ll....કવિતાની તીર્થયાત્રા....ll वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ll....કવિતાની તીર્થયાત્રા....ll

કવિતાનું જ્યારથી સર્જન થયું ત્યારથી તે ક્યારેક ફૂલ ની જેમ ખિલે,કરમાય,ખરે,સુગંધ આપે અને પવનના સ્પર્શે તે પમરાટ અનુભવે.કવિતા બેટા ! કવિતાના પપ્પા એ બુમ મારી..જો..! તારે હમણાં આટલાં કામ કરવાનાં છે. તે કરી ને જ પછી તારું કામ જે હોય તે કરજે. પણ... પપ્પા ! આજે તો મારે સ્વાધ્યાયની તીર્થંયાત્રાએ જવું છે. પૂજ્ય પાંડુરંગ દાદાજી સ્વયંમ આવવાના છે.તેમના દર્શનની ઝંખના છે.તે માણસ આખી જિંદગી કોઈનું અહિત ઇચ્છયું નથી, નથી કોઈ પાસે માગ્યું, ના કોઈની પાર્ટીમાં જોડાઈ ચૂંટણી પ્રચાર કર્યો,ના કોઈ ના મુહૂર્ત, ઉદ્ઘાટન કે વિદાય સમારંભ કે વિવાહ થી માંડી કોઈ જગ્યાએ દેખાડો નહીં કર્યો, આખા વિશ્વના દરેક તત્ત્વચિંતકો ને એમણે વાંચ્યા છે સમજયા છે,નથી કોઈ નું જમ્યા. શરીર પર કોઈ ભક્તિ ચિહ્નન નથી ધારણ કર્યું. એકલા હાથે આ મહા માનવે વિશ્વને સાચું તત્વજ્ઞાન અને સાથે ભગવાન આકાશમાં નથી મારાં હ્રદયમાં વસ્યો છે તેવું સમજાવ્યું. તેમણે સાહિત્યનું સર્જન કર્યું છે તે અન્ય લેખકો કરતાં અજોડ,બેજોડ અને અખૂટ છે. તેમની પ્રાસાદિક વાણી આપણા જીવનની history હોય તેવું લાગે છે. તેમણે જગતના મુખ્ય 48 ધર્મ સંપ્રદાય ને ખૂબ ઊંડાણ પૂર્વક ખેડાણ કરી જગતને સાચું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેમને આંતર રાષ્ટ્રીય પારિતોષિક થી અને ડી.લીટ ની પદવીથી ઘણી યુનિવર્સિટીએ નવાજ્યા છે. જ્ઞાનપીઠ જેવા સરકારી એવોર્ડ થી સન્માનિત છે. સાચું કહું તો પપ્પા ! પૂજ્ય દાદાજી કોઈ વિદ્યાપીઠ માં ભણ્યા નથી, તે ખુદ વિદ્યાપીઠ છે. તેઓ એવોર્ડ લેવા ગયાં નથી ખુદ એવોર્ડ ઍમના ચરણ સ્પર્શ કરવા આવી ગયા છે. તે જગતના મોટા કૃષિકાર છે, તે જગતના મોટા વૃક્ષપ્રેમી છે, તેમની વૃક્ષ પ્રત્યે આસ્થા ના પ્રતીક સમા ગુજરાત, મહારાષ્ટ્ર ના વિવિધ સ્થળોએ વૃક્ષમંદિર આજે પણ જીવંત છે. કેટલાંયે પ્રયોગ થી માનવજીવન માટે પૂ.દાદા રોજગારીના પ્રેરક છે. તેમની જયાં જયાં ચરણરજ પડી છે ત્યાં ત્યાં આજે બાળસંસ્કાર,વેદ ઉપનિષદ,ભગવદગીતા, યુવાન કેન્દ્ર, પારાયણ કેન્દ્ર, મહિલા કેન્દ્ર, ઉપનિષદ કેન્દ્ર થી માંડી ઘર મંદિર, સંધ્યા પ્રાર્થના જેવા અનેકવિધ પ્રયોગોના જનક એવા દાદાજી પધારવાના છે. અને એવી જગ્યા જયાં પવિત્ર નર્મદા નદી ના વિશાળ શુક્લતીર્થ ખાતે માનવસમુદ્ર રચાવાનો છે ત્યાં મારે જવાનું છે માટે આજે પપ્પા મને ના રોકો. હું તમારું ચીંધેલું બધુજ કામ પછીથી કરી દઈશ! પ્રોમિસ પપ્પા! કવિતાના પપ્પા આ છોકરી ની અસખલ્લીત વાણી સાંભળી જ રહ્યા. દીકરીની જીદ અને મીઠી વાણી જોઈ પપ્પા એટલું જ બોલ્યા.. જા બેટા ! આટલું મહાન કર્તૃત્વ દાદાજીનું હોય તો તને રોકી રાખું તો પાપમાં પડું.માટે તારું કામ હું કરી લઈશ.કવિતા ખૂબ રાજી થઇ. પછી થી બધી યુવતીઓ ને લઇ તે સીધી શુક્લતીર્થ પહોંચી તેમણે 5000 યુવતીઓનો એક સાથે ભાવગીત પર અભિનય કરી વિશ્વના ચિંતકોnev અચંબિત કરી દીધા.લગભગ 25 લાખ માનવમહેરામણ વિશ્વના ખૂણે ખૂણે અને દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો આ તીર્થ જોવા આવ્યા હતા. કવિતા ની સાથે દરેક ઠેકાણે પવન નો સાથ રહેતો.પવન ની ગતિ ધીમી હતી છતાં કવિતાના પગલે "અશિતી વંદના" ના પ્રસંગથી પ્રસન્નતા અનુભવતો હતો. કવિતાના પપ્પાએ બેઉના સગપણ બે વરસ અગાઉ કરી દીધાં હતાં. ખાલી કવિતા પૂરું ગ્રેજ્યુએટ થાય પછી જ લગ્ન કરવાં તેવું મનમાં લઇ પવનની સાથે કવિતા ને હરવા ફરવાની છૂટ હતી. ખૂબ સંસ્કારી છોકરી મને મળી છે તે જોઈ પવન ખૂબ હરખાતો. બેઉના પરિવાર ખૂબજ ખાનદાન,ભૌતિક સંપત્તિ સજ્જ હતાં. કવિતા પવનને કહે પવન! પહેલાં તો થતું કે મને બધીજ બહેનપણીઓ ભક્તાણી કહે છે. મને ભક્તાણી ને મારાં સ્વભાવ નો છોકરો મળી જાય તો ભગવાનનો પાડ માનું. અને તેને ગમતો છોકરો પણ મળી ગયો હતો. તે ખૂબ ખુશ હતી. પવન ની હાલ પૂરતી લ્હેરખી કવિતાને ચારેકોર્ય ખુશ્બૂ ફેલાવતો પવન અને કવિતા આજે પણ તેના પરિવાર સાથે ખૂબ ખુશ છે. (જેમણે કોઈપણ કામ ભગવાન પર છોડી દીધું છે અને તેમનો કર્મયોગ નિષ્કામ ધપાવે છે,તેનો ભાર, તકલીફ ભગવાન ઉઠાવી લે છે.)તેનો પરિવાર આજે પણ સુખી છે.
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )