Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 5 - આખરી મુલાકાત

સ્વરા ફરી આજે છેલ્લા પ્રયત્ન માટે હોસ્પિટલ આવી. બાલાજી હોસ્પિટલ તેની કારકિર્દીની પ્રથમ સીડી હતી . કેટલીએ સફળતા અને યાદો થી ભરેલું આં હોસ્પીટલ આજે તેની માટે નિરસ બની ગયું હતું . એક જ દિવસમાં તેની દરેક સફળતા ઉપર પાણીનો રેલો ભરતી અને ઓટ ની જેમ પ્રસરી રહ્યો હતો તેની આંખમાં જળ જળલિયા આવી ગયા એક આખરી ઉમિદ સાથે તે આગળ વધી. મેનેજમેન્ટ સાથે મીટીંગ કરી અને અંત સુધી પોતાનો મત સમજાવવા નો પ્રયત્ન કરતી રહી પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટ પોતાના નિર્ણય સાથ મક્કમ હતું. જાણે એવું લાગતું હતું કે હોસ્પિટલ તેની વાત સમજવા માટે તૈયાર જ નથી

દરેક લોકો એક ઝટકે બધુ સાફ કરી નાખવા માંગતા હતા. અને સ્વરા પાસેથી કેટલાક રિપોર્ટો પણ માંગ્યા જવાબો ની હાળમાળા ઓ ગોઠવી દીધી . બધાને હવે એવું લાગવા માંડ્યું હતું કે સ્વરાની સફળતા તેની મહેનત નથી પરંતુ તેના નસીબ ના જોરે તે અહીં સુધી પહોંચી ગઈ છે આથી હવે તો સ્વરા ને પોતાની મહેનત નો પણ પુરાવો આપવો રહ્યો બહાર નીકળતા ભીની આંખો સાથે તે સૌની મુલાકાત કરતી રહી કેટલાકની આંખોમાં હર્ષ છલકતો હતો તો કેટલાક હૃદય ભીની આંખો સાથે તેને જોઈ રહ્યા હતા કદાચ આ ઘટના સૌ માટે વિદર્ભ હતી.

બહાર નીકળતા જ એક ડોક્ટર મિત્ર સાથે મુલાકાત થઈ જે હવે સુમિત્રા દેવી નો ઈલાજ અને ટ્રીટમેન્ટ માટે આવેલા હતા એક સમયે તેઓ પણ અહીં જ કામ કરતા પરંતુ સ્વરા ની સફળતા અને પ્રગતિ થી આટલા અનુભવી ડોક્ટર ને પણ કાલની આવેલી ડોક્ટર ની નીચે કામ કરવું પડશે તેને અસિસ્ટ કરવું પડશે તે અસહનીય હતું . આથી તેઓએ અહીંથી રિઝાઈન લીધી . પરંતુ આજે તેજ હોસ્પિટલ ને તેમની જરૂર પડી આથી આ અહમ એની આંખોમાં છલકાતો હતો જોકે અંદરખાને સ્વરાની સફળતાથી તેઓ વ્યવસ્થિત રીતે પરિચિત હતા તે જાણતા હતા કે આના માં કંઈક તો જૂનું છે , કંઇક તો અલગ છે . જે કામ કરવાની ધગશ અને સૌપ્રથમ તો લોકોના જીવનને ફરી જીવન દાન દેવાની જીજ્ઞાશા જ તેને સફળ બનાવે છે પરંતુ તે આ સ્વીકારી શકે તેમ ન હતો તેમણે સ્વરાની ભીની આંખો પારખી લીધી અને એક તીખુ સ્મિત આપ્યું સ્વરા પણ તેમને અહીં જોઈને સમજી જ ગઈ હતી .બાજુમાં ઉભેલો રવિરાજ પણ સ્વરા ને તીક્ષ્ણ આંખોથી જોઈ રહ્યો કારણકે આજે જે કઈ ઘટના બની તેના કારણે તેનું તો સ્વરા સાથેની દરેક માથાકૂટ જ સ્પષ્ટ થઈ ગઈ હવે તો તેની જીત પાકી થઈ ગઈ પોતે એક રાજનેતા હોવાને લીધે અને હોસ્પિટલનો સંચાલક હોવાને નાતે કદાચ આમાં તેનો મોટો હાથ પણ હતો અને તે સ્વરા જાણતી હતી આથી એક અંતિમ ભેટ સાથે તે વિદાય લઈ બાર નીકળી તેની આંખમાં ઝળઝળિયા આવી ગયા .

