મંઝિલ Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

મંઝિલ

મંઝિલ

ધણા બધા કોલેજનાં વિદ્યાર્થીનીઓ પહાડ ચઢવાની હરિ ફાઇ માં ભાગ લીધો. તેઓ બધાં અત્યારે પહાડની નજીક ના ગામ મા હતા.પહાડ ચઢવાના guide માટે રાજેશ સર હતાં. તેમણે બે દિવસ અલગ અલગ રીતે training આપી હતી. રાજેશ સર એ બધાં વિદ્યાર્થીનીઓ ને પાંચ ટુકડી બનાવી. એક ટુકડી માં પાંચ વિદ્યાર્થીઓ હતા.એમ કુલ 25 વિદ્યાર્થીઓ હતા. દરેક ટુકડી એ પાંચ પડાવ પાર કરીને છેલ્લા પડાવ પર પોતાના ગૃપ નો ઝંડો ફરકાવાનો હતો. જે ગૃપ સૌથી પહેલાં ઝંડો ફરકાવે તે ગૃપ વિજેતા બનશે. બધાં ગૃપ માં એક ગામની વ્યકિતને ગોઠવી આપી.Emergency ના સમય માં શું કરવાનું તેની પણ માહિતી આપી.

એક ટુકડી માં દીયા,માયા, છાયા, નેહા, નીશા હતા. આ ગૃપ કોલેજમાં પણ સાથે જ રહેતાં. બધાં એકબીજા ને મદદ કરતાં. માયા ની એ વિશેષતા હતી કે એક વાર નકશો જોયા પછી એનાં મગજ છપાઈ જતો. એના મગજમાં હંમેશા તે નકશો છપાઈ જતો. છાયા ને medical ની જાણકારી હતી. તેને કોલેજમાં ડોક્ટર કહેતાં હતાં. નેહા અને નીશા પાસે ટેક્નોલોજી નું જ્ઞાન હતું. જયારે દિયા પાસે પરિસ્થિતિ સામે લડવાની ક્ષમતા હતી. રાજેશ સર દીયા ને લીડર બનાવે છે અને તેમના ગૃપ માં બીના નામની ગામની છોકરીને ગૃપમાં રહેવા કઇ છે. રાજેશ સર એ કીધું કાલે સવારે 8 વાગે હરીફાઈ શરૂ થશે.અને બધાં ગૃપને અલગ કલર નો ઝંડો આપે છે. દીયા નાં ગૃપ ને પીળાં કલરનો ઝંડો આપે છે. બધાં સાંજે કાલની તૈયારી મા લાગી જાય છે. માયા પોતાના બેગમાં મેપ અને નાસ્તો મુકે છે. છાયા medicine ની વસ્તુ મુકે છે. નેહા અને નીશા પોતાને જરૂરી સમાન મુકે છે. દીયા પોતાની બેગમાં ઝંડો મુકે છે. બધાં કાલની વાત કરતાં પોતાના કેમ્પ મા સુઇ જાય છે.

બીજા દિવસે રાજેશ સર 8 વાજે હરિફાઈ શરૂ કરે છે. બધાં પોત પોતાના ગૃપ સાથે વાત કરીને પહાડ ચઢવાની શરૂઆત કરે છે. બધાં પડાવ નાં ઝંડા દુર થી દેખાતા હતા. બધાં સરળતાથી પહેલો પડાવ પાર કરે છે. પહાડ પર જેમ આગળ વધતા હતા તેમ બાજુની ખીણ ને જોતાં બધાં ને ડર લાગતું હતું. કારણે કે જરાપણ પગ લપસાઇ જાય તો સીધા ખીણમાં! થોડી વાર પછી બધાં બીજો પડાવ પાર કરે છે. હવે ખાલી ત્રણ જ ગૃપ આગળ જાય છે. બાકીના બે ગૃપ ત્યાંથી પાછાં જતા રહે છે. હવે દિયા, રાધિકા અને મયુરિકા નું ગૃપ આગળ જાય છે. પહાડ નો રસ્તોકઠિન હતો. દિયા અને માયા આગળ ચાલે છે. પછી પોતાની કોલેજ ની વાતો કરતી છાયા, નેહા અને નીશા ચાલે છે. છેલ્લે બીના ચાલે છે. તેમા નેહા અને નીશા એકબીજાંને બરફ નાખે છે. તેમાં અચાનક નેહા નો પગ ફસાઇ જાય છે. બધાં તેનો પગ કાઢવાનો કોશિષ કરે છે. પણ પગ નીકળતો નો હતો. નેહા નીડર હતી એટલે રડતી ન હતી. બીના પોતાની આવડત નો ઉપયોગ કરીને પગ બહાર કાઢે છે. છાયા એનાં પગ પર દવા લગાવે છે. ધીમે કરીને નેહા ચાલે છે. ત્રીજો પડાવ નજીક જ હતો. ત્યા થોડી વાર નેહા આરામ કરે છે. થોડી વાર પછી દીયા નું ગૃપ ચોથા પડાવ પર આગળ વધે છે. અચાનક હળવી હિમવર્ષા થાય છે. બધાં દીયા બાજુ જોઇ છે. દીયા બીના બાજુ જોઈ છે. બીના બોલે છે એમતો આ હળવી હિમવર્ષા છે પણ ધણી વાર આ હળવી હિમવર્ષા વિનાશક બની જાય છે. નીશા પોતાનાં યંત્ર મા જોઇને બોલે છે પહાડ પર ખાલી હળવી જ હિમવર્ષા પડશે. દીયા એક પંક્તિ બોલે છે.

