નબળી: રાજવીની સંઘર્ષ કથા - 12 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 12

(12)

રાજવીને મળ્યા તો, "ભાઈ, તમારા વગર મને ઘરમાં નહીં ગમે, મને સપોર્ટ કોણ કરશે. વનિતા મને તારા વગર નહીં ફાવે."

નયનાબેન બોલ્યા કે, "ભાઈ નથી તો હું છું ને, અને નિહાલ રાજવીની ચિંતા ના કરતો. હું સપોર્ટ કરીશ અને જોઈશ કે કોણ તેની મરજી વિરુદ્ધ કરે છે." રાજવી રડી પડી.

દમયંતીબા ને પગે લાગ્યા તો, "નયના શું કામ ઊંધી સલાહ આપે છે, તેને રોકી નથી શકતી. નિહાલ બેટા ના જા."

નિહાલ કંઈ બોલે તે પહેલાં જ રમેશભાઈ બોલ્યા કે, "જવા દે બા, નિહાલ પણ ઘરેથી નીકળતા પહેલાં એટલું યાદ રાખજે કે જો તું આજે જતો રહ્યો તો આજથી તને વારસાઈ હક કોઈ જ નહીં મળે.""સારૂં પપ્પા, તમારા આર્શીવાદ જ અમારા માટે વારસા સમાન છે." કહીને તેઓ પગે લાગીને નીકળી ગયા.

નિહાલ રીક્ષા રોકી તો રીક્ષાવાળાએ પૂછ્યું કે, "કયાં જવું છે?"

નિહાલ મૂંઝાઈ ગયો તો વનિતા બોલી કે, "ભાઈ કયાં નથી જવું, જાવ તમે."

રીક્ષા ગયા પછી તે બોલી કે, "કયાં જઈશું વિચાર્યું છે તમે?"

"નથી ખબર..." તે બોલ્યો.

"એક કામ કરીએ હાલ મારા ઘરે જઈએ." વનિતાએ કહેતાં.

"ના તારા પિયરમાં નહીં... જમાઈ જો ઘરજમાઈ બને તો તેનું સન્માન ના રહે, વળી મારા ઘરની વાતો ઘરમાં નહીં રહે. વનિતા તું સમજે છે ને મારી વાતને..." નિહાલ બોલ્યો.

નિહાલ વનિતાને તેના પિયર જવાની ના પાડી તો વનિતાએ આંખોથી હા પાડી, તો તે બોલ્યો કે, "થેન્ક્સ મને સમજવા બદલ, આપણે હોટેલમાં રહીએ. હું રૂમ બુક કરાવી લઉં છું. "

તેણે સીટી પ્લેસમાં રૂમ બુક કરાવીને તેઓ ત્યાં ગયા. વનિતા તૈયારીઓ કરવા લાગી અને નિહાલ પોતાના માટે એક ઘર શોધવા લાગ્યો. તેણે તેના કલીંગ્સને પણ વાત કરી હતી. એમાંથી એકે તેને એક બેડરૂમ કીચનવાળું ઘર બતાવ્યું અને તે ઘર ગમી જતાં નિહાલે તે રેન્ટ પર લઈને તેઓ બંને ત્યાં શીફટ થઈ ગયા.

શીફટ થઈ ગયા પછી ઘર સેટ કરવું ઘણું અઘરું હતું એટલે વનિતા કહે છે કે, "ઘર સેટ કરું કે પછી તૈયારી કરું, આ બધું કેવી રીતે કરીશ?"

નિહાલે કહ્યું કે, "ના તું ઘરને સેટ કરવામાં ટાઈમ ના બગાડ, હું મારી રીતે કરીશ અને તું તારી તૈયારી કર. ઈન્ટરવ્યૂ નજીક છે, તો એમાં કોઈ કચાશ ના રાખીશ."

"પણ તમે કેવી રીતે કરશો?" તે બોલી.

"કેવી રીતે મતલબ, એટલે ભાભી તમે બેઠા હોયને ભાઈને કામ કરવું પડે એ તો તમારી કામચોરી કહેવાય."

