અધુરી કહાની Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરી કહાની

અધુરી કહાની


આજે ૮ વરસે શાલિની એ ચિંતનને આ સઘળી વાત જણાવી દેવું, એવો નિશ્ચય કર્યો. અને ચિંતનના ઘરે આવવાની રાહ જોવા લાગી અને સાંજનું જમવાનું બનાવવા તૈયારી કરવા લાગી. સાંજે જ્યારે જમી કરીને શાલિની એ ચિંતનને જ્યારે કહ્યું કે,
'મારે મારા ભૂતકાળ વિશે કંઇક વાત કરવી છે તને.
ત્યારે ચિંતન એ એને ખૂબ જ સરળતાથી પૂછ્યું, '
'શું તારો એ ભૂતકાળ તારા અને મારા ભવિષ્યને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો છે ?
અને શાલિની વિચારી રહી, 'એવું તો નથી.. એવું તો નથી.' શાલિનીએ કહ્યું.
'હા તો બસ, એમ નહીં બદલાય ભૂતકાળ, પણ એને ભૂલીને આગળ વધીશ તો મને વધારે સારું લાગશે. તેમ છતાં જો તારે મને જણાવવું હોય તો તું જણાવી શકે છે.' અને શાલિની એ બધી વાત ચિંતનને જણાવી.
ચિંતન એ માત્ર એટલું જ કહ્યું શાલિનીને "એમ અચાનક થાય નહીં પ્રેમ.'
"તને તો ખબર છે ને આપણે લગ્ન કયારે થયા હતા અને કયા સંજોગોમાં " શાલિની સોફા પર બેસતા બોલી.
"હા ખબર છે મે પણ તને પેહલી વાર જોઇ હતી જ્યારે ત્યારા પપ્પા હોસ્પિટલમાં હતા. મારા અને તારા પપ્પા ખાસ મિત્રો હતા."
"હા પણ આ સિવાય પણ એક વાત મેં એ દિવસ કહેવાની હતી જે મેં મારા હ્રદયની અંદર હતી. પણ પપ્પાની હાલત જોઇને કંઇ કહી ન શકી." શાલિનીની આંખ માં આંસુ હતા. ચિંતન એને આંસુ લુછવા રુમાલ આપે છે.
"આ જે મેં એ વાત કહું છું કે જે વર્ષોથી મેં કહી નથી વાત તો મેં ત્યારેજ કહેવાની હતી, પણ પપ્પાએ એ પેહલાજ તારા અને મારા લગ્નની વાત કરી દીધી અને મારે પપ્પાની વાતનું માન રાખવાનું હતું."
"પણ કંઇ વાત મારા પપ્પાએ તારા પપ્પાનો બોજ હલકો કરવા મારી સાથે લગ્ન કરાવ્યા હતા તારા પપ્પાની જીવંનની અંતિમ વચન હતા.'
"હા પણ ત્યારેજ મારે વાત કહેવાની હતી કે પણ પપ્પાની આવી હાલત જોઇને શું કરવું જોઈએ તેનું ભાનજ ન હતું."
"કંઇ વાત છે ? કોઈ તારા જીવનમાં... " ચિંતન બોલતા અટકી જાય છે.
"હા અભય મારી જિંદગીમાં હતો. કોલેજથી અમે એકબીજાને પંસદ કરતા હતા. બસ છેલ્લું વર્ષ પતે એટલે અમે ઘરે લગ્નની વાત કરવાના હતા. એ દિવસે જયારે મમ્મીએ ફોન કર્યો કે પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે ત્યારેજ હું અને અભય અભયના ઘરે વાત કરવા જવાના હતા પણ એ થઇ શકયું નહિ.
અભય મારી સાથે હોસ્પિટલમાં તો આવ્યો પણ રુમમાં ખાલી મે મમ્મી અને તારા પપ્પાજ હતા. એ પાંચ મિનિટની વાત મારા જીવનને નવો વંળાકજ આપી દીધો. પપ્પાના અંતિમ વચન, મમ્મીને પણ શું વાત કરું જીવનના રસ્તાના બે ભાગ પડી ગયા એક બાજુ પપ્પાના સંસ્કાર તો બીજી બાજુ પ્રેમ."
શાલિની આટલું બોલીને રડવા લાગી. વર્ષોથી પોતાના મનની અંદરની વાત કહી અને આંખોના આંસુ બસ વહેતા જ જતા હતા
"પપ્પાના ગયા પછી પણ તું યે મને ઘણી વાર પુછયું પણ મેં તને શું કહું "
" એ વાતની તો ખબર મને પડી ગઇ હતી.
લગ્ન ના આગલા દિવસે અભય મારા ઘરે આવ્યો હતો બસ એણે મને એટલું જ કહયું કે શાલિની નું ધ્યાન રાખજે. બાકી ની વાત તો તેની આંખો જ કહી રહી હતી. છતાં એણે મને છેલ્લે કહયું આ લગ્ન ન તોડતો શાલિની એ મને છોડી એના સંસ્કાર ને પંસદ કર્યું છે એની વાત નું માન રાખજે "
"જીવનની આવી કસોટી કોઈની પણ ન આવે." શાલિનીએ રડતા કહયું
"જીવન છેજ આવી કસોટીથી બનેલું. તમે બંને તો આ કસોટી ને પાર કરી છે "
"એ તો તારું વિશાળ હ્રદય છે બાકી આ શાલિની ક્યારની."
"પ્રેમ તમારો મહાન છે." આજે વર્ષો પછી આપણાં વચ્ચે વિશ્વાસ નવી દોર બંધાઈ "
"અભય તો આજે પણ કુંવારો છે."
"એને પણ કોઈ મળશે."
"પ્રેમ કંઇ આમ અચાનક નહીં થાય આપણે પણ આટલા વર્ષો લાગ્યા."