છેલ્લું ફુલ Real દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લું ફુલ

૭ મહિના, ૧૪ દિવસ, ૮ કલાક, ૪૬ મિનિટ અને ૨૦ સેકન્ડ થી રાહ જોતી દિવ્યા.... ફરીથી એ જ વિચાર માં ખોવાઈ ગઈ કે જ્યારે મીલનને તે છેલ્લીવાર મળી હતી.
તું પાછો ક્યારે આવીશ એ કોઈ નક્કી નથી તો આટલા સમય તું મને યાદ કરીશ કે નહિ કરે એની શું ખાતરી?? અને તારાં વિના હું શું કરીશ???અહીં તને યાદ કરી ને દુઃખી થતી રહીશ...
દિવ્યા બોલ્યે જતી હતી અને મીલન સાંભળતો હતો....
તો એક કામ કરીએ હું તને એક પેકેટ આપું છું, જે તારે ઘરે જઈને ખોલવા નું છે,એ વસ્તુ નું તું શું કરીશ અને કેમ રાખીશ એ તારી ઈચ્છા ની વાત છે પણ મારા પર ભરોસો રાખ જે એ બોક્સ ખાલી થાય એની પહેલા હું તારી સામે હાજર હોઇશ..
હવે તું કે મારે શું કરવાનું છે કેમકે મારું કામ તો મેં તને સોંપી દીધું... હવે તું કે હું એવું શું કરું કે તને વિશ્વાસ આવી જાય કે હું તને કેટલી યાદ કરું છુ....
દિવ્યા ની આદત હતી દિવસ ની ખરાબ અને ખુશીની પળો ને ડાયરી માં નોંધવા ની... એટલે એણે પોતાની ડાયરી આપી અને કહ્યું કે તું જ્યારે મને ખુશ થઈ ને યાદ કર ત્યારે ચિત્ર દોરજે અને ઉદાસ હોય કે દુઃખી હોય કે ગુસ્સે હોય તો મારા વિશે લખજે....
બસ આ મુલાકાત બાદ એ હજુ નથી મળ્યા... બોક્સ માં છેલ્લું ફુલ હતું અને એ યાદ કરતી હતી મીલનની છેલ્લી વાત કે એ વસ્તુ પુરી થાય એ પહેલાં એની સામે હશે એવું કહ્યું હતું.....પણ.... જેવી એ ફુલ હાથ માં લઇ ને એણે મીલનની યાદ માં બનાવેલ ફોટાફ્રેમ માં લગાવવા જતી હતી ત્યાં જ પાછળથી કોઇએ આંખ પર હાથ મૂકી દિધા....એ ચોંકી ઉઠી....પણ....એ સ્પર્શ...એ સુગંધ... એ સહવાસ નો અહેસાસ....એ પ્રેમ ભર્યા શબ્દો.....મીલન તું... આવી જ ગયો ને.....
આ છેલ્લું ફુલ અને મને એમ કે તું નહીં આવે પણ... તું આવ્યો......તે મારો વિશ્વાસ નહીં પણ મને જ ટુટતા બચાવી લીધી....એ હરખથી મીલનને ભેટી પડી..... એની આંખો માંથી આંસુઓ છલકી ઉઠ્યા.....પણ એ ખુબ ખુશ હતી કે એને એક એવાં વ્યક્તિ નો સાથ મળ્યો છે કે જે એનાં માટે દુનિયા નાં તમામ સંબંધો, વસ્તુઓ અને રીવાજો થી ઉપર છે....

એય ગાંડી આમ શું નાના બાળક ની જેમ રડે છે... પહેલા એક વાત નો જવાબ આપ કે તે મને એવું કેમ કહ્યું ખુશ થઈ ને યાદ કર ત્યારે ચિત્ર દોરજે અને ઉદાસ હોય કે દુઃખી હોય કે ગુસ્સે હોય તો મારા વિશે લખજે....???
જ્યારે આપણે ખૂબ ખુશ હોઇએ ત્યારે સામેવાળી વ્યક્તિ નાં સારા ગુણ કે સારપ જ યાદ આવે છે... જેનાં કારણે આપણે એને મન અને હ્રદય માં સૌથી ઉપર રાખીએ છીએ અને દિલ થી કંઈક કરવાની ઇચ્છા થાય છે.... એમની વધુ કાળજી રાખવી અને પ્રેમ કરવા ની ઇચ્છા થાય છે...પણ જ્યારે આપણે ગુસ્સે,ઉદાસ કે દુઃખી હોય ત્યારે આપણું મન બેચેન હોય છે ત્યારે આપણે હકારાત્મક કરતા નકારાત્મક વિચારો વધુ આવે છે....આ વિચારો તું મને ક્યારેય નહીં કહે કેમકે હું દુખી થાઉં કે ઉદાસ રહું એવું તું ક્યારેય નહીં કરે.....પણ તું જે કહેવા માગે છે એ તે ડાયરી માં જરૂર લખ્યું હશે.... હું ફક્ત આપણા સંબંધ ને ફુલોની સુગંધ જેવો બનાવવા ઈચ્છ છુ...એટલે હું એ બધી બાબતો નું ધ્યાન રાખીશ.....
ફરીથી એ મીલન સામે પ્રેમ ભર્યું સ્મિત વેરી અને તેને ભેટી પડી.....