ તો દુ નિયા સામે બૂમો પાડીને પોતાની દીકરી વિશે જાણ કરવા માંગતા હતા પરંતુ દીકરી માટે જ ચૂપ રહ્યા હવે જ્યારે પોતાના જ ભાઈ ની શાદી હોય અને સ્વરા ના હોય તે કેમ બની શકે પરંતુ સ્વરા કામમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે તે આવી શકે તેમ ન હતી અને અત્યારે પણ તેની હાજરી એટલે હતી કે તે યશ નો બર્થ ડે તેની સાથે જ રહીને ઉજવવા માંગતી હતી. જોકે આ વખતે કામની વ્યસ્તતાને કારણે યશ પણ પોતાનો બર્થ ડે ભૂલી ગયો હતો.

સ્વરા સાથે જે ઘટના નવ મહિના પેહલા બની તે ને લીધે આ પ્રસંગ ને ધ્યાન માં રાખી યશ પોતે જ ઈચ્છતો હતો કે સ્વરા ની ઓળખાણ હવે દુનિયા સામે આવી જાય બધાને ખબર પડે કે તે એક રિટાયડ આર્મી ચીફની દીકરી અને એક મોટી વિરાસતની માલકીન છે પરંતુ સ્વરા એ કરેલી મહેનત અને તે ની ડોક્ટર તરીકે ની ઓળખાણ વધુ જરૂરી હતી આખરે પોતાની તબીબી કારકિર્દી માટે તેણે અથાગ મહેનત કરી હતી કેટલી મુશ્કેલી તેના રસ્તામાં આવી હતી અને તેમાંથી બહાર નીકળી તે છેલ્લા નવ મહિનાથી પોતાના બાળકો અને ખાસ તો યસ થી દુર રહીને પોતાની ટ્રેનિંગ લઇ રહી હતી.

જોકે આટલી વ્યસ્તતા હોવા છતાં પણ ઝાકીર ની શાદી નું food મેનુ તેણે જાતે જ તૈયાર કર્યું હતું .જે ટીમ અત્યારે તેનું કામ સંભાળી રહી હતી તે તેની જ શોધેલી અને તૈયાર કરેલી ટીમ હતી તેને દેશમાંથી સ્વાદ ના ઝાયકાના લોકલ કુક શોધીને પોતાની એક ટીમ તૈયાર કરી હતી. આથી તેમાં પણ જો તેનો ભૂતકાળ અને તેની ઓળખાણ સામે આવી જાય તો આ મહેનત બધી જ નિષ્ફળ જાય આથી પોતે પોતાની ઓળખાણ છુપાવવા માંગતી હતી પરંતુ અન્વેષા malik જે ઝાકીર અને સ્વરા ને સાથે જોઈને કંઈક બીજા જ અર્થઘટન કરી રહી હતી તેનો ભ્રમ તોડવા યસ ઈચ્છતો હતો કે સ્વરાના ઝાકીર અને તેના પરિવાર સાથે ના સંબંધો તે કઈ પોતાની કૂટનીતિ કરે તેની પહેલા જ તેની અને દુનિયા સામે સ્પષ્ટ થઈ જાય. કારણકે સ્વરાના ચારિત્ર પર જો કોઈ ડાઘ લાગ્યો તો તે આ આઘાત સહન જ નહીં કરી શકે. અને હવે તો તેનો પરિવાર પણ યશ અને સ્વરા ના સંબંધો વિષે જાણી ગયો હતો અને તેના પિતાને સ્વરા ની પસંદગી ઉપર ખૂબ જ ગર્વ હતો કારણ કે યશ malik એટલે એક મોટી ચટ્ટાન જેને હલાવી કે હટાવી કોઈ સામાન્ય વ્યક્તિ ની તો વાત જ નથી .જો તેની સામે વાવાઝોડું કે ભૂકંપ પણ આવી જાય તો તે પણ પાણી ભરતા થઈ જાય પરંતુ બંને શા માટે પોતાના સંબંધો ગુપ્ત રાખે છે તે વિશે ઝકીર નો પરિવાર કશું જાણતો ન હતો .