પછી તે હસવા બોલી, "હું છું ને ઘર સેટ કરીને બરાબર ગોઠવી આપીશ. તમે ચિંતા ના કરો અને તમારી તૈયારી કરો." રાજવી અચાનક આવીને બોલી.

"રાજવી, તું સેટ કરીશ... પણ પપ્પાજી, દાદીજી વઢશે તને?" વનિતા બોલી.

રાજવીએ કહ્યું કે, "ચિંતા ના કર વનિતા, એ લોકોને ખબર પણ નહીં પડવા દઉં. કોલેજના ટાઈમે હું આવીશ અને ફટાફટ ઘર સેટ કરી દઈશ. બસ તું મન લગાવીને ભણ, આ તમારી નણંદનો આદેશ છે."

"ઓકે... બાબા, બસ તું આવી ગઈ એટલે ચિંતા નથી. અને એ તો કહે લાવણીના કેસમાં શું થયું?" તે બોલી.

"કેસ તો કોર્ટમાં પહોંચી ગયો છે. અભિષેકને જામીન હાલ તો મળી ગયા છે અને હું એક સારો વકીલ શોધી રહી છું, જોઈએ શું થાય છે?" તેને જવાબ આપ્યો.

નિહાલ ચા લઈને આવ્યો અને કહ્યું કે, "ચાલ જલ્દી રાજુ, વનિતા ચા બનાવીને લાવ્યો છું. તે પીને પછી આપણેકામ કરી શકીએ અને વનિતા તું સ્ટડી કરવા બેસ."

વનિતા બોલી કે, "એ કરતાં હું પણ તમને મદદ કરાવું એટલે એક જ દિવસમાં ફટાફટ ગોઠવાઈ જશે."

બધા ફટાફટ કામે લાગ્યા અને ઘર સેટ કરી દીધું.

અંજલી તેના એક કઝીન સ્મિતને મળવા ગઈ.

સ્મિત 27 વર્ષનો, શ્રીમંત ઘરનો એકનો એક દીકરો હતો. સ્ટાઈલિશ હોવા છતાં સાદગી તેને ગમતી, હેન્ડસમ અને પૈસાદાર હોવા છતાં રૂઆબ નહોતો ગમતો. નાની ઉંમરે પ્રસિદ્ધ એડવોકેટ હોવા છતાં તે હંમેશા સત્યની સાથે રહીને જ લડવાવાળો હતો. અને તે અંજલી ના મામાનો દીકરો હતો.

થોડી વાતચીત પછી સ્મિતે તેને પૂછ્યું કે, "અંજલી તારી સાથે લાવણી કરીને કોઈ છોકરી કદાચ તો તારી કોલેજમાં હતી, તેના વિશે કંઈ ખબર છે તેને?"

"હા, મારી ફ્રેન્ડ હતી લાવણી, આ લોકો કહે છે તેવી નથી. ખૂબ જ સીધીસાદી છોકરી અને તેના મા બાપ પણ સીધા સાદા છે. પણ તું કેમ આ બધું પૂછે છે." અંજલીએ કહ્યું.

"એટલે માટે કે તેના કેસની ડિટેઈલ તેની કોઈ ફ્રેન્ડ... રાજવીએ મને મોકલી છે અને મારી એપોઇન્ટમેન્ટ માંગી છે." તે બોલ્યો.

"રાજવી... તે લડે છે, એના માટે. રાજવી આમ પણ કોલેજમાં અન્યાય માટે લડવા હંમેશા તૈયાર જ રહેતી. પ્લીઝ મને તેનું એડ્રેસ સેન્ડ કર, મારે તેને મળવું છે." તે બોલી રહેતા.

"ઓકે મોકલી આપીશ." તેણે કહ્યું.

અંજલીએ પૂછ્યું કે, "તું કેસ હાથમાં લઈશને? લેજે, તું પણ રાજવીની જેમ અન્યાય માટે લડો છો, તો જોડે લડી શકાય. હા, એમ નથી કહેતી કે તું તારી રીતે તપાસ ના કર. પણ જે સાચું હોય તે તરફ ચોક્કસ રહેજે, ચાલ હું જઉં, બાય." અંજલી નીકળી.