બહાર ઝાકીર તેરી રાહ જોઈને ઉભો હતો રોહન અને અંજલી કા પણ બંને તેને ગેટ પાસે જ મળ્યા . ડોક્ટર રોહન સ્વરા સાથે જ કામ કરતો હતો જ્યારે અંજલી કા બીજા હોસ્પિટલમાં હતી પરંતુ તે ત્રણેયમાં સ્વરા તેના કામ માં ઘણી આગળ છે તે બધા જાણતા હતા આજે સ્વરા ના આં તૂટેલા સ્વપ્નાઓ જોઈ ને તેમને પણ દુઃખ થતું હતું કારણકે તેઓ જાણતા હતા કે સંજીવની માં જવું તે સ્વરા નું સપનું હતું અને સંજીવની સફળ લોકોને જ અપનાવે છે આથી સ્વરા ની કારકિર્દીમાં લાગેલો આ બેનામી નો ડાઘ વિસ્મરનીય હતો .

હવે સ્વરા આં ડાઘ સાથે અથાગ મહેનત કરવા છતાં સંજીવની મા જય શકે તેમ ન હતી પરંતુ રોહન અને અંજલી કા ને થયું કે યશ માલિક તો ધારે તે કરી શકે છે .આથી તેની રેફરન્સથી તો ચોક્કસ સ્વરા ને ત્યાં સ્થાન મળી જશે તે પણ કોઇપણ જાતની એન્ટ્રેસ પાસ કર્યા વગર પરંતુ સ્વરા એ તેની ના જ પાડી તે પોતાની જાતે જ મેહનત કરી સંજીવની મા દાખલ થવા માંગતી હતી જો તેને યશ ની મદદ લેવી જ હોત તો અહીં શુ કામ મહેનત કરેત પ્રથમ ત્યાં તે જોઈ શકતી હતી સ્વરા એ બધા પાસેથી યશ અને તેના સંબંધની વાત જાહેર ન કરવાનું વચન લીધું બધાને ભેટી અને જવા નીકળી પણ ત્યાજ ,
" સ્વરા શું વિચાર છે... તારા આગળનો.....
" શું ખરેખર...
" તો હવે શું કરવા માંગે છે . court case અને કાર્યવાહી તો બહુ લાંબી ચાલશે. તું તારા સપના અને ભવિષ્ય..."

તને જણા એક પછી એક સવાલ પૂછવા લાગ્યા સ્વરા એ માત્ર એટલું જ કહ્યું કે ત્યારે તો યુએસ જઈ રહી છે "પરંતુ બાળકો અને રીતુ " ઝાકીર પૂછી રહ્યો ." તે લોકો અહી જ રહેશે અને આમ પણ હું તેમને મારી સાથે લઈ જઈને તેમના ભણતરમાં અડચણ નો લાવી શકું ," બધું જ થઈ જશે..અને વળી રીતુને પણ કોફી શોપ સારી ચાલે છે તેને અથાગ મહેનત કરી છે આથી તે પણ જતું કરી શકાય એવું નથી અને એ પણ મારી માટે તો નહીં જ આથી તેઓ ત્રણે અહીં જ રહેશે અને વળી તમે છો ને તેનું ધ્યાન રાખવા માટે".

સૌ કોઈ સ્વરા નો પ્લાન સમજી શકતા ન હતા પરંતુ છતાં તેમણે કશું આગળ પૂછ્યું નહીં રોહન અને અંજલીકા આગળ નીકળી ગયા પરંતુ ઝાકીર હજી ત્યાં જ હતો તેણે સ્વરા ના ખભે હાથ મૂક્યો સ્વરાની આંખોમાં આવેલા ઝળઝળિયાં તે જોઈ શકતો હતો . તે અથાગ પ્રયત્ન કરી રહી હતી પોતાને રડતી અટકાવવા માટે પરંતુ છતાં તે ઝાકીરની છાતીએ વળગી રડી પડી. અને ઝાકીર પણ તેનો સગો ભાઈ હતો આથી બહેન માટે તેનું દુઃખ સ્વાભાવિક હતું. તે પ્રેમ ભરી લાગણી સાથે સ્વરા ના માથે હાથ ફેરવતો રહ્યો. કઇક દૂર ઊભેલી અન્વેષા malik અને નીતા કપૂર આ બધું જોઈ રહ્યા બંનેને આ રીતે ઉભેલા જોઈ તેમની આંખમાં ઈર્ષ્યા આવા લાગી. અને તેમને આં બંને નો ગળે મળતા એક ફોટો લઈ લીધો. જોકે બંને નોતા જાણતા કે સ્વરા અને ઝાકીર ભાઈ બહેન છે.

