આવો પણ એક કેસ Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

આવો પણ એક કેસ


આવો પણ એક કેસ





અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો એક તરફ વકિલ ખિસકોલી બેન અને બીજી તરફ માનવ જગતના વકિલ રમેશ હતા. કેસ બધા પક્ષી જગતના લોકો એ કરયો હતો જે માનવ જગતના લોકો કંઇ રીતે પક્ષીઓનું ઘર છીનવે છે. માનવ જગતનાં અમુક લોકો જંગલોમાં જઇને કિંમતી એવા ઝાડ કાપે છે અને એ ઝાડ પર પશીઓનો માળો હતો. એ સિવાય પણ માનવ જગતના લોકો પક્ષીઓનો શિકાર કરતાં હતા, પ્રાણીઓનો પર શિકાર કરતાં હતા અને તેમને વિદેશમાં વેજતા હતા. પણ મુખ્ય મુદ્દો એ હતો કે પક્ષીઓનું નિવાસ સ્થાન હતું. ખિસકોલી બેન એક સારા વકિલ હતા. અદાલતમાં એક બાજુ પક્ષી અને પ્રાણી જગતના લોકો બેસેલા હતા જેમાં મોર, કોયલ, કાબર , પોપટ , ચકલી , કાગડો , વાઘ , સિંહ, હાથી , રિંછ , હરણ , વાંદરો અને સસલું એ સિવાય પણ બીજા પક્ષી અને પ્રાણી જગતના લોકો હતા. બીજી બાજુ માનવ જગતના લોકો હતા જે લાકડાં ચોરી કરવાનું , શિકાર કરવાનું અને પ્રાણી ને વેંચવાનું કામ કરતા હતા.

જજ સાહેબ પણ આવી ગયા હતા એમનું નામ ઇશ્વર ભાઇ હતું. જજ એની ખુરશી પર બેસીને ટેબલ પર મુકેલા દસ્તાવેજો ખોલે છે. અને કાર્યવાહી શરૂ કરવા કહે છે. ખિસકોલી બેન શરુઆત કરે છે.

" જજ સાહેબ માનવ જગતના અમુક લોકો જે જંગલોમાં જઇને કિંમતી એવા ઝાડ કાપે છે

એનાથી પક્ષીઓનું નિવાસ સ્થાન છિનવાઇ છે "

" જજ સાહેબ આ ખોટું છે " રમેશ પોતાની ખુરશી પરથી ઊભો થતાં બોલે છે.

" જજ સાહેબ મારી પાસે સબુત છે

ફોટો ગ્રાફ છે

જે વાંદરા ભાઇ પાડ્યા હતા. "

ખિસકોલી બેન ફોટા ગ્રાફ જજની નીચે બેસેલી વ્યકિત ને આપે છે. એ વ્યકિત જજને આપે છે. જજ સાહેબ ફોટો ગ્રાફ જોય છે.

" વકિલ સાહેબા શું હું ફોટો ગ્રાફ જોઈ શકું "

" હા ચોક્કસ રમેશ ભાઈ "
ખિસકોલી બેન પોતાની ટેબલ પાસે આવે છે. ટેબલ પરથી ફોટો ગ્રાફ ની એક કોપી રમેશ ને આપે છે. ખિસકોલી બેન પોતાની ખુરશી પર બેસે છે.

રમેશ પોતાના ટેબલ પાસે આવે છે અને ફોટો ગ્રાફ જોતો ખુરશીમાં બેસે છે.

બે મિનિટ સુધી અદાલતમાં શાંતિ છવાઈ જાય છે. પણ રમેશ ફોટો ગ્રાફ જોતા કંઇ ખબર પડે છે જે તેના મુખ પરના હાસ્ય પરથી ખબર પડતી હતી.

રમેશ ખુરશી પરથી ઊભો થાય છે.

" જજ સાહેબ આ ફોટોમાં એવું કંઇ નથી જેથી ખબર પડે કે આ લોકો દોષી છે "

" શું તમે વિગતવાર જણાવશો " જજ સાહેબ ફોટો ગ્રાફ પાછાં જોતા બોલે છે.

અવે આ રમેશ નવું શું શોધી લાવ્યો. ખિસકોલી બેન મનમાં વિચારે છે.

પ્રાણી અને પક્ષી જગત પણ વિચાર કરે છે રમેશ વકિલ ને શું મળ્યું ફોટો ગ્રાફ પરથી ?

" જજ સાહેબ આ ફોટો ગ્રાફ માંથી કોઈ પણ ફોટો માં આ લોકો એ ઝાડ કાપ્યું છે તેવો ફોટો નથી "

" પણ એ લોકો લાકડાં કાપતાં તો દેખાય છે " ખિસકોલી બેન ફોટો ગ્રાફ બતાવતાં કહે છે.