સ્મિતે પોતાની આસિસ્ટન્ટ સ્વાતિને લાવણીના કેસ વિશે તપાસ કરવાનું કહ્યું અને જોડે જોડે રાજવીની વિશે પણ.

વનિતાનો ઈન્ટરવ્યૂ સરસ રીતે પાસ થઈ જાય છે, અને તેને ૩ મહિના ટ્રેનિંગ માટે દહેરાદુન જવાનું હતું.

સ્મિતે બધી ડિટેઈલ અને તપાસના રિપોર્ટ જોઈ પોતાની આસિસ્ટન્ટ સ્વાતિને તેને ફોન કરીને બોલાવી કે તે પ્રૂફ લઈને આવે.

રાજવી સ્મિતને મળવા આવી. રાજવી આવી તો સ્મિત તેને જોતો જ રહી ગયો, એકદમ સિમ્પલ લુક- બ્લેક જીન્સ, વ્હાઈટ શર્ટ પહેર્યો હતો અને વાળમાં એક બોરીયું ભરાવીને લીધેલી ચોટી. છતાંય સ્મિતને કંઈક આકર્ષી રહ્યું હતું એમ એના તરફ આંખો ઝપકાવ્યા વગર જોઈજ રહ્યો.

રાજવી સામે આવીને બેસી ગઈ અને બોલી કે, "હું રાજવી અને તમે એડવોકેટ સ્મિત બરાબર?"

સ્મિતે વિચારોમાં થી બહાર આવીને હા પાડી અને રાજવીએ લાવણીના કેસ રિલેટડ ભેગા કરેલા એવિડન્સ બતાવવા લાગી.

"હમમ... તમે ઘણું ભેગું કર્યું છે. હવે તમે શું જાણો છો, એ વિશે તે કહો."

સ્મિતે પૂછતાં રાજવી જાણતી હતી તે બધી જ વાત કરી. લાવણીએ લખેલી ડાયરી બતાવીને વાંચવા આપી.

સ્મિત તે વાંચીને કહે છે કે, "ઓકે, લાવણીના જ અક્ષર છે એ જ રિપોર્ટ કરાવી લઈશું એટલે 'પ્રુફ સાચું છે' સાબિત થઈ જશે, એટલે આ એક પ્રુફ થશે. એ સિવાય તમારી પાસે કોઈ સાક્ષી છે."

"ના સર, મને ખબર છે કે ઘણા બધા સાક્ષી આપી શક તેવા લોકો છે, પણ તેઓ આપવા તૈયાર નથી." રાજવી બોલી.

"તો પછી આ કેસ તો કોર્ટમાં એક દિવસ પણ નહીં ચાલે. કોર્ટ જેવો કેસ ખારીજ કરી દેશે તેવો જ તેઓ તમારા પર માનહાનિનો કેસ ઠોકી દેતા વાર નહીં કરે." સ્મિતે કહ્યું.

"તો પછી..." રાજવીએ પૂછ્યું.

"તો પછી... કેસ મજબૂત કરવા માટે ખૂટતી કડીઓ આપણે શોધીએ અને તમે કહેતા હતાને કે સાક્ષી આપી શકે તેવા કોણ છે?" તેને પૂછ્યું.

રાજવીએ કોણ કોણ સાક્ષી આપી શકે તેમના વિશે જણાવ્યું.

"આપણે સાક્ષીઓ ને સમજાવીએ કે તેઓ લાવણીને ન્યાય અપાવવા માટે આપણને સાથ આપે." તેણે કહ્યું.

"પ્રયત્ન કરું... બાકી બધું ભગવાનની મરજી અને થેન્ક યુ સર, કેસ હાથમાં લેવા બદલ." બોલીને રાજવી ત્યાંથી નીકળી.

તે રમીલાઆન્ટીને મળવા જઈ રહી હતી ત્યાં તેના ફોનની રીંગ વાગી તો તેણે ઉપાડયો તો સામેથી અવાજ આવ્યો કે, "હું સૌમ્યા બોલું છું, તમે રાજવી બોલો છો? લાવણીની ફ્રેન્ડ બરાબરને.."

"હા બોલો.." તે બોલી.

"મારે તમને મળવું છે તો આપણે કાફેમાં મળી શકીએ." તેણે પૂછ્યું.

"હા, કેમ નહીં, હું આવી અને તમે પહોંચો ત્યાં..." રાજવી બોલી અને ત્યાં જવા નીકળી.

બંને મળ્યા અને સીધું જ સૌમ્યાએ કહ્યું કે, "હું લાવણીના કેસમાં સાક્ષી બનવા તૈયાર છું, હું બનીશ સાક્ષી તેના પક્ષની."

"સાચે જ તમે આપશો, તમને ખબર છે એ માટે તો હું સાક્ષીઓ શોધી રહી હતી." રાજવી બોલી.

"પણ હા હું જે જાણું, તે જ કહીશ અને મને છેલ્લી ખબર કંઈ નથી તો એ વિશે કંઈ નહીં કહી શકું." તે બોલી.

"અરે, આટલું પણ ઘણું છે, લાવણી માટે." રાજવી બોલી.

"પણ શું હું તમને દીદી કહીને બોલાવી શકું છું?"

"હા, કેમ નહીં" તેણે કહ્યું.

રાજવીએ પૂછ્યું કે, "સૌમ્યાદીદી તમે કોર્ટમાં ફરી તો નહીં જાવને?"

"ના મને ખબર છે કે, લાવણી સાચી છે અને તેને ન્યાય મળે તે જરૂરી છે. માટે ચિંતા ના કર, હું નહીં ફરી જાવ." સૌમ્યા બોલી પછી, "પણ શું તને વકીલ મળી ગયો?"

"હા, મળી ગયો છે." તેણે કહ્યું અને તેઓ છૂટા પડ્યા.

કેસ કોર્ટમાં નોંધાણી કરવામાં આવી છે, બસ કેસ ચાલુ થાય તેની રાહ જોવાઈ રહી છે. અભિષેકને વકીલ પાસેથી સૌમ્યા લાવણીની તરફેણમાં છે, એ ખબર પડતાં તે તેના મમ્મી પપ્પાને વાત કરે છે. શારદાબેન અને નાથાભાઈ સૌમ્યાને અને નયનકુમારને પોતાના ઘરે બોલાવે છે.

નાથાભાઈ કહે છે કે, "સૌમ્યા બેટા, તું અને નયનકુમાર મજામાં? કેટલા દિવસે થઈ ગયા તને મળ્યાને અને ફોન કર્યો એટલે આજે ઘરે આવી? અમારા માટે સમય જ નથી કે શું?"

સૌમ્યા બોલી કે, "હા પપ્પા... બસ કામમાં પડી હતી. શું કામ હતું?"

શારદાબેન બોલ્યા કે, "કેમ કામ વગર ના બોલાવાય! તારી બહુ યાદ આવી હતી એટલે..."

સૌમ્યા અને નયન કંઈના બોલ્યા. નાથાભાઈએ કહ્યું કે, " કહું છું સાંભળો, દીકરી અને જમાઈ માટે તેમની ભાવતી વસ્તુ લાવો જરા અને ચા પાણી તો કરાવો..."

"હા...હા, હાલ જ લાવું" કહીને શારદાબેન લેવા ગયા. શારદાબેન બદામકતરી, કચોરી, સમોસા, ગુલાબજાંબુ અને ભાણી માટે ચોકલેટ વિગેરે લાવીને મૂકયું અને આગ્રહ કરીને ખવડાવા લાગ્યા. પછી જાળવી રહીને બોલ્યા કે, "બેટા, શું થાય આટલું બહારથી તારા પપ્પા માંડ માંડ લાવ્યા. દીકરો દોડધામ કરે તેવો હતો તે પેલી ડાકણે મરતાં મરતાય આરોપો લગાવીને જેલમાં પુરાવી દીધો."

"પણ મા અભિષેક તો જામીન પર છૂટી ગયો છે." સૌમ્યાએ કહ્યું.

"હા એ છૂટી ગયો છે જ પણ તે આ કેસ લઈને ટેન્શનમાં રહે છે ને." તે બોલ્યા.

નયને કહ્યું કે, "હજી તો કોર્ટમાં કેસ કયાં પહોંચ્યો છે, અને એ તો હોટલમાં ફરતો મેં જોયો છે...."

નાથાભાઈએ વાત સાંભળી ના સાંભળી કરીને બોલ્યા કે, "સૌમ્યા બેટા, તારા ભાઈને બચાવવો તારા હાથમાં છે."

"મારા હાથમાં કેવી રીતે? હું કયાં વકીલ છું?" તે બોલી.

"જો તું એમ કહેને કે લાવણીને એક છોકરાની જોડે રંગે હાથે મેં જ પકડયા હતા. ઘરે વાત કરી તો બધાએ ઠપકો આપ્યો હતો..." નાથાભાઈએ કહ્યું.

"હમમમ...." સૌમ્યા બોલી.

"પછી તેણે ચોરી કરતી પણ મેં પકડી હતી, તે પણ બોલજે." તેમણે કહ્યું.

"દાગીના કોનાં ચોર્યા, પિયરના કે સાસરીના કહું?" સૌમ્યાએ પૂછ્યું.

"પિયરના જ વળી અને કહેજે કે તેના પિયરીયા પણ લાલચી છે." તેમણે કહ્યું.

"સારું હજી કંઈ બોલવાનું છે કોર્ટમાં?" તેણે પૂછ્યું.

"ના...ના બેટા, તે તો મારી ચિંતા ટાળી દીધી અને અમને મળેલી ખબર પણ ખોટી છે." તે બોલ્યા.

"કંઈ ખબર પપ્પાજી?" નયને પૂછ્યું.

"એ જ કે તમે લાવણીના સપોર્ટમાં સાક્ષી આપવાના છો?" નાથાભાઈ બોલ્યા.

"એક મિનિટ પપ્પા નયન નહીં પણ હું બનવાની છું સાક્ષી, એ પણ લાવણીની સાઈડથી. મને હતું જ કે તમે અમને એમ તો ના જ બોલાવો પણ હવે ખબર પડી તમારા આ પ્લાનની." સૌમ્યાએ કહ્યું.

"સૌમ્યા.... તું તારા ભાઈને જેલમાં જોવા માંગે છે અને જોડે જોડે મા બાપને પણ, છોકરી છે કે શું?" શારદાબેન ગુસ્સેથી બોલ્યા.

"હા મા, છોકરી છું ને એટલે, મા છું ને એટલે અને સૌથી વધારે તો સ્ત્રી છું ને એટલે જ લાવણીની તરફેણમાં જ રહીશ." તે બોલી.

"જો તું કાળમુખીની તરફેણમાં બોલીશને તો આ ઘર જોડે તારે સંબંધ નહીં રહે, સમજી." શારદાબેન બોલ્યા.

નાથાભાઈએ કહ્યું કે, "નયનકુમાર સમજાવો આને કે લોહીના સંબંધ આગળ બીજું કંઈ ના આવે. લાવણીની તરફેણમાં બોલવું હોય તો ઘરમાં બોલી લે અમને, સજા આપ પણ કોર્ટમાં સાક્ષી ના બને. અને જો તેના પિયરીયા જેલ જશે તો તે કોઈને મ્હોં બતાવવા લાયક નહીં રહે."

"અને જો હું તમારી તરફેણમાં બોલીશને તો મારી નજરોના લાયક નહીં રહું, મારી દીકરી માટે મા બનવા લાયક નહીં રહું અને સ્ત્રી કહેવા લાયક નહીં રહું." સૌમ્યા બોલી.

"તો પછી તું પિયરીયા વિરુદ્ધ જઈને, મા બાપને દુઃખી કરીને શું મેળવીશ તું? સમાજની વાહવાહી..." શારદાબેન બોલ્યા.

"ના, વાહવાહી નથી જોઈતી મારે." તે બોલી.

"તો પછી... ખોટી શું કામ અમને હેરાન કરવા માંગે છે." નાથાભાઈએ કહ્યું.

"અમે તમને હેરાન નથી કરવા માંગતા પણ મારી સોનમને કાલ ઊઠીને કોઈ આવા જ હાલ કરે તો તેને પણ પાઠ ભણાવી શકું એટલા માટે લાવણીની સાથે થયેલી છેતરપીંડી ને ન્યાય અપાવવા માંગીએ છીએ. જે તમે, અભિષેકે અને મમ્મીજીએ કરી છે." નયને કહ્યું.

"સોનમને હેરાન તો કોઈ કરી જુવે તેને તો ઊભો ને ઊભો જ ચીરી નાંખું." નાથાભાઈએ કહ્યું.

શારદાબેન આશ્ચર્યથી બોલ્યા કે, " તમે અભિષેકેનું નામ લીધું ને.... વળી એણે શું કર્યું?"

"હા તમને તો ખબર નથી ને કે તે તો એક છોકરી જોડે રહે છે અને હાલ પણ ત્યાં જ હશે." નયને કહ્યું.

"હશે પણ તે તમારો સાળો છે, નયનકુમાર." શારદાબેન બોલ્યા.

"સાળો ભલે રહ્યો પણ માણસ નથી. વાત મૂકો અને સૌમ્યા ચાલ ઘરે..." નયને કહ્યું.

"જો સૌમ્યા તું લાવણીની તરફેણમાં ઊભી રહી તો આ ઘર જોડેનો તારો સંબંધ નહીં રહે, એમ સમજી લેજે." નાથાભાઈએ છેલ્લું શસ્ત્ર વાપરતાં કહ્યું.

નાથાભાઈ બોલતાં રહ્યા, સૌમ્યા અને નયન નીકળી ગયા. સૌમ્યા ના માનતાં નાથાભાઈ ગુસ્સે થઈ ગયા અને તેઓ રમેશભાઈને.ત્યાં પહોંચ્યા. રાજવીની નામની બૂમો પાડવા લાગ્યા. રાજવી બહાર આવી તો તે કહે કે,

"કેટલી વાર કહેવાનું તને કે કેસ પાછો લે, તો પાછા લેવાની ખબર નથી પડતી. હવે તો મારી છોકરીને પણ અમારી વિરુદ્ધ ભરમાવી દીધી છે તે."

રાજવીએ કહ્યું કે, "સૌમ્યાદી નાના બાળક છે, જે મારી વાતોથી ભરમાઈ જાય."

"હા ખબર છે કે તે નાનું બાળક નથી, પણ ભરમાવી તો તે જ છે ને. વળી તું અમારા દીકરાને હેરાન કરવા પાછળ કેમ પડી છે. અરે તને કે લાવણીના બાપ રંજનને પૈસા જોઈતા હોય તો મ્હોં ફાડો એટલે ભરી દઉં. પણ કેસ પાછો લો..."

રાજવી બોલી કે, "કેસ પાછો ના લઉં તો અંકલ શું કરશો?"

"નહીં લે ને તો... સારું નહીં થાય, કયાંક તારે જીવથી હાથ ધોવા ના પડે. સમજી લેજે છોકરી." તે બોલ્યા.

"નાથાભાઈ ધમકીના આપો અને તમારા પૈસા પણ નથી જોઈતા મારી દીકરીને. તે સત્ય માટે લડે છે તેને ધમકી કે લાલચની અસર ના થાય. જાવ અહીંયાથી." કયારના સાંભળી રહેલા નયનાબેન બોલ્યા.

નાથાભાઈ પગ પછાડતાં જતા રહ્યા. રમેશભાઈએ કહ્યું કે, 'નયના આને માથે ના ચડાવ, આ કેસના લીધે આપણી દીકરી જોડે આ રાક્ષસ જેવા નાથાભાઈ શું કરશે એ શું ખબર... જે થશે તેની જવાબદારી તારી.રહેશે પછી, સમજી."

રાજવીને કહે કે, "બેટા કેસ પાછો લઈ લે, પૈસા માટે નથી કહેતો પણ ડર લાગે છે તારા માટે કહું છું. અને આમાં તો તારું જીવન જોખમમાં મૂકી દઈશ તું." રમેશભાઈ બોલીને બહાર જતાં રહ્યાં.

