Death books and stories free download online pdf in Gujarati

મૈયત

ચોમાસું શરૂ થઈ ગયું છે અને ખેડુ ના ખળા હળની અણીએ અણીએ ખેડાઈ ને નવતર વાવેતર સારું તૈયાર થઈ ગયા છે, કો'ક વાવણી કરી ને હાશ્ પામ્યા છે તો કો'ક હજુ વધુ વરસાદ ની આશાએ વાટ જોતા બેઠા છે, કો'ક આજ કાલ કરતાં પોતાના કામમાં મશગુલ થઈ ગયા છે,

રાણી અને સવદાસ ને પણ પોતાની બાપદાદાની જમીન માંથી એક કટકો મળ્યો હતો વાવેતર કરવા, સવદાસ એનાં બાપુ ની બીજી ઘરવાળી નો દિકરો એટલે પહેલી ઘરવાળી નાં ચારેય દિકરાઓએ પોતાના બાપની મિલકત પોતાની જ હોય એમ સમજી સરખે ભાગે વહેંચી લીધી હતી,પણ પંચ નાં આદેશ થી ગુજરાન ચલાવવા જમીન નો છેવાડાનો એક કટકો આપી દિધો...બે દિવસ સુધી મૂશળધાર વરસાદ વરસ્યો એટલે સવદાસ પણ પોતાના જમીનના ટુકડા ને ખેડી ને વાવણી કરવા માટે ખેતરે ગયો, રાણી ને કહ્યું હતું કે બપોર સુધી માં તો પાછો આવી જાઈશ.. પણ વરસાદ ખુબ વધારે અને પળાની માટી ચીકણી બે દિવસ ની વરાપ હતી તોયે ખેતરમાં ગોરો હતો, સાંજ સુધી સાંતી ખેંચી ખેંચીને સવદાસ ને મોઢે ફીણ આવી ગયા હતા એટલે એ થાકી ને શેઢે જ સૂઈ ગ્યો,

આખાં દિવસ નો થાક અને ટાઢું વાતાવરણ સવદાસ ને સોંયા ન રહી કે એ ક્યારે સૂઈ ગયો.. ઉઠ્યો ત્યારે અંધારું થઇ ગયું હતું, તમારાં નાં અવાજ અને ઝીણુ પીળુ અજવાળું એને મોડું થઇ ગયું છે એવો સનો કરતાં હતાં.. એટલે એ ઉઠ્યો મોં ધોયું અને ખંભે અબોટીયુ નાંખી ચાલતો થયો, વરસાદ ના દિવસો એટલે આભમાં ક્યાંય ચંદ્ર કે ચંદેળુ કળાતું નથી.. છતાં પોતે રસ્તા થી જાણીતો એટલે અનશે અનશે ગારો ખુંદતો ચાલ્યો જતો હતો...નીચલે રસ્તે તો વરસાદ ને લીધે પાણી ભરાણા છે એટલે ઘરે જવા ધાર નો રસ્તો લીધો આમ, તો આડે દિવસે પણ આ રસ્તે માણસ ઓછાં જ દેખાય, કેમકે આજુબાજુ ના ગામના લોકો પર નીચલે રસ્તે જ આવે - જા કરતા, અંધારું વધીને રાતે અંધારાની ઓઢણી ઓઢી લીધી હતી, વાતાવરણ એટલું શાંત કે હ્રદય નાં ધબકારા પણ સંભળાય...એકલો અને અંધારું હોવાથી સવદાસ ના ધબકારા વધારી રહ્યા હતા, તમરાં નો અવાજ અને ક્યાંક દૂર થી થતો સળવળાટ પણ સવદાસ નાં હ્રદય ને થંભાવી દેતા હતા.... બપોર સુધી માં નવરો થઈ જાયશ એવી ગણતરી કરી એણે ફાનસ કે હાથબતી પણ ના લીધી.. ત્યારે મોબાઇલ ના જમાના ની હતાં નહીં તો એકલો ઠરે શાનો? પોતે જ પોતાનો સાથી એમ વિચારી કઠણ કાળજે એ પ્રભુ નું નામ લેતો ચાલ્યો જતો હતો...

થોડે દૂર એને કોઈ હાથમાં મસાલ લઈને જતા હોય એવું લાગ્યું, એટલે એ ઉતાવળે પગલે એની તરફ વળ્યો,મશાલનુ અજવાળું નજીક આવવા લાગ્યું, પચાસેક જણ નનામી સાથે આવતા દેખાયા, સવદાસ એક ક્ષણ પૂરતો હબકી ગયો..આવા ટાણે મૈયત...ના ના અટાણે તો કોણ મૈયત કાઢે, ક્યાંક દૂરના હશે ને વરસાદ ને લીધે મોડાં પડ્યા હશે.. જે હોય તે ગામ નાં મસાણ સુધી તો સથવારો થયો એમ વિચારીને એ ઉતાવળે પગલે ડાઘુ ને આંબી ગયો..

