Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 4 - સંબંધો ની ખામોશી

અંજલીકા, રોહન , મલ્હાર , ઝાકીર , અને નીતા બધા જ આં દ્રશ્ય જોઈને અચંભિત હતા . આ બધા સ્વરા ના ખાસ મિત્રો હતા પરંતુ કોઈ યશ malik સાથેના સ્વરા ના આં સંબંધો વિશે અને તેના આગળના ભૂતકાળ વિશે કશું જાણતું ન હતું પરંતુ છેલ્લા ૧૦ ૧૧ વર્ષથી સૌ મિત્રો સાથે જ હતા છતાં આં શું થઈ રહ્યું છે અને કેમ તે ના થી સાવ અજાણ જ હતાં.

સ્વરા ના પ્રેમાળ સ્વભાવને કારણે સૌ કોઈ તેનાથી વધુ નિકટ હતા પરંતુ કોઈ સ્વરા ના અંગત જીવન વિશે જાણતું ન હતું જ્યારે આટલા વર્ષો માં સ્વરા ક્યારેય દિલ્હી ગઈ હોય તેવો તો કોઈ દાખલો જ ન હતો કઈ રીતે આ યશ મલિક સાથે તેનો સંબંધ છે તે કોઈ સમજી શકતું ન હતું જાણે કે આ બધું કોઈ ગાઠ ની જેમ વધુ ગૂંચવાતું જતું હતું. ઘણીવાર સુધી બંને એકબીજાને ગળે વળગી રહ્યા પછી સ્વર ને અને પોતાની આસપાસના લોકોનું થોડું ભાન થઇ આવ્યું તેણે યશને પોતાનાથી અલગ કર્યો. યશ પણ હવે આજુબાજુ ઉભેલા લોકોને જોઈ રહ્યો જોકે તેને કોઈ ને કશું સ્પષ્ટ કરવાની જરૂર લાગતી ન હતી અને તે સ્વરા ના આ બધા જ મિત્રોને સારી રીતે ઓળખતો હતો આથી તેણે સ્વરા સામું જોયું. સ્વરાયે કોઈ પણ જાતની આડી અવળી વાત ન કરતા સીધો અને સ્પષ્ટ ઉત્તર આપ્યો કે યશ malik તેનો હસબન્ડ છે અને આં બધો તેનો પારિવારિક મેટર છે.

આ સાંભળી સૌ કોઈ વિસ્મય પામ્યા...આનો અર્થ કે તે દિલ્હીના મશહૂર બિઝનેસમેન અને ઇન્ડસ્ટ્રીમાં કિંગ ગણાતા એવા યશ મલિકની પત્ની છે સૌ કોઈ આજ સાંભળી અવાક થઈ ગયા કોઈને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો કે સ્વરા કોઈ સાધારણ વ્યક્તિ નથી. એ તો કરોડોના ગણાતા એવા યશ મલિકની અને તેની મિલકતોની માલકીન છે છતાં આ રીતે અહીં એક સામાન્ય વ્યક્તિની જીવન જીવવાની શી જરૂર ?? ... આ કેવો સંબંધ છે તે કોઈને સમજાતું ન હતું સ્વરા થી જેટલા લોકો નજીકના હતા તે કોઈપણ આ વિશે જાણતું ન હતું આથી સૌ કોઇના મનમાં ઘણાએ પ્રશ્નો ઉઠી રહ્યા હતા .

બંને પતિ પત્ની હોવા છતાં દુનિયાની સામે શું કામ અલગ- અલગ અને ગુપ્ત રહે છે ?? સ્વરા સૌ કોઈના ચહેરા વાંચી રહી પછી શાંતિથી માત્ર એટલો જ જવાબ આપ્યો કે તે બધાને સમય આવ્યે બધું જ સ્પષ્ટ કરશે પણ અત્યારે તેને પ્રાઈવેશી ની જરૂર છે. સૌ કોઈ ઘણું જાણવા અને પૂછવા ઈચ્છતા હતા પણ યશ માલિકની પર્સનાલિટી જ એવી હતી કે કોઈ તેની સામે કશોક અવાજ કાઢી બોલી ન શક્યા. યશ બાજુમાં જ સોફા પર બેસી તેના આસિસ્ટન્ટ ને ફોન લગાડ્યો.

" રોનિત કામ ક્યાં સુધી પહોંચ્યું..., જે લોકોએ પણ સ્વરા વિરૂદ્ધ અપશબ્દો કે ખોટી ટિપ્પણી કરી છે તેમને એક લિસ્ટ મને મોકલવામાં આવે અને મને તે બધા વિશે પૂરી જાણકારી સવાર સુધી જવી જોઈએ.તેનું શું કરવું તે અંગે હવે મારે તને આગળ નહીં કેહવુ પડે .અને હા હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે મારી એક મિટિંગ ફિક્સ કર હું રૂબરૂ તેમને મળીશ...."

ઓકેકે સર...." અને

ફોન કટ થઇ ગયો. બધા એક શ્વાસે યસ ની વાતો સાંભળી રહ્યા હતા સૌ કોઇના મનમાં ઘણી ગડમથલ ચાલી રહી હતી .અડધી રાત થવા આવી ચુકી હતી પરંતુ કોઈની આંખમાં ઊંઘ ન હતી .રીતુ પણ અવાક બની એક ખૂણામાં ઉભી રહી ગઇ હતી પરંતુ ત્યાજ સ્વરાએ યશ ને અટકાવ્યો,

" ના યશ તમારે કોઈ ની સાથે વાત કરવાની જરૂર નથી અને આં અમારી લડાઇ છે અને હું જાતે જ લડીશ. તમને શું મારા પર કે મારા કામ પર ભરોસો નથી. મે કોઈપણ જાતનું દાદી કે પરિવાર સાથે ખોટું કર્યું નથી, આથી હું જે કરીશ તે સામે રહીને જ કરીશ પાછળ થી નહિ. અને બદલા વિશે તો હું વિચારી પણ ન શકું અને તે પણ આં રીતે.... આથી હું જાતે જ બધું કરીશ.."

યશ હવે સ્વરા ના બોલ સામે અટકી ગયો . જોકે તેને સ્વરા પર અત્યારે વધુ પ્રેમ આવી રહ્યો હતો.તે એક ટસે સ્વરા ની આંખો માં જોઈ રહ્યો.જોકે તે સ્વરા ની જીદ ને લીધે બધાની સામેથઆવીને મદદ કરી શકતો ન હતો પરંતુ તે પાછળથી તો તેનો સાથ આપી શકે એમ જ હતો આથી તેણે રોનિત ને મીડિયા ને રોકી આં વાત અહીં જ બંધ કરવા કહ્યું . સૌ કોઈ આ બધી વાતો સાંભળી રહ્યા અને પછી યસ સ્વરા નો પતિ છે અને અત્યારે બંનેને થોડા સમય માટે એકલા મૂકી દેવા જોઈએ તેમ લાગતા સૌ કોઈ નિશ્ચિત થઈને ઘરે જવા નીકળ્યા

રસ્તામાં પણ બધા મિત્રોને વચ્ચે કોઈ સંવાદ થતો ન હતો સૌ કોઈ થોડીવાર બનેલી ઘટના વિશે જ વિચારી રહ્યા હતા પરંતુ ઝાકીર જે એક આઇ.પી.એસ પણ હતો તેને આ વાત ખટકતી હતી તે સૌથી વધુ સ્વરા થી ક્લોઝ હતો આથી તેને તો યશ મલિકની આ કોઈ ચાલબાજી હોય તેવું લાગવા લાગ્યું. એક તરફ તેનો પરિવાર સ્વરા ને બરબાદ કરવા ઈચ્છે છે જ્યારે બીજી તરફ તેનો જ પરિવાર નો સભ્ય યશ તેમને રોકવા માટે સ્વરા ની મદદ માટેના પ્રયત્ન કરે છે જેની માટે તે ફ્રાન્સથી પોતાનું બધું કામ પડતું મૂકીને અહીં આવી ગયો .

જ્યારે સ્વરાનું પણ ...જેનું બધું જ લૂંટાઈ ગયા પછી પણ એ કેટલું સત્ય છે કે તે યશ માલિકની પત્ની અને તેની કરોડોની મિલકતની માલકીન છે પરંતુ આ ગુમનામ સંબંધોની શી રહસ્ત્તા છે તે ઝાકીર ને સમજાતું ન હતું તેણે તરત જ ઘરે પોહચી પોતાના પીઆઇ ને ફોન કર્યો અને યશ મલિક અને તેના પરિવાર વિશે જાણકારી મેળવવા કહ્યું દિલ્હીમાં રહેતા પરિવારના ઈન્દોરમાં રેહતી સ્વરા સાથે શું સંબંધ છે અને એવું તો શું ઘટી ગયું છે 12 વર્ષ પહેલા તે બધું જ ઝાકીર જાણવા માગતો હતો.

