સ્ત્રી સંઘર્ષ...ભાગ 17 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ...ભાગ 17

ઘરમાં આવતાજ રાજીવ અને રેખા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. હવે તેને બાળકો ની કોઈ ચિંતા ન હતી. ઘરમાં સૌ કોઈ તેમની દેખરેખ માટે એક સમયે તો હતા જ.. જ્યારે મીરા હજી પણ કોઈ સ્વપ્ન દૃષ્ટિ ની માફક બધું નિહાળી રહી હતી. જ્યારે ઋચાતો બધું જ ભૂલી ને મસ્ત મગને આખા ઘરમાં ફરી રહી હતી કારણકે અહીં સૌવ કોઈ તેને લાડ કરતા હતા. કોઈ કેદ માંથી તે આઝાદ થઈ હોઈ તેમ તે આજે હિંડોળે ઝૂલતી ખિલખિલાટ કરી રહી હતી. ઘરમાં તેના અવાજ થી સૌ કોઈ આનંદિત હતા. આમ જ સમય પસાર થઈ ગયો .

જોત જોતા માં દિવાળી પતિ ગઈ અને વિરાટ ની સગાઈ ની દિવસ નજીક આવી ગયો. સગાઈ પણ ધામધૂમ થી પતિ.સગાઈ પછી વિરાટ અને ઈચ્છા એ પોતાનો અલગ થવાનો પ્રસ્તાવ બંને પરિવાર સમક્ષ મૂક્યો કે લગ્ન પછી તેમની ઈચ્છા શહેર માં રેહવાની અને પોતાનું કામ ત્યાં જ રહીને કરવાની છે.અને આં પણ હંમેશ ને માટે.. આ સાંભળી ઘરમાં બધા અવાક થઈ ગયાં. જોકે દીકરીના માબાપ તો આજ ઈચ્છતા હતા પરંતુ કિરણબેન પોતાના સૌથી વધુ લાડકા દીકરા ને આં રીતે કેમ જવા દે. અને એ પણ પોતાનો ઘરમાં હિસ્સો લઈ,અને પછી બીજા બે નું શું થાઇ .?? પરિવાર નું વિભાજન " આં તો શક્ય જ નથી," તેમણે સ્પષ્ટ ના કહી દીધી. પરંતુ વિરાટે તો પોતાનો સચોટ નિર્ણય જ કહીં નાખ્યો. તે ગમે તે ભોગે અહી ઘરગૃહસ્થ જીવન પરિવાર ની ચાકરી કરી વિતાવવા માંગતો ન હતો. જોકે તે પેહલેથી પરિવાર અને ઘર થી વધુ દૂર હતો પણ તેના આવા વિચારો હશે તે સાંભળી સૌ કોઈ અવાક હતા. કિરણ બહેને ઈચ્છા સામું જોયું અને હજી તે કઈ બોલે ત્યાજ વિરાટ એક શ્વાસે બોલી ગયો કે આ તેનો જ નિર્ણય છે. ..

ઉકળતા તાપે કોઈ વધુ તપે તેમ કિરણબેન તપી રહ્યા હતા પરંતુ મેહમાન અને વેવાઈઓ ની સામે ઘરની આબરૂ બચાવવા વધુ ન બોલતા ગમ ખાઈ ગયા અને વાત ટુંકાવી પ્રસંગ આટોપાવામાં વ્યસ્ત થઈ ગયા. તેમણે હજી સુધી હિસ્સા ની વાત ખટકતી હતી. આ બાજુ ઘરના બીજા સભ્યોની પણ આજ હાલત હતી . સૌ કોઈ મૂંઝવણ માં હતા કે પ્રસંગ પત્યા પછી ઘરમાં વાવાઝોડું આવશે જ....કારણકે જમીન જાયદાદ અને પરિવાર નો હિસ્સો કરી કોઈ પ્રસન્ન તો નો જ રહી શકે પરંતુ વિરાટ ને આં શું કબુદ્ધી સુજી તે કોઈ સમજી શકતું ન હતુ.

