આજે ફરી પરિવાર સુખી અને સંપન્ન થઈ ગયો હતો. થોડા સમય પહેલા ઘેરાયેલા દુઃખના વાદળો હવે છૂટા પડવા લાગ્યા હતા અને સૂર્યનો આછો પ્રકાશ ઘરમાં રોશની ફેલાવતો હોય તેમ બધું પાછું સુખમય થવા લાગ્યું હતું. ઋચા પણ થોડા સમયની નારાજગી પછી પાછી સહજ બની ગઈ હતી મીરા ને અપનાવતા તેને થોડો સમય લાગશે એમ રાજીવ અને રેખા એ સ્વીકારી લીધું હતું કારણ કે તેઓ જાણતા હતા કે અચાનક કોઈ ભાગ પડાવવા વાળુ આવે એટલે બાળક થોડું અસમંજસ થવા લાગે છે આથી પોતાની બાળકીને તેઓ સુમેળ સાધીને રેહતા શીખવાડશે. જેથી રૂચા અને મીરા બંને વચ્ચે પ્રેમ નો પુલ બનાવી શકાય.
જીવન હવે પાછું સામાન્ય બનવા લાગ્યું હતું. રેખા અને રાજીવ બંને પોતાના રોજિંદા કામોમાં પાછા વળવા લાગ્યા. સુહા પૂરના લોકો પણ ફરી સામાન્ય બનતા પરિવારને જોઇને ખુશ થતા હતા રેખા પણ ઘર ની દેખરેખ ઉપરાંત સામાજિક સંસ્થામાં કાર્ય માટે જતી પોતે પોતાની સમજશક્તિ અને બચતનો યોગ્ય ઉપયોગ કરતી હતી રાજીવ પણ શાળાના બાળકો અને પ્રોઢ શિક્ષણના પોતાના અભિયાન ને આગળ વધારવામાં મશગૂલ હતો પોતાના કામને જોતા તેને હેડ માસ્ટર નો દરજો સરકાર તરફથી મળ્યો હતો હવે બંનેના જીવનમાં કોઈ દુઃખ કે તકલીફ ન હતી.
રુચા પણ થોડી થોડી મીરા સાથે જોડાવા લાગી હતી બંને બહેનો સાથે શાળાએ જતી, સાથે ભણતી અને ઘરમાં સાથે જ રહેતી. મીરા મોટી હોવાને લીધે રૂચા નું ખૂબ જ ધ્યાન રાખતી આ જોઈ રૂચા પણ હવે મીરા સાથે વધુ નિકટ થવા લાગી હતી. પોતાની જિંદગીમાં આવેલા આ બદલાવને ખુશ થતા સ્વીકારી રહી હતી . પહેલા જેવું તેનું જીવન હવે રહ્યું ન હતું પોતાની પાસે મા બાપ, દાદા દાદી કાકા કાકી ,નાના ભાઈ બહેનો જેવા અસંખ્ય સંબંધો હવે હતા. રેખા અને રાજીવ પણ રૂચા અને મીરાના જીવનમાં સંપૂર્ણ નજર રાખતા હતા બંનેને સરખો પ્રેમ અને લાડ આપતા હતા, માર પણ બંનેની સરખી જ.. જેથી પોતાના ની ભાવના બંનેમાં સરખીજ વિકસે બંનેમાંથી કોઈપણ પોતાનું કે પરાયું ન હતું ધીરે ધીરે મીરા અને રેખા બંને પોતાના જીવનની આગળની ઘટના ભૂલીને સર્વ સામાન્ય થવા લાગયા હતા.
સમય અને દિવસો પસાર થવા લાગ્યા આ ઘટનાને છ મહિના જેવો સમય વિતી ગયો સુહાપૂરમાં તો માત્ર રાજીવ અને રેખા બંને પોતાની પુત્રીઓ સાથે રહેતા હતા પરંતુ દિવાળી હવે નજીકમાં હતી કિરણ બહેને તો પહેલેથી જ આં તહેવાર ધામધૂમથી ઉજવવા ની અને પછી વિરાટની સગાઈની તારીખો ગોઠવી રાખી હતી જેથી રાજીવ અને રેખા પણ ઝડપથી પોતાનું કામ આટોપીને પોતાના પરિવાર સાથે તહેવાર કરવા જવાના હતા ગામના લોકો નો આગ્રહ બંનેને અહીં રોકવાનો હતો પરંતુ પરિવાર ની રાહ અને ઈચ્છા તેઓ નકારી શકે તેમ ન હતા આથી સૌએ તો દિવાળી વહેલા ઉજવીને પછી જવાની પરવાનગી આપી... ગામ લોકોનો આગ્રહ જોઈ રાજીવ અને રેખા ના ન કહી શક્યા. આખરે આ ગામ પણ તેમનો એક પરિવાર બની ગયો હતો જેમણે તેમના કઠિન સમયમાં પૂરતો સહકાર આપ્યો બંનેએ દિવાળી નિમિત્તે પરિવારના લોકો માટે થોડી ખરીદી કરી અને ભેટ પણ ખરીદી પછી સાંજે જ પોતાના ઘરે જવા બન્ને પરિવાર સાથે નીકળી પડ્યા.