તેને સ્વરા ની ચિંતા થઈ આવી .એમ પણ બને કે કોઈ તેને આં માયાજાળમાં ફસાવી ગયું હોય . ઝાકીરનો પીઆઇ પણ યશ મલિક નું નામ સાંભળી અચંબિત થઈ ગયો આખરે ઝાકીર ને તેના વિશે જાણવાની શી જરૂર પડી .આ અચંભો જોઈ ઝાકીર ને પણ સ્પષ્ટ થઈ ગયું કે આ વ્યક્તિ વિશે જાણકારી કઢાવી કપરી છે.

" બની શકે તો કોઈ ડિટેક્ટિવ ને પણ હાયર કરી લે પણ મને યશ મલિક વિશે દરેક માહિતી જોઈએ. ઝાકીરે અંતે હુકમ ફરમાવી દીધો ."

આ બાજુ મિત્રોના ગયા પછી રીતુ પણ બાળકોના રૂમમાં સુવા જતી રહી . હોલમાં હવે યશ અને સ્વરા જ બાકી રહ્યા. સ્વરા ની આંખો હજી સૂઝેલી હતી ઝીણી આંખો જોઇને જ યશ સમજી ગયો કે સ્વરા ગઈ રાતે પણ સુઈ નઈ હોઈ. અડધી તો ચિંતાને કારણે અને અડધી સફરના થાકને કારણે આંથી યશે સ્વરા નો ધીમેથી હાથ પકડ્યો અને પોતાની સાથે બેડરૂમ માં લઈ ગયો.

એક પ્રેમ ભર્યો સ્પર્શ મળતા સ્વરા પણ યસ ની છાતીએ વળગી ગઈ. ભૂતકાળ નો ડર ફરી તેના મનમાં હતો વિતાવેલા 24 કલાક એની માટે કેટલાય વર્ષો બરાબર હતા પરંતુ યશ ને જોતા જ વધુ હળવું થઈ ગયું તે જાણતી હતી કે ગમે તે પરિસ્થિતિમાં યશ તેની સાથે જ છે પછી ભલેને સામે કોઈ પણ હોય .પરંતુ પોતાના જ પરિવારના વિરોધ કરતા તે યસ ને જોઈ શકતી ન હતી તે જાણતી હતી કે જ્યારે પણ યશ ની માટે તેનો પરિવાર અને તે બંને ડૂબતા હશે ત્યારે હંમેશા યશ મારો જ હાથ પકડશે પરંતુ તે પોતાની લડાઈ જાતેજ લડવા ઈચ્છતી હતી પરંતુ અત્યારે એક સ્વસ્થ અને મજબૂત બાજુઓના એહસાસ સાથે તે આંખ મીંચી પ્રગાઢ ઊંઘમાં જવા ઇચ્છતી હતી .

યસે પણ તેને હળવેક થી ઉંચકીને પથારીમાં સુવડાવી અને ક્યાંય સુધી તેના માથા પર પોતાનો સુવાળો હાથ ધીમે ધીમે ફેરવી રહ્યો યશ ની બાહો માં સ્વરા ક્યારે સુઈ ગઈ તેની તેને પણ ભાન ન રહી જ્યારે કેટલાય કલાકો પછી તેની આંખ ખુલી તો તે હજી પણ યશ ની બાહો માં એમ જ હતી જેમ તે ગઈ રાતે સૂતી હતી યશ પણ એકધારો તેને આમ પકડીને બેસી રહ્યો. તે યશ ને એક હાથે પકડીને કોઈ ડોક્યુમેન્ટ વાંચતા જોઈ ચકિત થઈ ગઈ.

સ્વરાને એ જાણીને ખૂબ જ દુઃખ થયું કે યશ કેટલીયે કલાકો સુધી આમ જ હતો તે હલ્યો પણ નથી. અને તે કેટલાએ સમય સુધી સૂતી રહી તેનું તેને ભાન નથી પરંતુ તે કઈ બોલે તે પેહલા જ યશે તેના ગુલાબી હોઠ પર પોતાના હોઠ મૂક્યા અને પછી કેટલાક ડોક્યુમેન્ટ તેના હાથમાં આપતાં કહ્યું,
" મે તારી માટે બધી વ્યવસ્થા કરી લીધી છે. તું તૈયાર થઈ જા અને હોસ્પિટલ ની મુલાકાત લઈ લે અને તેમની સાથે બધું જ ક્લીઅર કરી નાખ . તે જે ઈચ્છે છે તે તેમને કરવા દે અને તારે મારી સાથે ..