અંતે એ જ થયું જેનો સૌ કોઈ ને મનમાં ડર હતો. મહાભારત નું મેદાન ઘર માં આવી ગયું અને ઘણી માથાકૂટ, સમજાવટ, અને ન કેહવાના આક્ષેપો પછી કિરણબેન વિરાટ ની જીદ્દ આગળ થાક્યા. બધાએ તેણે ખૂબ સમજાવ્યો પણ તે માન્યો જ નહીં અંતે બે જ મહિનામાં સાદગી ભર્યા લગ્ન પછી ઘરના સભ્યો અને એક હસમુખા પરિવાર નું વિભાજન થયું. વહુ તો નો આવી પણ દીકરો હંમેશની માટે વિદાય લઈ રહ્યો.... જેનો આઘાત વધુ તો કિરણબેન ને જ લાગ્યો અને તેઓ માંદગી ના ખાટલે પડ્યા... એ પણ એવા કે ઊભા જ ન થઈ શક્યા અને દીકરાના સ્મરણ માં સદગતિ લઈ રહ્યા. વિરાટ પણ એવો છૂટો પડ્યો બે વર્ષમાં એક પણ વાર માતા ની માંદગી માં તેમણે પોતાનું મુખ છેલ્લી વાર દેખાડી નો શક્યો... આ બાજુ કિરણબેન અને વિરાટ છુટ્ટા તો પડ્યા પણ પરિવાર ને પણ છુટ્ટા પાડતા ગયા.કિરણ બહેન ની માંદગી ના ખર્ચા ને કારણે મોહન દેવામાં ડૂબ્યો અને પછી પોતાનો હિસ્સો લઈ તે પણ અલગ થઈ કવિતા ના પિયરે જઈ વસ્યો. ઘરની અને કિરણ બહેન નીબધી જવાબદારી રેખા અને રાજીવ ના સિરે એકસામટી આવી પડી. બંને અથાગ પ્રયત્નો કરતા રહ્યા પણ કશી થાળ પડી નહિ. અને અંતે બા એ વિદાય લીધી .

આમ ને આમ વધુ બે વર્ષ વિતી ગયા. સૌ કોઈ અલગ થઈ પોતાની જિંદગી નવી રીતે ગુથવા લાગ્યા. બાપુજી પણ બાળકો અને નિવૃત્તિ ના સમય સાથે પ્રભુ ની શાંતિ માં રચ્યા પચ્યા રેહવા લાગ્યા. દુઃખ તો તેમણે પણ ઘણું હતું પોતાના બાળકોની આં માંઠિ દશા જોઈ પણ કુદરત ની માયા આગળ જુકી પડ્યા. સમયે પોતાની વાટ પકડી અને માયાઓ ગુથતો રહ્યો .પરંતુ ઋચા કઈક અલગ જ માર્ગે દોરી ગઈ. માતા પિતા બંને નું ધ્યાન આં સમય દરમિયાન બાળકો પરથી ખસ્યું હતું. જ્યારે મીરા સહજ એક આદણીય બની માંતાની સહભાગી બની રહી હતી. માંતાની મોટી દીકરી તરીકે કામમાં મદદ કરતી ભણતર ની સાથે ઘરકામ અને બાપુજી ની પણ સેવા કરતી આં જ કારણે તે ઘરમાં લાડલી થઈ ગઈ હતી. જ્યારે ઋચા નું ધ્યાન તોફાન મસ્તી ખોટી સોબતો અને બહેન ને મળતી થોડી વધુ લાગણી ને કારણે ચિડાયું હતું.

વધતી ઉમર સાથે ઋચા એ તો જાણતી હતી કે મીરા તેની સગી બહેન ન હતી પરંતુ કોઈ આશ્રમમાંથી તેના ઘરે આવેલી અનાથ બાળા હતી. પરિવાર માં તેના કરતાં વધુ પ્રેમ મીરા ને મળે છે તે ઋચા જોઈ શકતી ન હતી . આથી વધુ ને વધુ આ બધાથી ભાગતી રહેતી અને મોટાભાગ નો સમય મિત્રો સાથે અને ઘરની બહાર જ વિતાવવા લાગતી.

માતા-પિતાના કહેણ તેને કડવા લાગતા હતા અને દિવસ-રાત મીરાની થતી આવ ભગત તેને વધુ ને વધુ પરિવારથી દૂર કરવા લાગી હતી તે હંમેશા પોતાની દાદી ને યાદ કર્યા કરતી કારણકે તેની દાદી તેને વધુ રાખતી હતી. જો તે હોત મીરા ને આટલી બધી ઘરમાં પેસવા દીધી ના હોત . ઋચા ને માત્ર અગિયાર વરસની ઉંમરે જ ઘરમાં ચાલતી પરિસ્થિતિને કારણે તેના મગજ માં ઘરના સભ્યો પ્રત્યે નકારાત્મક ભાવ પ્રસરી ગયો હતો છે સમય જતા તે તેને વધુ પીડા પહોંચાડશે.જેનાથી તે સંપૂર્ણ અજાણ હતી..