ઝાકીર એ પણ પોતાની રીતે ઘણી જાણકારી મેળવવાની કોશિશ કરી હતી પરંતુ મીડિયા પર યશ નો કબજો હતો આથી યશ અને સ્વરાના સંબંધો વિશે કશું જગજાહેર હતું જ નહીં અરે યશ વિષે પણ જાણકારી મેળવવી ઘણી અઘરી હતી એનો પરિવાર પણ આ બધાથી અજાણ રહેતો.

જેમ સાંજ ઢળી રહી હતી તેમ એક પછી એક બધી શાદી ની રસ્મો આગળ ચાલી રહી હતી સ્વરા engagement મા તો હાજર ન હતી પરંતુ આજે મહેંદી અને બીજી અન્ય રસમો હતી એવા કેટલાય પોગ્રામ આવનારા બે દિવસમાં થવાના હતા અને જેના માટે શહેરના મોટાભાગના વીઆઇપી મહેમાનો આમંત્રિત હતા આ શાદી માત્ર પરિવાર પૂરતી મર્યાદિત ન હતી પરંતુ આખા શહેરમાં તેના ચર્ચા હતા અને તેમાં પણ નવાબ સાહેબ નો હોટેલ પ્રોજેક્ટનો યશ malik સાથેનો ટાયપ ઉમંગ વધારી રહ્યો હતો. આ પ્રોજેક્ટ માટે ખાસ વાત તો એ હતી કે સ્વરા પોતાના પિતા અને પતિ સાથે આખો કુકિંગ એરીયા સંભાળવાની હતી જે કોઈપણ હોટેલ, રિસોર્ટ , કે કેફે ની મુખ્ય ભાગ હોય છે પરંતુ હજી સુધી તેમણે આ વાત ગુપ્ત જ રાખી હતી અને ઝાકીર ની શાદી માં જ સ્વરા ની આ રીતે પોતાની ઓળખાણ તૈયાર કરી રહી હતી અને પહેલાં ફંકશનથી ભોજનના ચર્ચા વધુ હતા આખરે સ્વરા એ તેમાં ઘણી મહેનત કરી હતી અને હવે તો આ જ ટીમ રિસોર્ટ માટે પણ કામ કરશે તે નક્કી હતું

હજી તો ફૂડ ના કેટલાય ચર્ચા થશે તે નિશ્ચિત જ હતું. ધીરે-ધીરે હોલ ફંકશન પત્યા પછી ખાલી થઈ રહ્યો હતો યશ એક બિઝનેસ પાર્ટનરની સાથે હવે તો નવાબ સાહેબ નો જમાઈ પણ હતો આથી સંબંધો હવે વધુ ગાઢ હતા સૌ કોઈ મિત્રો અને પરિવાર મોડે સુધી બેઠા હતા પરંતુ આ મેહ્ફીલ થી દુર સ્વરા અને યશ રિસોર્ટ ની ટેરેસ પર એકબીજા સાથે એકલા હતા યસ હંમેશની જેમ જ શાંત અને ગંભીર હતો દુનિયામાં સામે જેટલો તે કઠોર અને પ્રોફેશનલ સાબિત થતો એટલો જ સ્વરા સાથે તે એક સામાન્ય વ્યક્તિ હતો જે પોતાની પત્ની ને ખુબજ ચાહતો હતો આખરે નવ મહિના પછી બંને અત્યારે મળી રહ્યા હતા શાદી માં ભોજનની પ્રશંસા સાંભળીને યસ ને તેમાં સ્વરાની કરેલી મહેનત સ્પષ્ટ દેખાતી હતી. પરંતુ તે સ્વરા ની અર્ધનિન્દ્રા વાળી આંખો જોઈ મનોમન દુખી થઈ રહ્યો હતો. પણ આં માર્ગ યશે જ સ્વરા માટે પસંદ કર્યો હતો અને જેનાથી સ્વરા ને તો કોઈ તકલીફ ન હતી.