સવદાસે નજીક જતાં જ જોયું કે આ લોકો ને એણે ક્યારેય ક્યાંય નથી જોયાં, કો'ક અજાણ્યા જ છે, બધા ના મોં પર જાણે શાહી ઢોળાઈ હોય એવાં ભાવવિહિન, ન કોઈ નો મોંમાંથી ઉચ્ચાર નીકળે કે ન કોઈ આજુબાજુ જુએ, બધા કોઈ ની હાથની કઠપૂતળી હોય એવી રીતે સીધે રસ્તે ચાલ્યા જતા હતા, સવદાસે રામ રામ કરી, પૂછ્યું,ભાઈ અટાણે મૈયત કાઢી, મોડું થઈ ગયું કે કોઈ બનાવ, સાથે ચાલનારા માંથી કોઈ કશું ન બોલ્યું, છતાં સવદાસે ફરી વાત કરતા કહ્યું વાવણી કરવા ગ્યો 'તો મોડું થઈ ગયું ને હવે ગઢી સુધી પહોંચવા નદીને રસ્તે પાણી ભરાણા છે એટલે ધારડી ઉપર આવવું પડ્યું, તમારો સાથ મળ્યો છે તો ઠેઠ મસાણ સુધી સથવારો થયો... આગળ ચાલતા ડાઘુ નાં મોં પર કોઈ અલગ રહસ્યમય હાસ્ય કળાયુ, એણે માથું નમાવી ને સવદાસ ને પોતાના સાથી વચ્ચે લીધો....

સવાર થઈ ગામના લોકો નાં ગણગણાટે સવદાસ ની નિંદર ઉડાડી.. આંખ ખોલીને જોયું તો પોતે ગામને ઝાંપે પડ્યો છે,શરીર પર રાખ છે....સવદાસ પોતે હજી સમજી ના શક્યો કે એ ક્યારે અહીં આવ્યો ને સૂઈ ગયો, એ પેલી મૈયત સાથે ડાઘુ ભેગો હતો..પણ , હવે કંઈક યાદ નથી આવતું, ઉભો થઇ ને ઘેરે ગયો, રાણી ને બધી વાત કરી... રાણી પણ કાલની અધ્ધર શ્વાસે સવદાસ ની વાટ જોતી હતી,સવારે સવદાસ ને હેમખેમ જોઈ એનાં જીવને ટાઢક વળી..

પણ,સવદાસ ની વાત સાંભળી ને એનો જીવ પડીકે બંધાયો..એ કામ થી ઝટ પરવારી ને અમથી ડોશી પાસે આવી અને સવદાસ ની વાત નો વેણેવેણ ડોશી ને કહી સંભળાવ્યો.... ડોશીએ રાણી સામે જોયું અને કહ્યું કે સવદાસ હેમખેમ છે ને? જો જે ઈ રાતે બહાર ન જાય નહીં તો એ ડાઘુ એને એની ભેળો લઈ જાશે.. કેમકે એ જે મૈયત ની વાત કરતો હતો એ તો કેટલાય વર્ષો પહેલા જ એક મૈયત માં ખપી ગઈ હતી...

લગભગ દસેક દાયકા પહેલાંની વાત છે, ટીંબા ના રાવજી પટેલ નું અવસાન થયું હતું અને સાંજ ટાણે પટેલ ની મૈયત કાઢી, મોડું તો થયું હતું પણ દિ ન'હોતો આથમ્યો એટલે નનામી લઈને થોડોક ડાઘુ નીસર્યા, ચોમાસાનું ટાણું ને વરસાદ કઈ ઘડી ગોતી ને વરસે ઈ નક્કી નહીં, એટલે થોડાંક ઢુકડેરા સગાં ને લઈને પટેલ ની મૈયત કાઢી..પણ ઉપર વાસ વરસાદ નું જોર વધ્યું ને ટીંબો પાણીમાં અડધો ગરક થઈ ગયો, બાંડી નદી માં પાણી બે કાંઠે થયાં, છતાં ડાઘુઓ એ મૈયત ન મેલ્યું, પાણી ની તાણ સામે જોદ્ધા જજુમ્યા પણ અંતે તો એનો જીવ લઈ લીધો...સવાર થયું ને પૂરના પાણી ઉતર્યા, સવારે ટીંબા માં તો રોકકળ થઇ ગઈ, આજુબાજુ ના ગામમાં ડાઘુ ને ગોતવા નીકળી પડ્યા, પણ પટેલ ની મૈયત સાથે ઈ ડાઘુ પણ તણાઈ ગયા, આજ દિન સુધી કોઈ નો પતો ન લાગ્યો કે ઈ ક્યાં ગયા.... ઘણા લોકો એ એની મૈયત નીકળે છે અને આપણાં ગામને પાદર સુધી વળાવવી પાછી ફરે છે એવું જોયું છે પણ સાચું ખોટું તો રામ જાણે... ઘણા લોકો એમ પણ ક્યે કે એકવાર ડાઘુ ને એની ભેળે લેવાનું ક્યો એટલે એ આ માણસ ને એની ભેળો લઈ જ જાય....

રાણી નું હ્રદય ધબકાર ચૂકી ગયું...માળી તમે આ શું ક્યો છો??? ક્યાંક તમારાં દિકરા ને કંઈ થ્યુ તો મારું શું થાશે??? એ દોડી ને સીધી સવદાસ પાસે આવી,અને માંડી ને વાત કરી,એક પળ માટે તો સવદાસ નો પણ જીવ ઉંચે થઈ ગયો, પણ પોતે જીવતો છે અને જો એમની સાથે લઈ જ જવો હોત તો જીવતો શુ કામ રાખે, એવું વિચારીને સવદાસે એ વાત મનમાંથી કાઢી નાંખી અને સાંજે ખેતરે ઉપડ્યો....

આજે દસ વર્ષ વિતી ગયા પણ હજી સવદાસ ખેતરેથી પાછો નથી ફર્યો...પણ પટેલ ની મૈયત માં એક ડાઘુ વધી ગયો હતો...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED