સ્ત્રી સંઘર્ષ...ભાગ 25 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ...ભાગ 25

હાલ તો રુંચા પાસે કોઈ વ્યવસ્થા ન હતી આથી તેણે જ્યાં સુધી કોઈ રેહવાની યોગ્ય વ્યવસ્થા ન મળે ત્યાં સુધી તેણે પોતાની સુરક્ષા માટે હોસ્ટેલ નો પોતાનો રૂમ જ યોગ્ય લાગ્યો પરંતુ હોસ્ટેલ ના નીતિ-નિયમોને આધીન જોબ કરવી તેની માટે અઘરી થઈ પડી હતી. બધા થી છુપાવવું, રોજ ખોટું બોલીને નીકળવું અને જો ઘરેથી કોઇ અહીં મળવા આવી જાય તો વધુ અઘરું થઈ પડે તેમ વિચારી તે ઝડપથી કોઈ પોતાની માટે ઘર ગોતવાની વ્યવસ્થામાં લાગી ગઈ હતી. પરંતુ આ શહેર તેની માટે અજાણ્યું પડતું હતું પોતે ક્યારેય કામ સિવાય મિત્રો સાથે કે એકલી બહાર નીકળી ન હ તી. આથી તે કોઈને પણ ઓળખતી પણ ન હતી .

પોતે તરત જ પાછી આવીને હોસ્પિટલ જવા રવાના થઈ પરંતુ આજે અહીં તેને અલગ જ વાતાવરણ લાગ્યું કારણ કે તેને સૌ કોઈ મળ્યા પરંતુ હર્ષ ક્યાંય દેખાતો ન હતો પોતાના સાથે કામ કરતા બધાને તે ગળે વળગી ને આનંદીત થતી હતી પરંતુ તેની આંખો કોઈક ના ઈન્તેજારમાં હતી જાણે કે હર્ષ વગર તેને અહીં બધું જ અધૂરું લાગતું હતું. આ કેવી ભાવના તેના મનમાં ગદગદી રહી હતી એ તે પોતે પણ જાણતી ન હતી પરંતુ તે કોને પૂછે અને કઈ રીતે તે તેને સમજાતું ન હતું પોતે હાજર બધાને મળી ચૂકી હતી પરંતુ તે હાજરીમાં પણ કોઈ ની ગેરહાજરી તેને ખટકી રહી હતી નિરાશ મન સાથે રુચા પોતાના કામમાં લાગી ગઇ પરંતુ તે વળી વળી ને હર્ષની કેબીન તરફ જોતી હતી પરંતુ આજે ડોક્ટર સાથે હર્ષ કોઈ બહારની વિઝીટ પર ગયો હતો જેથી કરીને તે ક્યારે આવશે તેની પણ કોઈ ને ખબર ન હતી

મોડી સાંજે રુચા નો ટાઈમ પૂરો થઈ ગયો પરંતુ હજી સુધી હર્ષ આવ્યો ન હતો રુચાને હવે હોસ્ટેલ તરફ પાછા વળવાનું હતું પરંતુ હર્ષ ને મળ્યા વગર તે જવા ઇચ્છતી ન હતી કામ પૂરું થતાં તેની સાથે કામ કરતી અર્ચના એ તેને ક્યાંક ખોવાયેલી જોઈને પ્રશ્ન પૂછ્યો,

" શું તું વર્ષની રાહ જોઈ રહી છે ??"

" શું??

" મેં પૂછ્યું કે શું તું હર્ષ ની રાહ જોઈ રહી છે તેનો ઈન્તજાર કરી રહી છે ને....??"

" અરે ના એવું કંઈ નથી' .. રુચા એ અચકાતા કહ્યું જરા વાર માટે તો તે તેની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય તેમ ખચકાઈ ઉઠી

"જો એવું નથી તો ! વારેવારે તું કેમ હર્ષની કેબિને તરફ જોયા કરે છે હવે તો મને એવું લાગે છે કે તુ અને હર્ષ માત્ર મિત્રો જ નથી બલ્કે તું એને પસંદ કરવા લાગી છે.

"હેય....આ શું બોલી રહી છે આવું કંઈ નથી અરે હું તો બસ ઘણા સમય ની રજા પછી આવી છું ને એટલે એમ થયું કે બધાને મળી લઉં પણ તને કેમ એવું લાગે છે...?"

" યા તું સાવ મૂર્ખ છે અથવા તો અજાણ બની રહી છે અમને અહીંયા બધાને ખબર છે કે તુ ને હર્ષ એકબીજાને પસંદ કરવા લાગ્યા છે" .
"હે ય અર્ચના આવું કંઈ નથી. તું આવું કેમ વિચારી રહી છે હું અને હર્ષ તો માત્ર સારા દોસ્ત છીએ" .

