નવી જ સફર
7 જાન્યુઆરી 2100
દાદાજી રોજ સવારે 5 વાગે ઊઠી જતાં હતા. દાદાજી રોજ સવારે ઊઠીને નાઇ ધોઇને પુજા કરવા માટે ફુલ તોડવા ઘરનાં નાનાં બગીચામાં જાય છે. પણ આજે ફુલ બે ત્રણ જ હતાં. દાદાજી પોતાનો ભુતકાળ યાદ કરે છે( અમારા સમયમાં માંગે તેટલાં ફુલ હતા અને આજે તો ફુલ માંડ એક બે હોય છે. બે ફુલ તોડી ને દાદાજી મંદિર તરફ જાય છે.) મંદિર મા પુજા કરીને દાદાજી ચા પીતાં onlineપેપર વાંચે છે. પણ એક જ સેકન્ડે બધી ન્યુઝ બદલાઈ જાય છે. (દાદાજી પાછાં પોતાના વિચારો માં ખોવાઇ જાય છે. અમારાં સમયમાં તો ન્યુઝ પેપર સવારે આવતું તે પણ આજના સમાચાર માટે તો પાછું ટી.વી જોવું પડતું પણ live ન્યુઝ મળી જાય તે પણ સારું કહેવાય એમ વિચારતા ચા પી છે.)
મમ્મી દરરોજ 6 વાગે ઊઠે છે. બધાંના માટે નાસ્તો બનાવા મમ્મી રસોડામાં જાય છે. એ રસોડાનો દરવાજો મમ્મી ની figure print વગર ખુલતો ન હતો. મમ્મી બધાં માટે ખમણ બનાવવાનું વિચાર એ છે. એક યંત્ર હોય છે તે જે પણ ખાવાનું બનાવવાનું હોય તેની chip લગાવવાની હોય છે. અને વાનગી ની સામગ્રી એ યંત્ર માં મુકવાની હોય છે. મમ્મી ખમણ માટેની સામગ્રી યંત્ર માં મુકી દે છે અને ખમણ બનાવાની chip લગાવી દે છે. એ યંત્ર માં સમય પણ બતાવતો હતો કે કેટલા સમય માં બની જાય એ સિવાય એ યંત્ર માં તાપમાન બંધુ બતાવતાં હતાં. 15 મિનિટ બતાવતા હતા ખમણ બનાવા માટે પપ્પા સવારે 7 વાગે ઊઠતાં અને ઊઠીને અમારા નાનાં બગીચામાં મા ચાલવા માટે જતાં. મમ્મી મંને સવારે 7:30 વાગે ઉઠાડવા આવતી. અમે બધાં સવારે સાથે નાસ્તો કરતા.
નાસતો કર્યા પછી મમ્મી બપોરનું ભોજન બનાવા માટે રસોડામાં જતી. પપ્પા પોતાના ઓફિસનાં રુમ મા જતાં અને પોતાનું કામ કરતાં. ત્યારે બધાં ધરેથી જ કામ કરતાં. મેં મારા study રુમ મા 10 વાગે જતો અમારી હાજરી પણ online પુરાવાની હતી. exam,study બધું જ online હતું. મે મારા study રુમ માંથી 2 વાગે બહાર નીકળતો. પણ સુરજદાદા તો 11 વાગે ઊઠતા અને 5 વાગે આથમી જતાં.
અમે બધા બપોરનું ભોજન સાથે જમતાં. હું મારા મિત્રો ને 3 વાગે મળવા જતો. અમે બધા થોડા દિવસો મા બીજા ગ્રહ પર જવાના હતાં. આ પૃથ્વી છોડીને અમે બધા બીજે રહેવા જવાના હતા. અહીં કશે જવું હોય તો train હતી. train ના પાટાઓ હવામાં હતા.
હું 4 વાગે ઘરે ગયો. ઘરે બઘા packing કરતાં બીજા ગ્રહ પર જવા માટે મને પણ packing કરવા કહયું. મેં મારું packing કરતો હતો. દાદાજી પોતાનો લગ્ન નો આલ્બમ જોતાં હતાં. ત્યા મેં એમનો આલ્બમ જોવા ગયો. દાદાજી તેમના લગ્ન ની વાત કરતાં આલ્બમ બતાવતા હતા. અમે બધા સાંજ નું ભોજન કરી ને વાત કરતાં હતા. બીજા ગ્રહ પર વૈજ્ઞાનિક એ સંશોધન કરી ને અને માનવી ને અનુરુપ આવે તેવું વાતાવરણ થઇ ગયું હતું. ધણા બધાં તો ત્યા રહેવા પર જતાં રહયાં હતા. હવે અમે કાલે 7 વાગે અહીંથી નીકળવાના હતા. એમ વાતો કરતાં કરતાં અમે લોકો ઊંઘી ગયો.
બીજો દિવસ
સમય : 6:30
અમે બધાં બસ ઘરની બહાર નીકળી ગયાં. દાદાજી પોતાની સાથે નાનો તુલસી છોડ લઇ આવ્યા હતા. અમે બધાં યંત્ર જયાંથી ઊપડવાનું હતું ત્યા આવી ગયા. અમે બધાં 2-3 મિનિટ આજુબાજુ જોયું. અમારી બધાની આંખો માં આંસુ હતાં. અમે બધાં યંત્રમાં બેસી ગયા. યંત્ર ફટાફટ ચાલુ થયું. અમે થોડી જ મિનિટ માં પૃથ્વી ની બહાર નીકળી ગયા. અમે પૃથ્વી ને બહાર થી જોઈ.
અમે બધાં નવી આશા સાથે થોડી મિનિટ પછી બીજા ગ્રહ આવ્યા. દાદાજી સૌથી પહેલાં ઊતરીને તુલસી નું છોડ રોપે છે. અમારી નવા ગ્રહ પર આવવાની સફર પુરી થાય છે.
તમારો વાર્તા વાંચવા માટે ખુબ ખુબ આભાર.
તમારો પ્રતિભાવ જરૂર લખજો.