Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 8 - યશ નો બર્થડે....





નવ મહિના પછી .....


રિસોર્ટ નો સુંદર અને આલીશાન કહી શકાય તેવો ભવ્ય હોલ દરેક જગ્યાએથી ડેકોરેટ થયેલો હતો. સમય તો થઈ ચૂક્યો હતો પરંતુ લોકોની અવરજવર હજી ચાલુ જ હતી . વેપારીઓ, ઉદ્યોગપતિઓ રાજનેતાઓ, ચીફ જનરલ અને કેટલા એ વિદેશી મહેમાનોથી હોલ સંપૂર્ણ સજ્જ હતો આખરે હરકોઈને આ પ્રસંગમાં આવવાની ઉમળકાભેર ઈચ્છા હતી દિલ્હીના મસૂર કહી શકાય તેવા નવાબ સિદ્દીકી ના એક લોતા દીકરાની શાદી હતી આથી સૌ કોઈ આ માં જોડાવા અને હાજરી આપવા માંગતા હતા. દુલ્હા અને દુલ્હન પણ સ્ટેજ પર આવી ચૂક્યા હતા સૌ કોઈ તેમને અભિનંદન પાઠવી ને ફોટા પડાવી રહ્યા હતા ભેટ અને સોગાતોની તો જાણે વર્ષા થઇ રહી હતી પરંતુ હજી ફંકશન ચાલુ થયું ન હતું. કોણ જાણે હજી કોણ આવવાનું બાકી હતું સૌ કોઈ વારેવારે ગેટ તરફ જોઈ રહ્યું હતું આવતા દરેક મહેમાનોનુ સ્વાગત ફૂલ અને અત્તર છાંટીને થઈ રહ્યું હતું.

નવાબ સિદ્દીકી પણ મહેમાનોની વચ્ચે ગેટ તરફ આવતા સ્વજનોમાં કોઇનો ઇંતેઝાર કરી રહ્યા હતા કે અચાનક જ ગાર્ડ અંદર આવી ને બાજુ માં ઉભો રહ્યો અને કાન માં કઈ કહ્યું તરત જ સિદ્દીકી સાહેબ પોતાની જગ્યાએથી ઊભા થયા અને તરતજ ગેટ તરફ ચાલવા લાગ્યા તેમની છટા અને ચાલ અન્ય કરતા કઈક અલગ હતી. તેમના આ રીતે જવાથી આવનાર દરેક મહેમાનો ગેટ તરફ જોવા લાગ્યા આખરે એવું કોણ વ્યક્તિ આવી રહ્યું છે કે જેના સ્વાગત માટે સિદ્દીકી સાહેબ પોતે ઊભા થઈને તેમનું સન્માન કરી રહ્યા છે

થોડીવાર ની રાહ પછી સિદ્દીકી સાહેબ અને યશ મલિકનું હોલ માં આગમન થયું. યસ માલિક ને જોતા જ સૌ કોઈ પોતાની જગ્યાએથી ઉભા થઈ ગયા . મહેમાનો ની વચ્ચે બેઠેલા અનવેશા મલિક, તેમના પતિ અર્જુન રાઠોડ અને દેવ મલિક પણ યસ ને જોઈએ અવાક બની ગયા જે મહેમાનની ક્યારની રાહ જોવાઇ રહી છે તે વ્યક્તિ ઔર કોઇ નહી યસ મલિક છે. યશ મલિકની વીઆઇપી ગેસ્ટ તરીકે આવ ભગત થઇ રહી હતી તે જોઈને યશ માલિકની સ્ટેપ મધર એટલે કે દેવ મલિક અને અન્વેષા મલિકની મા ગુસ્સાથી લાલપીળા થઈ રહ્યા હતા. તે લોકો અહીં અન્યની જેમ જ એકબીજાના મોઢા તાકી રહ્યા હતા અને જે મેહમાન ની બધા રાહ જોઈ રહ્યા હતા તે બીજું કોઈ નહીં પણ તેના જ પરિવારનો સભ્ય છે . અને આખરે નવ મહિના સુધી સ્વરા સાથે બનેલી ઘટના પછી યશ તેમને અત્યારે મળ્યો હતો આખરે યસ ક્યાં હતો. પરિવારના બધા સભ્યો એકબીજાના મોઢા તાકી રહ્યા હતા કોઈને સમજાતું ન હતું કે આ શું બની રહ્યું છે આખરે યશ તેમની બધી જરૂરિયાત પૂરી કરતો હતો પરંતુ ક્યારેય પોતાના પરિવાર સાથે તે પબ્લિક માં હાજર થયો નહોતો કોઈ કંઈ પણ ન શકે કે યસ મલિક નો આં પરિવાર સાથે કોઈ સંબંધ છે. યસ તરત જ સ્ટેજ પર પહોંચ્યો. નવાબ સિદ્દીકી પણ તેમની સાથે હતા તેમના દીકરા જાકીર સિદકી ને અને દુલ્હનને શુભેચ્છાઓ પાઠવી કેટલાયે મોંઘા સોગાતો તે પોતાની સાથે લાવ્યો હતો. આવી ભેટો હોલ માં હાજર કોઇએ આપી ન હતી આખરે યસ malik કોઈ સામાન્ય વ્યક્તિ તો ન જ હતો. નવાબ સિદ્દીકી એ જ પોતાના દિલ્હીમાં ચાલી રહેલા યશ સાથે ના આં પોતાના હોટલ પ્રોજેક્ટની માર્કેટિંગ અને જાહેરાત કરી.જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આં પ્રોજેક્ટ ની આખા દિલ્હીમાં ખુબ જ ચર્ચા હતી સૌ કોઈ તેના સ્ટ્રક્ચર અને સર્વિસની તારીફ કરી રહ્યું હતુ પરંતુ એમાં મલિક કન્સ્ટ્રકટ્સ નું અને ખાસ તો યશ મલિક નું નામ આવતા સૌ કોઈ સમજી ગયા કે હવે તો આં બેસ્ટ પ્રોજેક્ટ જ બનશે. જે બતાવાય રહ્યું છે તે રીતે ભવ્ય જ બનશે .