મીરા માટે તો પોતાના પરિવાર સાથે આ પ્રથમ દિવાળી હતી . રુચા પાસેથી તેને ઘણું બધું સાંભળ્યું હતું આથી પોતે આ બધા સાથે તહેવાર ઉજવવા ખૂબ જ ઉત્સુક હતી. બાલા આશ્રમ માં તો બધું જ મર્યાદિત મળતું પછી તે સ્નેહ હોય કે ભે. પોતાનું ધ્યાન રાખતી ઉપાધ્યાયો પણ તહેવાર નિમિત્તે પોતાને ઘેર રજા મૂકી ને ચાલી જતી જ્યારે આ બાળકોનું ધ્યાન સફાઈ કરવા વાળા અને પટાવાળા રાખતા આથી આ તહેવાર કેવો ઉજવાય છે તેનું મીરાંને કોઈ ભાન ન હતું.
ઘરમાં સૌ કોઈ રેખા અને રાજીવની જ રાહ જોતા હતા દિવાળી અને પછી વિરાટ ની સગાઈ ની બધી જ તૈયારીઓ બાકી હતી કવિતા આમ તો આ બધા માટે કુશળ હતી . પરંતુ મોટાભાઇ ભાભી જ પેહલે થી બધુ સંભાળતા આથી આ બધાની તેને આદત ન હતી અને આમ પણ મોટા ભાઈ ભાભી નો આગ્રહ તેને વધુ હતો. રાજીવ અને રેખા જ્યારથી તેમનાથી દૂર ગયા છે ઘરમાં તેમની ઉણપ સ્પષ્ટ દેખાય છે. કોઈ દિવસ એવો હતો જ નહીં કે તેઓ રેખા અને રાજીવને યાદ ન કરતા . કિરણબેન શરૂઆતમાં તો કોઈ ને દેખાડતા નહિ પરંતુ તેમને પણ રેખાની ખોટ વર્તાવા લાગી હતી. પોતાની લાડલી ઋચા ખૂબ જ યાદ આવતી. જ્યારે નીલ પણ એકલો પડી ગયો હતો. તે પોતાની મોટી બહેન રુચા ને ખૂબ જ યાદ કરતો.
આજે સૌ કોઈ ઘડિયાળની ધીમી ગતિ ભાપી રહ્યા હતા. સમય જાણે તેમની સાથે રમત કરતો હોય તેમ પળે પળ પાછળ ધકેલાઈ રહ્યો હતો બા એ તો બધાને ઘરે વહેલા આવી જવાનું સવારથી જ કહી દીધેલું હતું અને બધા રેખા અને રાજીવ માટે વહેલા આવી ગયા હતા. મોહન અને વિરાટ બધાને સ્ટેશન લેવા ગયા અને હસતા મુખે ઘરે સૌ પધાર્યા...
ઘરના ઉંમરેથી જ બા રેખા અને રાજીવ ને ભેટી પડ્યા આરતી પણ ઉતારી અને આશિષ આપતાની સાથે જ વધાવી લીધા .રુચા ને પણ ગાલ પંપાળીને વહાલ કરવા લાગ્યા બાજુમાં ઊભેલી મીરા આ બધું જ જોઈ રહી હતી રૂચા એક એક કરીને બધાને મળતી હતી અને સૌ કોઈ તેને વહાલ થી પોષીજ રહ્યા હતા જ્યારે રૂચા ખિલખિલાટ કરતી હસી રહી હતી . નીલ પણ તેને જોઇને...... દીદી..... દીદી ....કરતો કાલીઘેલી ભાષામાં તેનો હાથ ખેંચવા લાગ્યો અને પોતાની ચીજ-વસ્તુઓ બતાવવા લાગ્યો હવે નીલ એટલો તો મોટો થઈ ગયો હતો કે પોતાના પગે ચાલી શકે. તે રુચા ને અંદર લઈ ગયો .જ્યારે મીરા હજી ઘરના બારણે ઉભી બધાને નિહાળી રહી હતી રેખા તેનો હાથ પકડીને તેને અંદર લઈ ગઈ અને બધાને સાથે તેને મુલાકાત કરાવવા લાગી મીરાની નમ્રતા અને આદર્ જોઈને સૌ કોઈ તેને સ્મિત આપી રહ્યા હતા બધાએ તેને પણ આશિષ આપ્યા. આ બધું જોઈ તે ખુશીથી ઝૂમી રહી હતી આ બધું તેની સાથે પહેલી વાર થઈ રહ્યું હતું અત્યાર સુધી તે એકલી જ હતી પરંતુ કિરણ બહેને થોડો અણગમો વ્યક્ત કરી દીધો તેમણે હજી સહજતાથી મીરા ને સ્વીકારી ન હતી . મીરા પણ કિરણ બહેન નો અણગમો સમજી ગઈ પરંતુ કશું બોલી નહીં કચવાતા મન સાથે તે બધાંએ મળીને શાંતિથી રેખા ની બાજુમાં બેસી ગઈ.