Jenifer books and stories free download online pdf in Gujarati

જેનિફર

વિલિયમ પરિવાર આજે જ નવા ઘરમાં સિફ્ટ થયો છે...ખુબ બધી વનરાજી, નાનું તળાવ અને ત્રણ માળનું, સાત બેડરૂમ, મોટા ભપકાદાર હોલ, રસોડું અને પાછળ બેકયાર્ડ.... જૂનાં લાકડા ની કોતરણી ધરાવતી મોટી મોટી તસવીરો અને જંગલી પ્રાણીઓ નાં શિંગડા અને માથાં દ્વારા હવેલી જેવા મકાન ને સુશોભિત કરવામાં આવ્યું હતું....

ખુબ ઓછી કિમત અને શહેરની ધમાલ થી દુર આવું મકાન મેળવી ને વિલિયમ પરિવાર ખુબ ખુશ હતો..એ પરિવાર માં રોઝી અને માઈકલ બંને ભાઈ-બહેન પણ રોઝી ની માંજરી આંખો એનાં દાદી ને પસંદ ન હોવાથી રોઝી સાથે કોઈ સારી રીતે વાત પણ ન કરતું.... મકાનની સાફ સફાઈ કરી અને એ પરીવાર પોતાના કામમાં મશગુલ થઈ ગયો...પણ ક્યાંક કંઇક વિચિત્ર થઈ રહ્યું હતું એનો અણસાર પણ ન હતો...એ હતી રોઝી...

રોઝી ૧૪ વર્ષ ની થઇ ગઈ હતી..એની સ્કૂલ તો પહેલા જ છોડાવી ને ઘરના કામમાં લગાવી દેવામાં આવી હતી..માઈકલ હોસ્ટેલ માં રહેવા જતો રહ્યો.. રોઝી ની મમ્મી અને પપ્પા પોલીસ માં હતા એટલે વધારે પડતાં બહાર જ રહેતા.. રોઝી તેનાં દાદા - દાદી અને પિતરાઇ ભાઇ સાથે રહેતી પિતરાઇ ભાઈ રોય પણ રોઝી ને હેરાન કરવા નો એક પણ મોકો ન મૂકતો...

હવે રોઝી ઘરનું કામ પતાવી કલાકો સુધી ક્યાંક ગાયબ થઈ જતી હતી..જો એનાં દાદી કે રોય એને ખીજાય કે મારે તો એ વિચિત્ર આવાજ કાઢી, લાલચોળ આંખો કાઢી ભૂત ની જેમ જોયા કરતી.... એનું આવું વર્તન થોડું વિચિત્ર લાગ્યું પણ હવે એ મોટી થઈ ગઈ છે એટલે ગુસ્સે થતી હશે એવું સમજી બોવ ધ્યાન ન આપ્યું...

પણ હવે એક પછી એક ઘટનાઓ બનવા ની શરૂઆત થઈ હતી...એમનો પાલતું કુતરો વેન્ડી હમણાં થી રોઝી પાસે નથી જતો.. ઘરની બહાર જ રહે છે..અને જો એ રોઝી ને જુએ તો ખુબ ભસવાનું શરૂ કરી દે છે...પણ એક દિવસ એ પાછળ બેકયાર્ડ માં મરેલો મળ્યો.. એને કોઇએ ડોક મરડી ને મારી નાખ્યો હતો...

ઘરમાં બધા ઉદાસ હતાં ફક્ત રોઝી ખુશ હતી... ક્રિસમસ ની રજા હોવાથી આખો પરિવાર સાથે હતો...પણ એ રાત્રે માઇકલ,રોય અને એના મિત્રો એ ખુબ દારુ પીધો અને ત્યાં જ રોકાઈ ગયા.. રાત્રે રોય નાં મિત્ર એ રોઝી ને નીચે જતી જોઈ અને એણે બીજાં ને પણ મસ્તી કરવા બોલાવ્યા....રોય ખુદ એની સાથે જોડાય ગયો..ઘર લીધાં ને ઘણો સમય થઈ ગયો હતો છતાં કોઈ ને ખબર ન હતી કે નીચે એક સીક્રેટ રૂમ છે.. રોઝી એ તરફ ચાલી.. પેલા પાંચેય જણા એની પાછળ ગયા..દારૂ અને મસ્તી કરવા નાં નશા માં એ ત્યાં પહોંચી તો ગયા....પણ ....

બીજા દિવસે ફોરેસ્ટ ઓફિસર નો ફોન આવ્યો કે આપના ઘરમાંથી કોઈ મિસિગ છે? જંગલ માંથી પાંચ યુવાનો મળ્યા છે જેમણે આત્મહત્યા કરી લીધી છે..એમની લાશ ઝાડ પર લટકી રહી છે.... રોઝી ની મમ્મી અને પપ્પા ફટાફટ બધાં નાં રુમ જોઈ આવ્યા.. રોઝી, માઈકલ.. રોય. રોય ક્યાં છે? રાત્રે બધાં ની સાથે જ હતો....એ આપ એનાં મિત્રો ન મળતાં.. બધા ત્યાં ભાગ્યા... ત્યાં જઈને બધાનાં હોંશ ઉડી ગયા..રોય અને એના મિત્રો જ હતાં..પણ.. એવું કેમ બને....દુર ઉભી રોઝી હસતી હતી...

રોઝી ના દાદી ને રોઝી પર થોડો શક ગયો પણ એ એક સાથે આટલા છોકરાને ઉંચકીને ન લઈ જઈ શકે..પણ કંઈક તો ખટકતું હતું...આ ઘટના નાં બે દિવસ પછી રાત્રે જ્યારે રોઝી નીચે ના રૂમ જતી હતી ત્યારે એનાં દાદી જોઈ ગયા અને એ પણ પાછળ ગયા....જેવી એણે રોઝી ને બોલાવવા રાડ પાડી એવી જ રોઝી એ ડોક એમની તરફ ફેરવી એની સફેદ આંખ અને લોહી થી ખરડાયેલો ચહેરો.. એનું ધડ આગળ અને ડોક પાછળ.. રોઝી ના દાદી ત્યાં જ ઢળી પડ્યા... બીજા દિવસે એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં એ કોમામાં છે એવો રીપોર્ટ આવ્યો.. ઘરમાં. બનતી આવી ઘટનાઓ હવે રોઝી નાં માતા પિતા એલેક્સ અને રુબી માટે પણ કોયડો હતાં.. એમનાં કુતરા નું ભસવું અને મૃત હાલતમાં મળવું.. ઘણી તપાસ કરવા છતાં રોય અને એના મિત્રો નાં મોતનું કારણ ન મળ્યું... એનાં પછી દાદી નું કોમામાં જવું... એમણે ઘર બદલવાનું નક્કી કરી લીધું અને થોડોક સામાન લઈને એ નવાં ઘરે ગયા..એક બે દિવસ પછી એ રોઝી અને એના દાદા ફિલિપ્સ ને લેવા આવ્યા...પણ અહીં તો કંઈ વિચિત્ર જ ઘટના બની ચૂકી હતી... રોઝી ચાર પગે ભીંત પર ચડી ને બેઠી હતી... ફિલિપ્સ નુ શબ જમીન પર પડ્યું હતું...ઘરનો સામાન અસ્તવ્યસ્ત અને તૂટી ગયો હતો....રૂબીએ રોઝી ને પ્રેમ થી બોલાવી પણ એ એક જ ઝપટમાં રુબી નાં ડોકનુ હાડકું તોડી ફરીથી ભીંત પર ચડી ગઇ.... એલેક્સ..રૂબી ને મરતી જોઈ રહ્યો..એ જેવો દરવાજા બહાર ભાગવા ગયો કે રોઝી એ એની પણ ડોક મરડી નાંખી....એક જોરદાર અટ્ટહાસ્ય કરતી એ ઘરની દિવાલો પર ચઢતી અને હસતી.... હવે આ ઘર મારું છે.. હવે મને કોઈ હેરાન નહીં કરી શકે.... હવે હું અહીં જ રહીશ...આ ઘર મારા પપ્પા એ મારા માટે લીધું હતું..આ મારું ઘર છે...

આ ઘર એક જર્મન સિપાહી નું હતું જે પોતાની પત્ની મારીયા અને દિકરી જેનીફર સાથે રહેતો હતો..પણ જ્યારે યુધ્ધ નાં સમાચાર મળ્યા ત્યારે એ સમાચાર પણ મળ્યાં કે જેનિફર ના પિતા વિલ્સન હામ..શહિદ થયા છે.. હવે માં દિકરી એકલી હતી..પણ મારીયા જેનિફર સાથે શહેરમાં રહેવા ગઈ.. એણે એક બેકરી માં કામ પણ શોધી લીધું... જ્યાં એને જસ્ટિન મળ્યો..જે એક ઐયાશી હતો.. મારીયા પણ પોતાની એકલતા દૂર કરવા એની સાથે રહેવા લાગી..એક દિવસ જસ્ટિન જુગાર માં બધુ હારી ગયો અને એ પાછાં મારીયા ના ઘરે રહેવા આવી ગયા.. જસ્ટિન ની ખરાબ નજર ૧૬ વર્ષ ની જેનિફર પર જ રહેતી..પણ શહેર માં એને ક્યારેય મોકો ન મળ્યો..પણ અહીં એ આખો દિવસ જેનિફર સાથે એકલો જ રહેતો..એક દિવસ એણે જેનિફર સાથે કૃત્ય કરવા ના ઇરાદાથી ખુબ ખીજાયો અને મારવા લાગ્યો.. જ્યારે જેનિફરે એને છોડી દેવા કહ્યું ત્યારે એણે પોતાની ગંદી માંગણી મૂકી..પણ.. જેનિફર ને પહેલા થી જ ખબર હતી કે એની સાથે ક્યારેક એવું બનશે.. એટલે એ દોડીને નીચે રૂમમાં ભરાઈ ગઈ... જસ્ટિન ને પોતાનો દાવ ઉંધો પડ્યો એટલે ધૂંઆપૂંઆ થઈ ગયો હતો.. એણે મારીયા ને કહ્યું કે જેનિફર મને લલચાવે છે અને મને પોતાની સાથે રહેવા માટે કહે છે....પણ મેં એને નીચે બંધ કરી દીધી છે... મારીયા એ કશું વિચાર્યા વિના જ નીચે ગઈ અને એક ગરમ ચીપીયા થી એના મોં પર ડામ આપી દિધો... એને કદરૂપી બનાવી દિધી.. એટલે થી ન અટકતા એણે એના શરીર પર પણ ગરમ ચિપીયા ના ગામ દિધા અને ત્યાં જ મરવા છોડી દિધી....પોતે જસ્ટિન સાથે થોડા દિવસ માટે બહાર જતી રહી.....પણ જ્યારે એ પાછી ફરી ત્યારે જેનિફર એકદમ ઠીક હતી.. એનાં મોં પરના ડામ અને ડાઘા બિલકુલ ગાયબ હતા.... મારીયા એને જોઈને એની પાસે ગઈ ને ગળે લગાડી દીધી...પણ એ જ સમયે ખુબ જ ગંદી વાસ એને ઘેરી વળી.. જેનિફર ન હતી.. ફક્ત ધુમાડો... સફેદ આંખ અને લોહી થી ખરડાયેલો ચહેરો જોઈ મારીયા તો છળી મરી.. પણ એ મારીયા ને છોડી જસ્ટિન પર ચડી બેઠી અને પોતાના લાંબા નખ થી એના શરીરને ચીરી નાખ્યું... મારીયા માંફી માંગે એ પહેલાં જ એની ડોક મરડી નાંખી.....

જ્યારે વિલિયમ પરિવાર અહીં રહેવા આવ્યો..અને રોઝી સફાઈ કરવા આવી એ દિવસે જ જેનિફરે એને મારી એનાં શરીર પર કબજો કરી લીધો હતો... કેમકે આ ઘર જેનિફર ના પપ્પા નું હતું ફક્ત એ જ હતાં જે એને સૌથી વધુ પ્રેમ કરતા હતા....આ ઘર મારું છે.. હું અહીં કોઈ ને નહીં રહેવા દઉં..... હજુ પણ એ ઘર જંગલ વચ્ચે તુટેલું પડ્યું છે.. જ્યાં ઘણાંએ કોઈ છોકરી ને જોઈ હોય એવું કહે છે....


બીજા રસપ્રદ વિકલ્પો