હમદર્દ..... તારા પ્રેમ થકી... - 2 - અણધારી આફત Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 2 - અણધારી આફત

સ્વરા નું નવું આવેલું પેશન્ટ કોઈ સાધારણ વ્યક્તિ ન હતી. દિલ્હીના મોટા એમ્પાયર અને ગ્રુપ ઓફ કોમર્સની લીડર સુમિત્રા દેવી ખૂબ જ નામાંકિત વ્યક્તિ હતી.અને એક સમયે સફળ બિઝનેસ વુમન તરીકે તેમણે ખૂબ જ નામના મેળવી હતી. જોકે અત્યારે આં બધો બિઝનેસ એમ્પાયર તેમણે પોતાના પૌત્ર યશ મલિકને સોંપીને હાલ તો નિવૃત જીવન જીવી રહ્યા હતા પરંતુ આ એમ્પાયર ઉભું કરવામાં તેમણે અથાગ મહેનત કરી હતી. આ જ જસ્બા ને કારણે એક મોટી અને પ્રતિષ્ઠિત હસ્તી તરીકે તેમનું નામ આજે પણ બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં ગુંજતું હતું .

સ્વરા હજી પણ મૂંઝવણમાં હતી કે આગળ શું કરવું . અને આં આવી ચડેલી અણધારી આફત વિશે તેને હજી કઈ સમજાતું ન હતું. એક તરફ તેની જવાબદારી હતી તો બીજી તરફ તેનો ભૂતકાળ. જે તેને ફરી પાછળ ધકેલી રહ્યો હતો. લગભગ આ ભૂતકાળને 12 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હતો અને તેમાં જોડાયેલા સૌ કોઈ તે ઘટનાને ભૂલીને આગળ વધી ગયા હતા. પરંતુ 12 વર્ષ પછી ફરી આં રીતે થયેલી આ મુલાકાતો બધાને માટે એક અચંબિત અને વધુ શોક વાળી હતી .

સ્વરા ઘરે પહોંચી ત્યારે લગભગ ચાર વાગી ગયા હતા પોતાના ફોનમાં તેણે જોયું હજી સુધી યશ નો તેને કોઈ ખાસ મેસેજ કે કોલ ન હતો. તે સમજી ગઈ હતી કે યશ ને આ વિશે કશું જાણ નથી આથી પોતે પણ તેને વધુ ચિંતા માં નહિ નાખે તે નિશ્ચય કરી, ઊંડો શ્વાસ લીધો. લોક ખોલી ઘરમાં દાખલ થઇ અને તરત બાળકોના રૂમ તરફ આગળ વધી . કેટલા દિવસ પછી તે આજે ઘરે પાછી ફરી હતી. એક ડોક્ટર તરીકે સફળતા મેળવવા માટે તેણે ઘર અને શાંતિનું તો જાણે ન ઈચ્છતા પણ બલિદાન જ આપ્યું હતું અને તેના બાળકો પણ આ રીતે ટેવાઈ ગયા હતા. સ્વરા જ્યારે પણ ઘરે હોય બાળકોને પૂરતો સમય આપતી . આમ તો તેના બાળકો પણ તેને વધુ સારી રીતે સમજતા હતા.

આછા પગલે સ્વરા ધીમેથી દરવાજો ખોલી લેમ્પ ના ટ મ ટ મી રહેલા આછા પ્રકાશ માં બાળકો તરફ નજર કરી. બાળકો પોતાના રૂમમાં એકદમ ગાઢ ઊંઘમાં સુતા હતા . તે ધીમેથી તેની તરફ આગળ વધી, બંને બાળકોના માથે હાથ ફેરવી કપાળે હેત ભર્યા ચુંબન કરી એક નજરે તેમની સામે જોઈ રહી. અને પછી બીજી જ ક્ષણે રૂમની બહાર નીકળી ગઈ હોલ ના સોફા ઉપર રીતુ ( બાળકો ની કેર ટેકર) બુક વાંચતી વાંચતી જ ક્યારે સુઈ ગઈ હતી તેની તેણે જાણ ન હતી. સ્વરા તેની નજીક આગળ આવી બુક હાથમાંથી લઇ ને ચાદર વ્યવસ્થિત ઓઢાડી. હેથ થી તેની સામું જોઈ રહી અને પછી પોતાના રૂમ તરફ આગળ વધી ગઈ .