ધીરે ધીરે સાંજ તેની સીમા સુધી પોહચી ગઈ હતી . સૌ કોઈ આં ગ્રાન્ટ ઉત્સવ માં જુમી રહ્યું હતું .બેઠેલા મહેમાનો વચ્ચે એક પછી એક ફૂડની પ્લેટો, જ્યુસ અને સ્તાતર આવી રહ્યા હતા. કોઈએ ન ચાખેલી હોય તેવી સેવનસટાર થી પણ ઉપર ની વાનગીઓ પીરસાતી હતી. સૌ કોઈ ભોજનની તારીફ કરતા થાકતા નહોતા. આખરે ક્યારેય ચાખ્યું ન હોય તેવું સ્વાદિષ્ટ ભોજન તેમને પીરસાઇ રહ્યું હતું .સૌ કોઈ આ ફૂડ મેનેજમેન્ટના કાર્યની પ્રસંશા કરી રહ્યા હતા, ડેકોરેશન થી લઈને બધું ખૂબ જ સુંદર હતું . પરંતુ ભોજન નો બંદોબસ્ત એટલો ભવ્ય હતો કે ડેકોરેશન તેની સામે ઝાખું પડી રહ્યું હતું. આ પ્રશંસા સાંભળીને અન્વેષા malik ભડકી રહી હતી કારણકે આટલા મોટા વ્યક્તિના એક લોતાં દીકરા ની શાદી ખૂબ જ ચર્ચિત હતી અને તેને શાદી નો ફૂડ નો પ્રોજેક્ટ મેળવવા માટે ખુબજ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેને માત્ર ડેકોરેશન નું જ અધૂરું કામ મળ્યું આથી તેની માટે આં આપમાંનથી ઓછું પણ ન હતું. પરંતુ આ પણ કામ તે હાથમાંથી જવા દેતો નવાબ સિદ્દીકી સાથે સીધી દુશ્મની થાય અને તેમણે શરૂ કરેલો આ હોટેલ નો પ્રોજેક્ટ અંવેશા malik માટે ખૂબ જ રસપ્રદ હતો તે ઈચ્છતી હતી કે તેમનો કુકિંગ સ્ટાફ આ રિસોર્ટ માટે કામ કરે જેથી તેમનું પણ નામ વધી જાય અને પોતાની જાતને સાબિત કરવા માટે તેમના દિકરાની શાદીમાં ભોજન ની કામગીરી સંભાળવી એક મોટી તક હતી. પરંતુ બધું જ પાણી ફરી ગયું અને અંતે આ કઈ નવી ટીમ કામ સંભાળી રહી હતી તે અંવેશા ને સમજાતું ન હતું.

જો કે તે પોતે પણ આ બધું જોઇને મનોમન જાણી ગઈ હતી કે આ કુકિંગ ટીમ તેની ટીમ કરતાં તો વધુ બેસ્ટ છે તેમની સાથે ટક્કર લેવી અઘરું સાબિત થશે પરંતુ અત્યારે તેને બીજો ઝટકો તો એ લાગ્યો હતો કે તેનો ભાઇ પણ આ પ્રોજેક્ટમાં સામેલ છે અને આની જાણ તેને સુદ્ધાં નથી .શું તેનો ભાઈ પોતાની બહેનને મદદ ન કરી શકે કારણકે નવાબ સિદ્દીકી સાથે ના આં પ્રોજેક્ટમાં યશ જોડાયેલો છે અને તેજ મુખ્ય છે તે કોઈ સામાન્ય વાત ન હતી. કારણ કે આ પ્રોજેક્ટ શરૂઆતથી ઘણી ઊંચાઈએ પહોંચી ગયો હતો દરેક વ્યક્તિના મગજમાં આ પ્રોજેક્ટની વાતો ચાલી રહી હતી પરંતુ યશ મલિકનું નામ અત્યારે સામે આવ્યું હતું આથી યશ નું નામ જે રીતે ગુપ્ત રાખ્યું હતું તેના કારણે પ્રોજેક્ટ નું માર્કેટિંગ ખૂબ જ થયું હતું તેને કારણે આ હોટેલ અને રિસોર્ટ નો પ્રોજેક્ટ બીજા ઘણા હોટેલ ના માર્કેટ ને તોડી શકે તેમ હતો. અને આ આઈડિયા પણ યસમલિક નો જ હોઈ શકે તે વાતમાં તો કોઈને શંકા ન હતી કારણકે મોટા બિઝનેસમેન સામે ટક્કર લેવી કોઈ સામાન્ય વાત ન હતી.

યશ પણ પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો પરંતુ હજી કોઈની રાહ જોવાઇ રહી હતી યશ પોતાની વાતોમાં અને મહેમાનો સાથેની મુલાકાતમાં વ્યસ્ત થઈ ગયો તેણે પોતાના પરિવાર સામે એક વાર નજર પણ નાખી નહીં જાણે તેનું ધ્યાન જ નથી કે તેનો પરિવાર પણ અહીં હાજર છે તે કેટલાક વિદેશી બિઝનેસમેન સાથે ચર્ચા કરવા લાગ્યો આખરે એક બિઝનેસમેન પોતાના નફાની વાત પહેલા કરતો હોય છે અને સૌ કોઈ તેને મળવા માટે પણ આતુર હતું કારણ કે યશ મલિક નો બિઝનેસ વિદેશમાં પણ એટલો જ ફેલાયેલો હતો તેનું માત્ર નામ જ કાફી હતું. જે મલિક construction ને પ્રેઝન્ટ કરતું હતું આથી સૌ કોઈ યસ માલિકને હવે ઓળખતા થઈ ગયા હતા. ઘણીવાર ની રાહ જોયા પછી ફંકશન ચાલુ થઈ ગયા. પરિવાર દ્વારા જાતજાતની રસમો થવા લાગી અને સૌ કોઈ એક પછી એક તેમાં જોડાવા લાગ્યા. ઝાકીર ઉદાસ મન સાથે બધી રસમો કરી રહ્યો હતો ત્યાં જ તેના હાથમાં એક મીઠી સોગાત મુકાઈ આં ભેટ જોઈ તેણે હર્ષભેર ઊંચું જોયું અને એકદમ ઉભો થઈને તેના ગળે વળગી ગયો આ આવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં સ્વરા હતી. સ્વરા ને જોઈને જરા વાર માટે તો યશ પણ થંભી ગયો કારણ કે તે પણ જાણતો ન હતો કે સ્વરા આ રીતે અહીં આવશે કે તે આવવાની છે.

. આખરે નવ મહિના પછી બંને એકબીજાને જોઈ રહ્યા હતા. નેટ ના બ્લૂ યેલો લેંઘા માં તે સુંદર લાગતી હતી.તેના વાળ ની ગુથેલી ચોંટી માં ફૂલો સજાવેલા હતા. માથે માંગટિકો અને આંખ માં કાજલ સાદગી માં પણ હીરા આભૂષણ ઝડિત હતું. યશ તો જાણે આંખો પલકવતા જ ભૂલી ગયો હતો. હજી એજ સાદગી અને ભોળપણ સ્વરા ના ચેહરા પર સ્પષ્ટ હતું. જેને યશ પ્રેમ કરતો હતો .અને બ્લૂ તો વળી યશ નો પસંદીદા કલર પણ હતો.

મહેમાનો વચ્ચે હજી ગડમથલ હતી આ વ્યક્તિ કોણ છે પરંતુ ઝાકીર નો પરિવાર અને યશ નો પરિવાર બને સ્વરાને સારી રીતે જાણતા હતા. અને યશ તો જાણે સ્વરા ના દેખાવ માં જ સ્થિર થઈ ગયો હતો અને તેને એક ટકે નિહાળી રહ્યો હતો.