" આ જો આં નફટ ને કોઈ મળ્યું નથી અને એને પકડ્યો નથી . આ બકરો પણ મારા ભાઈની જેમ જ ફસાયો છે. જો તો ખરા કંઈ પણ જાતની શરમ જ નથી. બસ એકવાર ભાઈ ફ્રાન્સથી પાછા આવી જાય અને એમને આ નો અસલી ચહેરો બતાવી દઉં પછી તો તારી અને ભાઈની શાદી પાકી જ , આપણો પ્લાન ખરેખર સાચા રસ્તે જઈ રહ્યો છે અને આ ને આં , રીતે જોઈ ને ભાઈ તો ગુસ્સાથી ઊછળી પડશે. હવે આ સ્વરા જ તારું કામ આસાન કરશે અને પછી આપણે તેની પાસે એ કરાવ શું જે આપણે જોઈએ છે. અને આ રીતે તે તારી સાથે શાદી માટે હા પાડી દેશે...."

અન્વેશા અને નિતા આં ઘટના જોઈ જાતે જ અંદાજો લગાવી ને વાતો કરી રહ્યા હતા. નીતા પણ આ સાંભળીને મલકાવા લાગી .મિસિસ યશ માલિક બનવાની લાલચ તેની આંખોમાં ઉતારવા લાગી આ બાજુ ક્યાંક દૂર ઝાડની નીચે યસ સ્વરા ની રાહ જોઈ રહ્યો હતો .સ્વરા અંતે બહાર નીકળી...

સ્વરા ની આંખો ને યશ ને શોધતા વાર ન લાગી કે તરત જ તે આગળ જઈ ગાડીમાં બેઠી ગઈ દૂર ઊભેલો જાકીર પણ પોતાની ગાડીમાં ગોઠવાયો અને ચાલી નીકળ્યો.તેને આમ તો સ્વરા પર પૂરો વિશ્વાસ હતો પરંતુ તેણે યશ ઉપર થોડી આશંકાઓ પણ હતી છતાં તે કસુ પૂછી ન શક્યો સ્વરા ને...

આ બાજુ ગાડી માં બેસતા જ સ્વરા યશના ખંભે માથું મૂકીને ડુસકા ભરી રહી . યશ પણ તેની તકલીફ જોઈ શકતો ન હતો સ્વરાની રાત-દિવસની મહેનત એક ઝટકે બરબાદ થઈ ગઈ. યશે સ્ટેરીંગ પર મૂકો માર્યો કારણકે તે રડતી સ્વરા ને રોકી શક્તો ન હતો. સ્વસ્થ થતા સ્વરા પોતાની સીટ પર ગોઠવાય અને અહીંથી નીકળવાનું યસ ને કહ્યું. ત્યાં જ તેની નજર બોનેટ પર પડેલા લેટર પર ગઈ જે કોટ માંથી આવેલો હતો આ જોઈને સ્વરા ની આંખો પહોળી થઈ ગઈ જે કંઈ પણ તેણે અત્યાર સુધી કર્યું હતું અત્યારે તે વળતું દેખાઈ રહ્યું હતું તે સમજી જ ગઈ કે આ બધું જ રવિરાજ નું જ કામ છે તેણે પણ વહેતી ગંગામાં હાથ ધોઈ લીધો છે

મીડિયાના તમાશા માં તેનો સારો એવો હાથ છે જેથી તેનું પણ કામ આસાન થઈ જાય પરંતુ યશે તેને વિશ્વાસ અપાવ્યો કે આ પણ થઈ જશે .રવિરાજનો હિસાબ ખૂબ જ જલ્દી ચૂકતે થઈ જશે પરંતુ સ્વરાના મગજમાં રહેલી ગડમથલો કેમેય કરીને ઓછી થતી ન હતી આખરે એક જ ઝાટકે ચાર વર્ષથી ચાલી રહેલા આ અનાથ આશ્રમ ના કેસમાં પણ આટલી મહેનત કરવા છતાં તે અને તેની સાથે જોડાયેલા બધા હારી ગયા અને તે પણ તેનાં એક ભૂતકાળને લીધે રવિરાજ એ આ મોકાનો સારો એવો ફાયદો ઉઠાવ્યો છે.

" સ્વરા આપણે નીકળવું પડશે . મે તારા ઇમેઇલ પરથી તારા નામે હોસ્પિટલ ને રીઝાઈન લેટર મોકલી દીધો છે જે તેઓ ઈચ્છતા હતા.

" પણ યશ મારે જતા પેહલા આં આશ્રમ ના લોકો ને મળવું છે. તેઓ પણ ન્યાય માટે મારા ભરોસે હતા. અને આનાથી તેમની લાગણી ને પણ ઠેસ પહોંચી છે. જે મારે જતા પેહલા ક્લીઅર કરવી પડશે . હું આમ મૂકી ને જઈ નો શકું. તેમનો વિશ્વાસ મારા માટે ખૂબ જરૂરી છે..