Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 10 - શાદી ની તૈયારીઓ

બ્લુ લેંઘામાં સજેલી સ્વરા કોઈ પરી થી કમ લાગતી ન હતી. કોઈ કંઈ જ ન શકે કે તે ત્રણ બાળકોની માતા છે એક માતા તરીકે પણ તેણે પોતાની જવાબદારીઓ ખૂબ જ ગંભીરતાથી નિભાવી હતી જોકે તેને પોતાના મોટા દીકરા યસ્વ પ્રત્યે ખૂબ જ લાડ અને ચિંતા હતી. કારણકે જન્મ આપતાની સાથે જ માત્ર છ મહિના તે સ્વરા સાથે રહ્યો હતો પછી તો જ્યારે યશ અને સ્વરા અલગ થયા ત્યારે યસ્વની સંપૂર્ણ જવાબદારી યશે પોતાના માંથે લીધી હતી તે માતા અને પિતા બંને નો પ્રેમ યસ્વ ને સરખો જ આપતો હતો યસ્વને તે ક્યારેક સ્વરા સાથે મળવા પણ લઈ આવતો પરંતુ તે સ્વરા માટે પૂરતું ન હતું .

કેટલીક સામાજિક જવાબદારીઓ અને દુનિયાના પડકારો સામે સ્વરા ખુદ જ યસ્વ પોતાનાથી દૂર રાખતી હતી જે માટે તેને ખૂબ જ દુઃખ લાગતું પરંતુ યશે જ બધું સંભાળી લીધું હતું તેણે પોતાના દીકરાને એ રીતે સંસ્કાર આપેલા હતા કે એનો દીકરો નાની ઉમરે પણ યશ જેવો જ લાગતો. તેને બોલવાની છટા થી લઈને દરેક વાતમાં યસ છલકાતો હતો અને આથી સ્વરા આ માટે ખૂબ જ પોતાની જાતને લકી માનતી હતી કારણકે એક પત્નિ તરીકે તે કેટલી જવાબદારી નિભાવી શકે છે તે પોતે પણ જાણતી ન હતી પરંતુ યશ તેનાથી જવાબદારી નિભાવવામાં બહુ વધારે આગળ હતો કેહવા પહેલા જ તે ઘણું બધું સમજી જતો હતો . પરિવાર ના માટે પણ તેણે ઘણા વિચારો કરી રાખ્યા હતા જે માટે સ્વરા ને તો હવે કઈ ચિંતા ન હતી .

એકદમ શાંત અને ફૂલોથી ઘેરાયેલા આ ટેરેસ પર બંને એકબીજા સાથે દુનિયા નું બધું જ ભૂલીને પોતાનામાં જ ખોવાયેલા હતા યસ ને કોઈ વિચાર જ ન હતો કે સ્વરા પોતાનું બધું જ કામ પડતું મૂકીને તેના બર્થ ડે માટે તે આ રીતે આવશે બે દિવસ અહીં યસ સાથે રહી શકે તે માટે તેણે અગાઉ ઘણી રાત જાગીને પોતાનું કામ પૂરું કર્યું હતું ડોક્ટર જોન સાથે પણ તેને રજા લેવા માટે ઘણી આજીજી કરી હતી. આ માટે તેણે રજાના સમયમાં પણ વધુ કામ કરીને તેમને રાજી કર્યા હતા.

મોડી રાત સુધી ઘણીવાર વાતો કર્યા પછી સ્વરા યશ ની બાહોમાં ક્યારે સુઈ ગઈ તેની તેને ભાન જ ન રહી યસ ક્યાં સુધી સ્વરા ને જોતો તેના ખોલેગા વાળો માં હાથ ફેરવતો બેઠો રહ્યો. સ્વરા ના ખુલ્લા વાળો માં યસ ની આંગળીઓ જે રીતે ફરી રહી હતી તે રીતે તો તે સ્વરા નું સ્ટ્રેસ બસ્ટર હતું કારણકે આટલો હૂંફાળો સ્પર્શ થાક ઉતારવા માટે પૂરતો જ છે. ધીમે ધીમે વાતા ઠંડા પવનમાં યશ પણ જોકા ખાવા લાગ્યો તેને લાગતું હતું કે સ્વરા જે રીતે સૂઈ ગઈ છે તે રીતે તો તે હવે તેને બર્થ ડે વિશ કરવા નહિ જ ઊઠે અને તે સાચું પણ પડ્યું. 12:00 વાગી ગયા પરંતુ સ્વરા ની આંખ નો ખુલી.લગભગ દોઢ ની આસપાસ સ્વરા ની આંખો ખુલ્લી તેણે બાજુમાં પડેલા મોબાઇલમાં જોયું અને પછી યશ તરફ ખસી ને ધીમેથી તેના કાનમાં બોલી ," હેપી બડે માય જાન...." કાન માં પડેલા આ શબ્દો યશ ને ચોકાવવા માટે પૂરતા હતા ઘણીવાર તેને લાગતું કે સ્વરા દરેક વખતે કંઈક નવા જ હુન્નર દેખાડે છે .પોતાના લગ્નના આટલા વર્ષો પછી પણ તેને નવી જ રીતે આશ્ચર્ય ચકિત કરી દે છે તેણે એક સ્માઈલ સાથે સ્વરના કપાળ ને ચૂમી લીધું જોકે યશને મોંઘી ગિફ્ટ કે સરપ્રાઈઝની આવશ્યકતા ન હતી તે માત્ર સ્વરા નો સાથ જ ઈચ્છતો હતો અને સ્વર આપેલો આં સરપ્રાઇઝ તેની માટે પૂરતો હતો .

આ બાજુ ઝાકીર પોતાની શાદી ની રસમો માંથી ક્યાંક બહાર જ ખોવાયેલો હતો તેને સ્વરા ની એટલી હદે ચિંતા થતી હતી કે તે સમજી શકતો ન હતો . કોણ જાણે તેને યસ ઉપર તો ભરોસો જ આવતો ન હતો તે પિતાના રૂમમાં આવ્યો જ્યાં નવાબ સાહેબ પોતાના જૂના મિત્રો સાથે ડ્રીંક ની મીજબાની માણી રહ્યા હતા ઝાકીરે આવીને તેમાં ખલેલ પહોંચાડી પોતાના જ દિકરા ને આ રીતે બેબાકળો આવેલો જોઈને તે થંભી ગયા અને ઝાકીર ને લઈને બીજા ઓરડા તરફ આવ્યા.

" ઓ માય બોય , what is wrong with you ...કાલે તારી શાદી છે અને તું અત્યારથી જ બેબાકળો થઇ ગયો છે, ચીલ થઈ જા ......તારી આઝાદી કે હવે થોડા સમયની જ છે અને તેને તું ા રીતે ગુમાવી રહ્યો છે .જા તારા ફ્રેન્ડ સાથે જઈને આજની આઝાદી માણી લે..." નવાબ સાહેબ વાતાવરણ હળવું કરવા બોલ્યા

" કમોન ડેડ હું જરાય મજાકના મૂડમાં નથી ,"

"શું થયું ઝાકીર ? બીજી ચિંતા છે કઈ ગડબડ થઈ છે તું મને કે હમણાં જ બધું ઠીક કરી દઉં છું" શાદી માં તો.....??

"ના, ડેડ શાદી નો બંદોબસ્ત તો બધો જ બરોબર છે"

"તો શું થયું'' ?

" તારા કપડાં કે ફોટોગ્રાફ્સમાં કોઈ પ્રોબ્લેમ છે તને જો તે ન ગમતી હોય તો આપણે તેમાં બદલાવ પણ કરી શકીએ છીએ બધું થઈ જશે બસ તુ બોલ"

" શાદી ની મને કોઈ ચિંતા જ નથી અને હું શાદી ની તો કઈ વાત જ નથી કરી રહ્યો હું અહીંયા સ્વરા વિશે વાત કરવા આવ્યો છું તમે તમારા પ્રોજેક્ટમાં યશ ને સામેલ કર્યો તમે શું કામ તેની સાથે પ્રોજેક્ટ કરી રહ્યા છો.??"

" લે બસ આટલી જ વાત છે અરે બેટા,"

"ના ડેડ તમે આ યસ ને નથી ઓળખતા તમને આ નાની વાત લાગે છે તમે જાણો છો ને 9 મહિના પહેલા યશ ના જ પરિવારે સ્વરા સાથે....." ઝાકીર બોલતા અટક્યો....

" હા પણ તેમા ક્યાંય યશ સામેલ ન હતો તેને તો આપણી સ્વરા નો સાથે જ આપ્યો છે અને તું આટલી નાની વાત માટે યસ ઉપર શંકા કરી રહ્યો છે શું તો નથી જાણતો તે કોણ છે એક પાવરફુલ...

" ડેડ તે ગમે તેટલો પાવરફૂલ હોય પરંતુ તમને ખબર છે કે તેને એક દીકરો પણ છે જેને તેને દુનિયા થી છુપાઈને આ બધાથી અલગ રાખેલો છે કદાચ તેની જાણ તો સ્વરા ને પણ નહીં હોય અને તે આપણી સ્વરા ને ધોકો દઈ રહ્યો છે પોતાની મોજ મસ્તી માટે તે સ્વરા નો ઇસ્તેમાલ કરી રહ્યો છે જેટલો દેખાઈ રહ્યો છે તેટલો તે છે નહીં.."

" તું શું બોલી રહ્યો છે તને ખબર પણ છે કે તું શું કહે છે યશ નો એક દીકરો જે તેની પહેલી શાદી થી થયેલો છે ? "

" હા ડેડ, યસ મલિકના પહેલા એક છોકરી સાથે લગ્ન થયા હતા જેમનાથી તેમને એક દિકરો પણ છે યસ્વ malik... જે અત્યારે પણ યશ સાથે જ રહે છે જ્યારે તેની પત્નીને તેણે દીકરો આવ્યાના છ મહિનામાં જ તલાક આપી દીધા છે હવે તે ક્યાં છે તેની કોઇને જાણ નથી...."

"તને ચોક્કસ કોઈ ભૂલ થઈ છે આવું ન બની શકે!!"

તો તમે નહીં માનો એમને ....?? જવા દયો... હું આ વાત સ્વરા ને જ કરું છું.