રૂમ માં આવતા જ તેને ફરી વિચારો એ ઘેરી લીધી . હજી તે એ સમજી શકતી ન હતી કે અચાનક આટલા વર્ષો પછી, આટલા બધા કિલોમીટર દૂર તેનો ભૂતકાળ તેનો આ રીતે પીછો કરશે.. તે હવે એ તો જાણતી હતી કે હવે બનનારી ઘટનાઓ સામાન્ય નહીં હોય પરંતુ હવે તેને બધાના રોસ અને ગુસ્સાનો સામનો કરવો પડશે. સુમિત્રા દેવી પણ જે એક ટસે તેની સામે જોઈ રહ્યા હતા કદાચ માસ્ક પાછળ છુપાયેલા તે ચહેરામાં માત્ર આંખો જ તેની ઓળખ કરાવી આપવા માટે પૂરતી હતી. તે એટલું તો સમજી ગઈ હતી કે તે હવે નો સમય ભારે વિત્સે. ફરી એકવાર કહાની પાછી ધકેલાશે અને તે ઘટના ઓનો જીવનમાં ફરી ભેટો આં રિતે થશે તે અનઅપેક્ષિત જ હતું ઘણા સમય સુધી પથારીમાં આળોટયા પછી ગાઢ નિંદ્રા એ તેને પોતાની બાહોમાં લઇ લીધી.

લગભગ સવારે 11 વાગ્યે તેની આંખ ખુલી ચારે તરફ એકદમ શાંતિ છવાયેલી હતી. તે માથે આવતા સૂરજના તડકા ને હાથથી હટાવતા તે દિશામાં આગળ વધી અને બાલ્કનીમાં આવીને એક નજર આસમાન તરફ નાખી.... ઊંડા શ્વાસ સાથે તેને પાછળ પડેલા પોતાના ફોન સામે જોયું ને તે ફોન તરફ ની દિશા માં આગળ વધી. ફોન હાથમાં લેતા જ કેટલા એ મિસકોલ અને મેસેજ નો પૂરજોશ આવી ગયેલો જોયો . તે જોઈ તેને તરત જ તેનો છેલ્લો ડાયલ જે તેના આસિસ્ટન્ટ નો હતો તેને ફોન કર્યો .
"હેલો મેમ..."

હા રવિ બોલ શું થયું છે...??

અરે મેડમ , પહેલું.....

પહેલું પેશન્ટ અરે ., મેડમ કાલે રાત વાળું vip પેશન્ટ ...

હા..શું થયું છે તેને

અરે મેડમ, " તેની તબિયત ખૂબ જ બગડી ગઈ છે અને તેના પરિવારના સભ્યોએ અહીં ધમાલ મચાવી છે તેઓ તમારા પર આક્ષેપ કરી રહ્યા છે કે તમારી બેકાળજીને લીધે પેશન્ટની વધુ હાલત બગડી છે તેમણે તો હોસ્પિટલ મેનેજમેન્ટ ને પણ હડફેટે લઇ લીધી છે તેમની પૌત્રી અન્વેષા malik તો પોલીસ એક્શન લેવાની પણ વાત કરી રહી છે તમે બની શકે તો જલ્દી અહીં આવી જાવ".

હા હું તરત જ આવું છું ...

સ્વરા ઝડપથી બાથરૂમ તરફ વળી અને બીજી જ ઘડીએ વાળ બાંધી દોડીને બહાર નીકળી. તે સમજી શકતી ન હતી કે આ અચાનક શું થઇ ગયું તે તરત જ હોસ્પિટલ જવા નીકળી ગઈ પોતાનો ફોન પણ તે ઉતાવળમાં ઘરે જ ભૂલી ગઈ હતી આ બાજુ યશ ને પણ આ ઘટનાની જાણ થતા તેને ફોન કરી રહ્યો હતો પરંતુ સ્વરા નું તે બાજુ ધ્યાન જ ના પડ્યું જોકે યશ પણ જાણી ગયો હતો કે આ ઘટનાએ મોટું સ્વરૂપ લઈ લીધું છે. પોતાના પરિવાર અને સ્વરા નો આં રીતે અચાનક ભેટો વધુ ભયંકર સાબિત થશે. એમ દેખાઈ રહ્યું હતુ.

આથી પોતે પણ ફ્રાન્સ થી ઇન્દોર આવવા માટે નીકળી ગયો હતો પરંતુ 18 કલાક નો લાંબો માર્ગ પસાર કરતા તેને વધુ વાર લાગે એમ હતી. અને અહીં વીતતી ઘડીઓ માં ઘણું બધું બની જવા જોગ હતું. યશ ને સ્વરા ની ચિંતા થવા લાગી. પોતાના થી બનતા બધા રસ્તા તે સ્વરા માટે અપનાવવા તૈયાર હતો. પરંતુ સ્વરા એ આપેલી કસમ વચ્ચે આવતી હતી. તે સ્વરા માટે હિંમત બનવા માંગતો હતો.નહિ કે નિરાશા. પણ એક તરફ તેને દૂર થી જ સ્વરા ની જાણ બહાર તેની મદદ માટે પ્રયાસો ચાલુ કરી દીધા.

જ્યારે સ્વરા ભાગતી ઘડીએ જ દવાખાને પહોંચી. રિસેપ્શન પર જ તેને કોઈ અણધારી ઘટના ની સંભાવના થઇ આવી. રિસેપ્શન પર બેઠેલી સ્ટાફે તેને ઉપર મેનેજમેન્ટ ઓફિસમાં જવા કહ્યું તે હાંફતી હાંફતી ઉપર તરફ આવી મગજ અત્યારે તેનું સુન પડી ગયું હતું