કદમ અસ્થિર હોય તેને કદી રાસ્તો નથી મળતો
અડગ મનનાં મુસાફરને હિમાલય નથી નડતો.

આ પંક્તિએ બધાં મા સાહસ ભરી દીધું હતું. બધાં એકસાથે બોલ્યા અમારે મંઝિલ પર પહોંચવું છે. (બીના સિવાય ) દીયા બીના ને પુછે છે શું થયું?
મને ભારી હિમવર્ષા થવાની લાગે છે. પણ તમારી આ પંક્તિ એ મારામાં હિંમત ભરી દીધી છે. બધાં ચોથા પડાવ પર જવા લાગે છે. થોડી વાર પછી ચોથા પડાવ પર આવી જાય છે. મયુરિકા નું ગૃપ પાછું જંતુ રહે છે કારણ કે હિમવર્ષા હવે વધારે પડી રહી હતી. દીયા અને રાધિકા નું ગૃપ આગળ જાય છે. તેમાં અચાનક ભારે હિમવર્ષા માં બરફના કળાં પડતા રાધિકા નું ગૃપ પાછું જતુ રહે છે.

ભારે હિમવર્ષા માં દિયા નું ગૃપ પાંચમા પડાવ તરફ આગળ વધતું. બીના થોડી ગભરાઈ ગઇ કારણ કે ભારે હિમવર્ષા સાથે કદાચ બરફનું તોફાન આવી શકે તેમ હતું. પણ મંઝિલના આખરી પડાવ પાર કરવો હતો એટલે બીના કઇ બોલતી ન હતી. હવે દીયા નું ગૃપ પાંચમા પડાવ પર પહોચી જાય છે. દિયા ફટાફટ ઝંડો પડવાની ટોચ પર મુકે છે. બધાં એક ગૃપ ફોટો પડાવે છે. બીના બોલે છે ફટાફટ પહાડ થી નીચે ઊતરી જઇ કદાચ બરફનું તોફાન આવાનું છે. નીશા કઇ છે ફોટો તો પાડી લઇએ પણ દીયા ના પાડી ને પહાડ થી નીચે ઊતરવાનું કહે છે.

બીના ને બીજો રસ્તો ખબર હોવાથી તે આગળ જતી હતી. બધાં એકબીજાના હાથ પકડીને આગળ જતાં હતા. સૌથી છેલ્લે દીયા હતી. અચાનક બરફનું તોફાન આવતું હતુ. બીના ફટાફટ ચાલવાનું કહેતી હતી. દીયા નો હાથ છુટી જાય છે અને તે ખાડી પડતી જ હતી તેમાં તે એક ઝાડ ને પકડી લઇ છે. બધાં ગભરાઈ જાય છે. બીના એક મજબુત ઝાડ સાથે રસ્સી બાંધે છે અને બીજો છેડો દીયા તરફ ફેંકે છે. દીયા રસ્સી પકડે છે અને બધાં પોતાની તાકાત થી રસ્સી ખેંચે છે. દીયા ઊપર આવી જાય છે બધા હવે ફટાફટ આગળ ચાલે છે. બરફના તોફાન સામે લડતાં દીયા નુ ગૃપ પહાડ થી નીચે આવી જાય છે. રાજેશ સર દીયા ના ગૃપ ને જોઈને ખુબ ખુશ થાય છે. રાજેશ સર દીયા ના ગૃપ ને શાબાશી આપે છે. બીજા વિદ્યાર્થીઓ દીયા ના ગૃપ ને શુભેચ્છાઓ આપે છે.

બીજા દિવસે દીયા ના ગૃપ ને ઇનામ અને 1 લાખનો ચેક આપે છે. દીયા એ ચેક બીના ને આપે છે. બીના ના પાડે છે. દીયા, માયા, છાયા, નેહા, નીશા વિનંતી કરે છે તેથી બીના ચેક લઇ છે. બધાં પોતાના ગૃપ ફોટો જોઈને બોલે છે મંઝિલ પાર કરી.

- ચૌધરી જીગર