" આવું બધા કે પણ તમારી દોસ્તી ક્યારેય આગળ વધી ગઈ છે તેવું બધાને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ".

"બધાને...."

"જી હા ,બધાને...."

"તુ શું કઇ રહી છે આવું કંઈ પણ નથી"

"અચ્છા એવું કંઈ નથી એમ?, માત્ર એક દોસ્ત માટે જ તુ આટલો બધો ઇન્તજાર કરી રહી છે અરે શું તને ખબર છે તે પણ તારા વગર આ પંદર દિવસ શુનન થઈ ગયો હતો વધુપડતું કામ કરતો, કોઈ સાથે વધુ વાતો પણ ન કરતો અને વારેવારે તુ જે કેફે એરિયામાં બેસ તું હતી તે જગ્યાને જોયા કરતો તેનો હાલ અમારા બધાથી છુપાયેલો નથી અમે બધા હતા છતાં તે તને જ યાદ કર્યા કરતો હતો. અને હા તમારી જે લવ વાળી ચાની ટપરી છે ને ત્યાં પણ તે એકલો ઊભો રહેતો પરંતુ ચા પીતો નહીં કારણ કે તે તને મિસ કરતો હતો."

" લવ વાળી ચા તપરી....??"

" જી હા મેડમ મને ખબર છે કે તુને હર્ષ ઘણીવાર તે હાઈવે વાળી ચાની ટપરી ઉપર ચા પીતા કલાકો ગાળતા કેટલું રોમેન્ટિક હતું તે..... વાવ યાર ....શું તમારી કહાની છે"

"ચુપ રે ...., કંઈપણ બોલે છે તું આવું કંઈ નથી"

" તમારી વચ્ચે જે છેને તે અમને બધાને દેખાય છે, એકવાર તું પણ દિલ થી વિચારી જો કે તારી હર્ષ માટે અને તેની તારી માટે જે કંઈ પણ લાગણી છે તે એમ જ છે કે ખરેખર તમે બંને એકબીજા ને પસંદ કરવા લાગ્યા છો...??"

"અરે કઈ પણ...... શું તું પાગલ થઈ ગઈ છે? શું દિલ થી વિચાર? શું લાગણી ?હું કહું છું એક એવું કંઈ નથી મારો ફોકસ અત્યારે માત્ર કરિયર બનાવવાનું જ છે."

" ચલ એક કામ કર તું મારી સાથે આવ હું તને એક વસ્તુ બતાવુ.."
" શું....."
" અરે ચાલ તો ખરા,....

અર્ચના રુચા ને હર્ષના કેબીન તરફ લઈ જાય છે જ્યાં ટેબલ ઉપર એક કૅલેન્ડર હોય છે જેમાં તારીખની ઉપર ચોકડી મારેલી હોય છે ' આ જો.....'
અર્ચના રુચા ને તે કૅલેન્ડર બતાવે છે જેમાં હર્ષે આજની તારીખ ને ટાર્ગેટ કરીને આગલાં ૧૫ દિવસ ઉપર ચોકડી મારી હોય છે " તને ખબર છે જ્યારથી તું ગઈ છે , ત્યારથી આજ સુધી હર્ષ રોજ તારો ઇંતેજાર કેટલો કરતો હતો તે આ કૅલેન્ડર ઉપરથી જ દેખાઈ આવે છે જો તે આજના દિવસ ઉપર ક્વેશ્ચનમાર્ક લગાડેલો છે તે પણ તારી પાછા આવવાની આં તારીખ ઉપર જ.... તે આ પંદર દિવસમાં એટલી જ આતુરતાથી તારી રાહ જોઈ રહ્યો હતો જેટલી તું તેને અત્યારે મળવા માટે તડપી રહી છે "

આ સાંભળીને રુચા થોડી વાર માટે તો પોતાનો ભાન જ ભૂલી ગઈ પરંતુ તે હજી આવું કાંઈ નથી એમ જ માનીને વાત ને અવગણતી હતી . ઘણીવાર આપણી સાથે પણ કંઈક આવું જ થાય છે આપણો પ્રેમ સદાબહાર ની જેમ ખીલી રહ્યો હોય છે જેની મહેક આપણી આસપાસના લોકોને સ્પષ્ટ મેહસૂસ થતી હોય છે પરંતુ આપણે જ તેની ખુશ્બૂને સૂંઘી શકતા હોતા નથી. રુચા ના મનમાં પણ અત્યારે કેટલાય વિચારો ગદગદ કરી રહ્યા હતા તેના ચહેરા પર એક મીઠી મુસ્કાન એ વિચારતા જ આવી ગઈ કે શું ખરેખર હર્ષ તેને પ્રેમ કરવા લાગ્યો છે અને જો હા તો આગળ શું....??