કેસની તપાસ કરવા માટે સ્મિત અને વનિતા મળતા રહ્યા, તેમ તેમ સ્મિત વનિતા નજીકથી જાણવા લાગ્યો. તેને ના જોવે તો તે પરેશાન થઈ જતો, એ કેટલા દિવસથી સ્વાતિ જોઈ રહી હતી. આખરે ના રહેવાયું એટલે તે કોફી લઈને તેની પાસે ગઈ અને કહ્યું કે, "સર હું કયારની જોવું છું કે તમે રાજવીને જોતાં નથી તો શરીર અહીં રહે છે પણ મન અહીં નથી રહેતું. શું વાત છે સર?".

"ના...ના, એવું કંઈ નથી" સ્વાતિ તેમની સામે જોઈ રહી તો તે બોલ્યો કે, "હા, મને રાજવીનું સત્યની પડખે ઊભા રહીને લડવું એ પણ પોતાની ફ્રેન્ડ માટે એ ગમવા લાગ્યું છે. તેની સાદગી ગમવા લાગી છે, તેની વાતો ગમવા લાગી છે, એમ કહુંને તો મને રાજવી જ ગમવા લાગી છે. પણ...."

"પણ, શું?" તેણે પૂછ્યું.

"પણ જે રીતે તે કામ કરે છે તે જોઈને લાગે છે કે તેના જીવનમાં પ્રેમની કોઈ જગ્યા જ નથી." તેને કહ્યું.

"સર તમે એ કેમ નક્કી કરી લો છે. તમે વકીલ છો, જજ નહીં સમજયા. એકવાર પ્રયત્ન કર્યા વગર વકીલના છોડે તો તમે એક વાર વાત તો કરી જુવો પછી નકકી કરો." સ્વાતિ બોલી.

"તારી વાત તો સાચી છે, આ કેસ પતી જાય પછી વાત કરીશ." કહીને સ્મિતે વાત પડતી મૂકી.

રાજવી પોતાની રૂમમાં બેઠી હતી અને લાવણીના કેસને સ્ટડી કરી રહી હતી. નજર ફાઈલમાં હતી, પણ ધ્યાન સ્મિત અને તેની વાતોમાં હતું. મનમાં ને મનમાં હસી રહી હતી, વાળની લટોને રમાડી રહી હતી અને મનમાં તો વિચારોની રમઝટ ચાલી રહી હતી કે,

"સ્મિત કેટલો સ્માર્ટ દેખાય છે, તેની વાતો જાણે સાંભળ્યા જ કરીએ તેવું લાગે છે. તેના કપડાં પહેરવાની સ્ટાઈલ, વાત કરવાની સ્ટાઈલ અદ્ભુત છે. લાવણીના કેસ માટે કેટલી દોડધામ કરે છે, વળી તેનો સ્વભાવ કેટલો નમ્ર અને સાલસ છે. આટલો સારો, સંસ્કારી હોવા છતાં તે કુંવારો કેમ છે?

કદાચ તે મારી રાહ જોતાં હશે. અરે, શું વિચારું છું હું... તે મને ગમે છે, ભલે મારું મન આજ સુધી બંધનમાં બંધાવા માંગતું નહોતું. પણ ખબર નહીં, સ્મિત વિશે વિચાર આવતાં જ એ બંધનમાં બંધાઈ જવાનું મન થાય છે."

સ્માઈલ સાથે કામે વળગે છે.

સ્મિત અને રાજવી પોતાના મનમાં એકબીજા માટે લાગણી જન્મી રહી છે, જયારે નિહાલના મનમાં રાજવીને લઈને ડર જન્મી રહ્યો હતો એટલે જ તે નયનાબેનને ફોન કરે છે.

"મમ્મી, હું નિહાલ. તું મજામાં, પપ્પા, દાદી બધા મજામાં ને?"

"હા બેટા, કેટલા દિવસે તારો અવાજ સાંભળ્યો. કામકાજ બરાબર ચાલે છે?" નયનાબેને પૂછ્યું.

"હા મમ્મી, રાજવી મજામાં?" તે બોલ્યો.

"કેમ ફોન કર્યો એ કહે મને બેટા?" તેમણે પૂછ્યું.

"મમ્મી મને રાજવીની ચિંતા થાય છે એટલે ફોન કર્યો. તેને કરેલા કેસમાં શું ચાલે છે?" નિહાલે પૂછ્યું.