" હા
પણ ઝાડ કાપતાં તો નથી ને
એ લોકો તો જમીન પર પડી ગયેલા ઝાડ માંથી લાકડાં કાપે છે
જીવત ઝાડ નથી કાપતા "

" પણ આ લીલુંછમ ઝાડ છે
એમ જ થોડી પડી જાય "

"હા
પણ એનો મતલબ એમ થોડો કે આ લોકો એ જ ઝાડ કાપ્યો હોય
કોઈ એ પણ ઝાડ કાપ્યું હોય શકે "

ખિસકોલી બેન પોતાની ખુરશી પર બેસી જાય છે.

" અદાલત ખિસકોલી બેન ને સબુત રજા કરવા માટે એક અઠવાડિયા ની મુદત આપે છે
10 તારીખે આ કેસની સુનાવણી થશે "
જજ સાહેબ દસ્તાવેજો પર લખતા કહયું .

10 તારીખ પણ આવી ગઇ પણ ખિસકોલી બેન ને કોઇ સબુત ન મળ્યું. પ્રાણી અને પક્ષી જગતને પણ કોઇ સબુત ન મળ્યું. હવે કેસ હારી જવાના છે તેવું જ બંધાનું અનુમાન હતું પણ ખિસકોલી બેન પણ કંઇ એમજ હાર માનવા વાળા ન હતા. ખિસકોલી બેન કંઇ વિચારતા હતા. ખિસકોલી બેનને તરત જ વિચાર આવતા તેણે કાગડા ભાઇને બોલાવ્યો અને કંઇ વાત કરી.

જજ સાહેબ આવી ગયા હતા. એમણે દસ્તાવેજ ખોલતા કેસની સુનાવણી ચાલું કરી.

" ખિસકોલી બેન સબુત રજા કરો "

" જી હા જજ સાહેબ
મારે પાસે એક વીડીઓ રેકોર્ડિંગ છે જેમાં આ લોકો પોતે જ ગુનો બોલે છે "
ખિસકોલી પેન ડ્રાઇવ જજ સાહેબની નીચે બેસેલી વ્યકિત ને આપે છે.
એ વીડીઓ અદાલતના બધાં જ લોકો જોય છે.
એ વીડીઓમા જે માનવ જગતના આ લોકો જ ઝાડ કાપ્યું છે એ બધા લોકો પોતે જ ઝાડ કાપ્યું છે તેવું પોતે જ બોલે છે. રમેશ ભાઇ વિડીયો જોઈ ને પોતાની ખુરશી પર બેસી જાય છે.

(આ કંઇ રીતે થયું તો ચાલો કાગડા ભાઈ પાસે છે.

" આપણી પાસે કોઈ સબુત નથી કાગડા ભાઇ
તમે જ કંઇ ચતુરાઈ થી વિચારો "

" એક વિચાર છે મારી પાસે "

" શું ?"

" હું એક ચમત્કારી મંત્રથી ઈન્સાન નું સ્વરૂપ ધારણ કરી શકું છું એવી શક્તિ મને એક મહાન ગુરુથી મળી છે. હું એ લોકો પાસે રમેશ નો રુપ લઇને જઇશ અને બધું એ લોકો ના મોઢેથી બોલાવી દઇશ "

" તમે ખરેખર ચતુર છો "

" હું હમેંશા પક્ષી જગત અને પ્રાણી જગત સાથે છું "

" વીડીયો રેકોર્ડિંગ પેન લેતા જજો "

" હા "

કાગડા ભાઇ રમેશનું રુપ લઇ એ લોકો પાસે ચતુરાઈ થી એ બધાંના મુખથી સચ્ચાઇ બોલાવે છે. )

" આ વીડીઓ રેકોર્ડિંગથી સ્પષ્ટ થાય છે કે ગુનો અહીં બેસેલા માનવ જગતના લોકો એ કર્યો છે. એમને દસ વર્ષની જેલની સજા મળે છે " જજ સાહેબ દસ્તાવેજ પર લખતા કહયું.

ખિસકોલી બેન કેસ જીતી ગયા.

પ્રાણી જગત અને પક્ષી જગત આ સુનાવણીથી ખુશની લાગણી છવાઇ ગઇ.

- ચૌધરી જીગર

નોંધ : પ્રાણી જગત અને પક્ષી જગત ને અમુક લોકો લોકો શિકાર કરે છે. કિંમતી એવા ઝાડ કાપે છે. જેના પર પક્ષીઓનો માળો હોય છે. પ્રાણી જગત અને પક્ષી જગત નું રક્ષણ કરવી આપણી ફરજ છે. અહીં મેં અમુક માનવ જગતના લોકો જ લખ્યું છે. બસ આ નામ વાર્તા પુરતું છે એ અમુક માનવ જગતમાં કોઈ પણ નામ હોય શકે એમાં. માનવ જગતની લાગણી ને દુઃખ આપે એવો કોઈ આશ્રય મારો નથી.